Feeds:
Posts
Comments

વસંત પંચમી…… માત સરસ્વતી પ્રાગટ્ય ઉત્સવ

 

ॐ ऐं सरस्वत्ये नमः

ॐ जय सरस्वती माता, मैया जय सरस्वती माता।
सद्गुण, वैभवशालिनि, त्रिभुवन विख्याता ।। ॐ जय…

चन्द्रवदनि, पद्मासिनि द्युति मंगलकारी।
सोहे हंस-सवारी, अतुल तेजधारी।। ॐ जय…

बायें कर में वीणा, दूजे कर माला।
शीश मुकुट-मणि सोहे, गले मोतियन माला ।। ॐ जय…

(Thanks to webjagat for this picture)

વસંત પંચમી એટલે વનરાજીને કૂંપળોથી નવપલ્લિત થવાની શુભ શરૂઆત.

લીલી વનરાજીથી ધરાને શણગારવાની કુદરતની લીલા. વસંત ઋતુ એટલે

ઋતુઓનો રાજા. આલ્હાદક પવન અને મનને તાજગીથી ભરી દેતી આ મૌસમની

શરૂઆત માત સરસ્વતીના પ્રાગટ્ય ઉત્સવથી થાય અને શાખાઓની સાથે માનવીના

હૈયામાં જ આ વસંત ફૂટી નીકળે…

 

હૈયામાં ફૂટી વસંત……રમેશ પટેલ(આકાશદીપ)

 

મારા હૈયામાં ફૂટી વસંત

ગીત રૂડાં ગાવા દો

મહેક્યા આ મોગરા સમ મન

પવન દેવ વહેવા દો


ખીલ્યાં અંગ અંગ રંગી ઉપવન

હરખ મને ઢોળવા દો

વ્હાલી હાલી યાદોની વણઝાર

પોઠો મને ગણવા દો


ના છૂપ્યા છૂપાય કેસુડા આ અંગ

મુખલડાં સજવા દો

નટખટ નયનોમાં નાચે રે મોર

આભલડે ટહુકવા દો


ભાવે ભીંજાયાં હેતનાં રતન

સંગીતડે  મઢવા દો

યૌવન ઝીલે વાસંતી શણગાર

વ્હાલ મારા ઝૂમવા દો


રમેશ પટેલ(આકાશદીપ)

 આઝાદી મળ્યા બાદ ૨૬મી જાન્યુઆરીએ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો અને

ભારતવાસી ત્રિરંગાને ગૌરવથી વિશ્વ ફલકે લહેરાવતો ગયો. ધીમી પણ નક્કર

પ્રગતી સાધતો અને લોકશાહી તંત્રથી સન્માન પામતો આજે પ્રગતીશીલ આર્થિક

નીતિઓથી અનેક પડકારો વચ્ચે ચંદ્ર સુંધી નવયુગી તાકાતનો પરચો દઈ રહ્યો છે.

શિક્ષણથી તેની આવતી કાલ હજુ વધુ ઉજળી થાય એ ભાવ સાથે ત્રિરંગાની શાનને

 પ્રજાસત્તાક દિને સલામી આપીએ…..

Celebrations

Agni-II missile in Republic Day Parade 2004

To mark the importance of the occasion, every year a grand parade is held in the capital, New Delhi, from the Raisina Hill near the Rashtrapati Bhavan (President’s Palace), along the Rajpath, past India Gate . Prior to its commencement, the Prime Minister lays a floral wreath at the Amar Jawan Jyoti, a memorial to unknown soldiers at the India Gate at one end of Rajpath, which is followed by two minutes silence in the memory of unknown soldiers. Thereafter he reaches the main dais at Rajpath to join other dignitaries, subsequently the President arrives along with the chief guest of the occasion. First he unfurls the National flag, as the National Anthem is played, and a 21-gun salute is given. Next, important awards like the Ashok Chakra and Kirti Chakra are given away by the President, before the regiments of Armed Forces start their march past.

The different regiments of the Indian Army, Navy, and Air Force march past in all their finery and official decorations. The President of India who is the Commander-in-Chief of the Indian Armed Forces, takes the salute. Floats exhibiting the cultures of the various states and regions of India are in the grand parade, which is broadcast nationwide on television and radio. Also part of the parade are children who win the National Bravery Award for the year.[2] The parade also includes other vibrant displays and floats and traditionally ends with a flypast by the Indian Air Force jets.

Celebrations are also held in state capitals, where the Governor of the state unfurls the national flag. If the Governor of the state is unwell, or is unavailable for some reason, the Chief Minister of the state assumes the honour of unfurling the National Flag of India.

(Thanks to wikipedia webjagat)

ઝૂમે વ્યોમે ત્રિરંગો……રમેશ પટેલ(આકાશદીપ)

છંદ-સ્ત્રગ્ધરા


સંગ્રામે  મુક્તતાના, અમર  યશધરી, ભેટ દીધી  સુભાગી

ઝૂમે  વ્યોમે  ત્રિરંગો, ફરફર ફરકી,  ધન્ય  મા ભારતી  તું

પ્રજાસત્ત્તાક  ભોમે,  સુરભિત  કુસુમે,  વાયરા  હેત  ઢોળે

ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું


ઝૂમે ખેતો  જ  ધાન્યે, વનવન લહરે, ગાય ગીતો સરીતા

ભંડારા માત  ખોળે, સુધન વતન  આ, શોભતો દેશ શાખે

ઊડે  કેવા  વિહંગો, હરખ  સભર  હો, શાંતિ  સંદેશ  દેતા

આઝાદીના ઉમંગો, નવલ ક્ષિતિજમાં, ભાવિના ભેખ ભાખે


શિક્ષા પામી યુવાનો, હરણ ચરણથી, ઝીલતા જ્ઞાન આભા

ખૂલે સીમા અનંતા, પર હિત સુખમાં, રાચવું  એજ  નારો

સેનાની  કોટિ હાથે, નભ  જલધિ  તટે, સંકટો જાય આઘા

ઉત્ત્સવો એજ પૂંજી, શિલ અમન તણા, ભાવના ભાતૃચારો


દે  જે  તું જોમ ધૈર્ય, જય જય કરવા, શાન તારી ત્રિરંગા

વંદીએ  જન્મભોમા, પુલકિત મનડે, માવડી  ઓળઘોળા


રમેશ પટેલ(આકાશદીપ)

  કે. લાલ , આપણા જગ પ્રસિધ્ધ મહાન જાદુગર ને એટલા જ એક

ઉમદા અને દૂરંદેશી દેશપ્રેમી.

K.Lal’s poster outside the theatre.

The President of the Society of Indian Magicians, Atul presenting a custom made prop for K. Lal to use in his shows.

  (Thanks to webjagat for these  pictures)

 

તેમણે એકવાર એક પ્રોગ્રામમાં વાત કહી હતી કે  આપણી વિશિષ્ટ યોગ્યતાને

લીધે પ્રજા આપણને ચાહે છે ત્યારે આપણી એ વિશેષ ફરજ બની જાય છે કે

ખોટાં ધોરણો ન સ્થપાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

   એક ગુટકા કંપનીએ તેમને જાહેરાતમાં ‘ વાહ! મજા આ ગયા’ એટલું બોલવાના

લાખો રૂપિયા આપવાની ઓફર કરી તો , તેમણે તે ઓફર ઠુકરાવી કહ્યું કે ’ હું મારા

દેશની ઊગતી પેઢીને ધન લાલસામાં ખોટો સંદેશો ના આપી શકું. લાખો શું કરોડો

આપો તો પણ નહીં…ઝેરથી બાળકોના ભાવિ અંધકારમય કરવામાં  શાન કેવી?

મારા ખેલમાં તો બાળકો હોય  , હોય અને હોય જ અને મારા પ્રભાવમાં આ રસ્તે

વળે એવી સંમતિ કેમ અપાય?’

   શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ મનુષ્ય હશે જ એવી અપેક્ષા રાખી શકાય નહીં , એવું

મહાન જીવનમર્મજ્ઞ સોક્રેટિસે વિચાર દર્શનમાં સમજાવ્યું છે. આજે રમત વીરો, સુરીલા

કંઠના કામણવાળા કે અભિનેતાઓ, નેતાઓ ને ધાર્મિક અસરકારક વ્યક્તિઓ, અનેક

લોભામણી જાહેરાતોમાં સત્તાલાલસા કે ધન લાલસા માટે મીડીયા થકી ધૂમ મચાવે છે.

લોક ચાહના મળી છે તો ખોટાં ધોરણો ન સ્થપાય એવી કાળજી કેટલા જણ અત્યારે

રાખતા હશે ?

  શ્રી કે.લાલની આ મહાવાતને ઝીલવાની શરુઆત થાય તો કેવું?

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)…આભાર…આધારિત….મનસુખ લલ્લા..અરધી સદીની વાંચન યાત્રા

ભાગ-૪ (સંપાદન-શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી)

 જન્મ દિવસની પાર્ટીમાં , શાળામાં સાથે ભણતા બાળ દોસ્તોને ઘેર બોલાવી ,

આનંદથી  એકબીજાની સાથે રમતા, અનેક દેશોમાંથી આવી અમેરિકન

વસાહતી બનેલાઓને , જોવા અને માણવા એ પણ એક લ્હાવો છે. સાચે જ

નિર્દોષ બાળપણ એ પ્રભુની દિવ્ય પ્રસાદી છે.

 ટીવી પર ‘વી ‘  ગેમ્સ દ્વારા ડેન્સની મજા માણતા અને આઈ પેડના ગેમ એક્સપર્ટ્ની

સાથે બેક યાર્ડમાં રેન્ટ પર લગાવેલ ‘જમ્પર’ માં ઉછળતા બાળપણના લ્હાવા લેતા,

બાળકોનો આનંદ જોઈ , દિલ ખુશ થઈ ગયું. જીંદગીની અમૂલખ ક્ષણોની મજા તેઓ માણી રહ્યા હતા.

પ્રસંગને માણતાં આજે બચપણ ને ગીતમાં યાદ કરી લીધું…

 

Kids' Backyard Birthday Party Ideas

(Thanks to webjagat for this picture)

બચપણ…….રમેશ પટેલ(આકાશદીપ)

છંદ-શીખરીણી


ચહેકે  આનંદે,  બચપણ  હસી,  કષ્ટ  હરતું

રમે એ મસ્તીથી,  હરપળ ધસી, હર્ષ  ધરતું


પ્રસાદી તું મોટી,  વિમલ મધુરી,  ફૂલ સરખી

મઢે ગોરા ગાલે, મખમલ રુહે,  આભ ધરણી


રૂડી ભાષા કાલી, કલરવ  સમી, સુખ  ભરતી

નથી કોઇ ચીંતા,  શરણ પ્રભુનું, પુણ્ય ભરણી


કરે પોતાના  એ, મનહર રૂપે,  મુગ્ધ  વદને

અને દોડે હોંશે,  ડગમગ પગે, હાસ્ય  ભરણે


મળે માનો  ખોળો, અભય સુખદા, હૂંફ ધરતો

ઘડે  સંસ્કારો એ, મરકટ  મને, ભાવિ  ઘડતો


ભલે ભેળાં બાળો, નયન હરખે, દિવ્ય ક્ષણ એ

હસે  હોઠો નાના, મરક  મરકી, ભાવ  ઊભયે


વદે વાણી  મીઠી, મુખ કમલથી, શૈશવ મહા

અમી સીંચે હૈયે, શત સુખમયી, વૈભવ અહા!


રમેશ પટેલ(આકાશદીપ)

ખુશનુમા સવારે પરમ શક્તિના સાનિધ્યમાં રમીએ અને ફરી એકવાર
આ રચનાને માણીએ…..

(Thanks to webjagat for this picture)

 

જગત્રાતા….રમેશ પટેલ(આકાશદીપ)

છંદ- સ્વાગતા

માગું હું વર  જ એક વિધાતા

ખીલતા  અરૂણ  વંદ્ય પ્રભાતે

પામજો સંપદ માનવ  દૈવી

નીરખે મંગલ ભાવ  જ જાતે

 

 

વ્યોમને જલધિ વન્ય વિહારે

શક્તિ દે પ્રભુ રમું જગ હામે

કુંજ કુંજ  પથરાય જ પુષ્પો

ને  ધરા હરિત ગાય સુહાગે

 

 

બંસરી  તવ  બજે સુમધુરી

વાલપે  છલકતી રસછોળો

ઝૂમતી ધરણ માનવતાથી

ભીંજવે જ કરુણા મધુ ખોળે

 

 

વિશ્વ   આ   અજબને  રસ ભીનું

ઘૂમતું    પળેપળે     નિયમોમાં

ધન્ય ધન્ય જગ! વાહ વિધાતા

પ્રાથુ  હું  તવ   મહા  પ્રભુતાને

 

 

ને   વદે   ભગવંત   મરકીને

એક  વાત  કરવી  જ તનેતો

માગતો  વિનયથી  વરદાનો

ભૂલતો  જ  હળવે  તું મનેતો

 

 

આધિપત્ય  જગતે   ધરવાને

તું  મથે  ખુદ થવા જગત્રાતા

ને  ગુમાન ચઢતું  તવ  શીરે

લોટતો જ નચવી જ નિયંતા

 

 

ને  હસી  જ વદતો હું નમીને

આ  જગે હરદિન તું જ રમાડે

ભૂલું ના પથ હવે  મમ ભોળા

પામશું  શરણમાં  સુખ સારા

રમેશ પટેલ(આકાશદીપ)

(Thanks to Divyabhaskar for this picture … તસવીરો : વિજય આચાર્ય)

જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકરસંક્રાતિનું પર્વ માનવામાં આવે છે.

આ દિવસથી સૂર્ય ઉત્તરાયન થઇ જાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઉત્તરાયણ એ

દેવતાઓનો દિવસ માનવામાં આવે છે.

………………………………………………………………..

ઉતરાણ; સૂર્યનું દક્ષિણ દિશામાંથી ઉત્તરમાં આવવાપણું; બાર રાશિમાંથી ઉત્તર તરફની

છ રાશિમાં સૂર્યનું જવાપણું; સૂર્ય મકર રાશિમાં આવે ત્યારથી મિથુન રાશિ છોડે

ત્યાંસુધીના છ માસ; મકરસંક્રાતિથી કર્કસંક્રાતિ સુધીનો વખત. મોટામાં મોટી

રાત અને નાનામાં નાનો દિવસ થાય ત્યારથી લઈને મોટામાં મોટો દિવસ

અને નાનામાં નાની રાત થાયમ ત્યાંસુધીનો વર્ષનો અર્ધ ભાગ સૂર્યની ઉત્તર

તરફ ગતિ હોવાથી ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણ પોષ માસમાં બેસી

છ મહિના રહે. તે પછી દક્ષિણાયન એટલે સૂર્યનું દક્ષિણ દિશામાં જવું થાય.

 (Thanks to Lexicon)

 

 

 

 ……………………………………………………………………………………

 

ઉત્સવ  ઉજવીએ  ઉમંગના…..રમેશ પટેલ(આકાશદીપ)


ઉત્સવ  ઉજવીએ  ઉમંગના

પ્રકૃત્તિ  પર્વ   સૂરજ  દેવના

ઝીલે  ધરા તરૂ તેજ ચેતના

છે મકર સંક્રાન્તિ  ઉપાસના

 

………………………………….

 

ગગન ગોખે, સૂરજની સાખે

વાયા વાયરા પતંગે

ઊગ્યું રે પ્રભાત, ઘેલું ગુજરાત

ઝૂમે રે નભ નવરંગે

 

ગામ નગર ચોકે, ઉત્સવ ઉમંગે

જામી ઉત્તરાણ સાચે

કાળા ઘેંસિયા, ગોથ જ મારે

ફૂદી  ફાળકે   નાચે

 

દોર પતંગો ને , મલકતાં હૈયાં

ચગે આભલે ઝપાટે

પેચ પતંગોના, છૂપી નજરોના

સરકે મોજ  સપાટે

 

નાનાં મોટેરાં, સૌ કોઈ ઝૂમે

કાપો પોયરાં જ બોલે

લાવો રે ઊંધિયું, ખાઓ તલસાંકળી

માણી મજા સૌ ડોલે

 

પંખીડાં ઊડે, સંભાળજો હેતે

ના રે થાય  આજ કષ્ટ

દે સંદેશા રે, પતંગો સૌને

ઘાયલ જીંદગી જ નષ્ટ

 

રમેશ પટેલ(આકાશદીપ)

જોતાતા વાટડીને આવી, લાખેણી ઉત્તરાયણ આવી
ગુજરાતની લાડલી આવી,   હૈયાની ખુશીઓ લાવી

 આબાલવૃધ્ધ અને સર્વધર્મનું સહિયારું પર્વ એટલે દેશ વિદેશમાં
પતંગ સાથે ચગતું રમતું પર્વ. ગુજરાત એટલે પતંગ ઘેલું રાજ્ય.
આજે સાબરમતીના રીવર ફ્રન્ટમાં ‘ઈન્ટરનેશનલ” પતંગ મહોત્તસવ
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ખૂલ્લો મૂકાયો તેની ઝલક
દિવ્યભાસ્કરની આ તસ્વીરો સાથે માણીએ..  
સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)

અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલને ગુજરાતનાં રાજ્યપાલ શ્રીમતિ કમલા બિનિવાલે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે ખુલ્લો મુક્યો(Thanks to Divyabhaskara)

 

 

 

હું ને પતંગ…..રમેશ પટેલ(આકાશદીપ)

પતંગ તને ઊડવું ગમે

ને  મને ઊડાડવું  ગમે

 

 

નખરાળો પવન  આવી  સતાવે   તને

મનગમતા પેચે મોજ લપટાવીએ હવે

નીરખતું ગોગલ્સમાં કોઈ તને

દૂરથી જોઈ કોઈ લોટાવે મને

 

 

એક આંખવાળો પાવલો સતાવે ભલે

હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે


ઓલો વિદેશી ઢાલ તને હંફાવી હસે

ને તારી જબરી શ્રીમતી લોટાવે મને

 

 

ખાઈ માલપૂડા ખખડાવ થાળી ખાલી ખાલી

માર હળવેથી અમદાવાદી ખેંચ છાનીછાની

 

 

દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ

સૂરતી  દોરીની  મોટી  છે  લૂમ

લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી

ભરીએ ઊંધીયા જલેબીથી મોટી થાળી

 

 

ચગી આકાશે અમે દેઈશું સંદેશ

દાદા સૂરજ હાલ્યા મકરને દેશ

ઘરઘરનો  દુલારો  ઉત્તરાયણ  તહેવાર

પતંગની સાથ જામે હૈયે છાયો કલશોર

રમેશ પટેલ(આકાશદીપ)

ચૂંટણી એટલે લોકશાહીનું લોકહાથમાં શોભતું મત શસ્ત્ર. પ્રજાએ પોતાના અને દેશના

ભાવિને સજાવવા યોગ્ય ઉમેદવારને સત્તા સોંપવી એ હર મતાદારની જાગૃત ફરજ છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ  પોતાનું  દાયિત્ત્વ ભૂલી સ્વાર્થમાં રમે ત્યારે લોકશાહી મૂલ્યોનું

ધોવાણ થાય છે. ભારતના રાજકારણમાં મુખ્ય પક્ષો નબળા બન્યા છે અને સ્થાનિક

હિતો ધરાવતા પક્ષો સત્તાને જ પ્રાધાન્ય આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભ્રષ્ટ

શાસનનો જ જન્મ થાય અને દેશની સંપત્તી લૂંટાય. લોકશાહી માટે જાગૃતતા એ

આજની સમસ્યાનો નીકાલ છે. આવો પરિસ્થિતિને માપીએ અને ચૂંટણીમાં મત

દ્વારા યોગદાન આપીએ…

 (Thanks to…

Electronic Voting Machine (EVM) retains all the characteristics of voting by ballot papers, while making polling a lot more expedient. Being fast and absolutely reliable, the EVM saves considerable time, money and manpower. And, of course, helps maintain total voting secrecy without the use of ballot papers. The EVM is 100 per cent tamper proof. And, at the end of the polling, just press a button and there you have the results

The EVMs were devised and designed by Election Commission of India in collaboration with two Public Sector undertakings viz., Bharat Electronics Limited, Bangalore and Electronic Corporation of India Ltd., Hyderabad. The EVMs are now manufactured by the above two undertakings. EVms was first used in 1982 in the bye-election to Parur Assembly Constituency of Kerala for a limited number of polling stations (50 polling stations). Indian voting machines use a two-piece system with a balloting unit presenting the voter with a button (momentary switch) for each choice connected by a cable to an electronic ballot box.

 

ચૂંટણીના ચકરાવા……રમેશ પટેલ(આકાશદીપ)


ચૂટણીના ચકરાવા ચક્રમ

પ્રચારના પડઘમ

દાવત ભ્રષ્ટાચાર ભગાવો

ધન કાળું ને રમ


સત્તા એ સગપણના  સોદા

કોણ સંત કોણ દ્યૂત

કામ આવે એ સાચો સાથી

અવર નકલી તંત


ધર્યા વેશ ઝભ્ભાથી સજ્જન

કટકી ગોરખ ધંધા

દંડા ઉગામી સત્યવાદીને

કરતા રાજ જ ખંધા


લેતીદેતીની બોલબાલાજી

ચૂંટાય એનાં જ વાજાં

પક્ષ કરે રે સ્વાગત મોટાં

તકવાદીને ખાજા


ચગે ચગાવતાં ટીવી છાપાં

જ્ઞાતીવાદ ને ધોકો

મતાધિકારને ગણ્યો સસ્તો

તો પાંચ વર્ષની પોકો


રમેશ પટેલ(આકાશદીપ)

 

ગીતા માટે રૂસમાં વિવાદ ઉભો થયો અને કોર્ટે કેસ ફગાવી દીધો.
ગીતાનું આ મહા જ્ઞાન , માનવ મનની અનેક વિટંબણાઓ માટે વિચાર
દીપક છે. ઈશ્વરીય શક્તિ અને આત્માની પરમ સમજ છે.
  આદરણીય શ્રી નરેન્દ્રભાઈ (કેપ્ટન)  આપેલ ભેટ…કૃષ્ણ અને માનવ સંબંધ(હરિન્દ્ર દવે) માંથી થોડુંક સંકલન માણીએ.
શ્રીમદ ભગવદ ગીતા…..ના અધ્યાયમાં આવતા શબ્દ સમૂહની ઝાંખી…
ગીતા શબ્દને બે વિશેષણ –શ્રી સાથેની અને કલ્યાણ કરનારી.
 બ્રહ્મવિદ્યા-જે જ્ઞાન પામ્યા પછી બીજું કશું જ પામવાનું રહેતું નથી એવું પરમ જ્ઞાન. ..એટલે કે વિદ્યા.
યોગ શાસ્ત્રે- યોગને શાસ્ત્ર કહ્યું કારણકે શિસ્તની જરુર છે.
શ્રી કૃષ્ણાર્જુન સંવાદે–કૃષ્ણ અને અર્જુન..નારાયણ અને નરનાં પ્રતિક છે.
………………………………………..
ઝેન સાધુઓ, સૂફી મહાત્માઓ કે અલગારી અભ્યાસી ખ્રિસ્તી સંતો ને ગીતામાં
તેમની ફિલોસોફીનો માર્ગ નજરે પડે છે…

ન કર્તૃત્વં ન કર્મણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે||
(ગીતા-૫;૧૪)
પ્રભુ જીવો માટે , લોકો માટે કર્તૃત્વનું કે કર્મનું સર્જન કરતો નથી, એટલું જ
નહીં એ કર્મ તથા ફળ વચ્ચેના સંબંધને પણ જોડી આપતો નથી.તો આ સઘળું
શેનાથી થાય છે? સ્વભાવ-પ્રકૃતિથી. પ્રકૃતિ, તેના ત્રણ ગુણો અને તે વિશેનું
અજ્ઞાન એ જ માયા છે.પ્રભુતો કોઈના પાપ કે કોઈના પુણ્યને સ્વીકારતો નથી.
આ જ્ઞાન થાય ત્યારે જ પ્રકૃતિગત અજ્ઞાન નાશ પામે છે.
………………………………………
જે સર્વત્ર મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે, તેને હું પરોક્ષ થતો નથી,
એટલે કે હું હમેશાં તેની પ્રત્યક્ષ રહું છું(ગીતા-૬;૩૦)
સર્વ વિભૂતિઓમાં જે કંઈ શ્રેષ્ઠ છે એ પ્રભુનો અંશ છે.
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

(Thanks to webjagat for this picture)

જ્ઞાન  ગીતા

 

ધર્મ  ક્ષેત્રે  કુરુ  ક્ષેત્રે  છે  દિન માગસર  સુદ એકાદશી
શ્રીકૃષ્ણ  મુખે  વહી  દિવ્ય  જ્ઞાન  ગીતા  અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં  સંશય, ઉઘાડ્યાં  દ્વાર  ભક્તિ કર્મ  બ્રહ્મ  યોગનાં
……………………………..
કોને  ખબર ,  કોને ખબર , કોને ખબર?
વ્યથા સંશયથી વ્યગ્ર કેમ માનવી ભીતર

ત્યાંતો સૂણ્યો ટહુકો , જ્ઞાન ગીતાનો  મધુર
ભૂલી દ્વેષ  જ્ઞાન યોગ લાધ્યું સૌને સુમધુર  

છેદાયા સમગ્ર ભેદ, વિસરી સ્વાર્થના અંતર
પરસ્પર  સ્નેહ શ્રધ્ધાની વહી ગંગા નિરંતર

ધન્ય ધન્ય દાદા પાંડુંરંગ, રંગી દીધાં અમ તનમન
જ્ઞાન પ્રકાશે આદરી યજ્ઞ, પ્રગટાવી ચેતના જનજન
રમેશ પટેલ(આકાશદીપ)

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

Madison Square Garden can seat 20,000 people for a concert. This blog was viewed about 68,000 times in 2011. If it were a concert at Madison Square Garden, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.