Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘http://feedcluster.com/’ Category

આવો માની આરાધના ભક્તિભાવે કરીએ..

ક્લીક કરોને … ને નવા રચેલા ગરબા ”નવરાત્રી” માં માણો..

https://drive.google.com/open?id=1zpqL0HfVyJv9x4f6e8FSGPIzseJPdOvc

 

https://drive.google.com/open?id=1-3Dpz30ci3bYeNFOEpdcz8h48ytH4Q-e

Read Full Post »

 

વક્રતૂંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ

નિર્વિઘ્નં કુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા.

વિઘ્નહર્તા ભગવાનની જન્મજયંતિ એટલે ભાદરવા સુદ ચોથનો મંગલ દિવસ, ગણેશ ચોથ

મુખ હાથીનું … તે મંગળરૂપ ગણાય ને પેટ મોટું છે તે આનંદસૂચક છે…સાથમાં રિધ્ધિ-સિધ્ધી,

વિઘ્નનાશક….ભગવાન ‘શ્રી ગણેશ’ અધિદૈવરૂપે એ જગતનું બીજ મનાય છે, અધિભૂતરૂપે અવતાર છે, ને અધ્યાત્મરૂપે એ બંને અવસ્થાના નિયંતા એટલે બ્રહ્મરૂપ સ્વીકારાયા છે.આવો ભાદરવા સુદ…૪ ના ,ગણપતિ; ઉમાપુત્ર; પાર્વતીપુત્ર; ગજાનન; ગજવદન; કરિમુખ; લંબોદર; દ્વિદેહ; વિદ્નેશ; દ્વૈમાતુર; વિનાયક; અખુરથ; એકદંત; એકકૃષ્ટા; મૂષકવાહન; ગિરિજાસુત; શિવ અને પાર્વતીના પુત્રને… ભાવ વંદના કરી, આશિષ માગીએ…

 

બિરાજો ગણેશ દેવા….રમેશ પટેલ(આકાશદીપ)

મંગલ  મૂર્તિ  ઓ  દેવ  દુંદાળા

વાગે  ઢોલ   ને  વાગે  નગારા

ગાઉં ગુણ ગૌરી પુત્ર ગણનાથા

પધારો  પ્રથમ  રે  ગણેશ દેવા

 

સૂર્ય  કોટિ  સમ  પ્રભા   તમારી

સ્વીકારો મંગલ આરતી અમારી

ઝૂલે  તોરણ  ને  ઉડાડું ગુલાલ

બાજઠે બિરાજો રે ગણેશ  દેવા

 

રિધ્ધિ સિધ્ધિના તમે તો દાતા

હરજો સંકટ સવેળા ઓ ત્રાતા

પ્રસાદમાં  મોદક  સાકર મેવા

ધન્ય  અમે તવ દર્શને  દેવા

 

સમરીએ  ભાવે  ગજાનન  વિનાયક

દે જો આશિષ થાય સુખી જગ સકળ

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

અમે ડાકોરના રાય રણછોડની અપાર કરૂણા ઝીલતા મોટા થયા ને એટલે જન્માષ્ટમીનો જન ઉત્સવ હૈયે ગુલાલ ઊડાડે.  

ભારતભરને ઘેલું કરનાર યોગેશ્વર ભગવાનનું પ્રાગટ્ય ઉત્તસવ એટલે પાવન

‘જન્માષ્ટમી‘.   હિંડોળા  ભક્તિ ઉત્તસવ પછી લાલજીને વધાવવાની શુભ

ઘડી  આજ આવી પહોંચી અને હૈયામાં ગુલાલ છવાઈ ગયો. ચાલો તેના ભાવમાં

લીન થઈ જઈ , હૈયે ઝુલાવી પરમેશ્વરની પ્રીતિને પામીએ….

જન્માષ્ટમી માટે છબી પરિણામ

Thanks for this picture..

ઘેલું  રે થયું  વ્રજ  ગોકુળીયું  ગામ

છાયો  ગુલાલ લાલ  નંદજી ને ધામ 

ઝૂલે શ્રીજી ઝીલી ભક્તિના ભાવ

તોલાયા  ત્રિકમજી મા પુણ્યને  ત્રાજ

 ગોપ ગોપીઓના રૂડા માખણીયા વ્હાલ

કેવો  હસી હસાવે આજ જશોદાનો લાલ

રમેશ પટેલ(આકાશદીપ)

…………………

ખીલી આઠમની મધરાત…..રમેશ પટેલ(આકાશદીપ)

વરસે શ્રાવણીયાની ધાર
ખીલી આઠમની મધરાત….કે બોલો જય ગોપાલ

જાગ્યા પુણ્ય ધરાને લલાટ
દીધા  વચન  દેવકી માત
વસુદેવ  જાણે છાની વાત
ગમતું ગોકુળિયું એક ગામ……કે બોલો જય ગોપાલ

ગાજ્યા ગગન મેઘલી રાત
છલક્યા  યમુનાજીના  ઘાટ
ગોકુળિયા લાલ થયા શ્રીનાથ
નાચે  નંદ  નિરખતા  કાન…….કે બોલો જય ગોપાલ

પ્રગટ્યા  પાવન  રે પ્રભાત
ઊડી ગુલાલ રંગે ઊભી વાટ
ઝૂલતા  પારણીયે    યદુરાય
લાખેણા પુણ્ય રે યશોદામાત…….કે બોલો જય ગોપાલ

લાલો થઈ રમતા રે શ્રીનાથ
ટહુકે  મોર વ્રજ વૃન્દાનીવાટ
રંગમાં  રંગે   રે  ઘનશ્યામ
ગ્વાલ સંગ ધન્ય ગોકુલધામ…….કે બોલો જય ગોપાલ

નાચે  છે નંદ ને  ગોપ ગોપીઓનું ટોળું
હાલો  જોવા  જઈએ  જશોદાજીનું  છોરું
ગોવર્ધન સંગ ઝૂમે મસ્ત ગોકુળિયું  ઘેલું
રમે રમાડે નટખટ આજ માખણીયું છોરું(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનું પાવન પર્વ.

રક્ષાબંધન માટે છબી પરિણામ

(Thanks for this picture)

માત લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષાબાંધી, ભાઈ કહી ને સ્નેહ બંધને બાંધ્યા, ભાઈએ વચન બધ્ધ વિષ્ણુભગવાનને પાતાળ લોકથી મા લક્ષ્મીજી સાથે રાજી થઈ વૈકુંઠમાં જવા અનુમતિ દીધી, અને તેની યાદમાં આ શુભ પ્રણાલિ , અમર પ્રેમના સંદેશાથી મહેકી રહી છે. ઈન્ન્દ્ર રાજાને યુધ્ધમાં જતી વખતે રક્ષા માટે ઈન્દ્રાણીએ રાખડી બાંધી. ..પતિ -પત્નિના સ્નેહ ભરી આ કથાએ, આ રક્ષા કવચે, એક ઓર સંબંધને રાખડી સાથે જોડી દીધો.  મા કુંતાએ… અભિમન્યુને બાંધી અમર રાખડી રે… યુધ્ધે જતાં પહેલાં  હાથે બાંધેલી… એ રાખડીની વાત , સૌના હૈયે આજે પણ એટલી જ તાજી થઈ ગુંજે છે. બહેનની વ્હાલ ભરી યાદ સાથે , આવો આ પાવન પ્રેમને ઝીલીએ.

રાખડી અમર સ્નેહનું સંધાન    …   રમેશ પટેલ(આકાશદીપ)

સ્નેહના  શુકન   લઈ   ઊગી

     પૂનમ આજ શ્રાવણની

     ઠારતી   આંખ   ઘેલી   જોડી

     ધન્ય! બહેન બાંધવની

 

     પર્વ  તું  પાવન ; રક્ષા બંધન

     શોભે   હાથ  રાખલડી

     ભાતૃ  પ્રેમે બલિ જ  બંધાયા

     મા લક્ષ્મી  જ  સુખલડી

 

     રેશમીયા      તાંતણે     વીરા

     વાળું  સ્નેહ   ગાંઠલડી

     પ્રભુ  માગું  જ કરજો  જ રક્ષા

     બાંધવ આંખ તારલડી

 

     ભાલમાં    શોભે  વિજય   તિલક

     જુગ  જીવે તારી શાખલડી

     ભવભવે   માગું  જ  આજ વીરો

     બેન  ઉરે  એજ આશલડી 

 

 

    બેન  મારી   તું   હિરણ્યભાગી

    ભાવે  ભીંજે  આંખલડી

    રાખડી  અમર  સ્નેહનું  સંધાન

     લે  બહેન  ચૂંદલડી

     રમેશ પટેલ(આકાશદીપ)

………………………………………………………………………………………………………..

શ્રાવણી પૂનમ…રમેશ પટેલ(આકાશદીપ)

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ  સુમનથી  મહેંકે આંગણ
આંખ   ધરે   પ્રેમ  મોતીના    થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ફૂલ  હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
છલકે સ્નેહ સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

વરસ્યા ઝરમર મેઘ આભલે

બે    હૈયાં   હરખરસ    ઢોળે
મિલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા

રેશમનો  દોરો સ્નેહનો ગોટો
ભાલે તિલક કરી હેતે બાંધ્યો
આરતી  કરે  સ્નેહ    ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ખોલ  રે  વીરા  હસતું   મુખ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

મંગલ જોડી ભાઈ બહેનની
વીરો  પૂરસે   આશડી તારી
છલકાવું   અમર  પ્રેમના   પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

રમેશ પટેલ(આકાશદીપ)

………………………………………………………………………..

આવી રૂડી રક્ષા પૂનમ…..રમેશ પટેલ(આકાશદીપ)

 

હાલો જઈએ વીરાને દેશ

આવી   રૂડી  રક્ષા પૂનમ

 

અક્ષત કુમકુમે સજી રે થાળી

પ્રગટાવી પ્રેમે દીવડી નાની

 

આજ છલકે ગુલાબી મન

આવી  રૂડી   રક્ષા  પૂનમ

 

લેશું ઓવારણાં ઉતારી આરતી

આશીષ દેશું બાંધી આ રાખડી

 

ના ખૂટે આ આયુષ્યનું ધન

આવી   રૂડી   રક્ષા    પૂનમ

 

ભાવે   ભીંજાયા  મારી ઓ બેનડી

અણમોલ સ્નેહની મીઠી તું વીરડી

 

છલકે અમર સ્નેહની સુગંધ

આવી    રૂડી    રક્ષા   પૂનમ

 

રમેશ પટેલ(આકાશદીપ)

………………

કરે યાદ બહેની બાંધવડા…..રમેશ પટેલ(આકાશદીપ)

 કરે યાદ બહેની બાંધવડા
ઝૂલે ઝૂલતા સાથ
થઇ પૂનમ; હૈયાં રે ઉછળતાં
બાંધું રાખડી હાથ

ગમે લાખેણો માડી જાયો
અમર પ્રેમ સુવાસ
કરું તિલક ભાલે તારા જ્યાં
ઝીલું ઉર ઉજાશ

રક્ષા રે કરશે સ્નેહ રાખડી
વેરું ઓવારણે વ્હાલ
મળે આ જ ભવોભવ ભાઈ
થાજે કુટુમ્બની ઢાલ

બહેની મારી છલકે આંખે
સદા લાગણી ભીંનીં જ
પરછાઈ તું પાવન પ્રેમની
શોભે ભાવ સીંચી જ

નિર્મળ ઝરણું જાણે જગનું
સાચી સ્નેહ કહાણી જ
બહેન મારી તું પુષ્પ દિલી
દેશું વીરપસલી જ

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………..

 

Read Full Post »

ભારતનું સ્વાતંત્ર્ય પર્વ…૧૫ મી ઑગષ્ટ

...૧૫ મી ઑગષ્ટ માટે છબી પરિણામ

 

  દેશાભિમાન એ જન જન ઉરની કહાણી..આવો મનભરીને ગીતોથી ગુંજએ…

  રમેશ પટેલ(આકાશદીપ)


કવિ રમેશ પટેલ(આકાશદીપ)ના અભિવાદન પ્રસંગે(આણંદ)…, શ્રી ભીખુભાઈ પટેલ(અધ્યક્ષ CVM-વિદ્યાનગર), શ્રી કાંતિભાઈ લિખિયા(ઉપકુલપતિ, children uni. Ghandhinagar)

 

 

રમેશ પટેલ(આકાશદીપ)

ધન ધન અમે માત ગરવી…રમેશ પટેલ(આકાશદીપ)

મળી આઝાદીને ,જનજન ઉરે આશ જનમી

ધન ધન અમે માત ગરવી,

હવે માને ખોળે,વતન સજવા જાત ધરવી

ધરા લીલુડી ને,ખળખળ વહેતાં પાક ઝરણાં

પળપળ દિલે હેત ભરતાં,

અમે ધાશું જોમે,જતન કરવા ભાવિ વરવાં

સજાવીશું માને, હર ચમન ફૂલે અમનથી

નવયુગે તને કોટિ કરથી,

દઈશું સન્માનો, વચન વટ હામે હરખથી

અમે તારા કાજે, વિકટ પથડે જંગ લડશું

ધવલ યશથી રંગ ભરશું,

ત્રિરંગા ઓ મારા, ફરફર દિલે લાડ કરશું

થઈ ગર્વી ગાશું, અમર લડવૈયા શુભ દિને

ગદ ગદ થઈ ભાવ ધરશું,

રૂડી આઝાદીનાં, મધુર ફળનાં ભાગ્ય રળશું

………………………………………….

 જયહિન્દ! જય તારો

 

આજ થનગને જોમ અમારું

સ્વાધિનતાનો નારો

ગર્વ  ધરીને  ફરક ત્રિરંગા

જયહિન્દ! જય તારો

શૌર્ય અમનને રંગ ધરાના

અંગ  ત્રિરંગી  શોભા

ચક્ર  પ્રગતિનું  દે  સંદેશા

નિત ખીલશે રે આભા

કિલ્લા લાલે ઝીલ સલામી

કોટિ  હસ્ત  રણભેરી

સાગર, ડુંગર વ્યોમ સવારી

શિર  સાટે બલિહારી

રાહ અમનની ચીંધે ગાંધી

યુગયુગની કલ્યાણી

રિપુ થયા તો ઊઠે આંધી

દેશદાઝની    વાણી

વતન તણી  હૈયે જ ખુમારી

ઋણ  ચૂકવશું ધરાના

મા  ભારતના  ભવ્ય લલાટે

ધરશું યશ અજવાળા(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………..

 ફરફર  ફરક ત્રિરંગા…

 

જોમ  હામ  સમર્પણ લહરે

ફરફર  ફરક ત્રિરંગા

જશ્ન ગૌરવ  તું આઝાદીનું

ગાય હિમાલય ગંગા

 

પુણ્ય સ્મરણીય વંદન અમારા

ક્રાન્તિકારી   લડવૈયા

લોકશાહી  જનશક્તિ  જ્યોતિ

કોટિ  બાહુ  રખવૈયા

 

પર્વત સરીતા સાગર ધીંગા

નવયુગ દર્શને ઝૂમે

તીર્થ ભૂમિ જ મા જગકલ્યાણી

સબરસ થઈ એ ઝૂમે

 

ગાંધી  પથ  છે  માનવતાનો

સર્વધર્મ   સરવાળો

શ્રમ  આદર  એ સૌરભ જગે

દેશ  ઝૂમે  નિરાળો

 

ચંદ્ર   મંગલની વાત જ કહી

ફરફર  ફરક ત્રિરંગા

સાત  સૂરોની  સંગમ  ભૂમિ

જન જન ઉર ઉમંગા

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

સત્યં શિવં સુંદરમ’, પુનિત શ્રાવણ માસ, શિવમય થઈ હરકૃપા ઝીલવાનું ટાણું.

શૈવોની ઉપાસનાના છ નિયમ છે: હસિત એટલે હસીને, ગીત એટલે ગાઈને, નૃત્ય એટલે નાચીને, હુડુક્કાર એટલે ડમરૂ બજાવીને, નમસ્કાર એટલે નમન કરીને અને જપ્ય એટલે જાપ જપીને થતી આરાધના.

જગત ગુરુ આદ્ય શંકરાચાર્ય…ચંદ્રમૌલેશ્વર પૂજા

હજારો  વર્ષ પૂર્વ આદ્ય જગદગુરુશ્રી શંકરાચાર્યજીએ, શંકર ભગવાનને વિનંતી કરી હતી કે, “ આપને જગતના લોકો પ્રત્યક્ષ રૂપથી યાદ રાખે તે માટે તમે મને તમારું સ્વરૂપ આપો.  એ સ્વરૂપ એટલે ‘ચંદ્રમૌલેશ્વર શિવલિંગ” . જગતગુરુ શંકરાચાર્યે ભારતની ચાર દિશામાં  ચાર પીઠમાં ‘ શ્રી ચન્દ્ર્મૌલીશ્વરજીના લિંગ’ ની પધરામણી કરી, પૂજા-અર્ચના માટે   આપ્યા . જેમાંનું એક હાલમાં દ્વારકાના શારદાપીઠમાં બિરાજમાન   શંકરાચાર્ય પીઠાપતિ પાસે છે…જે પરિભ્રમણમાં સાથે રાખી પૂજા કરે છે.

શ્રી ચંદ્રમૌલેશ્વરજીનું નીલમ ધાતુ માંથી બનેલું આ લિંગને સાક્ષાત શિવ સ્વરૂપ ગણવામાં આવે છે. તેનું ભૌતિક મુલ્ય સવિશેષ છે. તેના કરતાં  આધ્યાત્મિક મુલ્ય વિશેષ છે. શ્રી ચંદ્રમૌલેશ્વરજીનું આ લિંગ જીવનમાં એક વખત દર્શનીય ગણાય છે. આ શિવલિંગમાં  પ્રભુ સાક્ષાત  ભાલ ચંદ્ર  રુપે દર્શન દે છે. આ લિંગમાં પણ ભાલ પર ચન્દ્ર દર્શન શ્રધ્ધાળુઓને થાય છે. જેની કળાઓ આકાશના ચંદ્રની માફક સુદ પક્ષમાં વધે અને વદ પક્ષમાં ઘટે છે.

ચંદ્રમૌલેશ્વર માટે છબી પરિણામ

Thanks for this picture..

કાશીવિશ્વનાથ એટલે કાશીમાં વિશ્વેશ્વર નામની એમની  ઘણી જ પવિત્ર અને પૂજનીય વિભૂતિ જેને પાંચ મુખ તથા ચાર હાથ છે અને તેમના ગળામાં નાગકુંડળ છે. તેમના હાથમાં પિનાક નામનું ત્રિશૂળ છે. તેમનું વસ્ત્ર, વાઘ, હરણ અથવા હાથીનું ચામડું છે. તેથી તેમને કૃત્તિવાસસ કહેવામાં આવે છે. નંદી નામનો પોથિયો સદા સાથમાં રહે છે.  ડમરુ ને ખટ્વાંગ નામની ગદા   ને ત્રિશૂળાધારી શિવજીની આણ સમસ્ત ત્રિલોક સ્વીકારી છે.

  શિવજી સંહારક અને સર્જનહાર દેવ ને મહાયોગી છે. નટરાજનાં  નૃત્ય લાસ્ય ન હોતાં પણ તાંડવ કરતાં છે. તેમના વાદ્યો પણ શૃંગી, ડમરુ, રણશિંગું વગેરે છે. . તેમના ધનુષ્યનું નામ પિનાક છે. શિવ દર્શન  સર્વાંગે સુંદર અને  રૂપે ઘણું જ સૌમ્ય છે. સ્વભાવે બહુ ભોળા અને દયાળુ દેવ એટલે જ મહાદેવ છે. એમના ભાલમાં ભમરોની વચ્ચે ત્રીજું નયન માંથી નીકળતો અગ્નિ ઘણો જ પ્રચંડ છે , ને મનાય છે કે પ્રલયકાળે પણ એ જ ત્રીજા નયનમાંથી નીકળતો અગ્નિ જ બધાનો નાશ કરશે., શિવજીની આરાધનાનું રૂપ , એટલે પોતાના જટાજૂથ પર અર્ધચંદ્ર ને માત ગંગાજીને ધારણ કરનાર કૈલાશપતિ દેવા. એવા શિવજીના રૂપનું ધ્યાન ધરી મંગલ વાંચ્છીએ.

   ‘મુંડકોપનિષદ’ નું દેવનાગરી લિપિમાં લખાયેલ ..ભારતીય રાષ્ટ્રમુદ્રાનું સૂત્ર ‘ ‘સત્યં શિવં સુંદરમ’…એ આપણું ઇ.સ.૧૯૫૦ થી બંધારણીય સન્માન સાથે ગૌરવ સાથે લહેરાઈ રહ્યું છે.

આવો આઝાદીના એ અમર લડવૈયાઓને પણ કોટિકોટિ વંદન કરીએ.

…………..

શિવ સ્તુતિ….

 

નિરાકાર ઓમકાર જ્યોતિ સ્વરૂપા

મહાદેવ   ગંગેશ્વર  ત્રિનેત્ર   રૂપા

હણો રાગ કામ કષ્ટ અમ નિલકંઠા

નમું શિવ જપું શિવૐ જય શિવ શિવા

 

પ્રગટો  સ્વયંભૂ !  પોકારું  મહારાતા

રમાડો    અંતરે  દર્શન  ચંદ્રમૌલિ

ધરી ભાવ પ્રાથુ પરમેશ્વર ઓ ભોળા

નમું શિવ જપું શિવૐ જય શિવ શિવા

 

નમું શંભુ નમું જ શિવા ભમભમ ભોલા

જપું  જાપ  જપ  જપ હરહર મહાદેવા

નમું નિત્ય જપું  હું મૃત્યંજય અભોક્તા

ચૈતન્ય ત્રિલોકી.. ૐ જય શિવ શિવા..ૐ જય શિવ શિવા.

રમેશ પટેલ(આકાશદીપ)

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

આધાર- ગુજ.લેક્સીકોન

Read Full Post »

ભાઈબંધી, મિત્રતા, સખા, દોસ્ત, friend,…રમેશ પટેલ(આકાશદીપ)

  

 ભાઈબંધીની વાત નીકળે, એટલે સુદામા- શ્રી કૃષ્ણની જોડી ,અંતરને સૌરભથી છલકાવી દે. મનથી એવો મેળાપ હોય કે, મિત્ર માટે વહારે દોડી જાય.

 જીવનની તડકા-છાંયની પળોને  , ભાવથી વહેંચી હળવા થવાનું ધામ એટલે 

ભાઈબંધ…આવો’ Friendship’… માણીએ ને એ મિત્રોને યાદ કરીએ

સુદામા- શ્રી કૃષ્ણ માટે છબી પરિણામ

(Thanks to site for the pictures)

મૈત્રી તું રે,…..

મન   મેળાપ  તણી   મોટાઈ

ભીતરની  ભાવભરી  શરણાઈ

 

રંક   સુદામા રાય  શ્રીકૃષ્ણજી

ભાવ  સખાના  અભય  હરખાઈ

બીન મિત્રતા જીવનની અધૂરાઈ

ભીતરની   ભાવભરી   શરણાઈ

 

કેવી  ટાળી   શંસય  દુવિધાઈ

વદત, સુણ અર્જુન સખા જદુરાઈ

મુખ યોગેશ્વર  ગીતાજી  મલકાઈ

ભીતરની   ભાવભરી    શરણાઈ

 

હોય  ખુશાલી  કે  મહા વિપદાઈ

સાથ   મળે  ભેરૂ,  ભવ  હરખાઈ

વિશ્વાસ  ભરી તું  ગરવી સચ્ચાઈ

ભીતરની   ભાવભરી    શરણાઈ

 

ધન્ય ભાઈબંધી!

છલકંતી   સ્નેહ     ભરી મધુરાઈ

ભીતરની ભાવભરી શરણાઈ ()

Read Full Post »

Older Posts »