શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પુરતો સીમિત ન રહેતા પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. Wikipedia
અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી, ભીંજાશે અવની અંગ
કેવો આ મહાસંગ્રામ ! પિતામહ ગુરુ સ્વજનોને સંગ
હે કેશવ! ન જોઈએ આ રાજ , લઈ મહા હત્યાનું પાપ
ગાંડીવ સરે મમ કરથી, નથી હૈયે યુધ્ધની હામ
ક્ષાત્ર ધનુર્ધર પાર્થ, વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે કાયર થઈ પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી , શાને કરવો…
View original post 730 more words
–
‘સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ’
ટૂંકમા ગીતાજ્ઞાન યાદ રાખી રોજ શ્રધ્ધાપૂર્વક પાઠ કરવાનું સરળ કરવા બદલ સંતપ્રકૃતિના શ્રી રમેશભાઇને જયશ્રીકૃષ્ણ
યાદ આવે હાસ્ય સમ્રાટ જ્યોતિંદ્ર દવેએ કરેલ ગઝલમા અનુવાદ
મજહબ મયદાન ક્રુરુક્ષેત્રે, મળ્યા પાંડવ કૌરવ.
જમા થઇ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!
નિહાળી ચશ્મથી લશ્કર, કંઇ દુશ્મનનું દુર્યોધન
જઇ ઉસ્તાદ પાસે લફ્ઝ કહ્યા તે સુણ દોસ્તેમન!
બિરાદર દોસ્ત ને ચાચા, ઊભા જો! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનું કાફિર, ન એ લાજિમ.
ન ઉમ્મિદ પાદશાહતની, ન ખ્વાહિશ છે ચમનની યે
કરું શું પાદશાહતને, ચમનને ! અય રફિકે મન!
ધરી ઊમ્મિદ જે ખાતિર જિગરના પાદશાહતની.
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાન દૌલતને.
લથડતા જો કદમ મારા, બદન માંહી ન તાકત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ!
અનેગામઠી ગીતા
ધરતયડો કે’ છે :
’ધરમછેતરમાં ને કરુછેતરમાં
ઇ ઘડીકમાં બાઝી મરે,
હંજયડા ! ઘડીકમાં બાઝી મરે,
(એવાં) મારા છૈયાંઉ ને ભાયુંના સોકરાંઉ,
ભેળાં થઇને સું કરે –
હંજયડા ! ભેળાં થઇને સું કરે ?’
અરજણીયો કે’ છે :
નાનાએ મારવા ને મોટાએ મારવા,
ને મારવાનો ના મળે આરો,
કરહણિયા ! મારવાનો ના મળે આરો,
એવું તે રાજ કેદીક ના રે કઇર્યું તો,
ચિયો ગીગો રહી ગીયો કુંવારો ?
કરહણિયા ! હું તો નથી લડવાનો…
કરહણિયો કે’ છે :
અજરામર છે અલ્યા મનખાનો આત્યમો,
ને માર્યો ના કો’થી મરાય ;
અરજણિયા ! માર્યો ના કો’થી મરાય ;
એવું હમજીને અલ્યા દીધે તું રાખ્યને,
તારા બાપનું સું જાય ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
મલક હંધોય તારી કરવાનો ઠેકડી
ને હું તો કહી કહીને થાક્યો
આ ખતરીના કુળમાં ચ્યાંથી તું આવો ?
ઊંધા તે પાનિયાનો પાક્યો
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
અલ્યા જુધમાં જીતેશ તો રાજ કરેશ ને
મરેશ તો જા’શ ઓલ્યા હરગે,
અરજણિયા મરેશ તો જાશ ઓલ્યા હરગે,
અલ્યા તારો તે દિ’ જો ઘેર હોય તો
આવો તે લાગ શીદ ચૂકે ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
મોટા મોટા માઇત્મા ને મોટા પુરસ
જીણે વાસનામાં મેલ્યો પૂળો
અરજણિયા વાસનામાં મેલ્યો પૂળો
અલ્યા એવા ઇ જગત હાટું કરમું ઢઇડે
પસે તું તે કઇ વાડીનો મૂળો ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
કરમની વાત હંઘી આપડા હાથમાં
ને ફળની નઇં એકે કણી,
અરજણિયા ફળની નઇં એકે કણી.
ઇમ ના હોય તો હંધાય થઇ બેહે
ઓલ્યા દલ્લી તે શહેરના ધણી
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
ને ઊંધું ઘાલીને જા કરમ ઢહઇડ્યે
ફળની તું કર્ય મા ફકર્ય
અરજણિયા ફળની તું કર્ય મા ફકર્ય
ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભૂડિયો
ઇ નથ્થ તારા બાપનો નોકર
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
અરજણિયો કે છે :
ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે.
ને ગન્યાંન લાદયું મને હાચું ;
કરહણિયા ! ગન્યાંન લાદયું મને હાચું.
તું મારો મદારી ને હું તારો માંકડો
તું નચાવે ત્યમ હું નાચું
કરહણિયા ! હું તો હવે લડવાનો…
હંજયડો કે’ છે :
જોગી કરહણિયો ને ભડ અરજણિયો
ઇ બેઉ જ્યાં થાયે ભેળા
ધરતયડા ! ઇ બેઉ જ્યાં થાયે ભેળાં
મારું દલડું તો ઇમ શાખ્ય પૂરે સે
તિયાં દા’ડી ઊડે ઘીકેળાં
ધરતયડા ! દા’ડી ઊડે ઘીકેળાં
જય યોગેશ્વર- વંદન ભગવદ અમૃતા
Sent from my iPhone
>