Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ 17th, 2022

પાવન પર્વ જન્માષ્ટમી…

આકાશદીપ

શ્રાવણ વદ આઠમ…નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી..

(Thanks to webjagat for these pictures)

 શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એટલે કે શ્રીવિષ્ણુભગવાનના ૨૨મા અવતારનું પ્રાગટ્ય..  અર્ધરાત્રિ એટલે કે રાત્રે 12 કલાકે મથુરા નગરીની અંધારી કાળકોટડીમાં વાસુદેવના પત્ની દેવકીના ગર્ભથી બાળસ્વરૂપે શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થયા..ધસમસતા યમુનાજીને પાર કરી, હાલ્યા ગોકુળની વાટે.વૃંદાવનનો એ કનૈયો,ગોપાલો, ગીતાના ગાનાર શ્રીકૃષ્ણનું શિક્ષણ, ઉજ્જૈનમાં ગુરૂ સાંદીપનિને ત્યાં થયું હતું. તેઓ અહીં 64 દિવસ રહ્યાં હતાં અને આ દિવસોમાં શ્રીકૃષ્ણ 64 કળામાં પારંગત થઈ ગયા હતા. આપણે પણ એ સ્થાનકે, ક્ષિપ્રાને કાંઠે,શ્રી વલ્લભાચાર્યની પીઠે ,દર્શન કરી ધન્યતા માણી છે..એ કેમ વિસરીએ. એ સુદામાના સખાએ,  બલરામ સાથે,  ગુરૂ સાંદિપનિ પાસેથી માત્ર 64 દિવસમાં જ 64 કળામાં નિપૂળતા પ્રાપ્ત કરી લીધી હતી. આ કળાઓની મદદથી શ્રીકૃષ્ણ અને બલરામ કેટલાય મહાયુદ્ધોમાં જીત પ્રાપ્ત કરી હતી. ગુરૂ સાંદીપનિએ શ્રીકૃષ્ણ અને બલરામને બધા વેદ, ઉપનિષદ, મંત્ર તથા દેવતાઓ સાથે જોડાયેલું જ્ઞાન, ધનુષ્ય વિદ્યા, મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોની સાથે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન પણ આપ્યું હતું…ભાઈ કનૈયો એ કનૈયો..સહુના દિલ જીતી ગયો…
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

કૃષ્ણએ માત્ર 64 દિવસમાં જ શીખી હતી, આ ચમત્કારી 64 કળાઓ!

(Thanks to…

View original post 600 more words

Read Full Post »