Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગઝલ’ Category

‘આકાશદીપ’ ની રચનાઓ સ્વર ને સંગીતના સથવારે માણો..ંમાસ્ટર સ્ટુડીઓઓ- આણંદ.

સૌજન્ય- શ્રી ચીરાગ પટેલ  

ભજન- ભજમન ભાવધરી ભગવાન

ઢોલ વાગે ને ઊડે ગુલાલ ....હીંડોળા ગીત

કહેવા કહાણી — ગઝલ

મેળે ઝટ જઈએ..લોકગીત

ના પૂછજો તમે…ગઝલ

ના પૂછજો તમે…ગઝલ

https://drive.google.com/file/d/1KnEH7iY4NXDMNDRjzkDOtMZg5VvoVPuH/view?usp=drivesdk

………………………….

મેળે ઝટ જઈએ..લોકગીત

https://drive.google.com/file/d/14ktpTCxzr2tNkRSVGOvtAmKxWYCe8C1U/view?usp=drivesdk

 ………………..

ઢોલ વાગે ને ઊડે ગુલાલ ....હીંડોળા ગીત

https://drive.google.com/file/d/1qthYzNaDVCFwON6ciUrl8tbXZNiKaMP6/view?usp=drivesdk

 ……………

કહેવા કહાણી — ગઝલ

https://drive.google.com/file/d/1l1xKV5lqCO6GXOsXAhv2yVh57TE36LCf/view?usp=drivesdk

 ………………….

ભજન- ભજમન ભાવધરી ભગવાન

https://drive.google.com/file/d/1DTeRN5LDIkvaOdn3n6hORiWdKVmsPp-4/view?usp=drivesdk

Read Full Post »

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત.

  ૧૮મી માર્ચે ગાયત્રી હવન દીકરી શ્વેતા-ચંદ્રેશ્કુમાર, દોહિત્રી જાનકી ને ખુશી..પરિવારજનો સાથે(કરોના).

ચાર વેદ અને પાંચમો યજ્ઞ એજ ગાયત્રીનાં પંચ મુખ.

  શરીર પાંચ તત્ત્વોનું બનેલું.. પૃથ્વી, પાણી, હવા, તેજ, અને આકાશ….આ પંચ મહાભૂતોના પરમાણું સંમિશ્ર્ણથી જ મળે આત્મ કલ્યાણ માટે આ શરીર.

ગાયત્રીના પંચ મુખ આદેશ કરેછે કે પંચ મહાભૂતોમાંથી બનેલા સઘળા પદાર્થોમાં મોહ પામ્યા સિવાય તેની ઉપયોગીતા સમજવી પણ તન્મયતા થઈ એજ ખતરનાક નિવડે એમ જાણવું.

    આત્માને પણ પાંચ આવરણો કે કોશો છે…અન્નમય કોશો, પ્રાણમય કોશો, મનોમય કોશો, વિજ્ઞાનમય કોશો, અને આનંદમય કોશો…તેમાં જીવ બંદીવાન બન્યો છે. કોશો જ આત્માના  ખજાના છે. સિધ્ધ કરેલા આ કોશોમાં વિપુલ સંપદા છે. યોગીઓનાં તપ આ આનંદ માટે હોય છે અને  દેવતાઓ પણ મનુષ્ય દેહની ઝંખના આના માટે કરે છે. તમને મળેલો આ મનુષ્ય દેહ એટલે જ મહામૂલો છે અને આ પંચકોશોની પરમ ભેટ પરમાત્માએ દીધી છે. જાગૃતિ લાવી જીવનને સાર્થક બનાવવું જોઈએ…એ સમજ એ આ પાંચ મુખો.

    આ પાંચ કોષો જ્યારે વિકૃતિ પામે ત્યારે દુખ આપે. આંખ સારા દર્શન સાથે જોડાય તો આનંદ વર્ષા ને પાપાચારથી વિકૃતિ તો કલહ, ચિંતા ને દુર્ભાગ્યનું સર્જન. આમ ઈશ્વરના રાજકુંવર જેવો દેહ વેદનાઓનો પર્યાય બની જાય. આત્માની ઉન્નતિની પાંચ કક્ષાઓ છે ને પાંચ ભૂમિકાઓ છે. તમે એક પછી એક કક્ષા સિધ્ધ કરો તેવી ઋષી પદવી પ્રાપ્ત થાય.

ઋષી, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, મહર્ષિ અને દેવર્ષિ. આમ ગાયત્રી પંચ મુખે …પંચની પ્રતિષ્ઠા સાથે જોડે છે…પાંચ તત્ત્વ, પાંચ કોશ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય , પાંચ પ્રાણ, પાંચ તન્માત્રાઓ, પાંચ દેવ, પાંચ યોગ, પાંચ અગ્નિ, આવા અનેક પંચકોનું રહસ્ય એટલે પંચમુખી મા ગાયત્રીની ઉપાસના.

ૐ  ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત.

વિશ્વામિત્રે ભારતને ઋષિ ભૂમિ બનાવવા જ આ મહામંત્ર રચ્યો છે..તેની ઉપાસના એજ જીવનનું સાફલ્ય.

સંકલન..રમેશ પટેલ(આકાશદીપ)..આધાર..પંડિત રામશર્મા આચાર્યની ગાયત્રી ઉપાસના.

…………………………………………………………………………………………………….

ધરા સ્વજનસી.….રમેશ પટેલ(આકાશદીપ)

છંદ…બસીત (ગઝલ)

ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની

ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી

 

કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી
કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી

 

જાણી કથા સ્વર્ગની રૂપલી બધી હરખથી
શ્રધ્ધા વિભૂતિ સત જ સુચારી ધરા સ્વજનસી

 

જન્મ ધરી ભોમકા ખીલ્યો થઈ લીલુડો
ફૂલો ધરી બનું હું પૂજારી ધરા સ્વજનસી

 

ઘૂમે નભે નજર તું બની વાદળી વિરહની
મ્હેંકે મમતથી ઉરે પ્યારી ધરા સ્વજનસી

 

મેઘલ જલ અમી ભરી હરખાવતા વતનને
કલરવ થકી ગાય એ ન્યારી ધરા સ્વજનસી

 

ઘૂમું ગગન મધ્યમાં બંધન લઈ ધરણનાં
‘દીપ જલતાં ખીલતી પ્યારી ધરા સ્વજનસી

રમેશ પટેલ(આકાશદીપ)

……………..

Read Full Post »

કાશ્મિર સરહદને સળગતી રાખવી, દેશહિતને નુકશાન કરતાં તત્ત્વોને આતંકી ઓથે મદદ કરવી, ધર્મના નામે બાળમાનસને  જેહાદી અફીણ પાવાની નીતિ એ … પડોશી દેશની રાજરમત વર્ષોથી ચાલે છે. વાટાઘાટોની છેતરપીંડી કરી, ભારતની લોકશાહી

 શાસનને ઊઠાં ભણાવી રાખે છે. દેશમાં પક્ષાપક્ષીની 

રમત ,ભાવીનાં જોખમોને અણદેખ્યાં કરવાની રીતરસમ ઘાતક છે…એ દીવા જેવું સ્પષ્ટ છે…

એ નેતાઓ સમજે તો સારું.

A news…Gujarat Samachar

પાકિસ્તાન દ્વારા ગયા મહિને દરરોજ ગોળીબાર કરવામાં આવ્યો અને આ મહિને પણ તેની નફ્ફટાઇ ચાલુ જ રાખી છે. પાકિસ્તાને સરહદી ગામડાઓ અને ભારતીય સૈન્યની ચોકીઓને નિશાન બનાવી અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. એલઓસી પાસે પૂંચ અને રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને કરેલા આ તોપમારામાં ભારતના ચાર જવાનો શહીદ થઇ ગયા છે જ્યારે ત્રણ જવાન સહીત કુલ આઠ લોકો ઘવાયા હતા. સરહદી ગામડા અને ભારતીય ચોકીઓ એમ બન્નેને પાકિસ્તાન સૈન્યએ નીશાન બનાવ્યા હતા. જે ત્રણ જવાનો શહીદ થયા છે તેઓ પૂંચ સેક્ટરમાં તૈનાત હતા. જ્યારે આઠ ઘાયલોમાં ૧૫ વર્ષીય યુવતી શેહનાઝ બાનો અને ૧૪ વર્ષીય યાસીન આરીફનો સમાવેશ થાય છે. અહીં આવેલા ઇસ્લામાબાદ ગામમાં આ બન્ને સગીર વયના ઘવાયા હતા, અને તાત્કાલીક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સજાવો શસ્ત્રો હવે…..રમેશ પટેલ(આકાશદીપ)…

 

ચેતો ફરે બૂરી નજર, વતનના અભિમાન પર

મા  ભોમ  દે હાકલ તને, સજાવો  શસ્ત્રો  હવે

 

સંહારની   લીલા   વડે ,  શત્રુ   રંજાડે   ધરા

યુધ્ધે  ભરો ડગ  સુભટો, સજાવો  શસ્ત્રો  હવે

 

ના સમજતો આતંક  આ,  સભ્યતાની  વાતડી

રણહાક   દઈ   શંખથી,   સજાવો   શસ્ત્રો   હવે

 

છે ખ્યાત જ ખુમારી જગે,  સતપથે  દે ગર્જના

સાગર તથા અંબર પટે,  સજાવો   શસ્ત્રો   હવે

 

કાયર નથી ગીતા વદે, નરપુંગવ  વિશ્વાનલ

અન્યાયને   પડકારવા,  સજાવો  શસ્ત્રો    હવે

 

છે  સાહસે   શૂરા  બંકા,  કસુંબલ   રંગો  ધરી

ફરફર ફરકવા શાનથી,  સજાવો  શસ્ત્રો  હવે

 

‘દીપજી નથી ગાથા મહા, શહીદી સમ યુધ્ધમાં

જયઘોષ  કરવા  માતનો, સજાવો   શસ્ત્રો  હવે

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

એકાન્તમાં….રમેશ પટેલ(આકાશદીપ)
ગઝલ..છંદ-મદીદ

 

કષ્ટ કોલાહલ તણા સર્જતા અજંપા ઘણા
શ્રેષ્ઠ સર્જન જગતનું ફૂટતું એકાન્તમાં

 

 

થાય ભાટાઈ જ, ભેળાં મળે અળવીતરાં
પૃથકતા પામો, પટાક પટતું એકાન્તમાં

 

 

સંગ સૂર્યોદય રમે ભ્રમણાઓ ભૂખડી
જ્યાં ઢળે આ રાતડી જ શમતું એકાન્તમાં

 

 

ભાર લાગે ભાંજગડના સદા અંતરમહીં
નીરવ મને શ્રેય સૌ ટપકતું એકાન્તમાં

 

 

તોછડાતાં તરફડે કમનસીબી આયખું
રાખ જીગર ખાળ એ સબડતું એકાન્તમાં

 

 

વેરના આતશ શમે પ્રેમની જલધારમાં
વાત વ્હાલી ફૂલડું ઘૂંટતું એકાન્તમાં

 

 

ખૂબ ખેલ્યા ખોટના કપટ ધીંગાણા જગે
છોડ મદ, જાશે મળી ખૂટતું એકાન્તમાં

 

 

રંગ વાતાવરણમાં ગજબના છાયી ગયા
ભાગ્યશાળી! રટ જ ગીત ગમતું એકાન્તમાં

 

 

માણવા ઓ ‘દીપ એકાંતવાસો મનભરી
લૂંટજે લાખેણ રબ જાગતું એકાન્તમાં

 

રમેશ પટેલ(આકાશદીપ)
…………………………………………

Read Full Post »

ધીરે ધીરે દિવસની રોશની સંધ્યાકાળે ઓછી થતી જાય છે. બે ઋતુઓનો સંધીકાળ સંદેશા દઈ રહ્યો છે. દિવસે ઓતરા-ચીતરાનો તાપ કઠે ને રાત્રે ઠંડા વાયરા,એટલે કે શિયાળો આવશે, એવી છડીનો પોકાર…ઋતુ ઋતુના ખેલો ને સાથે વિશ્વમાં પ્રવર્તતી અજંપાની સ્થિતિ…મનને જરૂર દઝાડે…આવો એ ભાવોમાં રમીએ.

દાઝી ગયો…રમેશ પટેલ(આકાશદીપ)

મોટા થવાનો અભિનય કરી થાકી ગયો

સૂરજ થવાના સ્વપ્ન થકી દાઝી ગયો

  

ખૂબી થકી વિસ્તરતો ગયો આવેશમાં

ખંધીજ એકલતામાં ડૂબી ત્રાસી ગયો

 

સપનાં સજી સોનેરી દિલે ફાવી ગયો

આ બાળપણની મૂડી ગયે દાઝી ગયો

 

સાથે સમયની પળપળ રહી હાંફી ગયો

ક્યાં દોષ દેવો ૠતુ ,તુજ સંગે પાકી ગયો

 

આકાશમાં ઘૂમે વાદળો તરસે રણો

ને ‘દીપ અંતરે તડપન થકી દાઝી ગયો

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

”દિલથી મોટુ કોઇ પુસ્તક નથી” તેમ પૂ.મોરારીબાપુએ આજે ગ્રીસ દેશમા આયોજીત શ્રી રામકથાના પાંચમા દિવસે જણાવ્યુ હતું

(Thanks to webjagat for this picture)

પૂ.મોરારીબાપુ… ગુરૂ સાગર જેવો ગંભીર હોય છે. તે ચંદ્ર જેવો શીતલ હોય છે. સાધુ પુરૂષ મણિ જેવો કાંતિવાન હોય છે બુદ્ધપુરૂષ પૃથ્વી જેવો સહિષ્ણું હોય છે. તે  સર્પની જેમ અનિશ્વિત હોય છે. સાધુ પુરૂષ આકાશ જેવો નિર્લભ હોય છે.

   સુકરાતના મતે, આત્મપરિક્ષણ વગર જીવનનો કોઇ અર્થ નથી. ત્રણ રીતથી આત્મપરિક્ષણ થઇ શકે છે. (૧) મોકો મળતા જ સાધક એકાંત સેવે.એકાગ્રતા અને એકાંતમાં બહુ મોટો ફરક છે. એકાગ્રનો અર્થ જ એ થાય કે એમાં કોઇ બીજો છે. મતલબ કે તમે ખાલી નથી. એક ખુબ સુંદર શેર છે.

   પહેલે ખુદ કો ખાલી કર,

   ફિર ઉસકી રખવાલી કર.

   એકાંત અર્થાત એકનો પણ અંત. (૨) મૌન, આત્મપરિક્ષણ માટે મૌન ખૂબ જરૂરી છે.

   હજારો આફતો સે

   વો બચે રહેતે હૈ,

   જો સુનતે હૈ જ્યાદા,

   કમ બોલતે હૈ !

   અને (૩) આત્મપરિક્ષણ માટે કોઇ પહોંચેલા ફકીરની પાસે જઇને બેસો.સુકરાતે આત્મપરિક્ષણના આ ત્રણ રસ્તાઓ સાધકને બતાવ્યા છે. સુકરાત એ જ્ઞાનનો, વિરાગનો, વિજ્ઞાનનો અને વિચારનો માણસ હતા

Thanks to Akila News.

…………..

  ભૂલ્યા  કરું…..રમેશ પટેલ(આકાશદીપ) 

 

 

છું   વાર્તા  ને, જીંદગીને   વાર્તાથી  ગૂંથ્યા  કરું

જાતી  સરતી  જીંદગીની વાર્તા,   ભૂલ્યા  કરું

 

ઝૂમ્યા  જ   કરું, વાયરે  વાસંતી  કલશોરે  બધે

દાન  જ  દેતું  દૂર કોક  જ તપતું, એ ભૂલ્યા કરું

 

ગમ્યા  જે   રંગો  બધાએ  પૂરી  રંગીલો   ફરું

કાબર-ચીતરી જાત થાતી જ જતી, એ ભૂલ્યા કરું 

 

થોડો   સાચો   અંદર  જ  છૂપાવી  ડોકાયા  કરું

જે   દર્પણમાં  છદ્મવેશી   દીઠો  ભૂલ્યા  કરું

 

હો  બે નજરોના   સદા સરવાળા , એ રટ્યા કરું

ભૂલી  પ્રેમ  છકી  જગે ટકરાશે, એ  ભૂલ્યા   કરું

 

દેતો  સંદેશા  ફરું,  થાજો  ફૂલ  સમા    જગે

ભાગ્યમહીં  છે  પથ્થરે પીસાવું  ભૂલ્યા  કરું

 

વંદન કર મા ભોમ ને તું આકાશદીપ‘  ઝળહળી

છે  બંધન    મીઠડાં મોંઘાં, ના  એ ભૂલ્યા  કરું

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

 વરસાદ પહેલાં વાતાવરણ બાફ મારે છે, રાજકીય પારો એકબીજાથી સુપર દેખાવા સદા ઉછાળા મારે છે…યુરોપીઅન યુનીઅનથી બ્રીટન બહાર જઈ રહ્યું છે..ને આર્થિક ભરતી-ઓટ હવે ખેલ ખેલશે… NSG ના સભ્યપદ માટે ભારતની દાવેદારી માન્ય ન રાખવાની વિશ્વની ચાલથી , વડાપ્રધાન સામે રાજકીય પ્રતિસ્પર્ધીઓ ખુશ થઈ બોલી રહ્યા છે…દેશના ભાવીને ઠેશ લાગે તેનો વશવશો થતો નથી..એય બલિહારી છે.

સાચે જ કઈંક ખૂટે છે?

   સારા ચોમાસાની આશા સાથે…મોંઘવારીમાં રાહત માટે પ્રજા તલસે છે…એક મજાની વાત…પાણીના સ્ટોકની કરીએ તો..પૃથ્વીનો છેડો ગણાતા..સાઉથ પોલ..અટાર્કટિકા પર પૃથ્વીપરના ફ્રેશ વૉટરના ૭૦%ટકાનો સ્ટોક છે. વસ્તીના મળે…વિપરિત આબોહવા..વર્ષમાં બે જ વાર સૂરજદાદા ઊગે ને આથમે…ને હવાની સ્પિડ ૩૨૦કિ.મી./કલાકની રમે. ૧૯૮૩માં ૨૧ જુલાઈએ..માઈનસ ૮૯.૨ સેન્ટીગ્રેડ નોંધાયેલ..એ પૃથ્વીનો સૌથી ઠંડો દિવસ ગણાયો છે…અહીં ખૂટે છે..સૂરજદાદાની કૃપા..પણ જો ગરમી વધે તો..સમુદ્રનું પાણી ૧૬ ફૂટ ઊંચે આવી જાય…એમ અનુમાન છે…એટલે પૃથ્વીનો આ ઠંડો છેડો…ઉપકારી છે. 

સંકલન-રજૂઆત…રમેશ પટેલ(આકાશદીપ) 

A news…Thanks Guj.Samachar…

પૃથ્વીનો છેડો ગણાતું આ છે દુનિયાનું સૌથી ઠંડું સ્થળ, અંટાર્કટિકાના FACTS પૃથ્વીનો છેડો ગણાતું આ છે દુનિયાનું સૌથી ઠંડું સ્થળ, અંટાર્કટિકાના FACTS

 

કઈંક ખૂટે છે….રમેશ પટેલ(આકાશદીપ) 

 

દીસે અધૂરો રૂઆબ પહાડ તવ

ઝરણાં સરીખું કઈંક ખૂટે છે.

 

તરૂવર છોને રમો જ લીલુંડાં

કલરવ સરીખું કઈંક ખૂટે છે.

 

છો ને છલકો જ ફૂલ કટોરા

પવન સરીખું કઈંક ખૂટે છે.

 

ઝરુખા ઝગમગ ચક્ષુ જ બાવરાં

તમ સરીખું કઈંક ખૂટે છે.

 

મલકે જોબન જ રંગ-રંગીલું

ઢોલ સરીખું કઈંક ખૂટે છે.

 

સજ ના રજની વધુ જ તારલિયે

પ્રભાત સરીખું કઈંક ખૂટે છે

 

મરકટ મન સૂણ વાત જ ટકાની

રટ તારામાં કઈંક ખૂટે છે.

Read Full Post »

સુરતી બોલીની એક ઓર જ મજા છે. ..વળી બીન સુરતી એવા આપણે, બે સુરતીઓની વાતો સાંભળીએ તો વાત ગમે તે હોય..એ બોલી લઢણને માણીએ..એટલે જાણે જમણવારમાં મિષ્ટાન મળી ગયા. અહીં બ્રુન્સવિક(જ્યોર્જીઆ) ગુજરાતી સમાજના અનેક સમારંભોમાં . …થોડાક મિત્રોની સુરતીબોલીની આગવી મીઠાશ માણવાનો મોકો મળતો રહે છે જ , એ બધાની યાદ આજે, આ.ચીમનભાઈની…” કેટો ની ”  ગઝલની મજા માણતાં યાદ આવી ગઈ. એક રંગીલા સુરતી કાકા,  ને ૭૫ વર્ષે પણ અડીખમ, દેશ કે પરદેશમાંના મિત્રો કે સગાવહાલાં બધાને પોતાના ત્રાજવે તોલવાની આવડત,  અહીં સમાજના બધા જ તેમને ઓળખે..સૌની સાથે ભળી જાય..કોઈ પણ ટોપીકના દોરને પકડી..ગબડાવે જ રાખે…ક્રિકેટની વાત ચાલતી હતી ને તે આવી પૂગ્યા. ..કોની બેટીંગ?.વિરાટની બેટીંગ?.. જામવાનો… ના કાકા… સામેવાળાનો દાવ છે.

કાકા  …આપણા પોયરા એટલે બસ આપણા…જો.. જો..એવો દડો લાયખ્યો.. એવો દડો લાયખ્યો.. કે આઉટ કરી લાયખ્યો…તેમના ચેહરાની ખુશી એટલે જાણે સુરતી ઘારી. આવો આજે સુરતી બોલીની મજા લૂંટીએ…સૌજન્ય સહ…..શ્રી ચીમનભાઈ  …. ડો. શ્રીરઇશ મનીયાર

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

…………………………

કેટો ની?….ચીમન પટેલ ‘ચમન’

કેરી જો નિકળે ખાટી તો કેટો ની!

દાંતે જો ના ચવાઈ  તો કેટો ની!

 

બાયડી કદી બગડી તો કેટો ની!

મારે જો વેલણ લઈ તો કેટો ની!

 

મંદિરનું મફતનું તું લઈને છે ખાય,

ભગવાન જાય રિસાઈ તો કેટો ની!

 

બોલવા નાદે કોઈને ભઈ તું કદી,

કોઈ મોં સીવી જાય તો કેટો ની!

 

માથું મારવા જોઈએ તારે તો બધે,

કોઈ સવાયું મળી જાય તો કેટો ની!

 

પૈસા માગી ના આપે પાછા તું કદી!

જાય તને બધા  ટીપી  તો કેટો ની!

 

ઈર્ષા ને દ્વેષમાં જીવે ભલા તું ચમન

રોગો પછી જો નિકળે ફૂટી તો કેટો ની!

 • ચીમન પટેલ ચમન’ (૧૨સપ્ટે૧૫)

 

 

 • …………………..
 • તો કે’ટો ની.. ડો. રઇશ મનીયાર

 • પન્નીને પહતાય તો કે’ટો ની.
  વાહણ જો અથડાય તો કે’ટો ની.

  અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
  પછી માથે ચડી જાય તો કે’ટો ની.

  અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
  એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

  ”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
  પછી ડોળા દેખાય તો કે’ટો ની.

  હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
  પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

  – ડો. રઇશ મનીયાર

 • (આભાર-લયસ્તરો)

Read Full Post »

પર્યાવરણ પ્રેમીની..બર્થડે વિશ

મનીષભાઈ દેસાઈ નામના ૩૯ વર્ષિય નાગરીકે કર્યું છે. તેઓને બાળપણથી વૃક્ષો વાવ્યા છે એટલું જ નહીં આ વર્ષે તો તેમણે  બીજા લોકો માટે એક નવતર પ્રયોગ કર્યો જેમાં તેમણે પોતાના જન્મ દિવસે તેમના મિત્રોને કહ્યું કે જો મને દિલથી બર્થડે વિશ કરવી હોય તો બધા એક વૃક્ષ રોપી મને ફોટો વોટ્સએપ કરો તો હું માનું કે તમે મને ચાહો છો એટલું જ નહીં આ વૃક્ષ આવતા બર્થડે સુધી કેટલું થયું તે પણ મને આવતા વર્ષે વિશ કરતા પહેલા ફોટો મોકલી જણાવવાનું રહેશે.

સમાચાર-સૌજન્ય ગુજ.સમાચાર

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

ધરા સ્વજનસી.….રમેશ પટેલ(આકાશદીપ)

છંદ…બસીત (ગઝલ)

ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની

ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી

 

કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી
કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી

 

જાણી કથા સ્વર્ગની રૂપલી બધી હરખથી
શ્રધ્ધા વિભૂતિ સત જ સુચારી ધરા સ્વજનસી

 

જન્મ ધરી ભોમકા ખીલ્યો થઈ લીલુડો
ફૂલો ધરી બનું હું પૂજારી ધરા સ્વજનસી

 

ઘૂમે નભે નજર તું બની વાદળી વિરહની
મ્હેંકે મમતથી ઉરે પ્યારી ધરા સ્વજનસી

 

મેઘલ જલ અમી ભરી હરખાવતા વતનને
કલરવ થકી ગાય એ ન્યારી ધરા સ્વજનસી

 

ઘૂમું ગગન મધ્યમાં બંધન લઈ ધરણનાં
‘દીપ જલતાં ખીલતી પ્યારી ધરા સ્વજનસી

રમેશ પટેલ(આકાશદીપ)

…………………….

મીઠડી આ વાયરાની વાત…..રમેશ પટેલ(આકાશદીપ)

મઘમઘતા વાયરા
વસંતના   ડાયરા
કૂંપળ સંગ માંડતારે વાત
ફૂલડાંથી સજશું  રે  ભાત…મીઠડી આ વાયરાની વાત

ટહુકતી     ઋતુ
હરિયાળી ભાતુ
કલરવના મીઠડા રે ગાન
રોમરોમ પ્રેમના  રે પાન…મીઠડી આ વાયરાની વાત

ખૂલ્લા  તે   વનમાં
ખૂલતું કોઈ મનમાં
સૌરભના છલકે રે જામ
હૈયામાં   હરખના ધામ..મીઠડી આ વાયરાની વાત

ધરતી ગગનની
ઉરના  ઉમંગની
રસકસતી તસતસતી જાત
મીઠડી આ વાયરાની વાત(૨)

Read Full Post »

  ક્વીન ઈલીઝાબેથ…પ્રીન્સના પર પર પરદાદાઓનો પ્રેમ ગુજરાતના સુરત શહેરમાં પાંગર્યો..

(with thanks of  net world  for this picture and news)…visit to India…વીથ ગ્રેટ રીસ્પેક્ટ ઓફ રોયલ ક્વીન ઈલીઝાબેથ)

 

ગુજરાતના સુરત શહેર સાથેના  એ અહેવાલને અમારા ઈ..મિત્રોએ  નેટ દરબાર ભરી સૌને ડોલાવ્યા…એમના  આભાર સાથે આવો ગુર્જરીના  એ વૈભવને..લયસ્તરોના વિશેષ આભાર સાથે સંકલનથી  માણીએ.

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

………………………………..

આતાજી

      અમારા મનની વાત જુ’ભાઇએ કરી મા શ્રી પન્નાલાલ ગુજરાતનાં ઇશાનિયા ખૂણામાં બોલાતી લોકબોલીને એના લોકલહેકાઓમાં અને આરોહ-અવરોહયુક્ત લઢણમાં રજૂ કરી છે. એમની નવલકથાઓમાં વપરાયેલા પ્રાદેશિક બોલીગત શબ્દો એ પ્રદેશનાં આખા જાનપદી વાતાવરણનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે .

  તમારી આતાવાણી – દેશીન્ગની ભાષા તમારી આગવી શૈલી  વાચકના મન અને હ્રદયને ભાવોર્મિથી ભરી દે છે. કથન, વર્ણન અને સંવાદ જે તે પાત્ર, પ્રંસગ અને પરિસ્થિતિને અનુરૂપ પ્રગટ થયા છે. આમ, ગ્રામીણ પરિવેશનું આલેખન અને પ્રાદેશિક લોકબોલીનો વિનિયોગ આપની  વિશેષતા બની રહે છે. આ એલીઝાબેથ…! 

 ઇશ્વરે આ ધણી-ધણિયાણી વચ્ચે કેવી લેણાદેણી લખી છે !

 કોણ હવે કોદાળી લઇને ધરતી ઢંઢોળે, 

કોણ હવે સમશાન જગાડી ખપી ગયાને ખોળે,

કોણ હવે કહેવાના ગરવી ગૌરવની કહાણી 

વેલડું જોડાયું  એલીઝાબેથ જેવી બળુકી સ્ત્રી 

યાદ આપે

 તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ,

નર પટાધર નીપજે, આયો મરધર દેશ. 

તેની પ્રેમકથા નિમિત્તે અહીં ગ્રામપ્રદેશનું વાતાવરણ અને અહીંનો પ્રાદેશિક પરિવેશ ભરપૂર રીતે પ્રસ્તુત થયા છે. બહુશ્રુતપણું, બહોળી અનુભવસૃષ્ટિ, પહોળી વિદ્વતા, એ બધાને નવસર્જનમાં અનિવાર્ય સ્થાન છે પણ એનાં કરતાંય વધુ અપેક્ષા છે આપના આયુષ્યનાં અંત સુધીની પાંચ પેઢીની કથા દ્વારા મહાકથાનું આયોજન કર્યુ છે. જો કે કલાદૃષ્ટિએ  તેમના જેવી ક્ષમતા આમા સાબિત થતી નથી પણ અમારા જુ’ભાઇ કહે છે તેમ-‘तमारी कने तो साची वातो छे !! शब्दोमां नीतरी जाव एवी…આપનું ફ્રેકચર અમારી દીકરીની  યાદ આપે પહેલા ફ્રેકચરે વિવાહ થયો અને ના કોર્ટે લગ્નનો ખર્ચો આપ્યો !અને બીજા ફ્રેકચરે તેને લોહી આપવા લાઇન લાગી,પગમા લોખંડના સળિયા નંખાયા,પીઠમાંથી ચામડી ઉતરડાઇ તો કહે ચિપક રહા હૈ બદન પર લહુ સે પૈરાહન , હમારી જેબ કો અબ હાજતે રફુ ક્યા હૈ?’ અને બીજા પુસ્તક પ્રગટ થયા……

…………………………..

પૂજ્ય આતાજી, ઈલિઝાબેથની વાત વાંચવાનોઆનંદ થયો. મને યાદ આવી ગયા મારા મિત્ર પ્રદ્યુમ્ન  તન્ના  જેમણે ઈટાલીમાં રહેઠાણ બનાવ્યુ હતું અને જે મોટા ગજાના કવિ અને ચિત્રકાર હતા. તે રોઝાલ્બા નામની છોકરીને પરણ્યા હતા. જુવાનીમાં પરણ્યા ત્યારે પત્નીને તેમના સૌરાષ્ટ્રના ગામડાંમાં લઈ ગયા હતા. ત્યારે રોઝાલ્બાની વર્તણુક  ઈલિઝાબેથ જેવી જ હતી. તે વાતો યાદ આવી. ઈલિઝાબેથને સલામ.

હરનિશ ના સ્નેહ.

સ્વ.પ્રદ્યુમ્ન તન્ના એક સરસ કવિ હતા.

 

લયસ્તરો ની આ લીંક પર એમનાં ઘણાં કાવ્યો વાંચી શકાશે.

લયસ્તરો » પ્રદ્યુમ્ન તન્ના

……………………..

જોબનીયું આજ રમતું હાલ્યું……રમેશ પટેલ(આકાશદીપ)

 

જોબનીયું…. જાણ્યું ના જાણ્યું ને ઊડી જાશે

જોબનિયાને રંગમાં રાખજો રાતું,

કે જોબનિયું જાશે હાલ્યું ગાતું

 

પ્રેમનું તો ડમરું

મદમાતી નજરું

હસી હસી કોણ ખોવાતું ? સહિયર મોરી

જોબનિયું   ઝાલે  ના  ઝલાતું,

કે જોબનિયું આજ રમતું હાલ્યું

 

હૈયું  રે હરખાતું

મનડું વલખાતું

વસંતને    વાયરે  કોઈ  વીંટાતું….       સહિયર મોરી

છાનું છાનું  શું મલકાતું.. કે જોબનિયું આજ રમતું હાલ્યું

 

કામ ણિયું   કજરારું

ને શ્રાવણીયા  ધારું

મૂછના     દોરામાં    શીદ     લપટાતું……. સહિયર મોરી

ઢોલને તાલે થનગન થાતું….કે જોબનિયું આજ રમતું હાલ્યું

 

પ્રેમની રે વાતું

જીવનનું  ભાથું

વહાલના વાયરે પરદેશ જાતું…… સહિયર મોરી

પળપળ  જાતું  વિખરાતું…

કે જોબનિયું આજ રમતું હાલ્યું

 

કેમ  બાંધું રેશમિયા  ધાગે?

જોબનિયું  ઉડતું જાતું વાટે

કે જોબનિયું આજ રમતું હાલ્યું

……………………..

હલચલ થઈ ગઈ.….સુશ્રી દેવિકાબહેન…સાભાર

અણધારી આ હલચલ થઈ ગઈ.
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચીનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દૂનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્જવળ થઈ ગઈ.

સુશ્રી દેવિકાબહેન…સાભાર(ગઝલ…શબ્દોને પાલવડે-બ્લોગ)

 

  

દેવિકાબહેન…સાભાર(ગઝલ…શબ્દોને પાલવડે-બ્લોગ)

Read Full Post »

Older Posts »