પ્રભુતામાં પગલાં..’ Goladen jubilee anniversary.
લગ્ન તિથિ…પ્રભુતામાં પગલાં પાડ્યાં યુગલ સવિતાબેન અને રમેશભાઈ – મે માસની ૧૯મી તારીખ સન ૧૯૭૨થી ૨૦૨૨ ના રોજ, પરમ કૃપાળુંની કૃપાથી ૫૦ વર્ષ એટલેકે નશીબવંતી ‘ Goladen jubilee anniversary’. સવસ્થ રીતે ઉજવવા સદભાગી થયા. માવતર, કુટુંબીજનો , પરિવાર અને મિત્રો સંગે , સંસાર અને સમાજ સાથે સરલતાથી , રણછોડરાય ભગવાનની કૃપાથી જીવન નૌકા હંકારી. સમય ને સંજોગો સાથે તાલ મીલાવી બંને એકબીજાના વિશ્વાસે સથવારે, સંતાનોના વિકાસમાં ફળીભૂત થયા એનોઆનંદ છે. દોહિત્ર પરિવાર સાથે સિનિયર સીટીજનની પણ મનભરી મજામાણી… સૌની સ્નેહ શુભેચ્છાઓ બદલ અંતરથી આભાર સાથે સૌને જય યોગેશ્વર..જય અંબે.
રમેશ પટેલ(આકાશદીપ)
સથવારે શોભ્યાં આંગણ ઉપવન
ઝીલી ટહુકો ટહુંકાવું રે મન
અનુભવે ખીલવ્યાં રે ઓરતાં
ઝૂલ્યાં જીવન, માંડી નવી વારતા
કુટુંબ કલરવે ગુંજ્યાં ચમન
ઝીલી ટહુકો ટહુંકાવું રે મન
પચ્ચાસમી લગ્ન તિથિએ મંગલ ગુલાલ
ઉરમાં ઉમટે રે ખુશીઓનાં પૂર .
ઝૂમ્યા હીંચકે સંગે બહુ દેશ – વિદેશ
શરણાઈના સૂરનાં સ્મરણ મધુર.
… …. ….
હતો લગ્ન અવસર ,ઘર આંગણ ને મજા અનેરી,
પધારી સ્વજન , હરખે દે વધામણી ભાવે ભલેરી.
પડશાળ પાટ ચોકે, ગોળ ધાણાને ગીતડાં મધુરાં
લહેરે મસ્ત ચંદરવો , ઝીલી શરણાઈના સૂર ધીરા
… ..,, …,
જોડી જાન હાલ્યા , દિન ઓગણીસ , મે માસ સન બોંતેર,
લીલુડા ડુંગર સરિતા ,સવિતા જેઠોલી રૂડાં સુખ-દ્વાર
મંગલ આવકારે ઝૂમે ,કુટુમ્બ કબિલા અભિલાષી
ધન્ય! પાવન સપ્તપદી પાનેતર , મહિસા ઉલ્લાસી
રમેશ સૂરજ ને સવિતા જલધારા, સપ્તરંગે રંગાયાં જીવન ધનુષા.
મળી ઘર કુટુમ્બ ને મિત્રોની હૂંફ, શિરે રમે નિત રણછોડરાય આશિષા.
યાત્રા , ઉત્સવ ને પ્રસંગો રૂપેરી ,જીવન ખીલ્યું ને માણ્યું બહુમૂલી.
હળવે હરખે જ હાલ્યા હમસફરી, વિશ્વાસે ધરી મુખી કુટુમ્બ ખુમારી.
પુત્રી પરિવાર દોહિત્ર , પ્રતિભા તારલા આ નવયુગી
સજાવે જ સપનાં ,સંસ્કારે મળી જાગીર શુભયુગી
પચ્ચાસમી લગ્ન જયંતિ, માસ મે ઓગણીસ સદી બાવીસની બલિહારી
સમાજ ઋણે, કંડારાઈ જીવન કેડી સંતોષ ધન સુખાકારી .
લગ્ન જીવન છે સોઢમ, તાલે વાગે જો સરગમ
પ્રભુતાનાં પગલાંએ , ફોરે જીવનમાં મધુ ફોરમ
સમય ટંકારે સ્વયંમને નાણી , સર્જન વૈભવે ઝગમગ આજ ‘આકાશદીપ’
ગૃહ- લક્ષ્મી જમાડે ભાવે પૂરણ પોળી, નમીએ પરમ ચૈતન્ય તું મહાદીપ.
રમેશ પટેલ(આકાશદીપ)

‘મે માસની ૧૯મી તારીખ સન ૧૯૭૨થી ૨૦૨૨ ના રોજ, પરમ કૃપાળુંની કૃપાથી ૫૦ વર્ષ એટલેકે નશીબવંતી ‘ Goladen jubilee anniversary’. સવસ્થ રીતે ઉજવવા સદભાગી થયા,’
આ પ્રભુકૃપા ગણાય આવી જ પ્રભુકૃતા આપના પર વરસતી રહે તેવી પ્રાર્થના
આપના આશિષ બદલ આભાર.
Sent from my iPhone
>
હાર્દિક અભિનંદન
ખૂબ ખૂબ આભાર.
Happy Anniversary
ખૂબ ખૂબ આભાર.
Happy Anniversary, રમેશભાઇ અને સવિતાબહેન ,આપ બન્નેનું સહ જીવન લાંબો સમય આનંદમાં વહે તવી હાર્દિક શૂભેચ્છા.
ઈન્દુ શાહ
આપના સૌજન્ય બદલ આનંદ સહ આભાર.
Sent from my iPhone
>
સ્નેહ્સભર અભિનંદન અને સ્નેહ -સ્વાસ્થ્ય ભરેલ સહજીવનની શુભેચ્છાઓ.
આપની શુભેચ્છા બદલ આનંદ સહ આભાર.