Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગરબા’ Category

આસોમાસની નવરાત્રી એટલે માની ઉપાસના…..

આઠમ એટલે માનું યજ્ઞ દ્વારા મહા પૂજન…મા અંબાજીની ગુજરાતમાં આરાસુર ધામે આવેલી શક્તિપીઠમાં , માના વીસા યંત્રની પૂજા થાય છે, કોઈ મૂર્તિ સ્થાનકમાં નથી. દર મહિનાની આઠમે વીસાયંત્રની પૂજા થાય છે જેમાં ૫૧ અક્ષરો હોવાનું પ્રમાણ છે. છેલ્લી દોઢ સદીથી સિધ્ધપૂરના મૌનસ ગોત્રના બ્રાહ્મણો વીસાયંત્રની પૂજા ભક્તિસભર રીતે કરતા આવ્યા છે , ને લોક જગત રિધ્ધિ-સિધ્ધિથી માની આશિષ ઝીલતું રહ્યું છે. માતાજી માટેના શણગાર વીસાયંત્ર પર એવી સહજ રીતે સજવામાં આવે છે કે, સવારે બાલ્ય, મધ્યાન્હે યુવા ને સાંય કાળે પ્રૌઢ સ્વરૂપે માના દર્શનની ઝાંખી આબેહૂબ રીતે થાય છે…દિવસમાં આ રીતે ત્રણ વાર પૂજા વિધિ થાય છે. માતાજીની સવારી માટે પણ અલગ અલગ વાહોનો વાર પ્રમાણે રખાય છે.

રવિવાર–વાઘ

સોમવાર–નંદી

મંગળવાર–સિંહ

બુધવાર–ઊંચી સૂંઢનો હાથી(ઐરાવત)

ગુરુવાર–ગરૂડ

શુક્રવાર—હંસ

શનિવાર–નીચી સૂંઢનો હાથી

   આજે આઠમે વીસા યંત્રની હવન-યજ્ઞ દ્વારા નવરાત્રીની પૂજા એટલે મા ના અનેક હૈયાઓમાં સાક્ષાત્કારની ધન્ય ઘડી…માનું સ્મરણ એટલે અનિષ્ટ તત્ત્વોનો નાશ ને ઈષ્ટનું શુભ સ્થાપન.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) 

 ‘ગરબા’ ના તાલે ઝૂમતો લોકાનંદ એટલે નવરાત્રી મહોત્સવ.. અમારા રચેલા બે ગરબાની લીંક પર ક્લીક કરી તદ્દન નવલા ભક્તિ ગરબા સંગીતના સાથે માણતા ,આવો ચાલો માના ગુણલા ગાઈએ..નવલા છે નોરતાં ને નવલી છે રાત… તથા…. ગરબામાં ઘૂમજો.

રમેશ પટેલ(આકાશદીપ)

https://drive.google.com/open?id=0B4azqvwjT9U1N0J6SUtGMGRKNnc

………………..

https://drive.google.com/open?id=0B4azqvwjT9U1Z1VDSWJheGRFNUxHLXprdmpURjB0dTV5dTQw

Advertisements

Read Full Post »

ચૂંટણીનાને હોળીના રંગોની મસ્તી બાદ હવે પાવન ચૈત્રમાસ પધારી રહ્યો છે…દૈવી શક્તિની આરાધના સદા મંગલમયી છે… દુનિયાને આજે કટ્ટરતાનો ચેપ લાગ્યો લાગ્યો છે ને માનવતા ઝંખવાઈ રહી છે. 

આવો ઉપાસનાથી અંતર ઉજાશીએ…ગરબે ઘૂમી.

રમેશ પટેલ(આકાશદીપ)

સૌજન્ય આદરણીયશ્રી વિનોદભાઈ પટેલ….સેન્ડિયાગો.

આવો પાર્શ્વસંગીતમાં..અમારા કેલિફોર્નીઆમાં દોહિત્રી જાનુ ને ખુશી સાથેની મજાની પળોનો વીડિયો પર, બે નવલા સ્વરચિત ગરબાની મજા માણીએ…

https://drive.google.com/file/d/0B4azqvwjT9U1QnNWNXowaG5fUFk/view

………..પોષ્ટ…વિનોદ વિહાર…સાભાર…

હાલો ” વિનોદ વિહારે” ગરબા સાંભળવા…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) .

નવલાં નોરતાં ને નવલી છે રાત ………રમેશ પટેલ(આકાશદીપ)

નવલાં નોરતાં ને નવલી છે રાત
ગરબે  ઘૂમે  આજ  ભવાની  માત

દઈ દઈ તાળી આજ ગાઓને રાજ
નવ નવ દેવીઓનાં દર્શનની રાત

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલે    નોરતે   ધબૂકિયાં   રે    ઢોલ

ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ
કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો  સૂણો  ઝાંઝરના    ઝણકાર

હોમ હવન ને ભક્તિના નાદ
માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

રમે   રમે    લાલ    કુકડાની     જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે ઊડે   લાલ     ગુલાલોની છોળ
ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…
ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ

મંગલ   વરતે   માને  દીવડે  રે લોલ

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

નવલાં છે નોરતાંને નવલી છે રાત..આસોસુદી પડવાથી નવ રાત્રી સુધી, માતાના અનુષ્ઠાન ને ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. શક્તિની ભક્તિનું પાવન પર્વ નવરાત્રિની ભાવભેર ઉજવણી એટલે , ગામોમાં ઠેર-ઠેર ગરબીઓ તથા રાસ ગરબાનું આયોજન. માઈ મંદિરોનો દિવ્ય ભપકો ને  ઘરમાં ગરબાનું સ્થાપન સાથે સાંજ પડતાં જ ઘરમાં માતાજીની સ્તુતિને આરતી…બસ હૈયે ભક્તિમય વાતાવરણ છલકાય. .. ને સૌ કોઈ બોલે ..’ પ્રેમસે બોલો જય માતાજી’

Image result for નોરતાં

(Thanks to webjagat for this picture)

ઘૂમે ગરબો ગુજરાત….રમેશ પટેલ(આકાશદીપ) 

 

ઢોલીડા…ઢોલીડા…ધબકે માઝમ રાત(૨)

શોભે  નવલા  નોરતાની  રાત(૨)

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત આજ મંગલ છે રાત,

જામ્યા તાલીઓના તાલ(૨) કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

 

એકતાલી, બે તાલી, દેજો રે સાથ તાલી(૨)

કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)

શોભે નવલા નોરતાની રાત

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત આજ મંગલ છે રાત,

જામ્યા તાલીઓના તાલ(૨) કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

 

એક તાલી, બે તાલી દેજો રે સાથ તાલી(૨)

કે ગરબે…કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)

શોભે નવલા નોરતાની રાત

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત આજ મંગલ છે રાત,

જામ્યા તાલીઓના તાલ(૨) કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

 

શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)

ધબકેછે ઢોલને ભક્તિની હેલ

 

કે ગરબે……

કે ગરબે ઘૂમે બહૂચરમાત

કે ગરબે……

કે ગરબે ઘૂમે ઉમીયામાત

કે ગરબે….

ઘૂમે આશાપુરીમાત

ઝમકે ઝાંઝરનો ઝમકાર…,શોભે નવલાં નોરતાની રાત

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત

આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨) કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

Read Full Post »

પાઘડી એટલે મોભાનું પ્રતિક. રાજાનો મુગટ ને પ્રજાના સ્ટેટસની ઓળખ દેતી નિશાની ઍટલે પાઘડી. આવો એ ભૂતકાળની જાહોજલાલીની વાતો માણીએ. ટી.વી. સીરીયલોની પૌરાણિક કથાને રાજઘરણાની ફીલ્મોથી આપણને પડદાપર પણ જોવા મળે છે. ..પહેલાંના લોકગીતોમાં ..ગમતું તારી પાઘડીનું ફૂમતું રે..કેમ ભૂલાય?

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

પ્રાચીન સમય થી જ ભારતીય સંસ્કૃતિ માં પાઘડી અને સાફા સન્માનનું પ્રતિક

Thanks..Gujarat Samachar..A News

વડોદરા : ૧૭૫ વર્ષ જૂની પાઘડી સાથે આનોખું પાઘડી પ્રદર્શન યોજાયું

ભારતના વિવિધ રજવાડાની સંસ્કૃતિના દર્શન અહી થશે

અવંતિલાલની સૌથી મોટી પાઘડી ને લિમ્કા બુકમાં પણ સ્થાન મળ્યું

વડોદરા ,૪ માર્ચ

 વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં આજથી શિવોત્સવના મેળાની શરૂઆત થઈ છે. જેમાં પાઘડી અને સાફાઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું  છે. આ પ્રદર્શનમાં 200 જેટલી વિવિધ પ્રકારની પાધડીઓ અને સાફા મુકવામાં આવ્યા છે.

વડોદરા શહેરના અવંતિલાલ.પી.ચાવલા છેલ્લા 33 વર્ષ થી એમ.એસ.યુનિવર્સિટીના પર્ફોમિંગ આર્ટસ ફેકલ્ટીના નાટ્ય વિભાગના રીડર તરીકે ફરજ બજાવે છે.ઉપરાંત નેપથ્ય કસબી અને પાઘ-પાઘડી અને સાફા ના સંશોધક તરીકે જાણીતા છે . તેમની પાસે 200 જેટલા સાફા અને પાઘડીઓનું ક્લેક્શન છે.નાનામાં નાની પાઘડી થી લઇ દુનિયાની સૌથી મોટી  પાઘડી તેઓ પાસે જોવા મળે છે  તેઓ આજે યોજાનાર પ્રદર્શનમાં પોતાનું આ કલેક્શન મુકશે. અવંતિલાલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના વિવિધ રાજવીઓની પાઘડીઓ બનાવી છે. તેમની પાસે 125 વર્ષ અને 175 વર્ષ જુની પાઘડીઓનું પણ ક્લેક્શન છે.

પાઘડીના પ્રદર્શન અગાઉ ગુજરાત સમાચાર.કોમ  સાથે વાત કરતાં વડોદરા શહેરના અંવતિલાલ.પી.ચાવલાએ જણાવ્યું હતું કે, પાઘડીએ દેશ અને સંસ્કૃતિના ગૌરવનું પ્રતિક છે. વાસ્તવમાં પાઘડી 3 હજાર વર્ષ જુની પરંપરા છે. તેના મૂળીયા આદીકાળ જેટલા જુના છે. આજે મારા પાઘડીઓના કલેક્શનનું પ્રદર્શન નવલખી ખાતે યોજાશે જેમાં વિવિધ પ્રકારની પાઘડીઓ મુકવામાં આવશે. જેમાં 2001માં લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવા પામ્યું છે .

પ્રદેશે -પ્રદેશે પાઘડી બદલાય

તેમણે આ પ્રદર્શનમાં મુકાનાર કેટલીક મહત્વની પાઘડીઓના નામ આપતાં કહ્યું કે, મહાકાલની પાઘડી, સોમનાથની પાઘડી, શિરડીવાલા સાંઇબાબાની પાઘડી, કુબેર ભંડારીની પાઘડી, નાથદ્વારાની પાઘડી,વડોદરાની પ્રચલિત શામળ બેચર પાધડી ,રાજસ્થાન મેડતા પાઘડી ,ગ્વાલિયરની સિંધિયા પાઘડી ,કઠીયાવાડ ની આંટાવાળી પાઘડી સહિત ઘણા બધા પ્રકારની પાઘડી અને સાફાનું કલેક્શન્સ અહીં રજુ કરવામાં આવશે.

ભારતીય સંસ્કૃતિમાં પાઘડીના અનેક રીતિરિવાજ

પ્રાચીન સમય થી જ ભારતીય સંસ્કૃતિ માં પાઘડી અને સાફા સન્માનનું પ્રતિક ગણવામાં આવે છે .માથા પર પાઘડી અથવા હોઠ પર રુઆબદાર મુચ રાખવું ગૌરવ પૂર્ણ  કહેવાતું હતું .જયારે મર્દાનગી  ની પણ સાચી નિશાની તરીકે પાઘડી ને સ્થાન મળ્યું હતું .

પ્રાચીન સમયમાં રણમેદાન થી કોઈની પણ પાઘડીનું ઘરે પાછુ આવવું એ વ્યક્તિ ના મૃત્યુ ના સમાચાર અઆવ્યા છે તેમ સમજવામાં આવતું હતું .સ્ત્રીઓ પણ યુદ્ધ સમયે પાઘડી અને સાફા પહેરતી હતી જેમ કે ઝાંસીની રાણી ,રાણી દ્દુર્ગાવતી ,પન્નાદાયી ,રઝીયા સુલતાના વગેરે … 

……………………………………………

ઢોલને દરબારે…..રમેશ પટેલ(આકાશદીપ)

 

ઢોલને  દરબાર   હું  તો  હાલી મારા વાલીડા

સોળે  શણગારે  છલકી  મલકું  મારા સાથીડા

 

પૂનમનો ચાંદલિયો ચમકે વ્યોમે મારા વાલીડા

પહેરી  માથે  પાઘ રમવા આવો મારા સાથીડા

 

કેડિયાનાં  કામણ  મીઠાં  લાગે મારા વાલીડા

મનમાં   મલકી મલકી  હાલું  મારા  સાથીડા

 

બંસરી વાગે  ને ઘેલા  ઘૂમીએ મારા વાલીડા

રાસે રમતો કાનો થઈને આવો મારા સાથીડા

 

ચાંપાનેરના  ચાર ચૌટે   રમવું  મારા વાલીડા

નવરંગી ઓઢણીયે સપનાં ઓઢું મારા સાથીડા

 

ચાંદલિયારી ચૂંદડીએ ઝીલ્યા નવલખ તારલડા

ઢોલને   દરબારે  હું   તો  હાલી મારા વાલીડા

 

Read Full Post »

મા શબ્દમાં જે મીઠાશ ભરી છે…એ માવડી..જનનીના ઉરના અમૃતની હેલીથી જ જગે ચાખી છે. શ્રી બોટાદકરની…પ્રખ્યાત રચના..જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…હર ગુજરાતી હૈયે વર્ષોથી રમતી આવી છે. સંસારમાં જનેતાઓએ; સંતાનોના સુખ માટે સદા જાત ઘસી એવાં ઋણ ચડાવ્યાં છે કે, જે ઉતરે ઉતારાય ના તેવાં હોય છે. શ્રી ઝવેરચંદ મેઘાણીનું લોકગીત…મને લાગ્યો કસુંબીનો રંગ ..સાંભળી પડઘાતા એના લયે..મને માવલડી માટે પણ એવું જ લોકગીત ગાવા પોકાર્યો. આવો ,આજે ‘વેબ ગુર્જરી’ પર પ્રગટ મારી આ નવલી રચના ..ફોકસોંગ માણો

રમેશ પટેલ(આકાશદીપ)

pl.click to visit webgurjari…..

રાસ – હો માત અમે પીધા મમતાના રે ઘૂંટ

 

November 1, 2015

………………………..

http://www.youtube.com/watch?feature=player_detailpage&v=XczL0oGl_PQ

with thanks…pl click to view..

Read Full Post »

આઠમના નોંરતા એટલે હોમ ઉપાસના…નવરાત્રીની પાવનતાને ઉપવાસી આરાધનાથી ભક્તિવંદનાની ભાવુક પળો…શ્રીફળની યજ્ઞકુંડમાં આહુતિની પાવન ક્ષણોએ ,સૌ માતાના ભક્તોને ભાવવિભોર કરી દે છે..આવો નવરાત્રીની આરાસુર ધામની આ લાખેણી ક્ષણોને ભાવ વંદના કરીએ… 

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

 

શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી આઠમના પવિત્ર દિને …. જય અંબેના જયકારાથી અંબાજીનો ચાચરચોક ગૂંજી ઊઠયો..

અંબાજીમાં નવરાત્રીમાં આઠમના પવિત્ર દિવસે ચાચરચોકમાં આવેલી યજ્ઞાશાળામાં દાંતા રાજવી પરિવાર દ્વારા ભવ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ યજ્ઞની યજ્ઞાદિ વિધિનો લહાવો લેવા માટે તેમજ માના દર્શન અર્થે હજારો માઈભક્તો ઊમટી પડયા હતા.

મહાયજ્ઞની પૂર્ણાહુતિમાં દાંતા રાજવી પરિવાર દ્વારા શ્રીફળ હોમ્યા બાદ શ્રદ્ધાળુઓ ભક્તજનો દ્વારા હજારો શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને ઘીની આહૂતિ આપવામાં આવી હતી. આમ માઈધામ અંબાજીમાં અનન્ય ભક્તિભાવપૂર્વક દુર્ગા અષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

(A news…Thanks Sandesh)

રે ગરબે ઘૂમે ગુજરાત..લાલ સનેડો……રમેશ પટેલ(આકાશદીપ)

 

 

ઢમ ઢમ ઢોલ વાગીયાં…. ને આવી રૂડી નવરાત

મા દૃર્ગા ભગવતીની ઉપાસના…..રે ગરબે ઘૂમે ગુજરાત..લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.

 

 

લીલાછમ જવારા માતના…, મા ધરણીના ઉપહાર

ગરબા કોરાવ્યા હેતના….રે પધાર્યા ગરબે અંબામાત…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.

 

 

કુમકુમ સાથિયા શોભતા…. ને ત્રિશુળ શક્તિનું ધામ

નમીએ દઈ વધામણાં….રે આશિષ દે પાવા માત…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.

 

 

ભલી ભલી આભલે મઢી… ઘમ્મર ઘૂમે છત્તર આભ

રંગ-બેરંગી નર નારી ભલાં…રે ગરબે ઘૂમે બહુચર માત…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.

 

 

આવી રહી છે દિવાળી ઢૂંકડી… દે સ્વચ્છતાનો સંદેશ

ઘર ગામ રૂડું દીપાવજો….રે ગરબે ઘૂમે ઉમિયા માત…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.

 

 

રાસ રમવાની વેળા થઈ ભલા… જુએ રાહ નેપુરના રણકાર

લાલ ચટક ચૂંદડીની ભાતું જ ગાતી….ઉડાડે  મા નવદુર્ગા ગુલાલ…લાલ સનેડો

સનેડો સનેડો…સનેડો..સનેડો…લાલ લાલ સનેડો.

રમેશ પટેલ(આકાશદીપ)

 

 

Read Full Post »

અંબાજી : આધ્યશક્તિ માઁ અંબાનાં સ્થાનક અંબાજી ખાતે મંદિર પરિસરમાં આવેલાં ચાચર ચોકમાં નવરાત્રિની રમઝટ જામી છે. ઠેર ઠેરથી આવતા મા ના ભક્તો નવરાત્રિમાં સહભાગી બની પોતાને ભાગ્યશાળી માની રહ્યાં છે. સાથે સવાર અને સાંજની આરતીનો લાભ લેવા માટે ભક્તોની ભીડ જામતી હોય છે.

અંબાજી મંદિરમાં 25000 દિવડાની મહાઆરતીથી પરિસર ઝળહળ્યું
 

અંબાજી મંદિરમાં રવિવારે રાત્રે માતાજીની સાંય આરતી બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇ  મંદિર પરિસર શક્તિ ઉપાસકોથી ઉભરાઇ જવા પામ્યું હતું. અને ૨૫૦૦૦ દિવડાઓની મહાઆરતીથી સમગ્ર અંબાજી ધામ ઝગમગી ઉઠ્યું હતું.

(Thanks Divyabhaskara…A news)

(Thanks to webjagat for this picture)

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો—રમેશ પટેલ(આકાશદીપ)

 

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

….રે નોરતાંની જામી છે રાત…ગરબામાં ઘૂમજો….ગરબામાં ઘૂમજો

 

લાલ ચટક રંગ છે

હૈયડે   ઉમંગ   છે

ઢમ ઢમ વાગ્યા છે ઢોલ…ગરબામાં ઘૂમ જો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

 

હરખના  હીંચક    છે

ત્રણ તાલીના સાથ છે

સહિયર…ચીતરાવી છે રૂડી રે ભાત….ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

 

માથે  રે   પાઘ   છે

મા અંબાનો વાઘ છે

…..રે મુખલડે મલકી છે રાત….ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

 

ઝાંઝર ઝણકાર છે

રૂડા   શણગાર  છે

…..રે પાવાથી ઉતર્યા છે માત…ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

દીવડાની હાર છે

કૂકડાની  જોડ છે

….રે મા બહુચરના માથે છે હાથ….ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

ઝગમગતી જ્યોત છે

ગુલાલી  પોત   છે

….રે મા ઉમિયા ઘૂમે છે નોરતાની રાત…ગરબામાં ઘૂમજો

ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

….રે નોરતાંની જામી છે રાત…ગરબામાં ઘૂમજો
ઘૂમજો….ઘૂમજો ….રે….ગરબામાં ઘૂમજો

Read Full Post »