Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર 15th, 2021

સાભાર- ઉમદા , રસસભર વૈચારિક આવલિ- સાભાર સહ

NET–ગુર્જરી

બે શબ્દ…

૨૦૧૭ના ડિસેમ્બર મહિનાની એક સવારે, પૂર્વના સૂરજનું એક કિરણ મારી  હ્યુસ્ટનની બારીમાં ઉજાસ પાથરી ગયું. એ હતું “આથમણી કોરનો ઉજાસ” (પત્રશ્રેણી)ના પુસ્તક અંગેનું – અમદાવાદથી શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે એને “બે ઝરણાંના ખળખળતા મધુરા જળપ્રવાહનો  શાબ્દિક વીડિયો” કહીને ઈમેઈલ દ્વારા (એ પત્રશ્રેણીને બિરદાવતાં) મોકલ્યું હતું.

આભાર અને આનંદની મારી અભિવ્યક્તિ દરમ્યાન એકથી વધુ વ્યક્તિઓ સાથે આવી જ પત્રશ્રેણી ચાલુ રાખવા વિષે તેમનાં પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન સતત મળતાં ગયાં. આ નવી અને જુદી તરેહની પત્રશ્રેણી અંગે બરાબર બંધબેસતું, અર્થસભર નામાભિધાન પણ તેમણે સૂચવી દીધું : ‘પત્રાવળી’! અને ૨૦૧૭ના નવા વર્ષના પ્રથમ દિવસે ‘પત્રાવળી’ પીરસવાની શરૂઆત થઈ.

પતરાળી તરીકે ઓળખાતી આપણી થાળી એટલે કેસૂડા (ખાખરા)નાં ગોળાકાર પાંદડાંની સળીઓથી ગુંથાયેલી થાળી ! પત્ર+આવળી એટલે હાર, પંક્તિ, પરંપરા. એટલે કે, પાંદડાંને એક પરંપરિત રૂપ આપીને યોજાયેલી આકૃતિ. ‘પતરાળી’માં જેમ ઘણાં પાન ગોઠવાયાં–ગૂંથાયાં હોય છે તેમ આ નવી ‘પત્રાવળી”(પત્રશ્રેણી)માં પણ એકથી વધુ લેખકો અને એકથી વધુ – અનેક વિષયોનો સમાવેશ છે અને વળી…

View original post 255 more words

Read Full Post »