Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2020

ગુરુ એટલે જીવન દર્શનનો પાવન સેતુ- એના અજવાસે તમે પરમ તેજને પીંછાણો

આકાશદીપ

અષાઢ સુદી પૂનમ એટલે ગુરૂ પુર્ણિમા..વ્યાસ પૂર્ણિમા

Blessing from Dada Bhagawan.. l to R..Rameshbhai and Sirishabhai DoshI Blessing from Dada Bhagawan..
l to R..Rameshbhai and Sirishabhai DoshI

  ગુરૂનો મહીમા અપરંપાર છે. કોઈ પણ સંસ્કૃતિનો એ પાયો છે..જેના સત્સંગે અંતઃકરણ શુધ્ધ થાય છે, જીવનમાં વિવેક આવે છે.આપણે સ્વયંને વિભૂતિઓથી સુસંપન્ન કરી દેવત્ત્વથી પણ ઉંચા કરી શકીએ છે..એવો આ માનવ જન્મ છે, એવી પ્રતીતિ કરી શકીએ છીએ.

 ગુરૂ સત્સંગનો મહીમા ભારતીય સંસ્કૃતિમાં યુગોથી મહેકતો રહ્યો છે.

તીરથ  નહાયે  એક ફલ, સંત  મિલે ફલ ચાર

સત્ગુરૂ મિલે અનન્ત ફલ, કહત કબીર વિચાર  

ભારતીય ગુરૂ જ્ઞાન દર્શને ઉષાની લાલીમા બનીને સદૈવ સર્વત્ર જાગરણની જ્યોત પ્રગટાવી છે. અષાઢ મહિને કોયલના બોલ એટલે પંચમ સૂર ગુરૂ કૃપાના…

એક ઘડી આધી ઘડી, આધીમેં પુનિ આધ

તુલસી સંગત સાધુકી ,હરે કોટિ અપરાધ

શિવ-પાર્વતી સંવાદમાં , માનવ જાતના કલ્યાણ માટે સ્વયં શિવજી ઉવાચ….

ધ્યાન મૂલં ગુરોમૂર્તિ. પૂજા મૂલં ગુરોઃ પદમ

મંત્ર મૂલં ગુરો વાક્યં,

View original post 964 more words

Read Full Post »

સાભાર… મહામારી કોરોનાની અસરની વાતું

દાવડાનું આંગણું

કોરોનાક્રૂરકારમો 

નટવરગાંધી 

છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવી, રેડિયો, અને છાપાંઓમાં દિવસ ને રાત કોરોના વાયરસ સિવાય બીજું કાંઈ દેખાતું કે સંભળાતું જ નથી. પણ ઇતિહાસમાં આવી વિનાશક ઘટનાઓ બનતી જ રહી છે. છેલ્લા સોએક વર્ષોમાં જ કૈંક ભૂખમરાઓ, ધરતીકંપ, જંગલોની આગ, પ્રલય સમા પૂર, અને ભયંકર વાવાઝોડાઓ થયા છે. જો કે આ બઘી હોનારતોમાં કોરોના વાયરસ કૈંક જુદો તરી આવે છે એનું એક કારણ એ છે કે એ વિશ્વવ્યાપી છે. તેમાંથી છટકવું મુશ્કેલ છે. એનાથી બચવા માટે ક્યાં જાવું?

View original post 743 more words

Read Full Post »