નવા વર્ષનો સૂરજ……
દૂર ક્ષિતિજે ઊગ્યો જૂઓ
નવા વર્ષનો સૂરજ
હિમ શિખરો ઝળહળ તેજે
દિવ્ય સુવર્ણ ગુંબજ
શ્યામ ધવલા નાચે વાદળ
ઝૂમતા લીલા ઝોલા
ઊડી ઊડી પંખી નાના
ખોલતા કલરવ ખોળા
ખીલ્યાં ફૂલડાં પ્રેમ સંદેશે
હૈયું હીંચાવું ઉમંગે
મંગલ દર્શન મંગલ મનડે
ત્યજું વેર સૌ સંગે
આશ અટારીએ ઊભો હું
સજાઉં સ્વપ્નો ભાવિના
સંગમ યુગ પગરવ જ માણું
ગાઓ ગીત ખુશીના
યુગ નવલો આંબે ગગન
અંતર હજો નિર્મળ
નૂતન વર્ષે પ્રાથું પ્રભુ
ભાતૃભાવ હો સજળ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
….
વહાલું વતન...
બાંધતી ભાવે ભારતી પાવન બંધન,
અવતરતા શ્રીપતિ છોડી ગેબી ગગન.
ધીંગી ધરાએ નીપજ્યાં અમૂલખ રતન
વહાલું વતન મારું વહાલું વતન
પૂર્યા શ્રધ્ધાથી અમે પથ્થરમાં પ્રાણ
ગાયાં અમે સંસારે ગીતાંનાં જ્ઞાન
સીંચ્યાં અહિંસાથી સ્નેહનાં સીંચન,
વહાલું વતન મારું વહાલું વતન
સાગરની ભરતી પખાળતી ચરણ,
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
પ્રગટાવ્યાં પૃથ્વી પર પ્રેમનાં સ્પંદન,
વહાલું વતન મારું વહાલું વતન
હેતથી હિમાળો ગાતો પુનિત કવન,
સંપદાથી શોભતાં વગડા ને વન
પાવન સરિતાને કરીએ વંદન,
વહાલું વતન મારું વહાલું વતન
સંતોને વીરોની ભૂમિ મા મહાન,
ચરણ પખાળતા જોશીલા જવાન
સીંચતો ત્રિરંગો કણકણમાં શૂરાતન,
વહાલું વતન મારું વહાલું વતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ,
કરશું વંદન શિરે બાંધી કફન,
વટ ને વચનથી કરશું જતન,
વહાલું વતન મારું વહાલું વતન
સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન
વહાલું વતન મારું વહાલું વતન
રમેશ પટેલ(આકાશદીપ)
sweet memories…
યુગ નવલો આંબે ગગન
અંતર હજો નિર્મળ
નૂતન વર્ષે પ્રાથું પ્રભુ
ભાતૃભાવ હો સજળ નવું વર્ષ આરોગ્યને આબાદી સાથે સુલેહના પથે પ્રગતી કરે
Happy New year 2022
“સંસ્કૃતિની શોભાથી વિશ્વને કરશું મગન
વહાલું વતન મારું વહાલું વતન”