લાલજીને વ્હાલા હિંડોળા..
બ્રહ્મ સત્ય…
ભારતીય સંસ્કારિતાનો પાયો વેદ છે. માનવજાતના સૌ પ્રથમ ગ્રંથ તરીકે ‘ઋગવેદ’ ને સ્વીકૃતિ મળેલી છે. ડાકોરમાં કમળાકાર માત શારદાનું મંદિર , દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય
દ્વારા નિર્મિતમાં, ‘ઋગવેદ’ ની પ્રત ગોખમાં રાખેલી છે, એના દર્શનથી એક અહોભાવ અંતરે ઝબકે છે. અગ્નિવેદના પ્રથમ સૂક્તમાં ‘સત્ય’ શબ્દ પ્રયોજાયો છે…ઋષિના ઉદગાર…
અગ્નિર્હોતા કવિક્રતુઃ
સત્યઃ ચિત્રશ્રવસ્તમઃ!
દેવો દેવેભિઃ આગમત।।
(ઋગવેદ૧,૧,૫)
ઋષિ કહે છેઃ કવિની પ્રતિભા ધારણ કરનાર, દેવોનું આવાહન કરનાર, સત્ય(વિશ્વાસપાત્ર), અત્યંત સુંદર અને કીર્તિમાન એવા અગ્નિદેવોને સાથે લઈને અગ્નિ (અમારા યજ્ઞમાં) ઉપસ્થિત થાય.
ઉપનિષદના પ્રાણવાન મંત્ર..સત્ય માટે આજે પણ ઊર્જા પ્રદાન કરે છે.
સત્યમેવ જયતિ નાનૃતમ।
સત્યં વદ ધર્મ ચર
સત્યં બ્રહ્મ
સત્યં જ્ઞાનં અનંતં બ્રહ્મ
…….
ઉપનિષદનો એક મહામંત્ર-
આકાશશરીરં બ્રહ્મ।
સત્યાત્મ પ્રાણારામ મનાઅનંદં।
ઈતિ પ્રાચીનયોગ્ય ઉપાસ્સ્વ॥
(તૈત્તિરીય ઉપનિષદ ૧,૬)
ઋષિ વદે છે.. બ્રહ્મનું શરીર આકાશ જેવું છે. બ્રહ્મનો આત્મા સત્ય છે. એ બ્રહ્મ બધા જ પ્રાણોનું વિરામસ્થાન છે. એ બ્રહ્મ મનને આનંદ આપનારું અને શાંતિથી ભર્યું ભર્યું છે. એ
બ્રહ્મ અવિનાશી છે . એમ સમજીને હે પ્રાચીનયોગ્ય, તું એ બ્રહ્મની ઉપાસના કર.
આધાર- ‘ટહુકો ‘ ..ગુણવંત શાહ
હીંડોળા દર્શન…Thanks for picture

અષાઢમાં લાલજીને પ્રેમે હીંડૉળે ઝુલાવવાની મજા કઈંક ઓર છે. ભારતની પુણ્યભૂમિ પર અવતાર લઈ , સદા ંઆપણ ને ેઆનંદ ઝુલે ઝુલાવતા, લાલજીને આજે હૈયે ઝુલાવી ગાઈએ..
રે લાલજી ને વ્હાલા હીંડોળા…..રમેશ પટેલ(આકાશદીપ)
રે ઢોલ વાગે ને ઊડે ગુલાલ
બાંધ્યા અમે ચાંદી હીંડોળા
ઝૂલો ઝુલાવું રે ભરી ભાવ
રે લાલજી ને વ્હાલા હીંડોળા
આંગણ પધારજો અષાઢી નોમજી
દે ગોવર્ધન તેડાં ઠાકોરજી
હીંચો હરિ હરખથી ઊંચે રે ડાળ
રે લાલજી ને વ્હાલા હીંડોળા
આવી છે શુક્લા શ્રાવણની નોમજી
દે છે સાદ ઘેલાં રાણી રે યમુનાજી
ઝૂલાવું જઈ ઊંચે કદમની ડાળ
રે લાલજી ને વ્હાલા હીંડોળા
હીંચે જ વૃન્દાવન ને હસે માવડી
નાચો રે મોરલા થનગન રૂપાળા
સ્નેહની અમે બાંધી અમે …
View original post 189 more words
પ્રતિસાદ આપો