જય જય ગરવી ગુજરાત..
ધન્ય ધન્ય ગરવી ગુજરાત……..સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
જય જય ગરવી ગુજરાત…..પહેલી મે…ગુજરાત રાજ્યનો સ્થાપના દિન…નામી અનામી યશકર્મી શહિદોને વંદન.જેમને રૂબરમાં મળવાનો લ્હાવો લૂંટ્યો છે..એવા પૂ. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક ને પ.પૂ. રવિશંકર મહારાજના આશિષે …વતનનો વાવટો પુરૂષાર્થી પ્રજાએ વિશ્વે લહેરાવ્યો છે..એ આનંદ સાથે ગાઈએ…ધન્ય ધન્ય ગરવી ગુજરાત.
ભારતીય ઉપખંડમાં જૂનામાં જૂના ભુસ્તરમાં જેની ગણના થાય છે..જે આપણા ગુર્જરભૂમિની શોભા છે એ છે…ગરવો ગઢ ગિરનાર. ..જાણો એની ઉમ્મર ,ખડકોની રચનાને આધારે…આશરે ૨૨થી ૨૫ કરોડ વર્ષથી એ ઊભો છે..બીજી વાત.. આપણા પુરાણોનાં સાહિત્ય પણ આશરે ૨૫ હજાર વર્ષની તવારીખ ધરાવવાનો અંદાજ છે. જ્યારે પ્રકૃતિ.. સૂર્યની પૂજાની માનવ સંસ્કૃતિએ શરૂઆત કરી…આ પર્વતને સૂર્યદેવના એક નામ..રૈવતગિરિથી આપણે પૂંજ્યો છે.સર્વધર્મોનો આદર ને સૌમાં ભળતી આ પ્રજાને વિશ્વે પણ પોતિકી ગણી છે..એટલે જ સપ્તખંડને એણે આંગણું બનાવ્યું છે…પણ હૈયે વતનનું ઋણ સદા રમતું રાખ્યું છે…
ધન્ય ધન્ય ગરવી ગુજરાત….રમેશ પટેલ(આકાશદીપ)
જૂનો જોગી ગિરનાર
સાવજ શૌર્યે લલકાર
સાગર સરિતાને કાંઠે મંગલ પ્રભાત
ધન્ય ધન્ય ગરવી ગુજરાત
કચ્છ-કલા કોયલના રાગ
જન મન દીઠા…
View original post 157 more words
ના પૂછશો કોઈ, કેટલું મોટું છે ગુજરાત ?
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં મહેકતું ગુજરાત !!
સ્થાપના દિન ની શુભેચ્છા