કેલિફોર્નિઆ, ઓરેન્જ કાઉન્ટી , ફૂલરટન – કેમ્પસ થીએટરમાં, ગુરુ- શિષ્ય પરંપરાથી ખ્યાત , ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યની પ્રસ્તુતી માટે – ખુશી પટેલના રંગ મંચ પ્રવેશનું ભવ્ય આયોજન , શંકરા નૃત્ય એકેડમીના સંસ્થાપક આરતી માણેક / વિશ્વ ખ્યાત ગુરુ અભય મિશ્રાજીના આશિષ સાથે, શ્વેતા અને ચંદ્રેશ પટેલ દ્વારા પ્રસ્તૃત થયું.
ભારતીય સંસ્કૃતિ એટલે અનેક કળાઓનો ભંડાર. શિશુવયથી જ ખુશીની નૃત્યકળા પરત્વેની ચાહત જોઈ, ઉત્તર ભારતીય ‘બનારસ ઘરાના’ની શાસ્ત્રીય તાલીમ માટે માતા શ્વેતાએ રસ લીધો. શિસ્ત , ધૈર્ય , સમર્પણ ને ઉપાસના સાથે મહત્વાકાંક્ષી ખુશીએ, અભ્યાસની સાથે સાથે ,લગાવથી અવિરત સાધનાથી પોતાની પ્રતિભા પાંગરી દીધી. મહામારી કોરોના ને પગમાં ફેક્ચર વગેરેના વિઘ્નો છતાં , પડકારો ઝીલતાં નવ વર્ષમાં કથક કલાનાં ત્રણે અંગો, ખુશીએ કૌશલ્યપૂર્ણરીતે આત્મસાત કર્યાં.
થીએટરના પ્રવેશ દ્વારે ને પ્રસ્થાન ગેલેરીમાં, શ્વેતા, વિતલ ,બીના અને ભાવિકાએ વિશિષ્ટ રીતે સજાવટ ને સુશોભનથી અનેરું આકર્ષણ કરતી સજાવટ કરી, ખુશીની ભવ્ય કથક શૈલી મુદ્રાની તસ્વીરો , ટીવી ડીસપ્લે ને દર્શનીય મૂર્તિઓ , પધારેલ મહેમાનો માટે યાદગાર તસ્વીર સ્થળ બની ગઈ ને ઈંતઝારીથી સૌને ભરી દીધા.
કથક નૃત્ય કલા એટલે સંગીત , લય ,તાલનો ત્રિવેણી સંગમ. કથક એટલે કહેવાની કલા..જેની પ્રસ્તુતિ એટલે…. એક આગવી છટા અભિવ્યક્તિ,
સંગીતજ્ઞ ટીમ -નીલ કુમાર, રવિન્દ્ર દેવ, આકાશ પૂજારા અને સિતારવાદક દવે કીપ્રીઆની સાથે , સુમંગલ સંગીતથી થીએટરને કથક તાલથી ગુંજતું કરી દીધું.
સુસ્વાગતમ્ આવકાર સાથે ઉદઘોષક મોટી બહેન જાનકી પટેલ અને શૈલજા ભગતે , કાર્યક્રમનો શુભારંભ કરતાં – ખુશીને આવકારતાં કહ્યું કે…
સ્વયંમ્ તારલા બની ઝબકે તો , રાત કેમ રઢિયાળી ના બને?
ફીર એક બાર સુહાની શામ આયી
ઢેર ખુશિયાઁ , ખુશીકે સંગ આયી.
શૈક્ષણિક કાર્કિર્દીમાં , રીવર સાઈડ કાઉન્ટી એજ્યુકેશનલ બોર્ડ દ્વારા, હાયર સેકન્ડરીમાં પ્રથમ સ્થાન માટે પુરુષ્કૃત , પ્રતિભા માટે સન્માનિત ખુશીએ..
પ્રથમ વંદના માટે નટરાજ શિવની આરાધના સાથે, કથક રંગમંચ પર ગૌરવ પ્રવેશ કર્યો. તાલીઓના ગડગડાટથી થીએટર હર્ષવિભોર બન્યું. લય , નૃત્ય અને દર્શનીય અભિનયથી, ગંગા- અવતરણ, ડમરું , તાંડવ નૃત્ય સાથે અદ્ભૂત શિવ દર્શનાથી સોને ખુશીએ મંત્રમુગ્ધ કરી દીધા.
નૃત્ય પૂર્વે ..ખુશીએ જે રીતે શૈલીની વિશેષતા , કથકના તાલ અને રાગની માહિતીની સાથે સાથે,એક પછી એક , એકલવીર રીતે , કાર્યક્રમની સોલો પરફોરમન્સ પ્રસ્તુતિએ, સાધના , ખંત , પરિશ્રમની એક આગવી પ્રતિભાની ઝાંખી કરાવી,
ડો. પુરુ દધીચિ દ્વારા કોમ્પોઝીટ – જમુના કે તટ પર- કૃષ્ણની બાળ લીલા, નાગ દમન ને ગોપી ભાવ હોયકે યોગેશ્વર ભૂમિકા – કથક શૈલીમાં મનભાવન પ્રસ્તુતિ કરી અમીટ છાપ ખુશીએ છોડી.
ખુશીની કલાને વહાલથી વધાવતાં , ગુરુજી અભય મિશ્રાએ , કાર્યક્રમની શિરમોર આઈટમ- પંડિત બીરજુ મહારાજ દ્વારા કોમ્પોઝીટ -નૃત્ય નાટિકા ‘ મા દેવી દુર્ગા’ માટે , વિશેષ પરિધાન ને રાગ મિશ્ર શંકરા , તાલ- કેહેરવા, ૮-બીટ્સ માટે ખુશીને આમંત્રણ આપ્યું.તેનાથી દર્શકો ખૂબ જ અભિભુત થયા.
વેશ પરિધાન, મેકઅપ-દરેક આયટમ માટે સહયોગ દેનાર- નીલજા ભગત, શૈલજા ભગત ને સ્મીતા એન. ની ભૂમિકાની પણ પ્રસંશા પાત્ર બની.
ગોપીનો ઈંતઝાર, રાધા- કૃષ્ણના દિવ્ય પ્રણય ભાવ અને રાસલીલાની છટાને , ખુશીએ અભિનય નૃત્યથી મનમોહક રીતે પ્રસ્તુત કરી. રોમેરોમથી હર્ષ અનુભવતા , સૌ દર્શકોએ ઊભા થઈ તાલીઓના ગડગડાટથી ખુશીને વધાવી લીધી.
તરાના, તીન તાલ, દ્રુત લયની પ્યોર કોમ્પોઝીશન, ફાસ્ટ ટેમ્પો , ભાવ મુદ્રા ને નૃત્યકલાની ઉપાસનાનો ખુશીનો સોલો કથક મહોત્સ્વ, ભારતીય ધરોહરનું એક યાદગાર સંભારણું બની ગયું. તથા વેશ પરિધાન, મેકઅપ-દરેક આયટમ માટે સહયોગ દેનાર- નીલજા ભગત, શૈલજા ભગત ને સ્મીતા એન. , અંકિતા ચેટરજીની ભૂમિકાની પણ પ્રસંશા પાત્ર બની.
અંતમાં , ચંદ્રેશ/ શ્વેતા અને રમેશભાઈ પટેલ (આકાશદીપ) અને સવિતાબેન પટેલ સૌએ આભાર દર્શનમાં આત્મિયતા છલકાવી ,ખુશીને અભિનંદન આપી સૌને પોતિકા બનાવી દીધા.
સમારોહ અંતે શ્રીમતિ આરતી માણેક અને ગુરૂજી શ્રી અભયશંકર મિશ્રાના આશિર્વાદ કુ.ખુશી માટે જીવન સંભારણું બની રહેશે, શ્વેતાબેન તથા ચંદ્રેશભાઈએ ખુશીની કથક યાત્રા તથા સંસ્મરણ યાત્રાનો પરીચય કરાવ્યો. આ પ્રસંગે શ્રીમાન સુરૂ માણેક,વાસુ પવાર, જગ પુરોહિત, તેમજ ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ ( GSFC ) ના જીતુ પટેલ,ગુણવંત પટેલ, દુષ્યંત પટેલ, ભાનુ પંડયા તેમજ ચંદ્રિકા મિસ્ત્રી,લતા શાહ,તારાબેન પટેલ,ગીતાબેન પટેલ વગેરે સભ્યોની હાજરી ધ્યાનાકર્ષક રહી હતી.
ગુજરાત ટાઈમ્સ અને ગુજરાત દર્પણ ના પ્રતિનીધી કાન્તિ મિસ્ત્રી,હર્ષદરાય શાહ સૌએ ખુશીને શુભેચ્છાઓ પાઠવી હતી. અતિ આનંદીત એવા આ પ્રસંગના સમાપન બાદ સૌ ભાવકો પ્રિતિભોજ સાથે વિરામ પામ્યા. ભવ્ય આયોજન માટે સમગ્ર ટીમ અભિનંદન ને પાત્ર રહી.
( માહિતી:-હર્ષદરાય શાહ અને તસ્વિર:કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )
કથક રંગમંચ પ્રવેશ સમયે અદ્દભૂત પ્રતિસાદ મેળવતાં કુ.ખુશી પટેલને અભિનંદન
ફીર એક બાર સુહાની શામ આયી
ઢેર ખુશિયાઁ , ખુશીકે સંગ આયી.
વાહ , જેમનું નામ જ ખુશી છે!
નૃત્ય પૂર્વે ..ખુશીએ જે રીતે શૈલીની વિશેષતા , કથકના તાલ અને રાગની માહિતીની સાથે સાથે,એક પછી એક , એકલવીર રીતે , કાર્યક્રમની સોલો પરફોરમન્સ પ્રસ્તુતિએ, સાધના , ખંત , પરિશ્રમની એક આગવી પ્રતિભાની ઝાંખી કરાવી,
જાણી આનંદ તેની વીડિયો યુટ્યુબ હોય તો પોસ્ટ પર મુકશો
અમારા અંતરના આશીસ
કથક રંગમંચ પ્રવેશ સમયે અદ્દભૂત પ્રતિસાદ મેળવતાં કુ.ખુશી પટેલને અભિનંદન
ફીર એક બાર સુહાની શામ આયી
ઢેર ખુશિયાઁ , ખુશીકે સંગ આયી.
વાહ , જેમનું નામ જ ખુશી છે!
નૃત્ય પૂર્વે ..ખુશીએ જે રીતે શૈલીની વિશેષતા , કથકના તાલ અને રાગની માહિતીની સાથે સાથે,એક પછી એક , એકલવીર રીતે , કાર્યક્રમની સોલો પરફોરમન્સ પ્રસ્તુતિએ, સાધના , ખંત , પરિશ્રમની એક આગવી પ્રતિભાની ઝાંખી કરાવી,
જાણી આનંદ તેની વીડિયો યુટ્યુબ હોય તો પોસ્ટ પર મુકશો
અમારા અંતરના આશીસ
કથક નૃત્ય- ખુશી પટેલ રંગ મંચ પ્રવેશ.
our blessings to kumari Khushi for this great wonderful performance even in USA
આપના આશિષ ખુશીનું સૌભાગ્ય.. તેને પ્ખૂરતિભાવોથી ખૂબ જ
આનંદ થયો..ઉત્સાહ વધ્યો.
સાદર
રમેશ પટેલ(આકાશદીપ)