નવરાત્રી અને અંક ૯
ભારતીય સંસ્કૃતિમાં અંક ૯ છેલ્લો હોવાથી તે પૂર્ણ ગણાય છે, સાથે આ અંક નિર્ગુણનું પ્રતીક પણ છે. આપણા બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો પણ નવ છે. પ્રજાને ઉત્પન્ન કરનાર નવ મનુઓ, નવ દીપો, નવ નિધિઓ, નવ રત્નો, નવ નાગ, મનુષ્યદેહમાં રહેલી નવ નાડીઓ અને જીવનના નવ રસ, આ બધાંમાં નવના આંકનું મહત્ત્વ છે, જેથી નવની સંખ્યાને પૂર્ણાંક અથવા મૂળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આવાં જ કારણોથી હિન્દુ પરંપરામાં નવરાત્રીમાં આદ્યશક્તિની ઉપાસનાનો નવ રાત સુધી મહિમા ગવાયો છે.
(Thanks to divyabhaskara for this picture)
આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈત્રી નવરાત્રી ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે, જ્યારે આસો નવરાત્રી વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે વધુ પ્રચલિત બની છે.નવરાત્રીમાં મા ભગવતી જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. ઘરઘરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન, હવન, સાધના થાય છે જ્યારે…
View original post 819 more words
આદ્યશક્તિની ઉપાસના
નવરાત્રીમાં આદ્યશક્તિની ઉપાસનાનો નવ રાત સુધી મહિમા ગવાયો છે.