Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ 27th, 2021

ઉલટ સૂલટ – સંકલન

સાભાર- સંકલન

હાસ્ય દરબાર

સાભાર – કાસિમ અબ્બાસ કાલાવડવાળા

મળેલ વાક્યો –

 • લીમડી ગામે ગાડી મલી
 • કોરોના રોકો
 • કોરોના ને ના રોકો
 • ઘવાયો વાઘ
 • ડોલ માટે મા લડો
 • સીમા ની માસી
 • નીના ની નાની
 • ખાન, આ ન ખા
 • લો સામજી મસાલો
 • દરરોજ બાજરો રદ
 • કમુ ચા મુક.
 • મા તે મા
 • જા રે બાબા બારેજા
 • જો ચુનિયા નીચું જો
 • જો પસા સાપ જો
 • જા મગા ગામ જા
 • કાલે રામના મરા લે’કા
 • वारणागगभीरा सा साराभिगगणारवा ( * )

( * ) માળવાના રાજા અને કવિ ભોજ દ્વારા રચાયેલ सरस्वती कंठाभरणम નામના કાવ્યસંગ્રહની એક રચના

આખો શ્લોક –

वारणागगभीरा सा साराभिगगणारवा I कारितारिवधा सेना नासेधावरितारिका II

અર્થ: આ સેના કે જે પહાડ જેવડા હાથીઓ ધરાવે છે, તેનો સામનો કરવાનું સહેલું નથી. સેના બહુ મોટી છે અને ગભરાયેલા લોકોની બૂમો સંભળાય છે. શત્રુઓનો તેને ધ્વંશ કરી નાખ્યો છે. આ શ્લોકમાં પહેલી લીટી સવળેથી વાંચો કે અવળેથી વાંચો, એક સરખી જ રહે છે. તે જ રીતે બીજી લીટી પણ…

View original post 97 more words

Read Full Post »

આકાશદીપ

ચૈત્રસુદ પૂનમ….શ્રી રામભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ….સંકટ મોચન ..અનન્ય ભક્તિ ,જ્ઞાનના સાગર ને અતુલબલિ પરાક્રમી એવા જય જય શ્રી હનુમાનદાદાના ચરણોમાં ભક્તિપૂર્વક વંદન.

 અંગિરા ઋષિએ, ઈન્દ્રના દરબારમાં  પુંજિકસ્થલા અપ્સરાના ,અભિમાન પૂર્વકના અવિવેકી શબ્દ સાંભળી એક શાપ દઈ દીધો કે… તું પૃથ્વીલોકે વાનર સ્વરુપ પામી અવતરીશ. પુંજિકસ્થલાને પોતાની ભૂલ સમજાઈને માફી માગવા માંડી, ત્યારે ઋષીવર્યે, આશિષ દીધા કે તારે ત્યાં એક મહાન ભક્તનો જન્મ થશે.. જે ભગવાનના અખંડ સેવક તરીકે ખ્યાત થશે.

   આ અપ્સરા એ જ કપિરાજ કુંજરની પુત્રી અંજની. જેમનાં લગ્ન સુમેરુ પર્વતના કપિરાજ કેસરી સાથે થયાં.   અંજનાજીની નિત્ય આરાધનાથી, મહાદેવજી ખૂબ પ્રસન્ન થયા ને..અવતારી કાર્ય કરવા આશિષ દીધા..પુત્રેષ્ટિ યજ્ઞની પ્રસાદીથી રુદ્રેષ્વરના દિવ્યતેજથી વાયુદેવ દ્વારા પુત્રપ્રાપ્તિના, પુણ્યવંતા યોગના આશિષ દીધા. શ્રી રામના અવતાર કાર્યમાટે,  શીવજીએ અગિયાર રૂદ્ર પૈકી એક રૂદ્રને હનુમાનજી તરીકે , ચૈત્રસુદ પૂનમે જન્મ ધારણ કરાવ્યો..તે જ પવનપુત્ર, મારુતિ નંદન, વ્રજ્રાંગ… અંજની ને કેસરીના જાયા ..શ્રી રામભક્ત હનુમાનદાદા. 

સંકલન-રજૂઆત..રમેશ પટેલ(આકાશદીપ)-આધાર-રામદૂત લેખ..શ્રી સુનિલ શાહ(દિવ્યભાસ્કર)

(Thanks to webjagat for this picture)

સંકટ મોચન – રમેશ પટેલ ‘આકાશદીપ’

 

અંજની જાયો કેસરી નંદન, ભગવદ્ ભક્ત મહાન
બાળા…

View original post 394 more words

Read Full Post »

જય જય બજરંગબલિ

આકાશદીપ

ચૈત્રસુદ પૂનમ….શ્રી રામભક્ત હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ….સંકટ મોચન ..અનન્ય ભક્તિ ,જ્ઞાનના સાગર ને અતુલબલિ પરાક્રમી એવા જય જય શ્રી હનુમાનદાદાના ચરણોમાં ભક્તિપૂર્વક વંદન.

…………………

અંજનીજાયો..હાલરડું

પારણે   પોઢેલ  બાળ  મહાવીર  ને સિંહણ જાયો છે વીર
જડે   નહીં  જગતે  જોટો ,  અવનિએ   અવતરીયો  મોટો
કેસરી નંદનને નીંદરું  ના આવે, માત અંજની હેતે ઝુલાવે

ઉર પ્રસન્ન  ને આંખ મીંચાણી, અંજની  માને સપનું દેખાણું
ભાગ્યવંતી મા ભારત ભૂમિ, દે પવનદેવ  લાખેણું નઝરાણું

માત થાશે તારો લાલ બડભાગી

દેવાધી    દેવની    દેવ    પ્રસાદી
ધર્મપથી   શક્તિ  ભક્તિની  મૂર્તિ

પરમેશ્વરની  નિત   બાંધશે પ્રીતિ

ભવ કલ્યાણી અંજની નીરખે,  હરખે  ઉર આનંદે  મલકે
કેસરી નંદને નીંદરું ના આવે,  માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી   વજ્રની શક્તિ

મુખ લાલી ની  આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે

ચારે   યુગનો    થાશે    કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે, ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર  કેસરીની ગર્જનાઓ ગાજશે ,  દશે   દિશાઓ   હાંકથી   કંપશે

દેવી  કલ્યાણી  અંજની   નીરખે

અમી રસ અંતરના ભાવે ઉછળે
કેસરી  નંદને  નીંદરું  ના…

View original post 214 more words

Read Full Post »