Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 15th, 2013

વસંત પંચમી….

વસંત એટલે તાજગીના વાયરા, તન અને મનને ઉમંગોથી તરબતર કરી દે ..ઝૂમતા કરી દે. પ્રકૃતિ આળસ ખંખેરી નવલ શણગાર સજે અને તેના

ખોળે ઝૂમવા આમંત્રે. બદલાતી ઋતુઓની અસર મનને થયા વગર રહે જ નહીં. …મા સરસ્વતીના પાવન પ્રાગટ્યને પણ આજે ભક્તિથી વધાવીએ અને

વસંતઋતુનું સ્વાગત કરીએ…

રમેશ પટેલ(આકાશદીપ)

……………………………………………………..

આદરણીયશ્રી વિનોદભાઈના…’વિનોદ વિહાર’ ની આ પોષ્ટ પણ માણજો…આપનો આભાર.

 

આ, મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ…..

http://vinodvihar75.wordpress.com/2013/02/15/185

 

વિનોદભાઈ

 

Daffodils Stock Photo

(Thanks to webjagat for this picture)

વસંત…રમેશ પટેલ(આકાશદીપ)

છંદ સ્ત્રગ્ધરા….

સૌથી સોહામણી ઓ,ચંચલ વસંત તું, હાલ હર્ષે વધાવું

ખુશ્બુ ભર્યા કટોરાકુદરત મધુરીવ્હાલ ઝૂલે ઝૂલાવું

 

આ રાતી કૂંપળોનેવન પર્ણ ફરકે, ડાળ ઝૂલે વિહંગો

ને  પ્રફુલ્લિત  હૈયાંકલરવ લહરે,   વાત માંડે ઉમંગે

 

ધીરે ધીરે પધારીરસભર રીઝવે,   સાજ ફૂલો સજાવે

આવી આવી ઘટાએ, વનપ્રિય ટહુકે, સાદ દેતો સવારે

 

લાગે રે ધોધ બાળા,ખળખળ વહંતા,આ પહાડી જટાએ

ઝીલે ઝીલે યુવાની, નયન મલકતી, ગાય હૈયાં ઝપાટે

 

થાઉં હું ધન્ય આજે, અંતર દર્શનથી, ઝીલતાં દિવ્ય ભાવો

ને  લીલા ડુંગરાઓ, નવલ રૂપ ધરી,   ગાય ગીતો ઉરેથી

…………………………………………………………………………………………………..

હૈયામાં ફૂટી વસંત!…રમેશ પટેલ(આકાશદીપ)

મારા  હૈયામાં  ફૂટી   વસંત!

ગીત રૂડાં ગાવા દો

મહેક્યા આ મોગરા સમ મન,

પવન દેવ વહેવા દો

 

ખીલ્યાં અંગ અંગ રંગી ઉપવન,

હરખ મને ઢોળવા દો

વ્હાલી હાલી યાદોની વણઝાર,

પોઠો મને ગણવા દો

 

ના છૂપ્યા છૂપાય કેસુડા આ અંગ,

મુખલડાં સજવા દો

નટખટ નયનોમાં નાચે રે મોર,

આભલડે ટહુકવા દો

 

ભાવે ભીંજાયાં હેતનાં રતન

સંગીતડે મઢવા દો

યૌવન ઝીલે વાસંતી શણગાર

વ્હાલ મારા ઝૂમવા દો

Read Full Post »