Zoom ID- 740 846 3570 password- 1ecvr8
Arranged by-
Shri Ghanshyam Patel(Canada) -Our own gujarati senior citizen friends.(Regina)
આપણું બ્રહ્માંડ એટલે અજર અમર અવિનાશી શક્તિનો મેળો.
આ મેળામાં સૌને મ્હાલવાની છૂટ પણ પોતપોતાના મિજાજે. આ મિજાજ અટલે તત્ત્વની દુનિયાના બે ગુણધર્મો- આકાર્ષણ ને અપાકર્ષણ.
આખી સૃષ્ટિનું સંચાલન આ બે નિયમોથી , આપણા નિયંતા યુગોથી કરે છે, જેમકે બે તત્ત્વો ઓક્સીજન અને હાયડ્રોજન આવો ભાઈ આવો કહે તો દરિયા લહેરે .. જય વરુણ દેવતા.
હવે બે જણા એવા ભેગા થઇ જાય.. અકબીજા જોડે બાથમબાથ તો ધડાકા- વિસ્ફોટ ને એજ ‘ આજવાળાના જનક આપણા ‘ આકાશદીપો’
હવે આ અજવાળાની પણ અલગ અલગ ભાષા, સંજોગો પ્રમાણે એ અભિવ્યક્ત થાય.
સૂરજદેવની ભાષા ને ચાંદામામાની ભાષા , આપણે બરાબર જાણીએ છીએ.
હાલમાં જ આપણે આપણા સેનાનાયક ને વીર જવાનો ગુમાવ્યા. એમની શહીદી એ ‘અમર જ્યોત અજવાળું’
અજવાળાની ભાષા એટલે મંગલ પ્રસંગે એ રામન દીવો- શુભ ભાવ અંતરમાં જગાડે.
સ્વજન જો સાથ છોડી દેતો – મીણબત્તી કે દીવાનું અજવાળું નિસ્તેજ થઈ શ્રધ્ધા સુમન અર્પે.
આમ અજવાળાને ડીમફુલ થવાની કે કલરફૂલ થવાની બધી ભાષા આવડે
…
જનરલ રાવતજીને શ્રધ્ધા સુમન અર્પતિ રચનાથી
અજવાળાની ભાષા ઝીલીએ.
….
અમર જ્યોત અજવાળાં..,,
ધીર વીર મહા સેનાની
પરાક્રમી અભિમાની
લડ્યો દેતો રણહાક ડુંગરે દોડી
ધન્ય ધન્ય! જનરલ રાવત રણભેરી
જયહિન્દ, ફોજી જવાની
ધન્ય! સુભટ સેનાની
માતૃભૂમિની શાન ત્રિરંગો તવ અંગે
શ્રધ્ધા સુમન અર્પણ બિપિનજી ચરણે
વંદન અમર યશ સહભાગી
ધરા મંગલા ગર્વી બડભાગી
સ્વાભિમાન વતનનું જયઘોષ રખવાળું
નહીં વિસરાય અમર જ્યોત અજવાળું
ધન્ય ! યુગલ રાવત મધુલિકા
જંગ જશ્ન ધૈર્ય કૌવત સાધિકા
ના જ કોઈ જિંદગી શ્રેષ્ઠ દીઠી રે બીજી
ગુંજે જન ઉર ગગન તવ સંદેશ ફોજી
ધન્ય! રાવત ખુમારી ત્રિપાંખ સેનાની
વીરોચિત ભાગ્ય રળ્યું ,
અશ્રુ ધારે દે વિદાય વતન સન્માની
રમેશ પટેલ(આકાશદીપ)
…..
કેનેડા સ્થિત , શ્રી ઘનશ્યામભાઈ પટેલ આયોજિત , ઓન લાઈન વાર્તાલાપમાં- હું કેલિફોર્નિઆ સ્થિત , ડાયસ્પોરા કવિ રમેશ પટેલ( આકાશદીપ) – આપ સૌ ભાવકોને જય યોગેશ્વર પાઠવું છું.
વાર્તાલાપનો વિષય છે- અજવાળાની ભાષા- વતન, પ્રકૃતિ ને સંસ્કૃતિ
એટલે કે આપણી જીવનલીલા.
Zoom ID- 740 846 3570 password- 1ecvr8
16 December,2021
usa- pecific time – 8.00 am Thursday morning
Canada -Regina- 10.00 am
India- 16 december, 9.30 pm,
Pl. join to enjoy interesting session.
આપણું બ્રહ્માંડ એટલે અજર અમર અવિનાશી શક્તિઓનો મેળો. એના બે પહેરેદાર- તિમિર(અંધારું ) ને તેજ( અજવાળું)

જંગ જશ્ન ધૈર્ય કૌવત સાધિકા
ના જ કોઈ જિંદગી શ્રેષ્ઠ દીઠી રે બીજી
ગુંજે જન ઉર ગગન તવ સંદેશ ફોજી
ધન્ય! રાવત ખુમારી ત્રિપાંખ સેનાની
વીરોચિત ભાગ્ય રળ્યું ,
અશ્રુ ધારે દે વિદાય વતન સન્માની
ધન્ય !ધન્ય !
“ધીર વીર મહા સેનાની
પરાક્રમી અભિમાની
લડ્યો દેતો રણહાક ડુંગરે દોડી
ધરા મંગલા ગર્વી બડભાગી
સ્વાભિમાન વતનનું જયઘોષ રખવાળું
નહીં વિસરાય અમર જ્યોત અજવા
ધન્ય ધન્ય! જનરલ રાવત રણભેરી
નહીં વિસરાય અમર જ્યોત અજવાળું”