Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2021

આકાશદીપ

નંદ ઘેર આનંદ ભયો…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

‘ડાકોરના ઠાકોરની જય’…શિશુવયથી ડાકોરમાં ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવનું દર્શન કરી મોટા થવાથી, શ્રી કૃષ્ણ ભક્તિ અંતરમાં દ્રઢ થતી ગઈ ને ભજનમાં સહજ રીતે રમતી થઈ. મથુરાનું તેમનું જન્મસ્થાન ને દ્વારકાધીશ ને બેટ દ્વારકાની યાત્રાએ ,આજીવન ભાથું બાંધી દીધું..આવો ”શ્રી કૃષ્ણ શરણં મમ” ..સાથે ભાવ વંદના કરીએ..   

“यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા ચૌદલોકના નાથે શ્રી કૃષ્ણેરૂપે  દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ… ઉછેર… નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં વ્હાલ!જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા….શ્રાવણ વદ આઠમ ને મધ્યરાત્રી..રોહિણી નક્ષત્રમાં  વિષ્ણુ ભગવાને બાળલીલાનો પ્રારંભ કર્યો….એજ આ પાવન ત્યૌહાર ‘જન્માષ્ટમી’ 

ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ કરવા.. ધસમસતાં યમુનાજીને ચરણ પખાળવાનો લ્હાવો લૂંટાવી..જશોદા મૈયાના પારણે ઝૂલવા પધાર્યા…નંદ ઘેર આનંદ ભયો એટલે આજે ભારતને વિશ્વના દેશોમાં જન્માષ્ટમિનો અપૂર્વ આનંદ લૂંટવાનો તહેવાર. 

ગોકુલ અને નંદગાંવ…કૃષ્ણભક્તિમાં ડૂબી જાય..એનો ચિતાર માણીએ..

 ગોકુલ અને નંદગાંવ જન્માષ્ટમીની તૈયારીઓમાં….ઠેર ઠેર રાસલીલા અને ઢાઢીલીલાઓ થાય . વ્રજવાસીઓ બ્રજ ભયૌ હૈ મહીર કે પૂત,…….રાની ચિર જીવૈ તેરૌ શ્યામ વગેરે  જન્માષ્ટમીની…

View original post 369 more words

Read Full Post »

આકાશદીપ

મારી  ભાષા  તું  ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)

આજે ૨૧મી ફેબ્રુઆરી…વિશ્વ વધાવે છે કહી’ માતૃભાષા દિન’

 આપણી ગુજરાતી ભાષાના આદ્યકવિશ્રી સંત નરસિંહ મેહતાજી, આ મા બોલી ને ઝીલી ગાઈ. સત્તરમી સદીમાં શ્રી પ્રેમાનંદે તેને ગુજરાતી ભાષાનું નામ દઈ સન્માન દીધું.એ રસકવિના પેંઘડામાં પગ ઘાલે એવું કૌવત હજુ હાથવગું થયું નથી…પછી તો માતૃભાષાએ ગુર્જર સંસ્કૃતિને પારણે ઝૂલાવી.

સુધારક યુગ- ૧૮૫૦ થી ૧૮૮૫

પંડિત યુગ- ૧૮૮૫ થી ૧૯૧૫

ગાંધીયુગ- ૧૯૧૫ થી  ૧૯૫૦

અનુગાંધી યુગ-  ૧૯૫૦ થી ૧૯૭૫

આધુનિક યુગ- ૧૯૭૫….ને પછી..નવી પેઢીમાં વિશ્વ વાયરે  ઊઠી આંધી!

હવે નેટ જગતે …ઝીલમીલ સિતારોંકા આંગન હોગા ..મા બોલી અનેક પડઘામાં પડઘાતી આગળ ધપી રહી છે…

………………………

ધન્ય! માતૃભાષા મા બોલી…રમેશ પટેલ(આકાશદીપ)

 

સંબંધની   તું  રેશમ  દોરી

પઢીતી  પારણીયામાં પોઢી

વિશ્વ  વધાવે આ ખુશહાલિ

ધન્ય! માતૃભાષા મા બોલી

 

મધુ મીઠડી માતૃભાષા તું,

જીવનની ઉપલબ્ધિ

અનુભૂતિનો  અબ્ધિ

ખીલી ખીલવે સંસ્કૃતિ તું ભોળી

વંદું આજ  માતૃભાષા મા બોલી

 

ધન્ય માતૃભાષા જ!

તું ગીત કલાની  ઝોળી

આત્મ સન્માનની ડોલી

પલપલના વૈભવે  ભરી તારી રે ઝોળી,

વિશ્વ વધાવે…

View original post 114 more words

Read Full Post »

પાવન પર્વ રક્ષા બંધન-

આકાશદીપ

                                                                           શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનું પાવન પર્વ.

માત લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષાબાંધી, ભાઈ કહી ને સ્નેહ બંધને બાંધ્યા, ભાઈએ વચન બધ્ધ વિષ્ણુભગવાનને પાતાળ લોકથી મા લક્ષ્મીજી સાથે રાજી થઈ વૈકુંઠમાં જવા અનુમતિ દીધી, અને તેની યાદમાં આ શુભ પ્રણાલિ , અમર પ્રેમના સંદેશાથી મહેકી રહી છે. ઈન્ન્દ્ર રાજાને યુધ્ધમાં જતી વખતે રક્ષા માટે ઈન્દ્રાણીએ રાખડી બાંધી. ..પતિ -પત્નિના સ્નેહ ભરી આ કથાએ, આ રક્ષા કવચે, એક ઓર સંબંધને રાખડી સાથે જોડી દીધો.  મા કુંતાએ… અભિમન્યુને બાંધી અમર રાખડી રે… યુધ્ધે જતાં પહેલાં  હાથે બાંધેલી… એ રાખડીની વાત , સૌના હૈયે આજે પણ એટલી જ તાજી થઈ ગુંજે છે. બહેનની વ્હાલ ભરી યાદ સાથે , આવો આ પાવન પ્રેમને ઝીલીએ.

       અમારા ચાર ભાઈની લાડલી બહેન જશી બહેન , હાલ વતનમાં છે અને હું અહીં યુએસએ માં છું. રક્ષાબંધન પર્વ પહેલાં, તેમનો પત્ર અને રાખડી નિયમિત મળી જ જાય. તેમના પત્રમાં બહેનનો ભાઈ માટે રમતો ભાવ સદા  વર્તાય….

   તમારાથી દૂર છું પણ તમારી પાસે છું ગણી …

View original post 366 more words

Read Full Post »

જય જય શિવ શંકર-

આકાશદીપ

સત્યં શિવં સુંદરમ’, પુનિત શ્રાવણ માસ, શિવમય થઈ હરકૃપા ઝીલવાનું ટાણું.

શૈવોની ઉપાસનાના છ નિયમ છે: હસિત એટલે હસીને, ગીત એટલે ગાઈને, નૃત્ય એટલે નાચીને, હુડુક્કાર એટલે ડમરૂ બજાવીને, નમસ્કાર એટલે નમન કરીને અને જપ્ય એટલે જાપ જપીને થતી આરાધના.

જગત ગુરુ આદ્ય શંકરાચાર્ય…ચંદ્રમૌલેશ્વર પૂજા

હજારો  વર્ષ પૂર્વ આદ્ય જગદગુરુશ્રી શંકરાચાર્યજીએ, શંકર ભગવાનને વિનંતી કરી હતી કે, “ આપને જગતના લોકો પ્રત્યક્ષ રૂપથી યાદ રાખે તે માટે તમે મને તમારું સ્વરૂપ આપો.  એ સ્વરૂપ એટલે ‘ચંદ્રમૌલેશ્વર શિવલિંગ” . જગતગુરુ શંકરાચાર્યે ભારતની ચાર દિશામાં  ચાર પીઠમાં ‘ શ્રી ચન્દ્ર્મૌલીશ્વરજીના લિંગ’ ની પધરામણી કરી, પૂજા-અર્ચના માટે   આપ્યા . જેમાંનું એક હાલમાં દ્વારકાના શારદાપીઠમાં બિરાજમાન   શંકરાચાર્ય પીઠાપતિ પાસે છે…જે પરિભ્રમણમાં સાથે રાખી પૂજા કરે છે.

શ્રી ચંદ્રમૌલેશ્વરજીનું નીલમ ધાતુ માંથી બનેલું આ લિંગને સાક્ષાત શિવ સ્વરૂપ ગણવામાં આવે છે. તેનું ભૌતિક મુલ્ય સવિશેષ છે. તેના કરતાં  આધ્યાત્મિક મુલ્ય વિશેષ છે. શ્રી ચંદ્રમૌલેશ્વરજીનું આ લિંગ જીવનમાં એક વખત દર્શનીય ગણાય છે. આ શિવલિંગમાં  પ્રભુ સાક્ષાત  ભાલ ચંદ્ર  રુપે દર્શન દે છે. આ લિંગમાં પણ ભાલ પર ચન્દ્ર દર્શન શ્રધ્ધાળુઓને થાય છે. જેની કળાઓ આકાશના ચંદ્રની માફક સુદ…

View original post 251 more words

Read Full Post »