Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર 9th, 2017

ભારતિય સંસ્કૃતિની ધર્મ ધ્વજાને વિશ્વફલકે શિકોગા સંમેલનમાં ફરકાવનાર સ્વામિ શ્રીવિવેકાનંદજી ને શત શત વંદન ….

સાહિત્યની અભિરુચિ….

પ્રજાના ઊર્મિતંત્રમાં અનેક સાંચા ખોટકાય તેને ઠેકાણે પાડવા જે ઊગાડ લાવવા આપણે સર્જન 

કર્યું તે છે..કાવ્ય, સાહિત્ય, ચીત્રકળા ને નૃત્ય. 

ઊર્મિ-સ્પંદનો ઝીલાય સાહિત્ય સાગરે તેનું સ્વરૂપ કેવું?..તો કહે લાગણીઓની સચ્ચાઈ, 

રસનું ચિત્ર ગુંજન ને માર્મિક પ્રકાશ નાખતી દૃષ્ટિ.

શ્રી ઝવેરચંદ મેઘાણી. 

….

ભજન એટલે ભારતીય સંસ્કૃતિની આરાધનાનું દર્પણ…ડો આર્નોલ્ડ બાકે, ડચ સંશોધક સજોડે, ઑક્સફર્ડ યુનિવર્સિટિ તરફથી ‘ભારતનાં ભજનો’ પર સંશોધન કરવા ભારત આવ્યા ને માર્ગદર્શન માટે મળ્યા શ્રી ઝવેરચંદ મેઘાણી પરિવારને. વડોદરાના મહારાજા ગાયકવાડનો કેળવણી પ્રેમ એ પ્રજાને રાજવીની ઉત્તમ ભેટ છે..એ આપણે સૌ જાણીએ છીએ. શ્રીબાકેએ વડોદરા, રાણપુર, લાઠી અને વડિયાના સ્થળોએ મુલાકાત લઈ..

એક ઐતિહાસિક દસ્તાવેજ ૩૫ એમએમ ફિલ્મમાં કંડાર્યો. 

આઠ રચનાઓ શ્રી મેઘાણીભાઈની પણ  રેકોર્ડ થઈ ને તેની નકલ,કેલિફોર્નિઆ યુનિવરસિટિ,લોસએન્જેલસના સંગીતશાસ્ત્રમાં સચવાઈ છે. ભારતમાં દિલ્હી અમેરિકન ઈંસ્ટિટ્યુટમાં જતન સાથે આ અહેવાલ ઉપલબ્ધ છે.

આધાર-પરિભ્રમણ- અરધી સદીની વાચન યાત્રા

…………………..

ધન્ય! ઓ વિવેકાનંદ…રમેશ પટેલ(આકાશદીપ)

ભલી ભોમકા નગરી કલકત્તા

ચરણે  ઝૂકે નરેન્દ્ર દુલારો

પરમહંસ  શ્રીરામકૃષ્ણ  હરખે

પાવન ગંગાસાગર કિનારો

 

ગા ભજન  તું  ભાવ  ધરીને

માપું   અંતરના   ઊંડાણો

પરખ્યો યોગી આતમરામને

મળ્યો પૂણ્ય ભૂમિ રખવાળો

 

રિધ્ધિ -સિધ્ધિ સીંચે મા કાલિ

પામ્યો પ્રકાશ પલભરમાં

લઈ  કમંડલ  હાલ્યો વેદાન્તી

સાક્ષાત્કાર  રમે અંતરમાં

 

ત્રણ  સાગર સંગમના દર્શન

ધ્યાન ધરે વિવેકાનંદ

સંકલ્પ કીધો સાગર ખેડવા

હાલ્યા  ધર્મ  પરિષદ

 

જ્ઞાન ભંડારી સંત સાક્ષાત્કારી

ઉન્નત મનનો આનંદ

ફરક્યો વાવટો યશ દે શિકાગો

ધન્ય! ઓ વિવેકાનંદ

રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

Read Full Post »