Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2021

૧૯ મે ,૧૯૭૨ પ્રભુતામાં પગલાં. સમયની સરિતા ધર્મપત્ની સવિતા સંગે, સંતાનોના સંસ્કાર સથવારે , સરસ રીતે વહેતી રહી છે – પરમેશ્વરની એ કરુણા માટે શત શત વંદન સાથે…હૈયે રટણ

શ્રી કૃષ્ણ શરણં મમ! …કુટુંબીજન, સ્નેહી મિત્રો ને જીવન પથે,  આનંદ મંગલ પાથરનાર સૌને જય જય યોગેશ્વર.

 

 

લગ્નતિથિના ગુલાલે ગુંજે ગુંજન… 

 

દૂર  ડુંગરીયે  કોકિલ  કવન

ઝીલી અષાઢી મ્હેંકે  જીવન

સપ્તપદીનાં  પાવન   ગુંજન

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન

 

ભીંના ઝરુખડે ઝૂમે જોબન

ગાજે છે શ્યામ  મેઘો ગગન

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન

 

રીસામણાં  મનામણાંના  વન

જાણે ઝૂમે ઝાડવાં ઝીલી પવન

સથવારે શોભ્યાં આંગણ ઉપવન

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન

 

અનુભવે  ખીલવ્યાં  રે  ઓરતાં

ઝૂલ્યાં જીવન માંડી નવી વારતા

કુટુંબ   કલરવે   ગુંજ્યાં   ચમન

ઝીલી  ટહુકો  ટહુંકાવું રે  મન

 

વહ્યાં  વરસો  અણમોલ

વ્હાલે વર્ષા વાસંતી દોલ

સંગસંગ સરગમ સજી રે સજન

ઝીલી  ટહુકો ટહુંકાવું રે  મન

 

લગ્નતિથિના ગુલાલે ગુંજે ગુંજન

ઝીલી  ટહુકો  ટહુંકાવું  રે મન

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

માતૃ વંદના-

આકાશદીપ

  

ન્યુયોર્કથી પ્રસિધ્ધ થતા ‘ગુજરાત ટાઈમ્સ’ ની સપ્તક પૂર્તિમાં ,તાઃ ૧૮મીએ
‘માતૃવંદના’  નો સુંદર વૈવિધ્યભર્યો થાળ પીરસ્યો છે.

   આ પૂર્તિમાં ‘ બધી જવાબદારીનાં વાહક બા’ ના શિર્ષક હેઠળ મારા આ લેખના

 કેટલાક અંશની ખૂશ્બુ વિશાળ ગુજરાતી વાચકોને આંગણે ‘ગુજરાત
ટાઈમ્સે’ લહેરાવી છે. તેના સૌજન્યને વધાવતાં , કાશીબાને આપેલી આ
શબ્દ પુષ્પાંજલિ માણીએ..

…………………………………………………………………….

સંસારનું વટવૃક્ષ ખીલે છે મા થકી. પશુ પંખી કે માનવજાત માટે વ્હાલ એજ અમૃતપાન.

 માનું હૈયું એટલે મમતાની સુગંધ.
માતાના આ ઋણનાં સંભારણાં એટલે બાળપણનો મજેદાર લ્હાવો.

બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળેજી રે
તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવેજી રે

              લીલુડી ડુંગરમાળ અને રમતી રમતી વહેતી નાનકડી નદીને કાંઠે,
ખેડા જીલ્લાના બાલાશિનોર તાલુકાના પ્રખ્યાત ડાયનોસર અસ્મી પાર્ક વાળા,
રીયોલી ગામની નજીકનું ગામ જેઠોલી , મારી માતા કાશીબાનું પિયર.બેઠી દડી ,

પણ મજબૂત બાંધો અને ગોળમટોળ મુખ અને હસમુખો સ્વભાવ.
આઝાદી સંગ્રામ અને આઝાદી બંન્નેની હવા માણેલી આ પાણીદાર પેઢી.

View original post 1,007 more words

Read Full Post »