Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

માતૃવંદના-

વિશ્વ કવિતા દિવસ…

Resp, Eva Patel-Nari Gaurav Sanman>.. Navasarjan sahitya manch founder… with Savita Patel/ Menaka Patel /Anu Mehata.

lokarpan ceremony.. poet .. Ramesh Patel(Aakashdeep)..Anand 11 January,2024.

એક સદી કરતાં પણ વધુ સમયથી, ૧૯૧૭માં ઉજવણી શરુ,.. સમગ્ર વિશ્વમાં લોકો 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે.

1910માં ક્લેરા જેટકીન નામનાં મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઘણીવાર જાંબલી રંગથી ઓળખવામાં આવે છે કારણ કે તે ‘ન્યાય અને આદર’નું પ્રતીક માનવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વેબસાઇટ અનુસાર, જાંબલી, લીલો અને સફેદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રંગો છે.

.., ‘જાંબલી રંગ ન્યાય અને સન્માનનું પ્રતીક છે. લીલો રંગ આશા જગાવે છે જ્યારે સફેદ રંગ શુદ્ધતા દર્શાવે છે.

,,,,,,

હું છું નારી, નારાયણી….
પડકાર ઝીલી રે જાણું
લલકાર  ખેલી પછાડું
સ્નેહે જો સંવારું તો માદક પુષ્પીવસંત કહાણી
હું છું નારી, સૃષ્ટિની જીવન અભિયાન કહાણી 
બહેન ભાર્યા પાવન સરિતા
કરૂણા સાગર  માતા મમતા
સંઘર્ષે, ધૈર્ય શૌર્યની અજોડ ઉત્કર્ષ કહાણી
હું છું નારી, સૃષ્ટિની જીવન અભિયાન કહાણી
સમય સંજોગ  ભલે વહેતા વિપરિત
પંથ જ સજાવું ઉપાસના કલા સંગીત
નવયુગની નવચેતના સંગે વિહરું ગગન કલ્યાણી
હું છું નારી, સૃષ્ટિની જીવન અભિયાન કહાણી
વિનય  સંસ્કાર ને શિક્ષા
ભાવ સમર્પણ મન દિક્ષા
કુનેહ પરિશ્રમે ઉજાળું ત્યાગી ગૌરવ  કહાણી
હું છું નારી, સૃષ્ટિની જીવન અભિયાન કહાણી
હું નારી, વિધાતાનો અનુપમ ઉપહાર
સંસ્કાર સંસ્કૃતિની સવાઈ  રખવાળ
હું છું નારી, નારાયણી…
સૃષ્ટિની જીવન અભિયાન કહાણી
રમેશ પટેલ(આકાશદીપ)
…….

ધન્ય! નારી તું નારાયણી…

ધૈર્ય શૌર્યની ધરી જ શાણી

જીવન રથની ભલી કહાણી

‘મહિલા દિન‘  રટે  જ ઉત્કર્ષ કહાણી

ધન્ય! નારી તું નારાયણી

ખૂબ  દુભવી ગત સંસારે

છાયી શક્તિથી હર દ્વારે

પરિશ્રમે અડગ  અભિયાન કહાણી

ધન્ય! નારી તું નારાયણી

ના જ બાપડી, ગાય- મૃગલી

તું લડે સવાઈ ઝાંસી  નવલી

સંગીત નૃત્ય કલા કહે સંઘર્ષ કહાણી

ધન્ય! નારી તું નારાયણી

સ્નેહ કુનેહ કરૂણાની  કૃતિ

ખંત ;જોમ ત્યાગની તું મૂર્તિ 

નારી શક્તિ સન્માન ગૌરવ કહાણી

ધન્ય! નારી તું નારાયણી

ખેલ ખેત સૈન્ય વિજ્ઞાન ઉત્કર્ષ કહાણી

નારી હૃદય મીઠડું ગાણું જગ કલ્યાણી

ધન્ય! નારી તું નારાયણી

રટશું નિત્ય ગૌરવ કહાણી(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

….
મને શ્રાવણ ગમે ને તને ગમે વસંત…
દિલે ચીતરું દિન વેલેન્ટાઈને અંતરંગી ભાતું 
ગમે ઉરલકુંજની તારી લાલ ગુલાબની વાતું
મને  શ્રાવણ  ગમે   ને  તને  ગમે વસંત
હસી વંદે સંગ, એક જ પ્રેમનો એ  રંગ
રૂડી  વાળેલ વસંતની મનગમતી ગાંઠું
નહીં છૂપશે છૂપી  પ્રેમની મીઠી રે વાતું
વગાડો  વગડે  વાલમા  ફૂલદોલે  રે નગારાં
ઝુમે સ્નેહલ  નયન  ધરી  ભરી ખુશી કટોરા

રમે રમાડે  ફોરમ  ફાગણની  કેસરીયાં ગાન

રટે અક્ષર અઢી કેસૂડો, ક્યાં છૂપાયો તું કાન
કળી કૂંપળો ને  મંજરી સજતી વસંત મનડાળ
ઉડે નટખટી વનચૂંદલડી ગ્રહી વાયરાનો હાથ
ઝરમર  વરસે વ્યોમથી મધુરાં સંગીત કામણ
મસ્તીમાં ઝરણાં કૂદે ભીંજવી જ વાલમ દામન
રમેશ પટેલ(આકાશદીપ)
……………….
आओ प्यारसे  सुने सुनाये….
चंद्रयान अंतरिक्ष अभियानकी अमर कहानी।
हुआ मुग्ध विश्व बनकर साक्षी…
धन्य धन्य तुम विक्रम अभिमानी।
विकसित भारतकी है अमृत पर्व प्रसादी।
कोटि कोटि हस्त दे ..फिर अेक बार सलामी,
सोलह  कलाके स्वामी है प्यारे चंदा मामा ।
आज  लहरें मस्त होकर सागर सुहाना॥
चारु चंद्रकी  किरणें  हर्ष जताये अंगना।
आओ भानजे दक्षिण छौर चंद्रयान तीसरा।
चले लेके लक्ष्य संधान दिन बयालीसका।
है महा अभियान मंगल भारत चंद्र सफरका।
वंदन ‘विक्रम’ स्वप्न सृष्टा  साराभाई धन्य!
लक्ष्य दक्षिण ध्रुव ऑंगनका है अमृत पर्वा॥
चूमे … चूमे चंद्र सतह…’रचे यश गाथा विक्रम’ लेन्डर, 
हो गया अंकित इतिहास प्रथम पदी, धन्य सफ़र ॥
घूमे… घूमे..चंद्र सतहपे प्रज्ञान’ रोवर यंत्र,
अंकित इसरो सिंह मुद्रा धन्य विज्ञानी॥
जायेंगे दूर दूर आगे हम सौर मंडलमें, 
ले प्रण…त्रेवीस ऑगष्टे सब भारतवासी।
हो जाये फिर अेक बार कोटि चंद्र सलामी।
अमृता ‘ आकाशदीप’ प्रसादी अभिनंदे मोदी॥
रमेश पटेल(आकाशदीप)

.…..

પરદેશમાં વસતા વતન પ્રેમીનો તલસાટ ઝુરાપો…

….

માળાની હૂંફ  વછૂટી…

દૂર ડુંગરીયે વાદળ ઘૂમે…ઘૂમે,

ને ઘૂમે મન મારું ચગદોળે …. દેખી માળા…પંખીના માળા.

રે  પરદેશી , સૂણ  કહે  પંખીના  માળા

દે સંદેશા, કેવા આ જીવનના સરવાળા.

ભલે મળ્યું તને ગગન મોટું, ગઈ  છે માળાની હૂંફ  વછૂટી

વસ્યો પરદેશે તું સ્વપ્ન સજાવવા, હૂંફ  મમતાની માળા  તૂટી

રોશની સાહેબી સુખ સુંવાળી

હેત પછેડી ના અંતરે તેં ભાળી,

એ માટીની મ્હેંક જ જુદી, પ્રીતની એની રીત જ જુદી

યાદ કરું ખાલીપો પૂરતાં અજવાળાં… રે કેવા આ જીવન સરવાળા.

લાગે વ્હાલા લીમડે  ઝુલતા માળા

મોર કોયલ ને કાબરનાં કલબલ ટોળાં

વન વગડો ડોલાવે  ડુંગર કાળા 

સંત શૂરાના પાદરે પાળિયા પાળા

યંત્રોના ઘૂઘવાટમાં ભૂલ્યો નીજ તારો… રે  કેવા આ જીવનના સરવાળા

અંજળ ખૂટ્યાં ને થયો રે પરદેશી

પણ ઝુલાવું હૈયે સૌરભ સ્વદેશી

નથી  નથી ભૂલ્યો  મા રોટલા  હાથના તારા

યાદ સદા બાપના ખાનદાની ખોરડાં મારા

છે યાદ છાપરે હૂપાહૂપ  કરતાં બંદર ટોળાં

વ્યથા મુંઝારા ઓગાળું સાત સમંદર ભેળાં

મન  મારું  મમતાને  તરસે

નયનો શ્રાવણ થઈને વરસે

આતુર આંખો, ગામનું  લાગે ના કોઈ પરાયું

વિપદ વેળા ધાયે થઈ હર કોઈ સવાયું

પારણે ઝુલ્યો , બારણે ઝુલ્યો… ઝુલ્યો ઝુલે થઈ ગામનો લાલો

સંગેમરમરમાં સંવેદના શોધું, વ્હાલા વતન આગળ સૌ કોઈ ઝાંખું

યાદ આવે મા વ્હાલ રે તારા, 

ભાળું સાચા સંદેશા દે પંખીના માળા… રે કેવા આ જીવન સરવાળા.

રમેશ પટેલ(આકાશદીપ

…,,

..,