Amitabh Bachchan carries the Olympic torch in London
(Thanks to webjagat for this picture)
69 વર્ષના અમિતાભે લગભગ સો મીટરની દોડ લગાવી હતી. અમિતાભે જે સમયે હાથમાં ઓલિમ્પિકની મશાલ લઈને દોડી રહ્યા હતા તે સમયે લંડનના માર્ગો પર ખીચોખીચ ભીડ જોવા મળી હતી…source..Divyabhaskar.
લંડન ઓલિમ્પિકનું શુક્રવારે, 27/7/2012 રાત્રે ઉદ્ઘાટન થવાનું છે. ભારતીય સમય મુજબ રાત્રે એક વાગ્યાથી ઉદ્ઘાટન સમારંભ શરૂ થશે. ૨૭ ટન વજનનો ઘંટ વગાડીને તેની જાહેરાત કરવામાં આવશે.
– ઓલિમ્પિક સ્ટેડિયમમાં સમારંભ યોજાશે. ૮૦,૦૦૦ દર્શક ઉપસ્થિત રહેશે.
– સમારંભના આર્ટિસ્ટિક ડિરેક્ટર ઓસ્કાર વિજેતા ડેની બોયલ છે.
– સમારંભનું ઔપચારિક ઉદ્ઘાટન રાણી એલિઝાબેથ-૨ કરશે.
– સુશીલકુમાર ભારતીય ટીમના ધ્વજવાહક હશે.
– ૨૦૪ દેશ ભાગ લઇ રહ્યા છે.
– ૩૦૨ ગોલ્ડ મેડલ દાવ પર.
– ૧૦,૬૦૦થી વધુ ખેલાડી.
– ૧૭ દિવસ ચાલશે મુકાબલો (૧૨મી ઓગસ્ટે સમાપન).
ઓલિમ્પિક લંડન ૨૦૧૨..જ્યોત સાથે ભારતના ગૌરવશાળી સપૂત , મહાન
કલાકાર શ્રી અમિતાભ બચ્ચન , લંડનની શેરીમાં આ વિશ્વપ્રસિધ્ધ ખેલ
સ્પર્ધાના સૂત્રધાર થઈ દોડ્યા. ભારતીય ખેલાડીઓને ભારતની ભૂમિનું ગૌરવ
વધારવા તેમણે શુભેચ્છાઓ પાઠવી અને આ ગૌરવી ક્ષણોમાં ભાગીદાર બનાવવા માટે ઓલિમ્પિક સમિતિનો વિશેષ આભાર માન્યો. ભારતની સંસ્કૃતિ તેની સૌજન્યશીલ અને આખું વિશ્વ આપણું કુટુમ્બ છે એ ભાવનાથી સદા બહુમાન પામેલ છે. અનેક દેશોના વિવિધ ખેલોના ખેલાડીઓને સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ઓલિમ્પિકમાં ગૌરવ હાસલ કરવાની તમન્ના સાથે ભાગ લઈ રહ્યા છે અને આ ચાર વર્ષે યોજાતા આ ખેલ સંગ્રામની હવે શરુઆત થશે.
રમેશ પટેલ(આકાશદીપ)
ભારત ભૂમિ….રમેશ પટેલ(આકાશદીપ)
વતન તારી મહેક મધુરી મન ભરીને માણું
સરોવર પટે કંકુવરણું , પ્રભુનું પ્રભા પાથરણું
શુભ સવારે ઘંટારવે , નયન નમણાં બીડું
આનંદની એ પરમ ક્ષણોને, ભાવે ઉરે ઝીલું
જન્મભૂમિ નમું, ચઢાવી ધૂળ શિરે સોહાવું
પ્રકૃતિ ખોળે પરસેવાથી, નિત ધરતી સીંચાવું
સંત સરિતા પુનિત તીર્થોના, પ્રસાદ પ્રેમે પામું
પ્રેમ કરૂણા ને સદાચારે, આ મંગલ જીવન માણું
અબોલા જીવોને રમાડી સુખડે, આંખડિયું ને ઠારું
અંતરે વસતા આ રામજીને પરસુખે હસતા ભાળું
ઋણાનું બંધે પુરુષાર્થે પાંગરી, આંસુને અજવાળું
ભાગ્ય સથવારે આત્મ ચિંતને, અવિનાશીને ખોળું
વતન ચહું, માનવ ગરિમાથી મમ અંતરને ઉજાળું
ભારત ભૂમિ ચિરકાળ હરખે, દલડે તને નિત રમાડું
રમેશ પટેલ(આકાશદીપ)
વતન ચહું, માનવ ગરિમાથી મમ અંતરને ઉજાળું
ભારત ભૂમિ ચિરકાળ હરખે, દલડે તને નિત રમાડું
સુંદર કાવ્ય રચના વાંચ્યાનો આનંદ લીધો.અભિનંદન.
લંડન ઓલ્મ્પીક્સ અંગે માહિતી આપવા માટે આભાર.
લોક લાડીલા કલાકાર અમિતાભ ના ટોર્ચ ગ્રહણ માટે અભિનંદન.
આ ઓલમ્પીકમાં ભારતીય ખેલાડીઓ સર્વ શ્રેષ્ટ પ્રદર્શન કરીને ઘણા ચન્દ્રકો જીતી
લાવે એવી મારી શુભેચ્છાઓ.
એક ભારતીય તરીકે આપણે સહુએ ગૌરવ લેવા જેવી વાત…..
Shree Rameshbhai,
Khub j Sunder Rachana, Bhaavvaahi prasangik aape raju kari..
અબોલા જીવોને રમાડી સુખડે, આંખડિયું ને ઠારું
અંતરે વસતા આ રામજીને પરસુખે હસતા ભાળું
ઋણાનું બંધે પુરુષાર્થે પાંગરી, આંસુને અજવાળું
ભાગ્ય સથવારે આત્મ ચિંતને, અવિનાશીને ખોળું
વાહ
આ જ રીતે ચંદ્ર્કો જીતી લાવી ભારતનું નામ ઉજાળે તેવી શુભેચ્છાઓ
એક ભારતીય તરીકે આપણે સહુએ ગૌરવ લેવા જેવી વાત…..
જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી
ભારતની શાન વધારે તેવી શુભેચ્છા,
ઓલમ્પિક જ્યોત ને અમોએ અમારા એરીયા (ટાઉનમાંથી) વેલિંગબરોમાંથી (નોર્થમપ્ટનશાયર) બે વીક પહેલાં પસાર થઇ હતી, ત્યારે રૂબરૂ તે નિહાળવાનો લાહવો લીધો હતો. ખરેખર તે સમયે અનુભવ્યું કે આ એક અવિસ્મરણીય લાહવો છે.
વતન ચહું, માનવ ગરિમાથી મમ અંતરને ઉજાળું
ભારત ભૂમિ ચિરકાળ હરખે, દલડે તને નિત રમાડું
રમેશ પટેલ(આકાશદીપ)
Liked the Post !
Let us all enjoy the Olympics & its Spirit !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting YOU…& all your READERS to Chandrapukar !
fof our indian player…we hope all are play very well..thks..
Nilesh joshi ….BHILAD.
આદરણીય શ્રી રમેશભાઈ ,(આકાશદીપ)
વતન ચહું, માનવ ગરિમાથી મમ અંતરને ઉજાળું
ભારત ભૂમિ ચિરકાળ હરખે, દલડે તને નિત રમાડું
જગતના ગગને જલ્હાલતી ઓલમ્પિક જ્યોત અભિતાભે ઉજવ્લ્લ્તાથી ઉજાગર કરી
અને આપે વાચકોના મન સુધી લહેરાવી.
કોમ્પ્યુટરમાં ખામી હોઈ સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું