Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે 8th, 2021

માતૃ વંદના-

આકાશદીપ

  

ન્યુયોર્કથી પ્રસિધ્ધ થતા ‘ગુજરાત ટાઈમ્સ’ ની સપ્તક પૂર્તિમાં ,તાઃ ૧૮મીએ
‘માતૃવંદના’  નો સુંદર વૈવિધ્યભર્યો થાળ પીરસ્યો છે.

   આ પૂર્તિમાં ‘ બધી જવાબદારીનાં વાહક બા’ ના શિર્ષક હેઠળ મારા આ લેખના

 કેટલાક અંશની ખૂશ્બુ વિશાળ ગુજરાતી વાચકોને આંગણે ‘ગુજરાત
ટાઈમ્સે’ લહેરાવી છે. તેના સૌજન્યને વધાવતાં , કાશીબાને આપેલી આ
શબ્દ પુષ્પાંજલિ માણીએ..

…………………………………………………………………….

સંસારનું વટવૃક્ષ ખીલે છે મા થકી. પશુ પંખી કે માનવજાત માટે વ્હાલ એજ અમૃતપાન.

 માનું હૈયું એટલે મમતાની સુગંધ.
માતાના આ ઋણનાં સંભારણાં એટલે બાળપણનો મજેદાર લ્હાવો.

બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળેજી રે
તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવેજી રે

              લીલુડી ડુંગરમાળ અને રમતી રમતી વહેતી નાનકડી નદીને કાંઠે,
ખેડા જીલ્લાના બાલાશિનોર તાલુકાના પ્રખ્યાત ડાયનોસર અસ્મી પાર્ક વાળા,
રીયોલી ગામની નજીકનું ગામ જેઠોલી , મારી માતા કાશીબાનું પિયર.બેઠી દડી ,

પણ મજબૂત બાંધો અને ગોળમટોળ મુખ અને હસમુખો સ્વભાવ.
આઝાદી સંગ્રામ અને આઝાદી બંન્નેની હવા માણેલી આ પાણીદાર પેઢી.

View original post 1,007 more words

Read Full Post »