નમામી માત નર્મદે…’સરદાર સરોવર બંધ’…લોકાર્પણ …વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઈ મોદીના શુભહસ્તે ૬૭મા જન્મદિને.
(Thanks to webjagat for this picture)
અમરકંટક(મધ્યપ્રદેશ)થી ધરાને લીલુડી કરવા વહેતી માત નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલા સરદાર સરોવર બંધને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ૬૭માં જન્મદિવસે દેશને સમર્પિત કર્યું હતું…૧૭મી સપ્ટેંબર,૨૦૧૭.
૧.૨ કિમીની લંબાઈ ધરાવનાર ‘સરદાર સરોવર’ બંધ ૧૬૩ મીટર ઉંડો છે.તેના બે પાવર હાઉસમાંથી ૪૧૪૧ કરોડ યુનિટ ઇલેક્ટ્રીસિટીનું ઉત્પાદન થઇ રહ્યું છે.
સંયુક્તરાષ્ટ્રમાં ગ્રાન્ડ કૌલી બંધ બાદ વિશ્વમાં સૌથી મોટા બંધ તરીકે ,દેશનો આ સૌથી ઉંચો બંધ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને વીજ ને સિંચાઈનો સીધો ભરપૂર ફાયદો આપશે. દુનિયાના સૌથી મોટા બીજા બંધ તરીકે શોભતો ‘સરદાર સરોવર બંધ’ આધુનિક ઈજનેરી કૌશલ્યનું પ્રતિક છે. ૬૫૦૦૦ કરોડ રૂપિયાની લાગતથી નિર્માણ પામેલ આ બંધને બનવામાં ૫૬ વર્ષનો સમય લાગ્યો છે. સીંચાઈ કેનાલોનું કામ પ્રગતિ કરી રહ્યું છે.
* ૧૯૪૫માં સરદાર પટેલ દ્વારા આની પહેલ કરવામાં આવી હતી
* ૫મી એપ્રિલ ૧૯૬૧ના દિવસે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આધારશીલા મુકી હતી
* ૫૬ વર્ષ આ બંધના નિર્માણમાં લાગી ગયા છે
* બંધના નિર્માણમાં ૬૫૦૦૦ કરોડથી વધુનો ખર્ચ થઇ ગયો છે
* ૧૩૮ મીટર ઉંચાઈ આ બંધ ધરાવે છે
* ૧૩૮ મીટરની ઉંચાઈ ધરાવનાર આ બંધ દેશમાં સૌથી ઉંચા બંધ તરીકે છે
* આ બંધમાં ૩૦ દરવાજા રહેલા છે અને દરેક દરવાજાનું વજન ૪૫૦ ટનની આસપાસ છે,
તેને બંધ કરવામાં પણ એક કલાકનો સમય લાગી શકે છે
* આ બંધમાં ૪.૭૩ મિલિયન ક્યુબિક પાણી સ્ટોર કરવાની ક્ષમતા રહેલી છે
* આ બંધથી ૬૦૦૦ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે
* બંધના નિર્માણમાં ૮૬.૨૦ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે
* સરદાર સરોવર બંધથી સૌથી વધુ ફાયદો ગુજરાતને થશે
* ૧૫ જિલ્લાના ૩૧૩૭ ગામોના ૧૮.૪૫ લાખ હેક્ટર ભૂમિને સિંચાઈની સુવિધા મળશે
* વિજળીનો સૌથી વધારે હિસ્સો ૫૭ ટકા મધ્યપ્રદેશને મળશે
* મહારાષ્ટ્રને વિજળીનો ૨૭ ટકા અને ગુજરાતને ૧૬ ટકા હિસ્સો મળશે
* બીજી બાજુ રાજસ્થાનને માત્ર પાણી મળશે
* સરદાર સરોવરના ૩૦ ગેટ ખુલતાની સાથે જ મધ્યપ્રદેશના અલીરાજપુર, બડવાની, ધાર, ખરગોન જિલ્લાના ૧૯૨ ગામ, મહારાષ્ટ્રના ૩૩ અને ગુજરાતના ૧૯ ગામ ઇતિહાસનો હિસ્સો બનશે
* ૧.૨ કિલોમીટર લાંબો બંધ ૧૬૩ મીટર ઉંડો છે
આભાર દિવ્યભાસ્કર સમાચાર
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
……………………………..
નમું મા નર્મદા
છંદ-શિખરિણી
ઉમટ્યા વ્યોમે આ, પવન લહરે, વાદળ ધસી
છવાયા ગાજીને, વન ગિરિશૃંગે, સ્નેહ ધરવા
વરસ્યો ખાંડે એ, ખળખળ વહે, મસ્ત ઝરણાં
ઠરે આંખો જોઈ, અમરકંટકે, બાળ સરિખાં
મળે નાનાં મોટાં, પથ પટ ઘસે, ઘેલ કરતાં
નભે મેઘો કાળો, ધરણ છલકે, કાજલ જલી
છલક્યા બંધોને, સુચિ વિમલએ, સર્જન સુધા
રમે રેવા જોશે, જલ રવ યુવા, સાગર સમી
તટે ઝૂમે દોડી, લહર લહરી, રમ્ય નયના
નમું મા નર્મદા, હરહર કૃપા, મંગલમયી
મળી છે મા તારી, ઉપજ હરિતા,આશિષ શિરે
હસી ગાશે વાડી, કલરવ ધરી, ધાન્ય છલકી
ઋણો તારા દીઠા, શતશત રૂપે, લોક જનની
વહે તું દર્શિની, યશ સભર રે, રાસ રમતી
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
Jay Narmade- Gujarat Nu garva
best info -consise for all with unique poetry
Thanks sir
કેવડિયા કોલોનીની ૮૦ ના દસકામાં લીધેલ મુલાકાત તાજી થઈ ગઈ.
Gujarat Nu Gaurav.
Namai mat Narmade. Beautiful creation.
જયારે નર્મદા બંધનુ ઉદ્ધાટન થયુ ત્યારે મને અને બીજી બે છૌકરીઓને સ્વાગત ગીત ગાવાની તક મલી હતી એ દિવસૌ યાદ આવી ગયા.વર્ષૌ વીતી ગયા છતાં ગીતના શબ્દૌ થોડા થોડા યાદ છે.
” પધારો વીર બંકા જેના ડગે છે ડંકા, છો શાંતિના ફીરશ્તા દીન દ:ખીઓના ત્રાતા.
પગલે તમારા નહેરુ નહેરોની ધૂમ જામી,
તૃતિય યુદધ વિશ્વે ઘુરકાવે લાલ ડોલા,આલમની આશા આજે ભારત પ્રધાન મોટા
થશે વિજયી ભારત એ છે જગતની આશા.”
આછુ આછુ યાદ હતું.
આપે તો મસ્ત કવિતા કરી લીધી.
« સાહિત્યની અભિરુચિ…[રમેશ પટેલ(આકાશદીપ)]
સરસ .સંકલન-માહેતી સંકલન અને વિગતોસભર લેખ ….સાથે કવિતા પણ …. અન્ભીવ્યક્તિની ઉતમ શૌખીયા સેવાભાવે પ્રવૃત્તિ …અભિનંદન રમેશભાઈ patel