Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સમાચાર’ Category

 એક વખત મહંમદ પયગમ્બર સાહેબને પૂછવામાં આવ્યું કે…સદગુણ કોને કહેવાય?

કેટલો સરસ જવાબ તેમણે આપ્યો…’જેને કારણે મનમાં શાન્તિ થાય અને માંહ્યલામાં ટાઢક થાય…એ સદગુણ.

બીજો પ્રશ્ન પૂછ્યો તો…..દુર્ગુણ કોને કહેવાય?

એકદમ સમજાય જાય એવો ઉપદેશ દેતાં કહ્યું…જેને કારણે તમારું હૃદય બેચેન બને અને માંહ્યલો ઉચાટ અનુભવે તેને દુર્ગુણ કહેવાય….આવો મૌલિક ઉપદેશ એ મહાન ‘ ઈસ્લામ’ ની રાહ છે..એ રસ્તે ચાલે તે કોને વહાલો ના લાગે.

રજૂઆત સમ્કલન- રમેશ પટેલ(આકાશદીપ)

…………….

A news….ટ્રિપલ તલાક બિલ પસાર થયું …(Thanks to GUJ.Sama.)

……………

ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો કેમ જરૃરી છે એ મુદ્દે કાયદા મંત્રીની રજૂઆત સુપ્રીમે ગેરકાયદે જાહેર કર્યા પછીયે ૧૦૦થી વધુ તલાક થયા : પ્રસાદ (પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૮ કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલાક બિલ રજૂ કરતી વખતે કુલ દસ મુદ્દા રજૂ કરીને કહ્યું હતું કે, આ કારણસર તેની વિરુદ્ધ કાયદો બનાવવો જરૃરી છે. પ્રસાદે રજૂ કરેલી એ દસ દલીલો આ પ્રમાણે છે. ૧. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં કહ્યું તું કે, નિકાહ કરાવનારા મૌલવીઓ પતિ અને પત્નીને સલાહ આપશે કે, તલાક આપતી વખતે ત્રણ વાર ‘તલાક’ શબ્દનો ઉપયોગ કરવાથી બચતા રહેજો. ૨. સુપ્રીમ કોર્ટમાં આપેલી એફિડેવિટમાં પણ કહેવાયું હતું કે, પર્સનલ લૉ બોર્ડ મુસ્લિમ સમાજને સમજાવશે કે ટ્રિપલ તલાક ના થાય એનું ધ્યાન રાખજો. એ પછીયે ૨૦૧૭માં ૩૦૦ ટ્રિપલ તલાક થયા. ૩. સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કર્યા પછીયે ૧૦૦ મુસ્લિમ મહિલાઓને તલાક અપાયા. ૪. હજુ થોડા કલાક પહેલાં જ એક મુસ્લિમ મહિલાને ફક્ત સવારે મોડી ઉઠી એ કારણથી તલાક આપી દેવાયા. ૫. દુનિયાના મોટા ભાગના ઇસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાકનું નિયમન કરવા કાયદો છે, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશો સામેલ છે, તો ભારત કેમ નહીં! ૬. અનેક મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાક આપતા પહેલાં આર્બિટ્રેશન કાઉન્સિલમાં તલાક આપવાનું કારણ આપવું પડે છે, જ્યારે ભારત ધર્મનિરપેક્ષ દેશ હોવા છતાં આવો સુધારો કરવામાં નિષ્ફળ ગયું છે.   ૭. બાંગ્લાદેશમાં તો ટ્રિપલ તલાક આપતા પહેલાં લેખિતમાં સૂચવવું પડે છે. જો કોઈ સૂચના આપ્યા વિના ટ્રિપલ તલાક આપે તો તેને એક વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. પાકિસ્તાનમાં પણ એવો જ કડક કાયદો છે. ૮. અફઘાનિસ્તાન, મોરોક્કો, ઇજિપ્ત જેવા અનેક દેશોમાં પણ ટ્રિપલ તલાકને લગતા કાયદા છે. અનેક રૃઢિચુસ્ત દેશોમં પણ ટ્રિપલ તલાક આપી નથી શકાતા, તો ભારતે એ બધાથી અલગ રહેવાની કેમ જરૃર છે? ૯. ટ્રિપલ તલાક આપ્યા પછી મુસ્લિમ મહિલાઓ રાતોરાત રસ્તા પર આવી જતી. સ્ત્રીઓના અને સંતાનોના ભરણપોષણનો મુદ્દો પણ ગંભીર બનતો, પરંતુ હવે આ બધું અટકશે. ૧૦. ટ્રિપલ તલાકના કાયદામાં પોલીસ જમાનત નથી આપી શકતી તો મેજિસ્ટ્રેટ પાસે એ સત્તા છે જ. તેઓ મામલો જોઈને નિર્ણય લઈ શકે છે.

……….

વિદેશ રાજ્ય મંત્રી એમ. જે. અકબરે કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બિલ પસાર થયું એ લોકસભાનો ઐતિહાસિક દિવસ છે કારણ કે, આ બિલ દેશની નવ કરોડ મુસ્લિમ મહિલાઓના નસીબ સાથે જોડાયેલું છે. જોેકે, કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે ટ્રિપલ તલાક બિલને અસંબદ્ધ ગણાવીને કહ્યું હતું કે, તલાક પછી સ્વમાનભર્યું જીવન જીવી શકે એ માટે બિલમાં મુસ્લિમ મહિલાઓ અને તેના સંતાનોના ભરણપોષણનો મુદ્દો સમાવવો જોઈએ

Advertisements

Read Full Post »

આપણી  ગુજરાતી ભાષા એ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે. છ કરોડ લોકોની એ બોલી તરીકે ,વિશ્વમાં ૨૬ મા ક્રમની ભાષા તરીકે નોંધાયેલી છે. નાગરી લિપીની લેખન પધ્ધતિ પ્રમાણે એ લખાય છે. ગુજરાતી સાહિત્ય એ પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, વાર્તા ને નાટ્ય ક્ષેત્રે સમૃધ્ધ છે.ગુજ્જરોએ ઇ.સ. ૭૦૦-૮૦૦ દરમ્યાન અહીં શાસન કર્યું ને આ પ્રદેશ ગુજરાત બની ગયો. આવો ગરવી ગુજરાતની આ ગૌરવી ભાષાને, બે એરીયાના (કેલિફોર્નીઆ) ના ડોશ્રી પ્રતાપભાઈ પંડ્યા(પુસ્તક પરબ),

 શ્રી ભાગ્યેશભાઈ ઝા ને પ્રજ્ઞાબેનની વધામણી પ્રસંગના ફોટા જોઈ હરખે વધાવીએ.

ધન્ય હો! માતૃભાષા તવ ગાણું….રમેશ પટેલ(આકાશદીપ)

 

 

વાહ! પુણ્ય અમ સંસ્કૃતિ ઢોલી

માતૃભાષા તું  છે મીઠડી બોલી

 

 

ધન્ય! સંસ્કૃત્તિ વિશ્વે તવ ખ્યાતિ

ગુર્જર  ઉરને  ભાષા   ગુજરાતી

 

 

પારણીયે ઝીલ્યાં હાલરડાં મીઠાં

માત અધરે વહેતાં અમૃત દીઠાં

 

 

અન્યોન્ય ભાષા જ ઝીલી ઉમંગે

ઘૂઘવ્યા  સાત સમંદર તવ સંગે

 

આયખે  ઝૂમતી તું કલરવ ટોળી

નિત્ય રમતી ગીતે ભાવ ઝબોળી

 

 

છે  માતૃભાષા   ઉપવન  મધુરું

રે  મહામૂલું  તું   સૌરભ  કટોરું

 

 

જન્મ જન્મનું શ્રીમંતાઈ  દુલારું

ધન્ય હો! માતૃભાષા તવ ગાણું

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

રાજ્યોની વિધાન સભાની ચૂંટણી જંગમાં ..ભાજપની ટીમ ભવ્યરીતે મેદાન મારી ગઈ..શ્રી નરેંદ્રભાઈ મોદી અને શ્રી અમીત શાહની કુશળતાને મહેનતને મીડીયાએ ભરપેટ વખાણી.

એક ગુજરાતી તરીકે મે પણ  ગૌરવ  અનુભવ્યું…આનંદ સાથે. 

  મોસમની કરવટ પણ ચૂંટણી જંગ જેવા રંગ પાથરી રહી છે..પેંસિલવિનીઆ કે એડીસન -ન્યુજર્શીના મિત્રો ફેસબુક પર સ્નોઆચ્છાદિત  વીડીઓથી હિમવર્ષાની વધામણી દઈ રહ્યા છે..આવો ઝીલીએ આ પડઘા.

કેમ ન ગાઉં ગૌરવ, થઈ ગુજરાતી !….રમેશ પટેલ(આકાશદીપ)

 

સાગર શાખે સપ્તખંડે અમ ખ્યાતિ,

કેમ ન ગાઉં ગૌરવ, થઈ ગુજરાતી !

અમારી ગજગજ ફૂલતી છાતી.

 

હુન્નર સભર ગુર્જર ધરા ઉર અમીરી,

પાવન અમન પ્રિય ગુર્જર ખમીરી,

ટહુકતી લીલીકુંજ લહેરાતી

અમારી ગજગજ ફૂલતી છાતી.

 

ત્રિસિંહ મુદ્રા અમ વતન રાષ્ટ્ર પ્રમાણી,

સત્યાગ્રહી ગાંધી બન્યા વિશ્વની વાણી,

ઈતિહાસ રચે ગુર્જરી જાતી….

અમારી ગજગજ ફૂલતી છાતી.

 

ભારત ઐક્ય; વલ્લભ જ શિલ્પી ખ્યાતિ,

વિશ્વ વિરાસત  રાણકી વાવ  મિરાતી,

શિલ્પ હસ્તકલા આજ હરખાતી

અમારી ગજગજ ફૂલતી છાતી.

 

શ્વેત- હરિત ક્રાંતિ જનઉરે  મદમાતી,

લોકકલા  રમતી  સજતી  મેળે ગાતી,

મૈયા નર્મદા ઐક્ય સજાતી

અમારી ગજગજ ફૂલતી છાતી.

 

સર્વધર્મ સમભાવ રંગ જગકલ્યાણી,

ગાશે  ઉન્નતિ ગાથા  જ ગુર્જર જ્ઞાની,

વિશ્વજનીન ગુર્જર ઉર સુખદાતી

અમારી ગજગજ ફૂલતી છાતી.

રમેશ પટેલ(આકાશદીપ)

…………………..

મોસમ  એતો  ભાઈ  વાયરાની  વાતું…..રમેશ પટેલ(આકાશદીપ)

અંબરને આંગણ તવ ડાયરા સુજાણું

મોસમ  એતો ભાઈ વાયરાની વાતું

બાથભરી  સાગરને આભલે અડાડી

તું  ઠાલવતી, ડુંગર ટોચડે  મીજાજ

નાદમહીં  નૂપુરી, ખેલવે  તું ઝરણાં

વૈભવ આ વાસંતી વાવટે  ખુશહાલ

ભાળું જ રીસામણ આ પાનખરનું રાતું

મોસમ  એતો  ભાઈ  વાયરાની  વાતું

સૂરજની  શાખે  બદલી જ  રંગી વાનાં

સૂસવતા   શિશિરના   વાયરા   વંઠેલ

હિમતણી  હેલીએ  લાગતી  જ સમાધિ

કુદરતના આ સરવાળા છૂપાછૂપી ખેલ

ષટરસે   ઘોળાતી   જીંદગીની   જાતું

મોસમ  એતો  ભાઈ  વાયરાની  વાતું

Read Full Post »

તમે થાજો મહેમાન અમદાવાદના ……

૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૭…અમદાવાદ ૬૦૬ વર્ષ પૂરાં કરી, ૬૦૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ. …

પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિથી ધબકતું…ઉમંગીને ઉત્સાહી, કલા ને ચળવળ નો અનોખો મીજાજ ધરાવતું, કર્ણદેવ સોલંકીની ૯૫૭માં વસેલી કર્ણાવતી કે ..કર્ણસાગર(કાંકરીયા) પછી વીર આશાવલ સાથે આ સાબરમતિને તીરે.. ગુરુ સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સરખેજ નિવાસીની આશિષ સાથે બાદશાહે..૨૬મી ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ .આજનું નગર ‘અમદાવાદ’ વસાવ્યું.”જબ કુત્તે પે સસ્સા આયા.અહમદશાહને નગર બસાયા”…રથયાત્રા, કલાત્મક તાઝિયા, નવરાત્રી, પતંગોત્સવ, કાર્નિવલ ઓફ કાંકરિયા ને રિવર ફ્રંટ, 

પ્રાણીસંગ્રહાલય કે સાયંસ સિટી ને ગાંધી આશ્રમ સાથે…

હાલો લાલ દરવાજે મા ભદ્રકાળીના(રાજગઢ) ના ધામે.

pl.visit…

અમદાવાદ | ગુજરાતના-જોવાલાયક સ્થળો

અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને ભારતનું સાતમા ક્ર્મનું શહેર છે. અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી …

with a special thanks of website…

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)..આધાર-પ્રદીપ ત્રિવેદીજીનો લેખ.

તમે થાજો મહેમાન અમદાવાદના …રમેશ પટેલ(આકાશદીપ)

રૂડું રૂપાળું આ શહેર

શિવ  શક્તિની મહેર

દેતા  સંત શ્રેઠી રે  મીઠા  સાદડા

તમે થાજો મહેમાન અમદાવાદના 

છ  સૈકા છ વર્ષ

ઉદ્યમે જ ઉત્કર્ષ

પારખ્યં પાણી સુલતાને સસલાના મીજાજમાં

તમે થાજો મહેમાન અમદાવાદના 

પોળમાં  પોળ છસ્સો

ઊભા ચબૂતરા બસ્સો

જય ગુજરાતે જામે જુસ્સો રિવરફ્રંટમાં

તમે થાજો મહેમાન અમદાવાદના 

સીદી  સૈયદની  જાળી

ગઢે બીરાજે ભદ્રકાળી

લાલ દરવાજો ઊભો છે લાલશાહની યાદમાં

તમે થાજો મહેમાન અમદાવાદના 

કલા  સંગીત   ખમણ

ઊષ્મા આતિથ્ય જમણ

ખીલ્યું કાંકરિયા સંગ્રહાલય શાનમાં

તમે થાજો મહેમાન અમદાવાદના 

રવિ    ઈંદુ   મંગળ

વિક્રમ વાડી વલ્લભ

સુવર્ણ અંકિત છે દાંડીકૂચ આઝાદી સંગ્રામમાં

તમે થાજો મહેમાન અમદાવાદના 

ભલી  પતંગ નવરાત

ધરાના પાવન પ્રતાપ

અડધી ચામાં  વાતો વણાતી સવા લાખમાં

તમે માણજો અસલ રંગ અમદાવાદના 

તમે થાજો મહેમાન અમદાવાદના 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

img_0946

એક નામનો રણકો સમાજમાં સંભળાય..એવાં કામ કરી ગયેલી આ પેઢીના સ્વજન..સંબંધીની વિદાયના સમાચાર –

‘કમુબા’ ના  ..જય સ્વામિનારાયણ

સ્વજન… માવતરની વિદાય એટલે અંતરમાં ખોટકાનો અહેસાસ. માવતરનું બીજું નામ જ છત્રછાયા. 

માવતરની મીઠાશ એટલે

 સ્નેહ ભર્યા બે બોલ..આશિષ.    

 

 img_0935  

અક્ષર ધામનાં દર્શન કેવાં હોય..આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ

ભગવાન સ્વામિનારાયણે પ્રત્યક્ષ કૃપા સમાધિથી શીતળદાસજીને સિધ્ધાસનમાં અનુભૂતિ દીધેલ..

કોટિ કોટિ શશી સૂર્ય સમ, અતિ શીતળ સુખદ અનંત,

એવા તેજોમય  ધામમાં, દીઠા  પુરુષોત્તમ  ભગવંત.

જે છબિ જોઈ ફણેણીમાં,  દીઠી એ જ પ્રત્યક્ષ પ્રમાણ,

અનંત  અક્ષરમુક્ત મળી, સજે સેવા પરમ સુજાણ.

હરિલીલામ્રુતઃ ૫/૩/૧7૧૮

૧૯૭૦ પછી વિદેશ આવેલા સંતાનો , આ તપસ્વી માવતર પેઢીના ઋણી છે. 

આજથી ૭0-૮૦ના દાયકાની પેઢીના  આપણા સ્વજનોને એક જ ઉપમા આપી શકાય…વિશાળ વડલો. જેમની છાયા, એટલે કુટુંબીજનો માટેનું સમર્પણ.

ભાટેરા ગામના , સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૧૫૦ વર્ષ પૂર્વે સ્વામી બની સત્સંગથી સમાજને ઉજળો કરનાર એવી પેઢીના,  શ્રી છોટાભાઈ  નાથાભાઈ પટેલ અને કમળાબેન …એમ વાત નીકળે એટલે , વિશાળ સેવાભાવી કુટુંબનું ચિત્ર ખડું થઈ જાય. શ્રી રામભાઈ, શ્રી રાવજીભાઈ, પૂ.મણિભાઈ માસ્તર, કમુબા ને કાશિબા…ને સંતાનોના પરિવારની સુગંધ, દેશ અને વિદેશમાં સૌએ અનુભવી છે.    

  તેમની સાથે બેસી , તેમના જમાનાની વાતો માણીએ તો લાગે કે.આજની આપણી સવલતો સાથેની જીંદગી ને બદલે , જે પ્યારથી ખંતથી એ જીવી ગયા એ ધન્ય છે. મારું વતન મહિસાથી, એક ૧૭-૧૮વર્ષની વયે, ગામની દીકરી ભાટેરા સાસરે પધારી, મોટા કુટુમ્બની  જવાબદારી ઉપાડી લે..ખેતીવાડી હોય એટલે.આંગણે ભેંસ, બળદ ને ચાકર સૌ પણ સભ્ય..તેમના માટે લાકડાના બળતણે ચૂલા પર ખાવા બનાવવું ..ગામમાં સારા-માઠા પ્રસંગે સહભાગી થવું …મહેમાનોને બોલાવવા..એ નિતના વ્યવહારો હતા. પહેલાં જાન જાય ત્યારે ત્રણ દિવસ રોકાય..ભાવથી એકબીજાને બોલાવે. ભાટેરા જાઑ તો ..સૌ કમુબેન ને ચંચળબેનને ઘેર જ ધામા નાખે..એ કેમ ભૂલાય?   

  ત્રણ પેઢીઓને આશિષ આપતા..વિદાય થયેલા કમુબાના આત્માને સ્વામિનારાયણ ભગવાન અક્ષર  સુખ આપે ..સૌ કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે.

રમેશભાઈ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

વિધાન સભાની પાંચ રાજ્યોની ચૂંટણીનો પ્રચાર પૂર જોશે આગળ વધી રહ્યો છે. 

તેમાં ઉત્તર પ્રદેશ જેવા મોટી વસ્તી ધરાવતા રાજ્યમાં , ચૂંટણીની રાજરમતની પરાકાષ્ઠાએ ,

ટીવી માધ્યમ દ્વારા, દેશ-વિદેશમાં અનેરો રંગ જમાવી દીધો છે.આવો ચટપટી ચૂંટણીના રંગો ઝીલીએ…

પર્વ મજાનું ચૂંટણી ટાણું…રમેશ પટેલ(આકાશદીપ)

 

લોકતંત્રનું ફરજંદ શયાણું

પર્વ મજાનું ચૂંટણી ટાણું

ઢોલ-નગારા મીડિયા ગાણું

લોક દરબારે પરીક્ષા ટાણું

 

સરઘષ ઝંડા ને સૂત્ર સપાટા

ભાડૂટી ટોળે પ્રચાર ઝપાટા 

ભાવ જૂઠા હૈયે હોઠે છૂપા

હાથ જોડી સૌ મલકે મોટા

 

ખાલી ખિસ્સે ભલે રે ભ્રાતા

લાખ ટકાના છો મતદાતા

પક્ષ  ઢંઢેરા  લોક તમાશા

ચૂંટજો જે  પૂરે અભિલાષા

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ભારતના આઝાદી સંગ્રામના લડવૈયાઓને નમન કરી ..આવો સપૂત કોને કહેવાય? એ સંસ્કાર ઝીલીએ…સંકલન- રજૂઆત…રમેશ પટેલ(આકાશદીપ)

‘મને મળી ગયો છે મારો હિમાલય’…કોણ બોલ્યું?….

    ‘ મારું જીવન એજ મારો સંદેશ’ …સચ્ચાઈ, સાદગી, સમાનતા , સેવા ને સહકારની એક જીવંત છબી આગળ, એક એકવીસ વર્ષનો મેઘાવી નવજુવાન, અમદાવાદની નજીક આવેલા કોચરબ આશ્રમમાં ઊભો છે. વાતે વળગે છે ને બોલી ઊઠે છે …’મને મળી ગયો છે મારો હિમાલય’…ગાંધી બાપુ  .  જૂન-૭, ૧૯૧૬ના રોજ આ ઉદગાર કાઢનાર જુવાનનું નામ છે વિનાયક નરહરિ ભાવે. આજે બાળમિત્રો આ વિનાયકની,  આઝાદીની ચળવળના આ સત્યાગ્રહી સપૂતની રસભરી કહાણી માણીશું.

   મહારાષ્ટ્રના કોલાબા જીલ્લાનું આ નાનકડું ‘ગાગોડે’ ગામ છે. વહાલથી નાનો વિનાયક પૂછે છે.. મા તું કેટલા સરસ અભંગો ગાય છે..એક વધારે ગા ને!   માતા રખુબાઈ કે રુકિમણીબાઈ ને પિતા નરહરિની  નું એ લાડકું સંતાન. વહેલી પરોઢે  માતાના સૂરિલા કંઠમાં વહેતાં સંત તુકારામ ને સમર્થ રામદાસના અભંગો  સાંભળી ,ભક્તિમાં રંગાતો પથારીમાંથી રોજ ઊભો થાય. માતાની સાથે  વ્રત, પૂજા ને ચારિત્ર્ય કથાઓ   સાંભળવા જવા , એ સદાયે ઉત્સુક. શીશુવયથી જ  આધ્યાત્મિક ભાવો તેના બાળ- હૃદયમાં છલકાતા જતા હતા. ગણિતનાં પલાંખાં અને કોયડા રોજ  પિતાને પૂછે અને તેની કુશાગ્ર બુધ્ધી જોઈ,  શાળામાં શિક્ષકો તેને ભૂમિતિ ને ગણિતનો એક્કો કહેતા. પિતાજીએ આ હોનહાર બેટાને  આગળ ભણવા વડોદરા મોકલ્યો , પણ આ વિનાયકનું મન સંસ્કારથી સંન્યાસી જેવું. મેટ્રીક પછી આગળ, મુંબાઈ કોલેજ જવાને બદલે , એ હિમાલયની પાવનતા ઝીલવા ઉપડી ગયો કાશી. કાશીમાં અન્નક્ષેત્રમાં જમે ને પ્રાચીન શાસ્ત્રોનું અધ્યયન કરે. જે શાસ્ત્રો સમજતાં બાર વર્ષો લાગે ,તે તેણે બાર મહિનામાં આત્મસાત કરી લીધાં. હવે વિચારવા લાગ્યો કે હિમાલય જાઉં કે બંગાળની ક્રાન્તિકારી ભૂમિ બાજું. પણ આ જુવાનનું ભાવિ કઈંક જુદું જ વિચારતું હતું.

    કાશીમાં બનારસ યુનિવર્સિટિનો ઉદઘાટન સમારંભ , ગાંધીજીના વરદ હસ્તે રાખેલો છે. એ જમાનાના રજવાડી અને માન્ય નેતાગણો પધાર્યા છે. વિનાયક રસપૂર્વક,  બીજે દિવસે છાપામાં આ બધી વાતોના સમાચાર રસપૂર્વક વાંચી રહ્યો છે. ગાંધીજીની સરળ વાતો એ વાંચતો જાય ને તેને અહોભાવ થતો જાય..અનેક પ્રશ્નો તેના મનમાં રમે. લાવને ગાંધીજીને જ   પ્રશ્નો લખી જવાબ માગું તો?. વિનાયકે તો લખ્યો કાગળ ને તેના આશ્ચર્ય વચ્ચે જવાબ મળ્યો ગાંધીજીનો…’અહીં આવો’ . વિનાયકતો   ઉત્સુકતાથી અમદાવાદ કોચરબ આશ્રમે પહોંચી ગયો.

 

    બાળમીત્રો , જાણો છો..ગાંધીજી આ સમયે શું કરતા હતા? આશ્રમના ભોજન માટે શાક સમારતા હતા. વિનાયકને પાસે બોલાવી કહે..’આવ , શાક સમારીએ.’ વિનાયકતો બાજુમાં ગોઠવાઈ ગયો ને સાથે સાથે મનમાં રમતા પ્રશ્નોની વાત કરતો જાય.  ગાંધીજીએ દેશના લોકોમાં ચેતના જગવવા જે જેહાદ ઉપાડી છે, તે જોઈ તે અંજાતો જાય. બાપુ..આ આશ્રમો શું કરવા બનાવવા છે?  ગાંધીજી કહે , જેમ વિજ્ઞાન શીખવા પ્રયોગ શાળા જોઈએ , તેમ આ આશ્રમો સામાજિક પ્રયોગ શાળા છે. આશ્રમ એટલે સેવા , સહકાર ને સ્વમાન ભણી સ્વાશ્રયી કુચ. હિમાલયમાં જવા નીકળેલો આ વિનાયક..ગાંધીજી સામે નમી બોલી ઊઠ્યો…’મને મળી ગયો…મારો હિમાલય’… બાળમીત્રો કેવી મજાની વાત  નહીં!

         ગાંધીજીએ આ નવજુવાનનું હીર પારખ્યું ને કહે ..’   ભાઈ તમે મરાઠી બ્રાહ્મણ ..ને અમે સન્માન માટે ગુજરાતમાં નામ પાછળ ‘ભાઈ’ લગાડીએ, જ્યારે તમે ‘બા’  લગાડો…રાઘોબા… તુકોબા… વિઠોબા ..બરાબરને? ચાલ વિનાયક તને હવે હું ‘ વિનોબા’ કહીશ…ચાલશે? આજે સૌના  જીભે રમતું આ નામ ‘વિનોબા’  એટલે ખ્યાત ‘ભારત્ન રત્ન’ એજ  આ આપણો આ વિનાયક. પછીથી ખુશખુશ વિનાયક, ગાંધીજીની રજા લઈને, ઘેર વતનમાં બાર માસ માટે ઉપડી ગયો. શીખેલાં શાસ્ત્રોના વિષયો પર ઠેરઠેર, ભાષણોથી લોકોએ તેમને આચાર્ય વિનોબા ભાવે બનાવી દીધા. ભાષા શીખવાનું તો એને બહું જ ગમે..મરાઠી , સંસ્કૃત, ગુજરાતી, હિન્દી , ઊર્દુ અને  ઈંગ્લીશ.. શીખતો જ જાય…સાહિત્યના અભ્યાસે તેની તેજસ્વીતા છલકાતી જાય.

       આ વિદ્વાન વિનોબા જુવાન વતનથી, ગાંધીજી પાસે પાછો, આશ્રમમાં આવ્યો.  સઘળું કામ ખંતથી એવું કરે કે સાથીદારોને લાગે નહીં કે આ મહાવિદ્વાન આપણા જેવા સામાન્ય જન સાથે આટલું હળી જશે.ગાંધીજીએ વિનોબાને કહ્યું ,’ ભાઈ તારે હવે  વર્ધા  આશ્રમનું કામ સંભાળવાનું છે , ને પછી આવા જ આશ્રમો આપણે ભારતમાં સ્થાપવા છે. ગાંધીજીની આજ્ઞા મળતાં જ , વિનોબા ૮મી એપ્રીલ ૧૯૨૧એ પહોંચ્યા વર્ધા. વિનોબાએ સૌને બોલાવ્યા.. ‘આવો મિત્રો  મંગલ  વિધિનો પ્રારંભ કરીએ…

        શરુઆત વિનોબાના હસ્તે કેવી રીતે થઈ? એ વાત પણ મજાની છે ….ટોપલીમાં અનાજ લાવવામાં આવ્યું. બધા દળવાની હાથ ઘંટી પાસે    ભેગા થયા. ફૂલ મૂક્યા ને વિનોબા જાતે અનાજ દળવા બેઠા. સ્વાશ્રયના પાઠથી,  સેવા અને સહકારની આ ધરોહર  વિનોબાએ સંભાળી લીધી. સાથે સાથે ‘મહારાષ્ટ્ર ધર્મ’ માસિકથી વિચાર ને આચારની જ્યોત   આસપાસના પ્રદેશોમાં જગાવવા માંડી.  આદ્ય શંકરાચાર્યની ભારતના ચાર ખૂણે મઠ સ્થાપનાની વાત યાદ કરીને , ભારતના વિભિન્ન પ્રદેશોમાં આવા આશ્રમો બનાવવા  , ગાંધીજીના વિચાર પગલે, આ યુવાન હવે પૈદલ યાત્રાએ નીકળી પડ્યો. લોકોને મળતો , જે તે પ્રદેશની લોકબોલી શીખતો, ઘૂમે ને ભારતને ઝીલે. વિનોબાની આ યાત્રા બિહાર પહોંચી ને બોધીગયાની પૂણ્યભૂમિમાં જગ્યા પસંદ કરી આશ્રમ સ્થાપવાની શરૂઆત કરી.અનેક પંથના વિચારો જનકલ્યાણ માટે જ છે એમ કહી..આ આશ્રમને નામ આપ્યું..’સમન્વય આશ્રમ’. લોકોને સેવામાં જોડી ને ‘ રેંટિયો… દીન તણો દાતાર’ કહી, વિનોબાએ આત્મવિશ્વાસ જગાવવા માંડ્યો .

   ‘ વિનોબા મેલ’  એ અમારો પ્રિય શબ્દ. અમને શાળામાંથી નજીક કોઈ પ્રવાસે લઈ જવાનું થાય ત્યારે એક શિક્ષક કહેતા..આપણે ‘વિનોબા મેલ’ માં જવાનું છે, એટલે કે ભાઈ પગપાળા પ્રવાસનું આયોજન છે. ..સવારે સમયસર આવી જજો. મિત્રો ..વિનોબાના આ પગપાળા પ્રવાસની યાત્રા બાર વર્ષ ચાલી . ને   સૌને શબ્દ મળ્યો આ ‘વિનોબા મેલ’. આ મેલથી તેમણે કુલ છ આશ્રમો સ્થાપ્યા..મહારાષ્ટ્ર-પવનાર(બ્રહ્મ વિદ્યા),પંજાબ. પઠાણકોટ(પ્રસ્થાન આશ્રમ), આસામ-લખમીપૂર(મૈત્રી આશ્રમ), મધ્ય પ્રદેશ-ઈન્દોર(વિસર્જન આશ્રમ) અને કર્ણાટક-બેંગ્લોર(વલ્લભનિકેતન)…મહેનતનો રોટલો ને સ્વમાનથી જીવવા..દેશમાટે કઈંક કરવાની ભાવના આશ્રમો થકી મક્કમ ગતિએ પ્રગટવા લાગી.

         ગાંધીજીએ  હવે અંગ્રેજીની હકૂમત સામે સત્યાગ્રહનું શસ્ત્ર સજવા તૈયાર કરી. વિનોબાને કહે થઈ જા કપરી પરીક્ષા માટે તૈયાર..જેલ જવું પડશે..તું મારો પ્રથમ ‘વ્યક્તિગત સત્યાગ્રહી’. ૫મી ઑક્ટોબર , ૧૯૪૦ના દિન તેમને આ સન્માન મળ્યું ને  આ જુવાન ચળવળમાં જોડાયો. ધૂલેમાં અંગ્રેજોએ પકડી છ માસનો કારાવાસ દઈ દીધો. તે વખતે જેલવાસ એટલે માનવો સાથે પશુઓ જેવો વ્યવહાર. અનેક લોકોની સાથે જેલમાં બેસી , તે ગાંધીજીના શબ્દો યાદ કરે ‘ ઈશ્વર સિવાય કોઈનો ડર ના રાખો’. તેમણે ગીતાજીના બોધનાં પ્રવચન દઈ જેલવાસીઓમાં આત્મબળ પૂરવા માંડ્યું. આજે તો આ ‘ ગીતા પ્રવચનો’નું સંકલન થઈ પુસ્તક રૂપે પ્રગટ થયું છે અને અનેક ભાષાઓમાં ભાષાન્તર થઈ, તેમની પ્રતિભાનો પરિચય દઈ રહ્યું છે.  

     આઝાદી મળ્યા બાદ , વિનોબાએ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર થઈ, અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરી. જમીન  વિહોણાઓને મફતમાં જમીન દાનમાં આપવા, જમીનદારોને વિનંતી કરતા તેઓ , કેરલ, તામિલનાડું, ઓરિસ્સા, બિહાર ને ઉત્તર પ્રદેશમાં ‘ભૂદાન’ પ્રવૃત્તિ માટે ઘૂમી વળ્યા ને ડંકો વગાડી દીધો.. ‘ગ્રામદાન’ ની પ્રવૃત્તિથી એક હજાર ગામમાં અનોખી રચનાત્મક સુધારાની જ્યોત જગાવી..સહકાર ને કૃષી સાથે ગૌ સેવાની ભાવના ખીલવતા ..આ દાઢીધારી સંતે, મૌનીબાબા બની, સર્વોદયની ભાવનાની લહેર લહેરાવી દીધી.

     બાળ મિત્રો, વિનોબાની ચીંતનશીલ કલમે લખાયેલ સુંદર પુસ્તકો..’સ્વરાજ્ય શાસ્ત્ર’..’ગીતાઈ’..’.સ્થિતપ્રજ્ઞ દર્શન’… એ વાંચવા સાચે જ લ્હાવો છે.  મહારાષ્ટ્રના પવનાર(પુનાર) આશ્રમ ખાતે જીવનના અંતિમ દિવસો પાસ કરતાં, આ વિદ્વાન, ચીંતનશીલ, કર્મયોગીએ સર્વોદયની જ્યોત જગાવી, ૧૫મી નવેમ્બરે, ૧૯૮૨ના રોજ જીવનલીલા સંકેલી લીધી.

 ‘ભારત રત્ન’ ના સર્વોચ્ચ ઈલકાબથી નવાજીત આ આઝાદીના  લડવૈયા, ‘ વિનોબા ભાવે’ ભારતવાસીઓના હૈયામાં અમીટ છાપ છોડી અમર  થઈ ગયા. આ મહાપુરુષના ચરણકમળમાં શત શત વંદન.

રજૂઆત સંકલન લેખ-રમેશ પટેલ(આકાશદીપ)

………………………

A request to visit… eVidyalay link there -(Thanks Hiralben/ Sureshbhai Jani)

Read Full Post »

Older Posts »