ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે, પ્રથમવાર મહિલા મુખ્યમંત્રીશ્રી તરીકે ,શ્રીમતી આનંદી બહેન પટેલની, સર્વાનુમતે પસંદગી થઈને તેમની કાર્યદક્ષતા ને નિષ્ઠાનું બહુમાન થયું. સૌએ તેમનું દિલથી અભિવાદન કર્યું. આપણા ગુજરાતનું સુકાન સંભાળતા શ્રીમતી આનંદી બહેન પટેલને..શુભેચ્છાઓથી વધાવતાં સૌના હરખમાં ભાગીદાર થવાનો આજે લ્હાવો લઈએ. હવે ગુજરાતના માજી મુખ્યમંત્રીશ્રી એવા નરેન્દ્રભાઈએ, વિધાન સભામાં પણ યાદગાર ભાષણ આપ્યું અને સૌના દિલ જીતી લીધા. હવે ભારતને તેઓ એક દેશ તરીકે સશક્ત બનાવી, લોકશાહીને વધુ મજબૂત કરે ,તેમની યશસ્વી કારકિર્દી વધુને વધુ ઝળકે એવી પરમ શક્તિને પ્રાર્થના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ …….
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એવા છે જે ગોલ્ડ મેડાલિસ્ટ છેઃ મોદી
આનંદીબહેનના મોંફાટ વખાણ કરતા શ્રી નરેન્દ્ર મોદી
Thanks to Gujarat samachar…A news
શિક્ષિકા હોય તે ગુસ્સો કરે, આનંદીબહેન ગુસ્સો કરશે પણ તે ગુસ્સો લોકોના હિતમાં કામ થાય તેનો હશે
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર ટાઉન હોલમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે આનંદીબહેનની વરણી થયા બાદ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વખાણ કરતાં કહ્યું કે હું તો ઓછું ભણેલો હતો, પરંતુ આનંદીબહેન તો ગોલ્ડ મેડાલિસ્ટ છે. ગુજરાતને પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ મુખ્યમંત્રી મળ્યાં છે. આનંદીબહેને પોતાની નિમણૂંક બાદ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેના પછી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આનંદીબહેનને શબ્દોના ફૂલથી નવાજ્યાં હતા. મોદીએ આનંદીબહેનના આકરાં સ્વભાવને સારા અર્થમાં ઢાળતાં કહ્યું કે આનંદીબહેન શિક્ષિકા છે. અને શિક્ષકો સ્વભાવથી ગુસ્સાવાળા હોય છે.
જો આનંદીબહેન મુખ્યમંત્રી તરીકે ગુસ્સો કરે તો તે ગુસ્સો લોકોના હિતમાં અને લોકોપયોગી કામ માટે હશે. હું તો ઓછો ભણેલો મુખ્યમંત્રી હતો. પરંતુ આ આનંદીબહેન તો ગોલ્ડ મેડાલિસ્ટ છે. અને ગુજરાતે ગૌરવ કરવા જેવી બાબત એ છે કે ગુજરાતને પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ મુખ્યમંત્રી મળ્યાં છે.
તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે. ગુજરાતે આરંભેલી વિકાસયાત્રા આનંદીબહેનના નેતૃત્વમાં ઘણી આગળ જશે તેવી મને આશા છે.
સંકલન.. રમેશ પટેલ(આકાશદીપ) રમેશ પટેલ(આકાશદીપ)
ભારતની વિવિધતા અને સાથે સાથે મહા પડકારો વચ્ચે, પ્રજાને એક આશા બંધાઈ છે..વિશ્વની મીટ મંડાઈ છે. હવે કસોટીનો કાળ શરુ થશે.કનક તપે ને દેશનું સોહામણું સ્વપ્ન સાકાર થાય, એ ભાવ સાથે ગાઈએ…
…………….ચાહને ગુંજાવતું રમે…રમેશ પટેલ(આકાશદીપ)
હોય અંધારી રાત પણ સામે મનગમતો ચાંદો ખીલે
રાતરાણી થઈ મહેકી ઊઠે મન ને આકાશ નાનું પડે
વિટંબણાના ચક્રવ્યુહે ઘૂમું નિશદિન પથ્થર દિલે
આવું ઘરે ને શીરે માયાળું માવડીના હાથું ફરે
પાનખરે નીરખું સુકી ડાળ ને એક કુંપળ ફૂટે
જીવન પુષ્પો એવાં ખીલે કે પ્રભુનું શરણું મળે
કોઈ એવું સામે મળે કે ભાવથી ભેટી પડે
હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂંજાવતું રમે
પ્રગટાવું દીપ ગોખલે ને ધૂપસળી ભાવે જલે
હૃદયના ભાવ છલકે અશ્રુથી ને હરિ વૈકુંઠડું ભૂલે
રમેશ પટેલ(આકાશદીપ)
આગાઝ તો અચ્છા હૈ…
અંજામ અચ્છા હી હોગા
આનંદ આનંદ
ગુજરાતના ઇતિહાસમાં પહેલા મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને
ભારતના ઇતિહાસમાં 15 માં મહિલા મુખ્ય પ્રધાન
મહેસાણા જીલ્લાના નાના ગામ ખરોડ નાં એક લેઉવા પટેલ ખેડૂતની પુત્રી
અમદાવાદની મોહિનીબા ગર્લ્સ સ્કુલમાં શિક્ષિકાથી શરૂઆત
નરેન્દ્ર મોદી જેમ જ સરકારમાં 16 વર્ષનો રાજ્ય વહીવટનો બહોળો અનુભવ
આયર્ન લેડી તરીકે ઓળખાતી આ બાહોશ મહિલા મુખ્ય પ્રધાન પણ ગુજરાતનો
હજી પણ વધુ વિકાસ કરવામાં સફળ થાય એવી દિલી શુભેચ્છાઓ
વિટંબણાના ચક્રવ્યુહે ઘૂમું નિશદિન પથ્થર દિલે
આવું ઘરે ને શીરે માયાળું માવડીના હાથું ફરે
પાનખરે નીરખું સુકી ડાળ ને એક કુંપળ ફૂટે
જીવન પુષ્પો એવાં ખીલે કે પ્રભુનું શરણું મળે
ગુજરાતનો વધુ વિકાસ કરવામાં સફળ થાય એવી દિલી શુભેચ્છાઓ
Satym, shivam, sundarmna divaso avi gaya lage chhe.
Congratulations to Anandiben to be the CM of Gujarat.
Glad to know she will be the 1st Female CM of Gujarat.
All the Best for years ahead !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
[…] https://nabhakashdeep.wordpress.com/2014/05/21/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4… […]
“હૃદયના ભાવ છલકે અશ્રુથી ને હરિ વૈકુંઠડું ભૂલે”
વાહ! અતિ સુંદર ગઝલ, રમેશજી.