Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન 16th, 2021

૧૬ જૂન ..જન્મ દિવસે ..સૂરજદાદાની શાખે ,વહેલી સવારે , પરમેશ્વરની  અપાર કૃપા માટે ભક્તિ વંદના સાથે, સ્વજનો મિત્રોના સ્નેહ ભાવ ઝીલ્યા. સમયની  કપરી કસોટી મહામારી દ્વારા થઈ રહી છે, આરોગ્ય જળવાય એ મોટી પ્રસાદી સૌને અનુભવાય. .અમે સૌ કુટુંબીજનો એ માટે ભાગ્યશાળી રહ્યા છીએ. વડીલોના આશીષ , રસ સભર વાંચનથાળ  ને ઘર આંગણે ડુંગરમાળાના દર્શને, અંતર અજવાળું ઝબકતું રહ્યું. આવો સૌના સ્નેહને વધાવતાં ગાતા રહીએ….
 

સ્નેહે સંભારું સ્વજન

જન્મદિન ઝૂમે વતન

રામજીને રાખી ખુશ દિલડું રે ગાતું

..કે વાયરા લાવ્યા છે મીઠી મી તું

…..

જન્મદિન કિનારા થઈ ભીંજે…..

 

ઝગમગ ઝગમગ દીઠા અમે તો

 સ્વપ્ન મહીં અજવાળા

 હસી  ખુશીના  ફૂલો  લઈને 

 મહેકે  મિત્ર   રૂપાળા

કંકુવરણી ખીલી જ પ્રભા આ

સ્વજન સંગ હું પ્રાથું

માગું જ ખુશી મિત્ર જગતની

પ્યાર મુબારક ઝીલું

પવન સપાટા ભાવ અંતરના

સંગ જ સાગર નૈયા

જન્મદિન કિનારા થઈ ભીંજે

ચીતરું ભાત સવૈયા

વિશાલ નભ સમ હૈયાં હરખીલાં

દઉં ઋણ સભર સંદેશા

પરમ વિનયે ગાઉં પ્રેમ સંગમાં

પૂરે  ઈશ  અભિલાષા

……………………………………………………………………………………………………………………………………………………………….

કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું…..

 

ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું

..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું

 

પ્રાથુ  પ્રભાતે  પ્રેમે

ઋતુ તપ ધરું  હામે

ઝીલી ઝરમર ઝીણું ટહુકતી જાતું

..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું

 

વ્હાલપની વનરાઈયું

ભીતરમાં    લહેરિયું

નભ રાતું ને મદમાતું કલરવ ગાતું

..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું

…..

Read Full Post »