શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એટલે કે શ્રીવિષ્ણુભગવાનના ૨૨મા અવતારનું પ્રાગટ્ય.. અર્ધરાત્રિ એટલે કે રાત્રે 12 કલાકે મથુરા નગરીની અંધારી કાળકોટડીમાં વાસુદેવના પત્ની દેવકીના ગર્ભથી બાળસ્વરૂપે શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થયા..ધસમસતા યમુનાજીને પાર કરી, હાલ્યા ગોકુળની વાટે.વૃંદાવનનો એ કનૈયો,ગોપાલો, ગીતાના ગાનાર શ્રીકૃષ્ણનું શિક્ષણ, ઉજ્જૈનમાં ગુરૂ સાંદીપનિને ત્યાં થયું હતું. તેઓ અહીં 64 દિવસ રહ્યાં હતાં અને આ દિવસોમાં શ્રીકૃષ્ણ 64 કળામાં પારંગત થઈ ગયા હતા. આપણે પણ એ સ્થાનકે, ક્ષિપ્રાને કાંઠે,શ્રી વલ્લભાચાર્યની પીઠે ,દર્શન કરી ધન્યતા માણી છે..એ કેમ વિસરીએ. એ સુદામાના સખાએ, બલરામ સાથે, ગુરૂ સાંદિપનિ પાસેથી માત્ર 64 દિવસમાં જ 64 કળામાં નિપૂળતા પ્રાપ્ત કરી લીધી હતી. આ કળાઓની મદદથી શ્રીકૃષ્ણ અને બલરામ કેટલાય મહાયુદ્ધોમાં જીત પ્રાપ્ત કરી હતી. ગુરૂ સાંદીપનિએ શ્રીકૃષ્ણ અને બલરામને બધા વેદ, ઉપનિષદ, મંત્ર તથા દેવતાઓ સાથે જોડાયેલું જ્ઞાન, ધનુષ્ય વિદ્યા, મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોની સાથે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન પણ આપ્યું હતું…ભાઈ કનૈયો એ કનૈયો..સહુના દિલ જીતી ગયો…
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.
“यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા ચૌદલોકના નાથે શ્રી કૃષ્ણેરૂપે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ… ઉછેર… નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં વ્હાલ!જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા….શ્રાવણ વદ આઠમ ને મધ્યરાત્રી..રોહિણી નક્ષત્રમાં વિષ્ણુ ભગવાને બાળલીલાનો પ્રારંભ કર્યો….એજ આ પાવન ત્યૌહાર ‘જન્માષ્ટમી’
ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ કરવા.. ધસમસતાં યમુનાજીને ચરણ પખાળવાનો લ્હાવો લૂંટાવી..જશોદા મૈયાના પારણે ઝૂલવા પધાર્યા…નંદ ઘેર આનંદ ભયો એટલે આજે ભારતને વિશ્વના દેશોમાં જન્માષ્ટમિનો અપૂર્વ આનંદ લૂંટવાનો તહેવાર.
…………….
વ્રજની વાટે પૂર્વીબેનના લેખ સાથે વિહરીએ
જન્માષ્ટમી:-
આપણે ત્યાં ચાર રાત્રીઑ બહુ પ્રખ્યાત છે. જેમાં પ્રથમ છે ભગવાન શિવનો મહિમા દર્શાવતી….શિવરાત્રી, નવરાત્રી …જે ચૈત્ર, માઘ, અષાઢ અને આસો એમ એમ વર્ષમાં ચાર વાર આવે છે. ત્રીજી છે જન્માષ્ટમીની રાત. આ રાત્રીએ ભગવાન વિષ્ણુએ સંસારને માયાથી મોહ પમાડી કૃષ્ણ રૂપે જન્મ લીધેલો માટે મોહરાત્રી, અને ચોથી છે કાલ રાત્રી …..આ કાલ રાત્રી તે…
ભારતીય સંસ્કારિતાનો પાયો વેદ છે. માનવજાતના સૌ પ્રથમ ગ્રંથ તરીકે ‘ઋગવેદ’ ને સ્વીકૃતિ મળેલી છે. ડાકોરમાં કમળાકાર માત શારદાનું મંદિર , દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય
દ્વારા નિર્મિતમાં, ‘ઋગવેદ’ ની પ્રત ગોખમાં રાખેલી છે, એના દર્શનથી એક અહોભાવ અંતરે ઝબકે છે. અગ્નિવેદના પ્રથમ સૂક્તમાં ‘સત્ય’ શબ્દ પ્રયોજાયો છે…ઋષિના ઉદગાર…
અગ્નિર્હોતા કવિક્રતુઃ
સત્યઃ ચિત્રશ્રવસ્તમઃ!
દેવો દેવેભિઃ આગમત।।
(ઋગવેદ૧,૧,૫)
ઋષિ કહે છેઃ કવિની પ્રતિભા ધારણ કરનાર, દેવોનું આવાહન કરનાર, સત્ય(વિશ્વાસપાત્ર), અત્યંત સુંદર અને કીર્તિમાન એવા અગ્નિદેવોને સાથે લઈને અગ્નિ (અમારા યજ્ઞમાં) ઉપસ્થિત થાય.
ઉપનિષદના પ્રાણવાન મંત્ર..સત્ય માટે આજે પણ ઊર્જા પ્રદાન કરે છે.
સત્યમેવ જયતિ નાનૃતમ।
સત્યં વદ ધર્મ ચર
સત્યં બ્રહ્મ
સત્યં જ્ઞાનં અનંતં બ્રહ્મ
…….
ઉપનિષદનો એક મહામંત્ર-
આકાશશરીરં બ્રહ્મ।
સત્યાત્મ પ્રાણારામ મનાઅનંદં।
ઈતિ પ્રાચીનયોગ્ય ઉપાસ્સ્વ॥
(તૈત્તિરીય ઉપનિષદ ૧,૬)
ઋષિ વદે છે.. બ્રહ્મનું શરીર આકાશ જેવું છે. બ્રહ્મનો આત્મા સત્ય છે. એ બ્રહ્મ બધા જ પ્રાણોનું વિરામસ્થાન છે. એ બ્રહ્મ મનને આનંદ આપનારું અને શાંતિથી ભર્યું ભર્યું છે. એ
બ્રહ્મ અવિનાશી છે . એમ સમજીને હે પ્રાચીનયોગ્ય, તું એ બ્રહ્મની ઉપાસના કર.
આધાર- ‘ટહુકો ‘ ..ગુણવંત શાહ
……………….
હીંડોળા દર્શન…Thanks for picture
અષાઢમાં લાલજીને પ્રેમે હીંડૉળે ઝુલાવવાની મજા કઈંક ઓર છે. ભારતની પુણ્યભૂમિ પર અવતાર લઈ , સદા ંઆપણ ને ેઆનંદ ઝુલે ઝુલાવતા, લાલજીને આજે હૈયે ઝુલાવી ગાઈએ..
કેલિફોર્નિઆ, ઓરેન્જ કાઉન્ટી , ફૂલરટન – કેમ્પસ થીએટરમાં, ગુરુ- શિષ્ય પરંપરાથી ખ્યાત , ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યની પ્રસ્તુતી માટે – ખુશી પટેલના રંગ મંચ પ્રવેશનું ભવ્ય આયોજન , શંકરા નૃત્ય એકેડમીના સંસ્થાપક આરતી માણેક / વિશ્વ ખ્યાત ગુરુ અભય મિશ્રાજીના આશિષ સાથે, શ્વેતા અને ચંદ્રેશ પટેલ દ્વારા પ્રસ્તૃત થયું.
ભારતીય સંસ્કૃતિ એટલે અનેક કળાઓનો ભંડાર. શિશુવયથી જ ખુશીની નૃત્યકળા પરત્વેની ચાહત જોઈ, ઉત્તર ભારતીય ‘બનારસ ઘરાના’ની શાસ્ત્રીય તાલીમ માટે માતા શ્વેતાએ રસ લીધો. શિસ્ત , ધૈર્ય , સમર્પણ ને ઉપાસના સાથે મહત્વાકાંક્ષી ખુશીએ, અભ્યાસની સાથે સાથે ,લગાવથી અવિરત સાધનાથી પોતાની પ્રતિભા પાંગરી દીધી. મહામારી કોરોના ને પગમાં ફેક્ચર વગેરેના વિઘ્નો છતાં , પડકારો ઝીલતાં નવ વર્ષમાં કથક કલાનાં ત્રણે અંગો, ખુશીએ કૌશલ્યપૂર્ણરીતે આત્મસાત કર્યાં.
થીએટરના પ્રવેશ દ્વારે ને પ્રસ્થાન ગેલેરીમાં, શ્વેતા, વિતલ ,બીના અને ભાવિકાએ વિશિષ્ટ રીતે સજાવટ ને સુશોભનથી અનેરું આકર્ષણ કરતી સજાવટ કરી, ખુશીની ભવ્ય કથક શૈલી મુદ્રાની તસ્વીરો , ટીવી ડીસપ્લે ને દર્શનીય મૂર્તિઓ , પધારેલ મહેમાનો માટે યાદગાર તસ્વીર સ્થળ બની ગઈ ને ઈંતઝારીથી સૌને ભરી દીધા.
કથક નૃત્ય કલા એટલે સંગીત , લય ,તાલનો ત્રિવેણી સંગમ. કથક એટલે કહેવાની કલા..જેની પ્રસ્તુતિ એટલે…. એક આગવી છટા અભિવ્યક્તિ,
સંગીતજ્ઞ ટીમ -નીલ કુમાર, રવિન્દ્ર દેવ, આકાશ પૂજારા અને સિતારવાદક દવે કીપ્રીઆની સાથે , સુમંગલ સંગીતથી થીએટરને કથક તાલથી ગુંજતું કરી દીધું.
સુસ્વાગતમ્ આવકાર સાથે ઉદઘોષક મોટી બહેન જાનકી પટેલ અને શૈલજા ભગતે , કાર્યક્રમનો શુભારંભ કરતાં – ખુશીને આવકારતાં કહ્યું કે…
સ્વયંમ્ તારલા બની ઝબકે તો , રાત કેમ રઢિયાળી ના બને?
ફીર એક બાર સુહાની શામ આયી
ઢેર ખુશિયાઁ , ખુશીકે સંગ આયી.
શૈક્ષણિક કાર્કિર્દીમાં , રીવર સાઈડ કાઉન્ટી એજ્યુકેશનલ બોર્ડ દ્વારા, હાયર સેકન્ડરીમાં પ્રથમ સ્થાન માટે પુરુષ્કૃત , પ્રતિભા માટે સન્માનિત ખુશીએ..
પ્રથમ વંદના માટે નટરાજ શિવની આરાધના સાથે, કથક રંગમંચ પર ગૌરવ પ્રવેશ કર્યો. તાલીઓના ગડગડાટથી થીએટર હર્ષવિભોર બન્યું. લય , નૃત્ય અને દર્શનીય અભિનયથી, ગંગા- અવતરણ, ડમરું , તાંડવ નૃત્ય સાથે અદ્ભૂત શિવ દર્શનાથી સોને ખુશીએ મંત્રમુગ્ધ કરી દીધા.
નૃત્ય પૂર્વે ..ખુશીએ જે રીતે શૈલીની વિશેષતા , કથકના તાલ અને રાગની માહિતીની સાથે સાથે,એક પછી એક , એકલવીર રીતે , કાર્યક્રમની સોલો પરફોરમન્સ પ્રસ્તુતિએ, સાધના , ખંત , પરિશ્રમની એક આગવી પ્રતિભાની ઝાંખી કરાવી,
ડો. પુરુ દધીચિ દ્વારા કોમ્પોઝીટ – જમુના કે તટ પર- કૃષ્ણની બાળ લીલા, નાગ દમન ને ગોપી ભાવ હોયકે યોગેશ્વર ભૂમિકા – કથક શૈલીમાં મનભાવન પ્રસ્તુતિ કરી અમીટ છાપ ખુશીએ છોડી.
ખુશીની કલાને વહાલથી વધાવતાં , ગુરુજી અભય મિશ્રાએ , કાર્યક્રમની શિરમોર આઈટમ- પંડિત બીરજુ મહારાજ દ્વારા કોમ્પોઝીટ -નૃત્ય નાટિકા ‘ મા દેવી દુર્ગા’ માટે , વિશેષ પરિધાન ને રાગ મિશ્ર શંકરા , તાલ- કેહેરવા, ૮-બીટ્સ માટે ખુશીને આમંત્રણ આપ્યું.તેનાથી દર્શકો ખૂબ જ અભિભુત થયા.
વેશ પરિધાન, મેકઅપ-દરેક આયટમ માટે સહયોગ દેનાર- નીલજા ભગત, શૈલજા ભગત ને સ્મીતા એન. ની ભૂમિકાની પણ પ્રસંશા પાત્ર બની.
ગોપીનો ઈંતઝાર, રાધા- કૃષ્ણના દિવ્ય પ્રણય ભાવ અને રાસલીલાની છટાને , ખુશીએ અભિનય નૃત્યથી મનમોહક રીતે પ્રસ્તુત કરી. રોમેરોમથી હર્ષ અનુભવતા , સૌ દર્શકોએ ઊભા થઈ તાલીઓના ગડગડાટથી ખુશીને વધાવી લીધી.
તરાના, તીન તાલ, દ્રુત લયની પ્યોર કોમ્પોઝીશન, ફાસ્ટ ટેમ્પો , ભાવ મુદ્રા ને નૃત્યકલાની ઉપાસનાનો ખુશીનો સોલો કથક મહોત્સ્વ, ભારતીય ધરોહરનું એક યાદગાર સંભારણું બની ગયું. તથા વેશ પરિધાન, મેકઅપ-દરેક આયટમ માટે સહયોગ દેનાર- નીલજા ભગત, શૈલજા ભગત ને સ્મીતા એન. , અંકિતા ચેટરજીની ભૂમિકાની પણ પ્રસંશા પાત્ર બની.
અંતમાં , ચંદ્રેશ/ શ્વેતા અને રમેશભાઈ પટેલ (આકાશદીપ) અને સવિતાબેન પટેલ સૌએ આભાર દર્શનમાં આત્મિયતા છલકાવી ,ખુશીને અભિનંદન આપી સૌને પોતિકા બનાવી દીધા.
સમારોહ અંતે શ્રીમતિ આરતી માણેક અને ગુરૂજી શ્રી અભયશંકર મિશ્રાના આશિર્વાદ કુ.ખુશી માટે જીવન સંભારણું બની રહેશે, શ્વેતાબેન તથા ચંદ્રેશભાઈએ ખુશીની કથક યાત્રા તથા સંસ્મરણ યાત્રાનો પરીચય કરાવ્યો. આ પ્રસંગે શ્રીમાન સુરૂ માણેક,વાસુ પવાર, જગ પુરોહિત, તેમજ ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ ( GSFC ) ના જીતુ પટેલ,ગુણવંત પટેલ, દુષ્યંત પટેલ, ભાનુ પંડયા તેમજ ચંદ્રિકા મિસ્ત્રી,લતા શાહ,તારાબેન પટેલ,ગીતાબેન પટેલ વગેરે સભ્યોની હાજરી ધ્યાનાકર્ષક રહી હતી.
ગુજરાત ટાઈમ્સ અને ગુજરાત દર્પણ ના પ્રતિનીધી કાન્તિ મિસ્ત્રી,હર્ષદરાય શાહ સૌએ ખુશીને શુભેચ્છાઓ પાઠવી હતી. અતિ આનંદીત એવા આ પ્રસંગના સમાપન બાદ સૌ ભાવકો પ્રિતિભોજ સાથે વિરામ પામ્યા. ભવ્ય આયોજન માટે સમગ્ર ટીમ અભિનંદન ને પાત્ર રહી.
( માહિતી:-હર્ષદરાય શાહ અને તસ્વિર:કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )