સાભાર- દાળ એટલે દાળ – વાટકી દાળ વ્યવહાર

મમ્મી આ મોટાઈના મામા ગામથી આવ્યા છે. એનીસાથે હું જમવા નહીંબેસું.
‘કેમ બેટા’ ?
‘મમ્મી દાળ અને ભાત સબડકાભરીને ખાય છે. એ અવાજ મને ગમતો નથી. ‘મમ્મી
મનમાં હસી રહી.દાળ જો મજેદાર ખાવી હોય તો આવી જાવ. મારી મમ્મીની દાળ
ઉકળતી હોય ત્યારે આખા મકાનમાં તેની સુગંધ ફેલાયજાય. સહુ સમજી જાય પહેલે
માળવાળાચંદન બહેનનેઘરે આજે દાળ બની છે.
કોઈ વાર મગ હોય, કઢી હોય, મગની દાળહોય કે પછી ઓસામણ હોય. પણ તુવેરની
દાળની તો વાત જુદી. આજે પણ મને તુવેરની દાળ એટલી જ ભાવે છે. સારી થાય છે,
‘મારી મા જેવી નહી’.
“દાળ બગડી એનો દિવસ બગડ્યો”. એ ઘણું બધું સમજાવે છે. કોલેજમાં જતી ત્યારે
ઉતાવળ હોય. ‘મમ્મી હું આવીને જમીશ, મને વાટકામાં દાળ આપ હુંપીને જઈશ.’
આજની તારીખમાં મારા નાના દીકરાને દાળ જમવામાં હોય તો નોકરી પર ઉંઘ આવે
છે. મોટાને ખાલી દાળ ઢોકળીભાવે છે. પતિ દેવ મોજમાં, જે હોય તે ભાવે.
તુવેરની દાળ એટલે તુવેરની દાળ, આજ કાલ…
View original post 325 more words
અમારા પ્રિય વિષય અંગે સ રસ માહિતીપૂર્ણ લેખના વિચાર વમળે…
દરેક કઠોળની દાળ સ્વાદ અને ગુણોમા આરોગ્યપ્રદ છે
તુવેર કહે હું તાજો દાણો, રસોઈની છું રાણી,
મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી.
તુવેર કહે હું દાળ બનાવું, રસોઈનો રાખું રંગ,
જે ઘરમાં તુવેર ન હોય તેના જોઈ લ્યો ઢંગ.
તુવેરની દાળ બને, દાળઢોકળી બને. પુરણપોળી બને. દરેક કઠોળના લોટના પાપડ બને, પણ તુવેર એવું કઠોળ છે કે એનો લોટ બનતો નથી. લીલી તુવેર બાફી મીઠું નાખીને ખવાય. તુવેરદાણા-લીલવાનું સરસ શાક થાય. કચોરી બને. વૈદ્યો કહે છે કે તુવેરદાળ ભારે, લુખી અને ઠંડી છે. શરીરની ક્રાંતિ વધારે છે. પિત્ત, વિષ, રક્તદોષ, વાયુ, પેટનો દુઃખાવો અને હરસ મટાડે છે. ઘીમાં ખાવાથી ત્રિદોષનો નાશ કરે છે. પિત્ત, કફ, મેદ અને કૃમિનો નાશ કરે છે. શિવરાતના કોઈ ભાંગ ચડી હોય તો એક ચમચો તુવેરની દાળ વાટીને તેનું પાણી પાવામાં આવે છે.
ચણા
ચણો કહે હું ખરબચડો, ને પીળો રંગ જણાય,
રોજ પલાળી દાળ ખાય, તે ઘોડા જેવો થાય.
ચણો કહે હું ખરબચડો ને મારા માથે અણી,
ભીની દાળને ગોળ ખાય તો બને મલ્લનો ધણી.
કઠોળમાં સૌથી વધુ વપરાશ ચણાનો રહે છે. ચણાના લોટમાંથી સેવ, ગાંઠિયા, ભજિયાં, પાતરા, બુંદી, લકડશી લાડુ, મગસ, મોહનથાળ, ખાંડવી વગેરે બને છે. ચણાના લોટમાં દૂધ કે મલાઈ કે હળદ મેળવીને સ્નાન કરવાથી શરીરનો વાન ઊઘડે છે, ક્રાંતિ વધે છે. ગામડામાં જૂના કાળે અમુક જ્ઞાતિમાં લગ્નપ્રસંગે જાનને મરિયા-બાફીને વઘારેલા ચણાનું શાક ને સુખડી આપવામાં આવતા. આ ચણા શીતળ, વાયુ કરનાર, પિત્તહર, રક્તદોષ હરનાર, કફહર, હલકા ને દસ્ત રોકનાર ગણાય છે. તે જવરને પણ મટાડે છે. ચણા સાથે જોડાયેલી અન્ય કહેવતો ચણાવાળાની દીકરી ને મમરાવાળાની વહુ,
લાડે લાડે ચાલે, તેને ટપલાં મારે સહુ.
અડદ
“જો ખાય અડદ તો થાય મરદ”
અડદ કહે હું કાળો દાણો, પૌષ્ટિકતામાં પહેલો,
માણસને હું મરદ બનાવું, જો મસાલો ભેળો.
અડદ કહે હું કાળો દાણો, માથે ધોળો છાંટો,
શિયાળામાં સેવન કરો, તો શરીરમાં આવે કાંટો.
અડદ કહે હું કઠોર દાણો, ચીકાશ મુજબમાં ઝાઝો,
ખટ (છ) મહિના જો મુજને ખાઓ, બળિયા સાથે બાઝો.
અડદની દાળ બાજરાના રોટલા સાથે ખવાય છે. પટેલો અને રાજપૂતો એનો ઉપયોગ નિયમિત રીતે કરતાં જોવા મળ્યા છે. અડદમાં પ્રોટિન વધારે હોવાથી તે બળવર્ધક બની રહે છે. અડદની દાળમાંથી બનતો અડદિયા પાક શિયાળામાં ખાવાથી બારમાસીની શક્તિ મળે છે એમ કહેવાય છે. અડદની દાળમાંથી વડાં બને છે. લકવાના દર્દીને અડદના વડાં ખવરાવવામાં આવે છે. અડદ વાતહર, બળ આપનાર, વીર્ય વધારનાર, પૌષ્ટિક, ધાવણ વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મળમૂત્રનો ખુલાસો લાવનાર, મેદ વધારનાર, પિત્ત અને કફ વધારનાર ગણાય છે.
મઠ
મઠ કહે હું ઝીણો દાણો, મારા માથે નાકું,
મારી પરખ ક્યારે પડે કે ઘોડું આવે થાક્યું.
મઠ સાથે ઘણી કહેવતો જોડાઈ છે : …ત,
મઠને ખેતર માળો નંઈ,
ઉંદરને ઉચાળો નંઈ,
ઘેલીને ગવાળો નંઈ
ને કુંભારને સાળો નંઈ
ચોળા
લોક કરે ઢોકળાં, વૈદ્ય વઘારી ખાય,
દિવાળીને પરોઢિયે, પાટણનું મહાજન મનાવવા જાય.
આ ચોળા ભારે, વાયુ કરનાર, નારીનું ધાવણ વધારનાર છે. બાળકોને ચોળા પચવામાં ભારે પડે છે. એનું પણ કહેવત જોડકણું :
બાળક કહે, મેં ખાધા ચોળા
મા કહે મારા બગાડ્યા ખોળા.:
મગની દાળના ગુણો
મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદુ,
મારો ખપ ત્યારે પડે, માણસ હોય માંદું.
બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગનો દાણો લીલછોયો હોય છે અને દાણા ઉપર એને કાંટો ફૂટે ઈ જગ્યાએ ટપકું, ચાંદુ હોય છે. આવા મગની જરૂર બે પ્રસંગે પડે. એક તો આપણે ત્યાં કંઈક મંગલ પ્રસંગ હોય ત્યારે લાપસી સાથે મગનું શાક શુકન ગણાય છે. એથીય આગળચાલીએ તો માણસને મોટા મંદવાડે ઘેરી લીધો હોય ને આઠ-દસ માતરાયું (લાંઘણ ઉપવાસ) થઈ હોય ત્યારે મગના પાણીથી એના ખોરાકની શરૂઆત વૈદ્યોને ડૉક્ટરો કરાવતા હોય છે. આમ મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ ઉપવાસ કરતાં જૈનોમાં મગનો ઉપયોગમોટા પ્રમાણમાં થાય છે. મગની પણ બે જાત. એક લીલા મગ ને બીજા કાળા મગ. મગ પચવામાં હલકા, શીતલ, સ્વાદુ સહેજ વાતકારક અને નેત્રો માટે હિતકારક છે એમ આયુર્વેદ કહે છે. મગ સાથે કેટકેટલી કહેવતો જોડાયેલી છે.
૧ મગના ભાવે મરી વેચાય. ૨ મોંમાં કંઈ મગ ઓર્યા છે 3 મગમાંથી પગ ફૂટ્યા. ૪ દેરાણી જેઠાણીના મગ ભેગા ચડે પણ શોક્યોના મગ ભેગા ન ચડે. ૫ હજુ ક્યાં ચોખા-મગ ભેગા મળી ગયા છે ? ૬ વાણિયાભૈ મગનું નામ મરી નો પાડે. ૭ એક મગની બે ફાડ્ય. ૮ જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવવા.
કહેવતો
દાળમાં કંઇક કાળું છે.
દાળમાં હાથ નાંખે તો વાડમાં હાથ નાંખે.
ઢીલુ દાળ જેવુ છે.
દાળનો દમામ – આંબલીની ચટાકેદાર ખટાશ, સૂરણની ઘટ્ટતા, સૂકાં મરચાનો છમકાર- આ બધા શણગારથી સજ્જ દાળમાં ઉપરથી સિંગ-ખારેકનું ઉમેરણ થાય – અને મોટા તપેલામાં ઉકળતી એવી દાળની સુગંધ જેણે લીધી હોય.દાળ-ભાત ખાઇને હાથ ધોઇ નાખ્યા પછી પણ એકાદ દિવસ સુધી હાથમાં તેમની સુગંધ રહી જાય, એવો જમાનો હવે બદલાઇ ગયો છે. ચમચી વડે દાળ-ભાત આરોગતા લોકોના હાથમાં દાળની સુગંધ કેવી રીતે રહે એ સવાલ તો ખરો જ, પણ મુખ્ય પ્રશ્ન દાળના સ્વાદ અને માહત્મ્યનો છે.