Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર 2nd, 2017

ભૂલો ભગાડવાનું પર્વ એજ…  મિચ્છામી દુક્કડમ

 

‘ અહિંસા પરમોધર્મ’…મન વચન ને કાયાથી કોઈ પણ જીવને કિંચિતમાત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું ને ભાવ રાખવો. આ ના સચવાય તો પશ્ચ્યાતાપ  કરવો…પ્રતિક્રમણ…પ્રતિક્રમણ.

   પ્રતિક્રમણ એ ઉચ્ચ પ્રકારની વિધિ છે. આપણી અંદર બેઠેલા આવૃત પરમાત્મા પ્રત્યે સભાન બનીને આ વિધિનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરવાનો છે…ક્ષમા યાચના કરવાની છે. પૂર્વકર્મના ઉદયથી વ્યવહારમાં આવેલી પ્રકૃતિથી ભિન્ન થઈ ‘શુધ્ધાત્મા ભગવાન’ પ્રતિ ક્ષમાયચના કરવાની છે. પ્રતિક્રમણમાં આપણા તરફથી આકર્ષણ, મોહ, રાગ , લાલસા ,આસક્તિ આદિ ભાવોથી જે દોષો ઉત્પન થયા છે , એવા પ્રાકૃત-ધર્મોને યાદ કરીને ગદગદ ભાવે ક્ષમા યાચના કરવાની છે. ક્ષમા યાચવાનું -ત્રણ વખત ઉચ્ચારવાનું છે. કેમ કે આપણે ત્રિગુણાત્મક પ્રકૃતિથી આ દોષ કર્યા છે. સત્ત્વ, રજસ અને તમસયુક્ત પ્રકૃતિથી આ દોષ થયા છે. ફરીથી આવા દોષો ના થાય તે માટે દ્રઢ નિશ્ચયમાં રહેવાનું છે. આ જગત ચાર પ્રકારના ભાવોમાં રમે છે…૧) હિંસક ભાવો ૨) પીડાકારક ભાવો ૩) તિરસ્કાર ભાવો ૪) અભાવ ભાવો. આ ચાર પગથિયાં

જે ચડે તેને સમજણ પડતી જાય કે જીવોને મારશો તો તેને બહુ દુઃખ થશે અને તેનો દોષ બેસશે અને અધોગતિમાં લઈ જશે. ભૂલ વગરનું ચરિત્ર જેટલું એના દર્શનમાં ઊંચું ગયું, એટલી ભૂલો દેખાતી થાય ..ભૂલો અંતર અરીસામાં ઝળકે. આત્મા પ્રાપ્ત થયા પછી નિષ્પક્ષપાતી થયો એટલે ભૂલો દેખાય અને…..

એ     ભૂલો ભગાડવાનું પર્વ એજ…  

                 

       મિચ્છામી દુક્કડમ…… મિચ્છામી દુક્કડમ        ….    .મિચ્છામી દુક્કડમ

ખારાશ   ખૂટી  ઉરની આજે…રમેશ પટેલ(આકાશદીપ)

 

 

તપ્યા અમે સાગરનાં પાણી

મળ્યું ગગન રે ઘૂમવા

દીઠી ધરા મંગલ રે મનભર

પવન થયા ભાઈ મિતવા

 

ખારાશ   ખૂટી  ઉરની આજે

ઢોળ્યું અમૃત આ સુફલા

જ્યાં વરસ્યા ત્યાં છમછમ લીલું

છાયા રંગો  જ  રંગીલા

 

ઝૂમે  તરૂવર  દઈ  સંદેશા

સંગીત કલરવ સુખલડાં

કેવાં લહરે ભાવ જ સરવર

છેડ્યાં  ગાન  હૈયે મધુરાં

 

કેવા  જ  પૂરક પ્રેમ કુદરતી

હર પગલે છાયી  કરૂણા

ભાવજગતે   અગોચર  પૂરણ

આતમ અજવાળાં ભરણાં (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

Read Full Post »