Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

   

દિલ્હીની દિવાળી રક્તવર્ણી કરવા ,આતંકવાદીઓ વિસ્ફોટકો લઈ અંબાલા
સુંધી આવી ગયા પણ પોલીસની સતર્કતાને લીધે ગાડી પકડાઈ પણ
અંજામ દેનારા હાથતાળી આપી ગયા. પગેરું જમ્મુબાજુ એટલે પાડોશી દેશના
કેમ્પો જ. કાશ્મિરમાં જે અશાન્તિ છે તેનું મૂળ કારણ વિદેશી સહાયથી,
અંદરખાને સાથ દેતા તત્ત્વો જ છે ,જે વતન કરતાં ધર્મના નામે જેહાદી
માનસ ધરાવે છે. આવા તત્ત્વોને ઢીલો દોર આપી ,સભ્યતાની વાતો કરવી
એ આ યુગના મૂર્ખ શિરોમણીઓ જ ગણાય. આખા વિશ્વને આતંકથી રગડૉળતા
લોકોને સહજતાથી લેવું એટલે જાતેજ આત્મઘાતી પગલું ભરવું. સરકાર
પ્રજાનું રક્ષણ કરવા લાચાર થાય તે કેમ ચાલે? વતન માટે વેળાસર જાગીએ

ગઝલ..છંદ વિધાન

ગાગાલગા ગાગાલગા લગાગા ગાગાલગા

સજાવો શસ્ત્રો હવે…..રમેશ પટેલ(આકાશદીપ)…

 

ચેતો ફરે બૂરી નજર, વતનના અભિમાન પર

મા  ભોમ  દે હાકલ તને, સજાવો  શસ્ત્રો  હવે

 

સંહારની   લીલા   વડે શત્રુ   રંજાડે   ધરા

યુધ્ધે  ભરો ડગ  સુભટો, સજાવો  શસ્ત્રો  હવે

 

ના સમજતો આતંક  આસભ્યતાની  વાતડી

રણહાક   દઈ   શંખથી,   સજાવો   શસ્ત્રો   હવે

 

છે ખ્યાત જ ખુમારી જગેસતપથે  દે ગર્જના

સાગર તથા અંબર પટેસજાવો   શસ્ત્રો   હવે

 

કાયર નથી ગીતા વદે, નરપુંગવ  વિશ્વાનલ

અન્યાયને   પડકારવાસજાવો  શસ્ત્રો    હવે

 

છે  સાહસે   શૂરા  બંકાકસુંબલ   રંગો  ધરી

ફરફર ફરકવા શાનથીસજાવો  શસ્ત્રો  હવે

 

દીપજી નથી ગાથા મહા, શહીદી સમ યુધ્ધમાં

જયઘોષ  કરવા  માતનો, સજાવો   શસ્ત્રો  હવે

રમેશ પટેલ(આકાશદીપ)

 

Advertisements

શરદની પૂનમ એટલે રાસ લેવા થનગનતી રાત. યોગેશ્વર શ્રી કૃષ્ણે , ગોપીઓને

વૃન્દાવનમાં જે અદભૂત રાસલીલા રમાડેલી, એ સૌ ભક્તો માટે મીઠડો પ્રસાદ છે.

આજે રાસલીલાને માણીએ….

(Thanks to webjagat for this picture)

શરદ તારું રૂપ ખીલ્યું રઢિયાળું…….રમેશ પટેલ(આકાશદીપ)

 શરદ તારું રૂપ ખીલ્યું રઢિયાળું

ચાંદલીયો મારો સાંવરો રે લોલ

 

નભે સજ્યું ધવલું  અંગ પટોળું

ગગન  લાગે  સુખલડું રે લોલ

 

પૂનમિયો  ચાંદલીયો  ચમકીલો

રૂડો કાલિન્દીનો કાંઠડો રે લોલ

 

ગોપીઓને  ખેલાવે   ખેલે  રૂપાળો

ચૌદ લોક  માણે રાસડો  રે  લોલ

 

ભાવે ભીંજવે  આજ શ્યામ છોગાળો

શરદ  રાણી  સોહામણી   રે  લોલ

 

જમો  દૂધ પૌંઆ  મીસરી  પ્રસાદી

હૈયે  હરખનાં   હેલડાં   રે    લોલ 

રમેશ પટેલ(આકાશદીપ)

 …………………………………………………………………………………………….

પુણ્ય પ્રસાદ....રમેશ પટેલ (આકાશદીપ)

ઢોલ   ધબૂક્યા   વૃન્દાવનમાં , શરદ  પૂનમની   ખીલી    રાત
ગોપ ગોપીઓની  નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ

ઝટઝટ વાળું લીધું   આટોપી, દોડ્યૂં  ગોકુળ વૃન્દાવન વાટ
વરસી વ્યોમથી અમૃત હેલી, પ્રગટ  પ્રભુનો  પામવા   પ્યાર

શીતળ  સમીરના વીંઝણા વાયે, છૂપાયો   નટખટ રઢિયાળી રાત
બહાવરાં    નૈન   શોધે  વ્રજનારશ્રી હરિ    સંગે  રમવો છે   રાસ

ગામ   ઘેલું   થઈ   પૂછતું  વાતનથી  ફોડી મટકી કાનાએ આજ
નથી લૂંટ્યા માખણનાં દાન, બોલો જશોદાજી  ક્યાં  છૂપાયો કાન

હસતી રાધા કહે શ્યામને,કેમ કરી સૌ સંગ રમશો રાસ?
રુસણાં લેશે  ગોપગોપીઓ,  કેમ રીઝવશો સૌને  શ્યામ?

પીળાં પીતામ્બર જરકશી ઝામા, મધરાતે વાયા વેણુના નાદ
લીન  થયા  બ્રહ્મનાદે ગુણીજન, ભૂલ્યાં  વિરહમાં  દેહનાં  ભાન

રાસ  ભક્યિમાં મગન વ્રજવાસી, દીઠો  જોડીધર જગદીશ સૌ સંગ
સ્નેહ   ભક્તિનો   રાસ રચાયો, મન  ભરી  માધવે છલકાવ્યો  રંગ

ગગન ગોખથી નીરખે યોગમાયા, બહુ રુપ ધરી કાનો રમતો રાસ
છોગાળો   લાલો  લાગે  વહાલો, ભગવત  કૃપાનો   ધરિયો    થાળ

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

     

શરદ ઋતુની આગવી શોભા છે. ખુશનુમા આબોહવા અને

કુદરતી રીતે વહેતા શીતલ પવનો, શરદની ચાંદની રાતે,

આલ્હાદક બની એક ઉલ્લાસી ઉત્સવ થઈ લહેરે છે. રણ , સરિતા તટ,

સાગરની સાથે વૃન્દાવનની રાસલીલા આજે જન હૈયે નિત રમતી લીલા છે. 

 

 (Thanks to webjagat for this picture)

ગગન શરદનું…….રમેશ પટેલ(આકાશદીપ)

છંદસ્ત્રગ્ધરા

ધીરે ધીરે  ઢળે  રે,   ગગન શરદનું, સાંજ  લાગે સજીલી

ડોકાયો  ચાંદ ગોરો, ધવલ રૂપલ  એ, વ્હાલ ઢોળે  ઉરેથી

 

શ્વેતાંગી   પાવની એ, મનહર  સરિતા, વૈભવી દર્શની એ

હૈયાં  ઝીલે સુધાને, પરિમલ  મધુરોસ્નેહથી ભીંજવે  રે

  

રેલાયે   રેત   પાટે,  ગગન   ઘટ   અમી , ચાંદની  રૂપેરી

ઊઠે  જોમે  લહેરોજલધિ જલ રમે, વિંટતી  સ્નેહ વેલી

 

વ્યોમે છાયી મજાની, ઋતુ શરદ ભલી, રાતડી પૂર્ણ રાણી

ઝૂમે  વૃક્ષો  રમંતાં,   કુદરત   હરખે,  વાહરે આ  ઉજાશી

 

શોભે  તૃપ્તિ  ભરીને, શરદ જન ઉરેઅમૃતાની  કટોરી

કાલિન્દી રાસ લીલા, શરદ ઉજવણી, બંસરી કોણ ભૂલે?

રમેશ પટેલ(આકાશદીપ)

Pl. participiate…http://netjagat.wordpress.com/2011/10/01/gujarati-blog-world-toppers/

 પ્રકૃતિને ખોળે રમતાં વિધાતાની અનંત શક્તિઓ અને અનંત દર્શન
માણવા મળે એના જેવી બીજી કઈ ધન્યતા છે ? વરસાદ બાદ ઉઘડેલા તાપમાં લીલુડાં પર્ણને કુમાશથી લહેરાંતાં જોઇ ,

નેત્રોને જે ઠંડક મળે અને ઉપર નીલવર્ણા સ્વચ્છ આભની, આ નહીં ગરમી કે નહીં ઠંડી એવી શરદ ઋતુના મંદમંદ

 વહેતા વાયરા સાથે જે દિવ્યતા અનુભવાય ,એ પરમ શાન્તિની મજા સૌથી અમૂલ્ય ભેટ વિધાતાની લાગ્યા વગર રહે જ નહીં.

 આ પળો ને માણીએ….. 

A walk in the nature and long drives along the country side is like a
paradise…a light jacket to keep you warm and someone to hold hands with a nice
walk is what makes Autumn so romantic.The colourful fallen leaves of Autumn is a
blessing from the mother earth,so very beautiful,colourful and unique created by
God’s own hand.

 (Thanks to webjagat …
Posted by sukanyarajkumar )

 (Thanks to webjagat for this picture)

  

પરખ    પ્રકૃતિ રમેશ પટેલ(આકાશદીપ)

 

પરખ  ને  કેટલી  પ્રેમાળ છે  આ  પ્રકૃતિ
સુધા  દેવા  ધોઈ  ધૂપ  તો  ચંદ  થવાય

 

ભલે  કાદવ  કંકર ને  કંટકોનો  સંગ હોય
પણ ધારે તું  જો તો  મ્હેંકતું  ફૂલ  થવાય

 

ભલે દાબે ધરા ને  લાવામાં  ધખતી  કાય
ઘડે સંજોગો જો કસકસાવી તો હીર થવાય

 

ઝીલી  ખારાશ  વિશ્વની ઉરે ના રાંક  થાય
દીધા મીઠા મેઘલા તો સદા   યશ ગવાયા

 

રુપ પણ ના મળે મોરનું કે ના રંગ હંસનો
મળે  આ મીઠડી વાણી  તો  કોયલ થવાય

 

અરે  માનવ તું   ઊંચેરો  મુઠ્ઠી  થાયે  આજ
નક્કી આ ભૂમિ જ ‘આકાશદીપ’ સ્વર્ગ થાય

રમેશ પટેલ(આકાશદીપ)

 

જય વિજયા દશમી…મંગલ મુર્હૂત

વિજયા દશમી…રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-ચરણાકુલ

રાખ્યો રંગ જ  ઓ રઘુરાયી
વિજયા દશમી  દે જ દુહાઈ

ધનુ  ટંકાર  સુણો જગવાસી
પરહિત ધાવું  એ જ ભલાઈ

પાપી  એતો  જગ કઠણાઈ
દુર્ગા  મા  મંગલ  સચ્ચાઈ
ના  ઝૂકે  સાચી  મર્દાઈ(૨)

Musical Dussehra Scraps and swf flash codes

 (Thanks to webjagat for this picture)

આસુરી શક્તિઓનો વિધ્વંસ ને માનવીય સંસ્કૃતિનો જયઘોષ.

 ભારત ભોમની સરયુ નદીને તીરે અયોધ્યા નગરીમાં

માતા કૌશલ્યા ને રઘુકુળના રાજન દશરથરાયના રાજકુળમાં

ત્રિલોકનાથ લોકકલ્યાણ માટે અવતર્યા. વિજયા દશમીએ..

આજે મારે ગાવું રામ  નામનું ગાણું…..

 

રાજા  રામ વનવાસી  રામ, ઋષીઓની  શ્રધ્ધા  છે   રામ

દાતા રામ શાતા રામ, દીન દુઃખિયાના બેલી રામ

જીવન શ્રધ્ધા જીવન ભાષા, ભારત ભોમની ચેતના  રામ

ભલા   રામ    ભોળા  રામ, અજર  અમર   પદ  દાતા રામ

 

મારે ગાવું રામ નામનું ગાણું….રમેશ પટેલ(આકાશદીપ)

રૂપ રૂપલીયો ચાંદલીયો હરખે,

અવધપૂરીને   દ્વારે,

જનજન ઉરે ગુંજે આજે

થાશે યુગયુગનું અજવાળું.….મારે ગાવું રામ નામનું ગાણું

 

માત કૌશલ્યા દશરથ રાજન

અંતર સુખડાં માણે

ભારત ભોમના ભાગ્ય ખૂલ્યા

પામી ભવભવનું નગદ નાણું..….મારે ગાવું રામ નામનું ગાણું

 

દૈવ કૃપાએ ગગન ગાજે

સુંદર રામસીતાની જોડી

જનકપૂરીમાં મંગલ ઉત્સવ

ધરે આજ ધનુષ રામજી હાથું……મારે ગાવું રામ નામનું ગાણું

 

ધર્મ ધારક વીર ઉધ્ધારક

વનવાસીને વહાલા

વચન પાલક થયા પુરુષોત્તમ

કીધું રાજધર્મનું રખવાળું……..મારે ગાવું રામ નામનું ગાણું

 

ભક્તો કાજે વનમાં ભમી

આવ્યા માત શબરીને દ્વારે

લખણ હનુમંત વાનર સેના

હરખે રામસેતુએ સુગ્રીવ સુજાણું…..મારે ગાવું રામ નામનું ગાણું

 

ભૂલ્યો રાવણ છક્યો મદહોશે

શ્રી રામે કીધા ધનુષ ટંકારા

આસુરી   વૃત્તિઓ    સંહારી

દીધા  વિભિષણને    સ્વરાજુ

 

વિજયા દશમીનું આ મંગલ ટાણું …..મારે ગાવું રામ નામનું ગાણું

રામ તમારું નામ રોકડું નાણું

છે અમર પદ દાતા એ જાણું

મારે ગાવું રામ નામનું ગાણું.

 

રમેશ પટેલ(આકાશદીપ)

  નવરાત્રીનું પર્વ એટલે ઘરઘરમાં ઉમંગનો અહેસાસ.માતાજીના દરેક સ્થાનક
અને શેરી ગરબા ગુજરાતના ગામેગામ હિલોળે ચઢ્યા છે.હવે વડોદરામાં પણ
શેરી ગરબા ફરીથી પુરાણું ગૌરવ પામવા માંડ્યા છે. સોરઠની ધીંગી ધરા,કચ્છડો કે

દખ્ખણ સર્વ જગ્યાના ગરબાના હિલોળા આજે વૈશ્વિક સ્તરે,
ગુજરાતના સંતાનોએ પહોંચાડી દીધા છે. ગુજરાતી ભાષા અને એજ કર્ણપ્રિય
ઢોલના તાલે અહીં અમેરિકાનાં મંદિરો નવરાત્રીનો આનંદ છલકાવી રહ્યાં છે.
નાની અમેરિકામાં જ જન્મેલી બાળાઓના પણ ગરબા શીખી , સ્ટેજ પર
ગુજરાતની અસ્મિતાની સુગંધ છલકાવી રહી છે ..એ માતાજીના આર્શિવાદ જ ગણાય ને?

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગરબાની મહેક…

(Thanks to webjagat for this picture)

……………………………………………………………………………………….

त्वं स्वाहा त्वं स्वधा त्वं हि वषटकार स्वरात्मिका |
सुधा त्वमक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता  ||
“શક્તિ જ જગતનો મૂળ આધાર. એ આદ્યશક્તિની અંદર વિદ્યા અને અવિધ્યા બેય છે. તેમાં અવિધ્યા મોહિત કરે/ અવિધ્યા,
 એટલે કે જેનાથી કામ – કાંચન મોહિત કરે. વિદ્યા એટલે કે જેનાથી ભક્તિ, દયા, જ્ઞાન, પ્રેમ, વગેરે આવે,
જે ઈશ્વરને માર્ગે લઇ જાય તે. એ વિદ્યાને પ્રસન્ન કરવી જોઈએ. એટલા માટે શક્તિપૂજાનું વિધાન.”
(‘શ્રીરામકૃષ્ણ-કથામૃત’ માંથી ભા.-૧,પૃ.૬૨-૬૩. રા.જ.૧૦/૦૧-૨૪૪)

(આભાર શ્રી અશોક કુમાર…દાદીમાની પોટલી..બ્લોગ જગત.)

 

નવલાં   નોરતાં  ને નવલી  છે રાત ………રમેશ પટેલ(આકાશદીપ)

નવલાં   નોરતાં  ને નવલી  છે  રાત
ગરબે    ઘૂમે   આજ   ભવાની   માત

દઈ દઈ તાળી આજ  ગાઓને  રાજ
નવ નવ દેવીઓનાં  દર્શનની  રાત

આવ્યાં આવ્યાં માનાં  નોરતાં રે લોલ
નવલે    નોરતે   ધબૂકિયાં   રે    ઢોલ

ઘૂમો  ગરબે  ને દો  તાળી  રે   લોલ
કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો  સૂણો   ઝાંઝરના   ઝણકાર

હોમ  હવન  ને   ભક્તિના   નાદ
માના  દર્શને  થયા  સુખિયા રે  લોલ…આવ્યાં આવ્યાં..

રમે    રમે   લાલ   કુકડાની    જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે   ઊડે  લાલ   ગુલાલોની    છોળ
ગબ્બરે હીંચે  માડી  અંબિકા  રે  લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે  લોલ …આવ્યાં  આવ્યાં…
ચૂંદડીમાં  ચમક્યા  આભલા  રે   લોલ

મંગલ   વરતે  માને  દીવડે  રે  લોલ

આવ્યાં આવ્યાં માનાં નોરતાં  રે  લોલ

નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

ઓક્ટોબર ૨, મહાત્મા વિશ્વવંદ્ય મોહનચંદ કરમચંદ ગાંધી, આપણા
રાષ્ટ્રપિતા , ભરતખંડની ગુર્જરધરાના લાડલા પુત્રનો જન્મ દિવસ.
આજે તેમની વિચારસરણી અને અહિંસક ચળવળ ભારતના સીમાડા છોડી,
વિશ્વ કલ્યાણની ચેતના બની ચૂકી છે.

KEERTI
MANDIR PHOTOS

Birth Place of Mahatma Gandhi

(Life size portraits of Mahatma
Gandhi and Kasturba Gandhi at the entrance)

(Place where Mahatma Gandhi was
born)

(Thanks to webjagat for these pictures)

અહિંસાના ઓ મંદમંદ પવન તું,
થઈ ઝંઝાવાત જગે રમ્યો
વીર ગુર્જર બાળ ગાંધી મહા,
માનવતાનો પૂજારી થઈ ધસ્યો

વિશ્વ વંદ્ય ગાંધી….રમેશ પટેલ(આકાશદીપ)
છંદ-શાલિની

મા ગુર્જરી, ધન્ય તું  છે  સુભાગી
તારા ખોળે, પ્રગટ્યો વિશ્વ  ગાંધી

દ્રવે  હૈયાં, દૈન્ય  નિસ્તેજ  લોકો
દેખી  દુઃખી, ભારતીની  ગુલામી

અંગ્રેજોની,  યાતના  ત્રાહિમામા
છેડી ક્રાન્તિ, રાહ  તારી  અહિંસા

જાગ્યું જોશે,  શૌર્ય તારી જ હાકે
આઝાદીની, ચાહ  રેલાય  આભે

ગાંધી મારો, શાન્ત વંટોળ ઘૂમે
ગર્જે  છોડો, જાવ છે  દેશ મારો

ઝંઝાવાતો,  દે  દુહાઈ  જ પૂઠે
તોડી બેડી, રાષ્ટ્રપિતા અમારા

હિંસા ભર્યું, વિશ્વ આજે  રડે છે
સંતાણી છે, બંધુતા માનવીની

દીઠી ગાંધી, રાહ તારી જ સાચી
વિશ્વ વંદ્ય, ઓ  વિભૂતિ  મહા તું
રમેશ પટેલ(આકાશદીપ)