૧૬ જૂન ..જન્મ દિવસે ..સૂરજદાદાની શાખે ,વહેલી સવારે , પરમેશ્વરની અપાર કૃપા માટે ભક્તિ વંદના સાથે, સ્વજનો મિત્રોના સ્નેહ ભાવ ઝીલ્યા. સમયની કપરી કસોટી મહામારી દ્વારા થઈ રહી છે, આરોગ્ય જળવાય એ મોટી પ્રસાદી સૌને અનુભવાય. .અમે સૌ કુટુંબીજનો એ માટે ભાગ્યશાળી રહ્યા છીએ. વડીલોના આશીષ , રસ સભર વાંચનથાળ ને ઘર આંગણે ડુંગરમાળાના દર્શને, અંતર અજવાળું ઝબકતું રહ્યું. આવો સૌના સ્નેહને વધાવતાં ગાતા રહીએ….
સ્નેહે સંભારું સ્વજન
જન્મદિન ઝૂમે વતન
રામજીને રાખી ખુશ દિલડું રે ગાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મી તું
…..
જન્મદિન કિનારા થઈ ભીંજે…..
ઝગમગ ઝગમગ દીઠા અમે તો
સ્વપ્ન મહીં અજવાળા
હસી ખુશીના ફૂલો લઈને
મહેકે મિત્ર રૂપાળા
કંકુવરણી ખીલી જ પ્રભા આ
સ્વજન સંગ હું પ્રાથું
માગું જ ખુશી મિત્ર જગતની
પ્યાર મુબારક ઝીલું
પવન સપાટા ભાવ અંતરના
સંગ જ સાગર નૈયા
જન્મદિન કિનારા થઈ ભીંજે
ચીતરું ભાત સવૈયા
વિશાલ નભ સમ હૈયાં હરખીલાં
દઉં ઋણ સભર સંદેશા
પરમ વિનયે ગાઉં પ્રેમ સંગમાં
પૂરે ઈશ અભિલાષા
……………………………………………………………………………………………………………………………………………………………….
કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું…..
ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
પ્રાથુ પ્રભાતે પ્રેમે
ઋતુ તપ ધરું હામે
ઝીલી ઝરમર ઝીણું ટહુકતી જાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
વ્હાલપની વનરાઈયું
ભીતરમાં લહેરિયું
નભ રાતું ને મદમાતું કલરવ ગાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
…..


આજે મોજ મજાનો દિવસ, આજે આપનો જન્મ દિવસ
તંદુરસ્ત રહો તુજ તન
ઢગલાબંધ કમાઓ ધન
આનંદમાં રહો મન
ખૂબ જીવો સુખ ભોગવો
નામ કરો રોશન
આજે મોજ મજાનો દિવસ. જન્મદિવસે ઘણુંબધું યાદ આવે છે . મારો જન્મ થયો ત્યારે કેવો જમાનો હતો ? ત્યારે હું કેવો દેખાતો ? મારું બોલવાનું કેટલાં વર્ષે શરૂ થયું ? મારું ચાલવાનું અને દોડવાનું કેટલાં વર્ષે ચાલુ થયું ? આવું ઘણું બધું યાદ આવે . મા યાદ આવે અને એના ઉપકારો યાદ આવે . પિતા યાદ આવે અને એમના ઉપકારો યાદ આવે . બાળપણના તમામ કિસ્સા . ભાઈઓ અને દોસ્તારો સાથેના પ્રસંગો . હસાહસ અને રડારોળ . ધમાલ અને ગભરામણ . બધું યાદ આવે . એ દિવસોની સરખામણીમાં આજનું જીવન કેવું , ગોઠવાયેલું ગોઠવાયેલું લાગે છે એ વિચાર આવે જ .
બાળપણ એ જીવનનો ભૂતકાળ છે , તે પાછું આવશે નહીં . જે ભૂતકાળ બની જાય છે તે પાછું આવતું જ નથી . ગઝલગાયક ભલે લાખ વાર ગાય કે लोटा दो बचपन का सावन , वो कागझ की कश्ती वो बारिश का पानी , પરંતુ એ કશું પાછું આવતું નથી . કોઈ બાળકને એવી મસ્તી કરતાં જોઈ લઈએ અને એનામાં આપણું બાળપણ દેખાતું આવે એટલી એક તસલ્લી ઉપલબ્ધ રહે છે . પણ પાછું કશું જ આવતું નથી .
આજનો જન્મદિવસ , આજથી દસ વર્ષ પછી શું હશે ? ૨૦૨૧નો જન્મદિવસ ૨૦૩૦ની સાલમાં ભૂતકાળ હશે . આજે જે વિચાર મનમાં ચાલે છે તે બધા દશ વર્ષ પછી પણ ચાલતા જ હશે . જોકે પહેલાં એ બતાવો કે ૨૦૩૧ માં આપણે જીવતા હોઈશું કે નહીં ? કાલ સવારની ખબર નથી . એક કલાક કે એક મિનિટ પછી શું થશે એની ખબર નથી , એમાં દસ વરસ પછીનો કોઈ ભરોસો શી રીતે રાખી શકાય ? છતાં માની લઈએ કે દસ વરસ પછી જીવતાં હોઈશું , એ વખતે આજનો દિવસ યાદ કરીને આપણે શું વિચારવાના ? આજના દિવસે એ નક્કી કરવાનું છે કે દસ વરસ પછી આજનો દિવસ હું યાદ કરીશ ત્યારે મનેં કોઈ રંજ ન થાય , એવું કશુંક આજે કરી લેવું છે . એક સપનું આજે ફરીથી જોવું છે . એ સપના માટે જે મહેનત કરવી પડશે તે કરવાનો સંકલ્પ આજે ફરીથી કરવો છે . એ સંકલ્પ માટે જે વેઠવું પડશે તે વેઠવાની તૈયારી આજે ફરીથી કરવી છે . આજથી દસ વર્ષ પહેલાં મેં જે જે કર્યું નહોતું , વિચાર્યું નહોતું તે છેલ્લા દસ વર્ષમાં મેં કર્યું અને જોયું . આજ પછીના દસ વરસમાં પણ એવું જ થવાનું છે . આજે જે વિચાર્યું નથી , તે આવતીકાલે , આવતાં વરસે , આગામી વરસોમાં ઘટિત થઈ શકે છે . મારે એ ભવિષ્ય માટે તૈયાર રહેવાનું છે .
.
જન્મ દિવસે આપને આનંદી મન મુબારક ખૂંટે નહી
જીવન સરિતાના ખળભળાટનો મનનીય સંદેશ .
આપના પ્રેરણાદાયી સૌજન્ય સભર આશિષ પ્રતિભાવ માટે
ખૂબ ખૂબ આભાર સહિત જય યોગેશ્વર.
જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ
આપની શુભેચ્છા સૌજન્ય બદલ ખૂબ ખૂબ આભાર,
આપના શુભેચ્છા સભર સૌજન્ય પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર.
Sent from my iPhone
>
Many happy returns of the day_God Bless
આપના સ્નેહ સૌજન્ય બદલ ખૂબ ખૂબ આભાર- આ.શ્રી મહેન્દ્રભાઈ
🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸Our Best Wishes 🇮🇳🌷
Reblogged this on આકાશદીપ.