Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 22nd, 2013

હૈદ્રાબાદમાં આતંકી ધડાકાએ ..મનને ઉદ્વેગે ભરી દીધું. કેટલાય હસતા રમતા પરિવારોનું હાસ્ય વિલાઈ ગયું.

આને બહાદુરી ગણતા , અવળે માર્ગૅ વરેલા લોકો , આજે વિશ્વને હીંસાથી અભડાવી રહ્યા છે. સાચો ધર્મ , એકબીજાનું

ભલું જ ઈચ્છે, આ હીંસક મનની વ્યાધી, ઉપાધીઓ જ નોંતરશે અને તેના પ્રત્યાઘાતો જ્વાળાઓ બની, વેરનું વાવેતર કરશે.

આવા તત્ત્વોને જે પ્રજા જાકારો દેશે તેને જ શાન્તિની પ્રસાદી ભાગ્યમાં મળશે…એક ગઝલ ફરીથી યાદ આવી..

રમેશ પટેલ(આકાશદીપ)

છે કિનારા બે જુદા….રમેશ પટેલ(આકાશદીપ)

ગઝલ છંદ વિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ધર્મ  મારો  ,ધર્મ તારો , છે કિનારા  બે જુદા
જલ વહાવે એક બંને , સત્ય   એ  સાચું બધે

વાત  મારી  વાત  તારી, રોજ    હું  રટતો રહું
જો અમારી વાતથી  ડગ, જગ રમે ન્યારું બધે

રંગ   ખીલી   સાંજ વ્યોમે , આવકારે  રાતને
જાણતી  એ ,  ભોર   થાયે મંગલા પ્યારું બધે

દૂર વ્યોમે સૂર્ય જલતો, તપત સાગર આ ધરા
મેઘ  જ્યારે  નાચશે , લીલી  ધરા  ચારું  બધે

સાત  સાગર , સાત ખંડો, રોજ નોંખા પાડતો
જો વિચરું વ્યોમે હું, છે મારી ધરા ચીતરું બધે

ગોખમાં  દીપ  જલતો  ને અશ્રુ પશ્ચાતાપના
તેજમાં  શ્રધ્ધા  ભળે  તો સંગ તવ ભાળું બધે

Read Full Post »