Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2017

શંકર –શિવજી

  કારણોના કારણરૂપ, સર્વદા મંગળરૂપ, મોટા દેવ, પ્રલય  ઉત્પત્તિ રહિત, આત્મારામ,

દેવતાઓના સ્વામી, ત્રણ ગુણવાળા, દુ:ખને હરનાર, સંસારથી તારનાર, અવિનાશી અને

સૃષ્ટિની સ્થિતિ તથા પ્રલયના કરનાર…મત્યુંજય

Image result for શિવ; શંભુ..kailash

(Thanks to webjagat for this picture)

..કે ભમ ભમ ભોલે ભોલે…રમેશ પટેલ(આકાશદીપ)

વાગે ડમરું  ને કૈલાસ ડોલે

….કે ભમ ભમ ભોલે ભોલે

શિવજી વ્હાલે  જટાયુ ખોલે

….કે ભમ ભમ ભોલે ભોલે

હર હર નાદે ગંગાજી હાલે

….કે ભમ ભમ ભોલે ભોલે

જય હો મંદાકિની, જય હો અલકનંદા

જપો  રે  શિવ શિવા  નમી નીલકંઠા

દર્શન  દેજો રે મંગલ હરદ્વારે

….કે ભમ ભમ ભોલે ભોલે

શીરે શોભંતી  જટા, ચારુ  ચંદ્રની ઘટા

રૂડી રૂદ્રાક્ષ  માળાહાથે ત્રિશુળ ભલા

ધર્યું લોચન ત્રીજું દેવ ભાલે

…..કે ભમ ભમ ભોલે ભોલે

શોભે  ભભૂત તનધખત શિવરાત ગગન

રટે  ગિરનાર વન ,  મત્યુંજયનાં   સ્તવન

લઈ ગંગાજલ કાવડિયા દોડે

…..કે ભમ ભમ ભોલે ભોલે

રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

Read Full Post »

‘વંદે માતરમ’…ભારત માતાની જય સાથે..આઝાદીના સંગ્રામના એ અમર લડવૈયા ને આજે ત્રિરંગાને શૌર્યથી શીરસાટે વતન માટે લડનારા વીર જવાનો..સૌને શત શત વંદન. આજે અનેક ચૂનિતીઓ સામે પડકાર ધરી, એકતાથી વતનવાસીઓ રણભેરી વગાડી રહ્યા છે…એ જ આઝાદી પર્વનું જશ્ન ઉમંગે ઉજવીએ….

Image result for પંદરમી ઑગષ્ટ

(Thanks to webjagat for this picture)

આઝાદીરમેશ પટેલ(આકાશદીપ)

 

આઝાદીનો આંચલ ઓઢી પ્રગટ્યું નવલ પ્રભાત

હરખ   સજીને   ફરફર  ફરકે   ત્રિરંગી   તાકાત

પાવન  પર્વ  પંદરમી ઑગષ્ટ ઉમંગી   સરતાજ

જયહિંદ જયઘોષથી ગજવીએ લોકશાહીનાં  રાજ

………………………………………………….

મળી આઝાદીને ,જનજન ઉરે આશ જનમી

ધન ધન અમે માત ગરવી,

હવે માને ખોળેવતન સજવા જાત ધરવી

 

ધરા લીલુડી નેખળખળ વહેતાં પાક ઝરણાં

પળપળ દિલે હેત ભરતાં,

અમે ધાશું જોમેજતન કરવા ભાવિ વરવાં

 

સજાવીશું માનેહર ચમન ફૂલે અમનથી

નવયુગે તને કોટિ કરથી,

દઈશું સન્માનોવચન વટ હામે હરખથી

 

અમે તારા કાજેવિકટ પથડે જંગ લડશું

ધવલ યશથી રંગ ભરશું,

ત્રિરંગા ઓ મારાફરફર દિલે લાડ કરશું

 

થઈ ગર્વી ગાશુંઅમર લડવૈયા શુભ દિને

ગદ ગદ થઈ ભાવ ધરશું,

રૂડી આઝાદીનાંમધુર ફળનાં ભાગ્ય રળશું

રમેશ પટેલ(આકાશદીપ)

………………….

 

Read Full Post »

હીંડોળા ઉત્સવથી લાલાને વધાવતા ભક્તઉરના આનંદની ચરમ સીમા એટલે… 

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકીના ગુંજન.

 જન્માષ્ટમી એટલે મથુરા, ગોકુળ, વ્રજ, શ્રીનાથજી, દ્વારકા ને ડાકોરના ઠાકોરના પ્રાગટ્યને વધાવવાની ઘડી. જય યોગેશ્વર ને લાલો કહેતાં જ 

એ લાડકો થઈ જાય. 

નિર્દોષ ગોપ ને ગોપીઓ ને માતા જશોદાજીનો આનંદ આજેય વિશ્વે ઝીલાય છે.

 વસુદેવને મા દેવકીના પુણ્યે ભારતમૈયાને આરાધ્યદેવની કરુણા

 ઝીલવાના ભાગ્ય મળ્યા..આવો ભાવ વંદનામાં ડૂબીએ.

ખીલી આઠમની મધરાત…..રમેશ પટેલ(આકાશદીપ)

વરસે શ્રાવણીયાની ધાર
ખીલી આઠમની મધરાત….કે બોલો જય ગોપાલ

જાગ્યા પુણ્ય ધરાને લલાટ
દીધા  વચન  દેવકી માત
વસુદેવ  જાણે છાની વાત
ગમતું ગોકુળિયું એક ગામ……કે બોલો જય ગોપાલ

ગાજ્યા ગગન મેઘલી રાત
છલક્યા  યમુનાજીના  ઘાટ
ગોકુળિયા લાલ થયા શ્રીનાથ
નાચે  નંદ  નિરખતા  કાન…….કે બોલો જય ગોપાલ

પ્રગટ્યા  પાવન  રે પ્રભાત
ઊડ્યા અબિલ ગુલાલ આભ
ઝૂલે  પારણીયે    યદુરાય
લાખેણા પુણ્ય યશોદામાય…….કે બોલો જય ગોપાલ

લાલો થઈ રમતા રે શ્રીનાથ
ટહુકે  મોર વ્રજ વૃન્દાનીવાટ
રંગમાં  રંગે   રે  ઘનશ્યામ
ગ્વાલ સંગ ધન્ય ગોકુલધામ…….કે બોલો જય ગોપાલ

નાચે  છે નંદ ને  ગોપ ગોપીઓનું ટોળું
હાલો  જોવા  જઈએ  જશોદાજીનું  છોરું
ગોવર્ધન સંગ ઝૂમે મસ્ત ગોકુળિયું  ઘેલું
રમે રમાડે નટખટ આજ માખણીયું છોરું(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

શ્રાવણી પૂનમ…રમેશ પટેલ(આકાશદીપ)

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ  સુમનથી  મહેંકે આંગણ
આંખ   ધરે   પ્રેમ  મોતીના    થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ફૂલ  હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
છલકે સ્નેહ સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

વરસ્યા ઝરમર મેઘ આભલે

બે    હૈયાં   હરખરસ    ઢોળે
મિલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા

રેશમનો  દોરો સ્નેહનો ગોટો
ભાલે તિલક કરી હેતે બાંધ્યો
આરતી  કરે  સ્નેહ    ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ખોલ  રે  વીરા  હસતું   મુખ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

મંગલ જોડી ભાઈ બહેનની
વીરો  પૂરસે   આશડી તારી
છલકાવું   અમર  પ્રેમના   પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

રમેશ પટેલ(આકાશદીપ)

………………………………………………………………………..

આવી રૂડી રક્ષા પૂનમ…..રમેશ પટેલ(આકાશદીપ)

 

હાલો જઈએ વીરાને દેશ

આવી   રૂડી  રક્ષા પૂનમ

 

અક્ષત કુમકુમે સજી રે થાળી

પ્રગટાવી પ્રેમે દીવડી નાની

 

આજ છલકે ગુલાબી મન

આવી  રૂડી   રક્ષા  પૂનમ

 

લેશું ઓવારણાં ઉતારી આરતી

આશીષ દેશું બાંધી આ રાખડી

 

ના ખૂટે આ આયુષ્યનું ધન

આવી   રૂડી   રક્ષા    પૂનમ

 

ભાવે   ભીંજાયા  મારી ઓ બેનડી

અણમોલ સ્નેહની મીઠી તું વીરડી

 

છલકે અમર સ્નેહની સુગંધ

આવી    રૂડી    રક્ષા   પૂનમ

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ભારતીય ઉપખંડે એક બાજુ ત્રાસવાદ, ચીનનો વિસ્તારવાદ ને 

પાકની ખંધી ચાલ …આ વિકટ પરિસ્થિતિનો સામનો એટલે દેશની એકતા.

આજે સત્તાધિશ ને વિપક્ષો કુસંપનું રાજકારણ ને બદલે’ જય જવાન જય કિશાન’ સાથે રાષ્ટ્રનિર્માણના પથે અગ્રેસર થાય એ સમયની માગ છે…ચીનનાં બુલેટીન જોઈ

જાગતા રહેવું એ મંત્ર જ સાચો છે…શત્રુની ચાલ પારખવી જ રહી.   

લડવું પડશે જ તારે…..રમેશ પટેલ(આકાશદીપ)

નથી લડવું બોલ્યો અર્જુન જ્યારે

વદે શ્રીકૃષ્ણ લડવું પડશે જ તારે

 

જગાડે   કુસંપ  આ  હિંસા દવ

ને માનવતા રડતી લાગે શવ

ડંખે  મનડું અત્યાચારથી તવ

 

પોકારે વત્સ સ્વધર્મ અંદરથી જ્યારે

વદે   શ્રીકૃષ્ણ  લડવું પડશે જ તારે

 

છોડી  મર્યાદા  ને   અધર્મ  ધસે

અટ્ટહાસ્યે  પીડે સાધુતાને  કષ્ટે

હણાય જગ શાન્તિ ધૃણા આતંકે

 

થઈ શુભકર શસ્ત્ર ઉઠાવજે હાથે

વદે નિયંતા લડવું જ પડશે તારે

 

ક્રૂર  ને  કાળમુખી શાસન ફાલે

કાયરતાથી તારી ભદ્રતા લાજે

જીવવા  માને આ જગ સંસારે 

ધર્મ યુધ્ધ દેશે આહવાન પ્યારે

ધ મરોળજે  થઈ  વિશ્વાનલ    ભારે

બડભાગી  જયઘોષ  જગવજે  હામે

વદે શ્રીકૃષ્ણ લડવું જ પડશે તારે (૨)

Read Full Post »