Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2020

આકાશદીપ

    પૃથ્વી ધરી પર ઘૂમે ને રાતદિવસ થાય. સૂર્યદેવની પ્રદક્ષિણા કરે તેથી સુંદર

ઋતુઓ આ ધરા પટને શીત ,ઉષ્ણ અને વર્ષાના પાલવડે નવપલ્લિત કરે.

વૈશાખ અને જેઠ માસમાં સૂરજના સિધાં કિરણોથી સાગર અને ધરતીનાં તાપમાન

ચરમ સીમાએ પહોંચેઆ ધખ ધખ ઉનાળો સૌ જીવોને અકળવિકળ કરી દે,

સરોવર અને ઝરા સંકોચાઈ જાય અને વનચરો પાણી માટે મરણહાલ થતાં ભમે.

આ શેકી નાખતા તાપમાં શેરડી ,તરબૂચ અને કેરી તથા લીંબુનો સરબત જે ઠંડક

આપે , ત્યારે ઉનાળાની થોડીક ગમતી ક્ષણો મળે અને પછી બાફ બાફ. પણ

આપણો અન્નદાતા ખેડૂત વગડે જે પસીનો વહાવે છે તેને યાદ ના કરીએ એ કેમ ચાલે?

ઉનાળો; નિદાઘ; ગરમીની મોસમ. આ ઋતુ વૃષભ રાશિનો સૂર્ય થાય ત્યારે બેસે અને કર્ક રાશિનો સૂર્ય થાય ત્યારે ઊતરે છે.


Mango Fruit Facts

 Thanks to webjagat and lexicon.

ગ્રીષ્મ..રમેશ પટેલ(આકાશદીપ)

View original post 163 more words

Read Full Post »

મા ચંદન અગિયારી….

 

મા મમતાનું મંગલ મંદિર

જગ  આખું પૂજારી

વાત્સલ્ય મૂર્તિ ઘડી પ્રભુએ

ધન જનની ખુમારી

 

વૈભવ માનો હેત ખજાનો

 સુખદાતા કલ્યાણી

આંખ અમી તો સાગરપેટાં

અક્ષય મા દાતારી  ….જગ  આખું પુજારી

 

હાલરડાં  મા તારાં ઔષધ

ખોળે સ્નેહ સમંદર

તું પકવે મા મોતી મોંઘાં

ઝીલતી ઝોલે નીંદર

 

કેમ રમે મા શામળ ખોળે

જાણું હું અલગારી

ત્યાગ મૂરત તુંમા દેવી તું

મા ચંદન અગિયારીજગ  આખું પુજારી

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

રમેશ પટેલ(આકાશદીપ)

54) લખતી મા તું વસિયત….

 

એક વિધાતા બીજી માતા

ધન્ય જ ભાગ્ય સવૈયા

ઉતારે  ના  ઉતરે  એવાં

ઋણ  જ  તારાં  મૈયા

મઘમઘ થાતું  હૈયું  તારું

ઝીલે  શૈશવ  ન્યારું

હાલરડાં એ મીઠાં મોંઘાં

હૂંફ  ભરે  ભવ સારું

માત તમારો ધર્મ જ એક

સમર્પણ  ને  સેવા

તું  ઘડવૈયા  વિભૂતિની

પાલવડે તવ મેવા

કાગળ  જેવા  કોરા  અમે

લખતી મા તું વસિયત

કેમ ન માના ચરણ પખાળું

વૈભવ ધરતી રળિયત

મધુરમ અમૃત પાન જ મા તું

પ્રગટ થયું ઘર તીરથ

ઈશ્વરની  તું   આપકળા  મા

ધન્ય જ સંસાર ગરથ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

આકાશદીપ

ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે..’વેબગુર્જરી’ બ્લોગ પર ..પ.પૂ.રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર પર મારો લેખ પ્રસિધ્ધ થયો છે. આવી દિવ્ય વિભૂતિનું જીવન જોઈ..શતશત નમન કર્યા વગર આપનું હૃદય રહેશે નહીં….આવો પધારો ને પ્રતિભાવથી વધાવો..આ ગુર્જર વિભૂતિને…

રમેશ પટેલ(આકાશદીપ) 

(Thanks to webjagat for this picture)

 

પ.પૂ.રવિશંકર મહારાજ…..

 

સંકલન-રમેશ પટેલ (આકાશદીપ)

Ravishankar Maharaj
ટૂંકા ધોતિયા પર કસવાળું કેડિયું ને માથે ગાંધી ટોપી પહેરી, ઉઘાડા પગે, ૬ ફૂટની એક સિત્તેરે પહોંચેલી વિભૂતિ, ભૂદાન ને સર્વોદય માટે પગપાળા પ્રવાસે ગામેગામ ઘૂમી રહી છે. સન ૧૯૫૫-૫૮ સુંધી, આશરે ૬૦૦૦ કિ.મી.નો પ્રવાસ કરનાર, આ મૂક સેવક ફરતાફરતા ખેડા  જિલ્લાના મહિસા ગામે પધારે છે. સામે રસ્તામાં ચાલતાં થોડાં બાળકોને બોલાવી, ઓટલે બેસાડી વ્હાલથી વાતે વળગે છે.

છોકરાંઓ…બોલો ગામડું એટલે શું ? ..પછી હસી કહે..ભેગા મળીને જીવે એ આપણા ગામની સંસ્કૃતિ. પાડોશી જો ભૂખે સૂતો હોય તો એવું સુખ આપણને કદાપિ ના ખપે. સૌ માટે જીવીએ, એ સાચું જીવતર. જુઓ, આપણો આ ગાંધી…

View original post 79 more words

Read Full Post »