Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2020

પહેલી મે, ૧૯૬૦  ગુજરાત રાજ્ય સ્થાપના દિન -આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારકને શત વંદના .

મારું  ગુજરાત  મને  ગમતું……

ખેડે દરિયા ને ખેડે  આભલાં
હુન્નર  સાહસ  એનાં સોણલાં
હરિ  શ્વેત  ક્રાન્તિથી  ઝૂમતું
મારું  ગુજરાત  મને  ગમતું(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

પહેલી મેની વાત છે ન્યારી

ધરા  યશોધરા ગુર્જરી મારી

શૂરા ને સંતની મીઠડી વાણી

દો  થડકારો  તો સિંહ કહાણી

સાગર રણ ને તીર્થોની વાડી

વંદન  કરીએ  ભોમકા માડી(૨)

………………………………….

મહાગુજરાત આંદોલનના સુકાની શ્રી ઈંદુલાલ યાજ્ઞિક  . ગુજરાતના યુવાનોએ શહિદી વ્હોરી ને  અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.

નવા રાજ્યની સ્થાપના …આપણા મૂક સેવકને  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુના આઝાદી આંદોલનના સક્રીય સેનાની એવા, પ. પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે,  મંગલ દીપ પ્રગટાવી, રાજ્ય સ્થાપનાનો શુભારંભ, સાબરમતી આશ્રમની પવિત્ર ભૂમિમાં થઈ ત્યારથી..  જય જય ગરવી ગુજરાત”..એજ ગુર્જર મંત્ર હૈયે રમે  છે.

પંચ શક્તિ સ્વર્ણિમ ઉત્સવ..2010

સ્વર્ણિમ ગુજરાત

 સ્વર્ણિમ ગુજરાતના નિર્માણ માટે પ્રત્યેક ગુજરાતી સંકલ્પબદ્ધ થયા (29/04/2011)
– 
વાંચે ગુજરાત અને યુવાનોના સમયદાન સ્વરૂપે વિશાળ સફળ જન અભિયાનો
– 
વિશ્વ શાંતિના કેન્દ્ર સમાં મહાત્મા મંદિરનું નિર્માણ
– 
ખેલ મહાકુંભ અને સ્વર્ણિમ ચેસ સ્પર્ધા દ્વારા ગુજરાતના અનોખા વિશ્વ વિક્રમ
– 
પંચ શક્તિ આધારિત સર્વાંગી વિકાસનું ગુજરાત મોડેલ અદ્વિતીય
                રાજ્યનો સર્વાંગી વિકાસ પંચ શક્તિ આધારિત થાય તેવી નેમ મુખ્યમંત્રીએ રાખી છે. જન શક્તિ, રક્ષા શક્તિ,જ્ઞાન શક્તિ, ઊર્જા શક્તિ અને જળ શક્તિ એ પાંચ શક્તિઓ આધારિત રાજ્યમાં પાંચ પ્રાદેશિક ઝોનમાં વિકાસ ઉત્સવ ઉજવાયો. વિકાસમાં જનભાગીદારી, રાજ્યની સલામતી અને સુરક્ષા ક્ષેત્રની વિકાસ યાત્રા, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તેમજ કૃષિ મહોત્સવ દ્વારા જ્ઞાન શક્તિથી વિકાસ અને શ્રેષ્ઠ ઊર્જા વ્યવસ્થાપન તેમજ શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન દ્વારા વિકાસના નૂતન પરિણામો આ પંચશક્તિ દ્વારા મેળવાયા છે તેની ગાથા આ ઉત્સવોમાં કરવામાંઆવી હતી.

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

 

ધન્ય ધન્ય ગરવી ગુજરાત….રમેશ પટેલ(આકાશદીપ)

 

જૂનો  જોગી ગિરનાર

સાવજ શૌર્યે લલકાર

સાગર સરિતાને કાંઠે મંગલ પ્રભાત

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

કચ્છ-કલા કોયલના રાગ

જન  મન દીઠા રળિયાત

‘સિધ્ધ હેમ’ની ગજ સવારી.. સિધ્ધરાજી શાન

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

નર્મદા  તાપી દર્શન

હરિત ખેતર પાવન

મહિ સાબરના સંગે લહેરાતી ભાત

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

આઝાદીની  રણહાક

શ્વેત-ક્રાન્તિની દહાડ

અખંડ ભારતના ઘડવૈયા લાલ

ધન્ય  ધન્ય  ગરવી  ગુજરાત

 

મેળે  ગરબે ગુજરાત

હૈયે શામળ ને  માત

વટ વચન વ્યવહારે… ઊડે ગુલાલ

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

અહિંસા  આદર સન્માન

સંસ્કાર સૌરભ બલિદાન

વિશ્વવંદ્ય ગાંધી તું.. વિશ્વે મિરાત

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

જેનું   હૈયું  ગુજરાત

એનું આંગણું અમાપ

દૂધમાં  ભળતી સાકરની  જાત

ધન્ય  ધન્ય  ગરવી  ગુજરાત

રમેશ પટેલ(આકાશદીપ

……

Read Full Post »

કવિશ્રી કાન્તના અતિજ્ઞાનપરથી પ્રેરણા લઈ રચના કરી છે. પ્રદૂષણથી ત્રસ્ત વિશ્વ, અવનિની રચના , કુદરતી વૈભવ સાથે પ્રગતિના નામે છેડછાડ ને કોરોનાની ઘાતક અસરની , તથ્ય આધારિત પ્રાસંગિક છંદોબધ્ધ આ કૃતિ છે.

રમેશ પટેલ(આકાશદીપ)

મહામારી કોરોના –  ખંડ કાવ્ય

 છંદ- વસંતતિલકા

કષ્ટી વહે  વલવલીસરિતા  મલિની

દૂષિત પાવન સુધાનિજ માનવોથી

નિસ્તેજ છે રવિ નભેનિત ધૂમ્ર ગોટે

કંગાલતા નિરખ ઓવદતી વસુધા

 

નિરભ્ર  વ્યોમ રજની   ,અલોપ તારા

ને વ્યોમ ઝાંખપ હણેનભ નૃત્ય લીલા

   શુક્ર  તેજ  ડરતું,  વલખી  ઝબૂકે

ને  વાયુ  દૂષિત વહી , અભડે જ  અંગે

 

દીધું હતું અવરથીરૂપ શ્રેષ્ઠ ભાગ્ય

ને અમૃતા જલભરીસરિતા જ મૈયા

ઐશ્વર્ય  ઝૂમતું  વનેહરિતા રસીલું

ઊડી  ભમે કલરવે,  રૂપલા વિહંગો

 છંદ-અનુષ્ટુપ

વિનવે   વસુધા  વંદી,  વેદનાથી  વિલાપતાં

ઐશ્વર્ય   જાતું   લૂંટાતું,  રે  પ્રદૂષણ  ઘાતથી

ઉધ્ધત જંતું યુધ્ધે ખિન્નઆત્મઘાતી કુઠાર ઘા

છે  એક  આશરો  તારોદંગલ  છે વિનાશનું

દુઃખ  અરજ  સુણીને, થયો અંતર મુખી એ

નિરખે  એકમાંથી રે , સંવરતી અનેકતા

છંદ- શાર્દૂલવિક્રીડિત

ગાજ્યા અંબર વાયુ મંડલ ધસેભંડાર  અનલના

પૃથ્વી આ જલસાગરે રવ મહાને ઈંદુ શિત ધરે

ને તારા ગ્રહ તેજ સૌ ઝબકતા, મંદાકિની પટલે

પ્રકૃતિ પ્રસવી જ વ્યક્ત થઈ આચૈતન્ય સગુણ રે

 છંદ- વિશ્વદેવી

ઘૂમે   બ્રહ્માંડેચક્ર આ  કાળનું  ને

સંયોજે    તત્વોપંચ   રૂપાંતરેથી

ઐશ્વર્યા  દીસે, ઝુંડમાં  સૃષ્ટિ દૈવી

ભૂપેશી વ્હાલેભેટ દીધી જ બુધ્ધિ

છંદ- અનુષ્ટુપ

ચક્ર ઋતુ રમે ભોમેનિર્વિકારી  જ સંયમી

પૂરક વાહ કેવા રે, પ્રકૃત્તિ ને મનુજ  

 છંદ- સ્ત્રગ્ધરા

ખૂશ્બુ  ભર્યા  કટોરા,  કુદરત  મધુરી,  વ્હાલ  ઝૂલે  ઝુલાવું

ઝૂમે  વૃક્ષો  લળીને,   ઋતુ -ફળ  ધરવાસ્નેહથી ભીંજવે રે

ને  વાસંતી  જ હૈયાં,  કલરવ  લહરેવાત  માંડે   ઉમંગે

ભાખે શ્રેષ્ઠા નિયંતાઅવનિ  રૂપલ આઝીલતાં દિવ્યભાવો

 છંદ- મંજુભાષિણી

અનુશાસને  જ સુખી  સૌ પરસ્પરે

કરુણા  હિણી ભરખશે   શત્રુતા

બહુ ક્ષુબ્ધ આજ નિરખી જ વિકૃતિ

કહું  ધીક! ખૂટલ  વિનાશ  પાત્રતા

 છંદ-રોળા

કાર્બન વા વિષ વમનહિમાળા ગળતા જ ધસી

શ્રાપી  કતલ  ઉદ્યોગહણે   પ્રાણી નૃશંસે

દીઠા   ખેચર  દીન, વિષમતા ઋતુઓ ભાળે

પૂરક  રક્ષક    ભક્ષકમલિનતા  ખંજર  પાળે

 છંદ- અનુષ્ટુપ

લૂંટી પ્રકૃતિ સંપત્તિ, મદમાં ઘૂમતો ફરે

પાખંડે ધૃષ્ટતા પોષી, કુંડાળા ઝેરના ધરે

 

છંદ- કલહંસ-

યુગ દર્દ રોષવિપદા પડઘી  ને

તકલીફ આ  પરખતો જ નિયંતા

ધમરોળવા જગધસે છળ રોષે

યમદૂત મલ્લસમ સૂક્ષ્મ વિષાણું

 

 છંદ- રોળા

વુહાનેથી  વ્યાપબહું  સંક્રમણે  વાધે

છું રે  દંડી કાળ,  ધસી દોડે  કોરોના

દીઠું વામણું  જ્ઞાન,  ધ્રુજાવે  મૃત્યુ- લીલા

બંધક વિશ્વ જ ખંડવિખૂટું જ ઉલટા ચક્રે

 

છંદ- વિશ્વદેવી

ના ધૂમ્રી શેરોના જ ઘોંઘાટ સૂણો

ઝૂમે   પ્રકૃતિવ્યોમ વિહંગ  ગાણું

સૂના આ મેળાને  સ્થળો  મોહકંદી

શાળાએ છૂટ્ટીવિશ્વ શીખે નમસ્તે

નિયંતા  પૂરે,   ખોટ  સંતાન   કાજે

છૂપા આશિષે , ગંગ શુધ્ધિ જ પામે

 

 છંદ- વસંતતિલકા

છે  જંગ દુષ્કર સજે,  જગ  સાવધાની

દૃશ્યો  જ માસ્ક બુરખા, રત નિષ્ઠ યોધ્ધા

વિશ્વાસ જાય અવધે, તું વિપત્તિ ભારી

તૂટે કડીયું, સમયે  સહયોગ સેવા

છંદ- મંદાક્રાંતા


રે ભારે આ વિકટપળ ને, ડૂબતાં અર્થતંત્રો

પ્રત્યાઘાતી  કુદરત  ભલી, શોધતી  નિજ  રૂપો

વિષાણુંની દમન જ  કડીતૂટશે  અસ્પર્શેથી

જાગો જાણો નિયમન મહા, લાભવંતું વિવેકે

પ્રાથે પૃથ્વી સકળ શુભ હોઆત્મ વિશ્વાસ જીતે

શ્રેષ્ઠા શોભેમઘમઘ  પુનઃ,  વિશ્વ આખું નવોઢા

 

 છંદ- વસંતતિલકા

તોલે  બધું   વિધિબરોબર  ત્રાજવેતો

આરોગ્ય સાચવવુંએ જ ઉપાય સાચો

ઉત્સાહથી  પરહિતે,   સજ જાત  રાજા

છે સત્ય બે  ગજ , જમીન જ અંતવેળા.

રમેશ પટેલ(આકાશદીપ)

……………

Note…

વુહાન- ચીન દેશનું શહેર જ્યાંથી કોરોનાની શરુઆત થઈ 

મંદાકિની- આકાશગંગા જેમાં આપણા સૌર મંડળનું અસ્તિત્ત્વ રચાયું ને આપણી પૃથ્વી આ પટલે ઘૂમે છે.

 ખંડકાવ્યમાં ,વસુધા ,વિધાતા, યુગ ચિત્કાર ને સાંપ્રત પરિસ્થિતિ અવલોકન કવિ માનસથી શબ્દ ચિત્ર દ્વારા પ્રગટ  કરતાં પાત્રો છે.. 

 

 

Read Full Post »

વિજ્ઞાન ને જગત રચનાના કોયડા

આકાશદીપ

 

  જગત કેવી રીતે ઉદભવ્યું અને તે તંત્રને આધાર આપતી સૂક્ષ્મ પણ મહા શક્તિની

જાણકારી મેળવવા વિજ્ઞાન મથે છે. પણ એ નાનામાં નાની વસ્તુમાં છે અને સર્વ વ્યાપી છે,

તે સમજવા આ લેખ સવાલાખનો છે અને છતાં એ નિયંતા શક્તિ જે ઈશ્વરીય કણનું નિયમન

કરે છે એ વાતમાં ઊંડા ઉતરવાની શક્તિ ફક્ત માનવ જાતમાં જ છે.... એ પરમાત્માના

વામન અને વિરાટ શક્તિને વંદના અને અહોભાવ સાથે માણીએ.

 

   આજના યુગે માનવ જાતે અપ્રતિમ સિધ્ધિઓ અથાગ પ્રયત્નોથી હાસલ કરી છે અને

આગળ ધપતા રહેશે. જો થોડીક સંકુચિત ધારાઓ છૂટતી જાય તો ભગવાને આપેલી

પ્રજ્ઞા થકી આ પૃથ્વીલોકને જ સ્વર્ગ બનાવી દે. આ પહેલાં આવી વૈજ્ઞાનિક પ્રયોગ

વિશે વાત કરેલી https://nabhakashdeep.wordpress.com/2011/04/20/

સૂર્યના કેન્દ્ર જેટલી પ્રચંડ ગરમી ઉત્પન્ન કરવાનો કઠિન પ્રયોગ …સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

April 20, 2011

,તેના અનુસંધાનમાં થોડી મહામૂલી વાતો સાયન્સ નોલેજગુજરાત

સમાચારના સૌજન્ય સાથે માણીએ

ઈશ્વરીય કણ….સંકલનરમેશ પટેલ (આકાશદીપ)

 ઇશાવાસ્યોપનિષદ નો એક શ્લોક મહાત્મા ગંધીને અત્યંત પ્રિય…

View original post 1,718 more words

Read Full Post »

ચૈત્ર સુદ પૂનમ- મહાવીર હનુમાનદાદાની જન્મ જયંતિ…

 આજે ચંદ્રમા …આપણી પૃથ્વીની નજીકમાં નજીક આવશે ને ‘સુપર મૂન’ નાં દર્શન કરવાનો લ્હાવો લેજો.

The ‘super pink moon’ got its fitting name from the pink flowers that bloom in early April in eastern North America. Although the moon itself will not be pink in color, due to an effect caused by the Earth’s atmosphere, it can appear golden, orange or blue, depending on its location on the horizon.

It takes about 28 days for the moon to circle the Earth and during its orbit, it gets closer or farther from the Earth, explains Faherty. (the closest point of the moon’s orbit is about 226,000 miles away, reports NASA).

સાભાર- સંકલન

…………..

Thanks for picture..

 

નથી ભાળ્યું વિશ્વે પવનપુત્ર…રમેશ પટેલ(આકાશદીપ)

છંદ- શિખરિણી

નથી ભાળ્યું વિશ્વે પવનપુત્ર
અમાપા સામર્થ્યપવનપુત્ર તવ સરિખું
બળી બાળા વેશેગતિ ગરૂડનીસૂર્ય ગરિમા
નમીએ નિષ્ઠાનેશિર શિવકૃપા,  ધન્ય સુત તું

ચતુરાઈ શાણી
રચ્યો  મૈત્રી  સેતુ,   ઉત્તર-દક્ષિણે,  રામ  મિલને
લઈ  મુદ્રા મળ્યાજલધિ  છલંગેમાત   જનની
જલાવી લંકાને અસુર શક્તિ વિલયેવીર વચને

રટે સ્તુતિ દેવા
રમો સંગ્રામેતોવજ્ર ખડકસાયુધ્ધ નિપુણા
રચ્યો રામ  સેતુતરલ ખડકેનિલ  નલથી
સંવારી મારૂતી,  વિજયકૂચથીરામ  ગરિમા

અતિ સંહારી છેકપટ અસુરોઈન્દ્રજીતસા
સંકટ ઘેરાયામૂર્છિત જ બંધુઔષધિ હિમે
મૃતસંજીવની સહગિરી લઈઆવ્યા પ્રભાતા

મહા ભાગ્ય દેવાસુયશ લહરેરામ  મુખથી
તમે ભ્રાતા મારાભરત સમ હા!ભેટુ ઉરથી

ચિરંજીવી દેવા
ન તોલે તોલાયવિમલ સુયશીઅષ્ટ સિધ્ધિ
અજીતા આલોકે,
ગઢી ગૌરવી તુંઅવધપુરમાંરામ સુખથી

……………..

અંજનીજાયો..હાલરડું

પારણે   પોઢેલ  બાળ  મહાવીર  ને સિંહણ જાયો છે વીર
જડે   નહીં  જગતે  જોટો ,  અવનિએ   અવતરીયો  મોટો
કેસરી નંદનને નીંદરું  ના આવે, માત અંજની હેતે ઝુલાવે

ઉર પ્રસન્ન  ને આંખ મીંચાણી, અંજની  માને સપનું દેખાણું
ભાગ્યવંતી મા ભારત ભૂમિ, દે પવનદેવ  લાખેણું નઝરાણું

માત થાશે તારો લાલ બડભાગી

દેવાધી    દેવની    દેવ    પ્રસાદી
ધર્મપથી   શક્તિ  ભક્તિની  મૂર્તિ

પરમેશ્વરની  નિત   બાંધશે પ્રીતિ

ભવ કલ્યાણી અંજની નીરખે,  હરખે  ઉર આનંદે  મલકે
કેસરી નંદને નીંદરું ના આવે,  માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી   વજ્રની શક્તિ

મુખ લાલી ની  આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે

ચારે   યુગનો    થાશે    કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે, ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર  કેસરીની ગર્જનાઓ ગાજશે ,  દશે   દિશાઓ   હાંકથી   કંપશે

દેવી  કલ્યાણી  અંજની   નીરખે

અમી રસ અંતરના ભાવે ઉછળે
કેસરી  નંદને  નીંદરું  ના આવે

માત   અંજની  હેતે  ઝુલાવે

લાલ તારો  મા લાંધશે જલધિ, પવનવેગી  એ  ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી

પનોતી પાસ ન ઢૂંકવા દેશે

રામ  ભક્તિથી  અમર  થાશે
કેસરી નંદને નીંદરું ના આવે

માત અંજની હેતે  ઝુલાવે

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

દીપ પ્રાગટ્ય- ૫ એપ્રીલ,, ૨૦૨૦..ભારત – સહયોગ સંકલ્પ  હર આંગણ

કોરોનાવાયરસના અંધકાર વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર, દેશવાસીઓએ રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી લાઇટો બંધ કરી દીધી અને દીવા, મીણબત્તી, ટોર્ચ અને ફોનની ફ્લેશલાઇટો ચાલુ કરી …એકતાનો સંદેશ દીધો.

शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥

To appease the corona warriors, the countrymen gathered for 9 minutes and lit candles, appealed to the Prime Minister.

દીપ જલાવી કરો પ્રાર્થના…

 

હું ઘર દીવડો ટમટમ કરતો

પાવનતા પ્રગટાઉં

દીપમાળા થઈ આંગણમાં

મંગલતા છલકાઉં

 

 

સંદેશો મારો જગ આખાને

ભલે સૂરજ સંતાયો

આવો લડીએ સાથ મળીને

કરવા અંધારાનો સફાયો

 

 

વિપદાની આજ છે વેળા

કોરોના છે મહા ડંખીલો

દીપ જલાવી કરો પ્રાર્થના

લડો સહયોગી થઈ ગર્વીલા

 

 

દેશ આપણો, આપણે દેશના

બાંધવનો છે નાતો

સહયોગનું અભિયાન જ ક્રાંતિ

દીપ દ્વારે મલકાતો(૨)

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ચૈત્રમાસ …ગુડી પડવો..પાવનતા પાથરતા આ માસનો મહિમા જ મોટો.

 હિંદુ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે ..રામ લક્ષ્મણ જાનકી..જય બોલો હનુમાનકી.

ચૈત્રસુદી પડવો..ગુડી પડવો…ચૈત્રી નવરાત્રી…પાવનતાના અહેસાસના પગરવ.

ચિત્રા નક્ષત્રવાળો માસ; ચાંદ્ર ચૈત્ર માસ; મધુ માસ; સૌર માસ; વિક્રમ સંવત્સરનો છઠ્ઠો ને શાલિવાહન સંવત્સરનો પહેલો મહિનો. ચિત્રા નક્ષત્ર ઉપરથી ચૈત્ર નામ પડ્યું છે. ચિત્રા નક્ષત્ર તે માસમાં સંધ્યાકાળે ઊગે છે અને પરોઢિયામાં અસ્ત થાય છે. આ મહિનો અંગ્રેજી એપ્રિલ મહિનાના અરસામાં આવે છે. તે વસંત ઋતુની શરૂઆતમાં ગણાયેલો હોવાને લીધે કેટલાએક ઓચ્છવ એ ઋતુને યોગ્ય થઈ પડે તેમ જ રૂઢ થયા છે. ચૈત્ર સુદિ ૧ એ વર્ષારંભનો દિવસ માનવામાં આવે છે 

ચૈત્ર સુદિ એકમ. આ દિવસે શાલિવાહન શકનું નવું વર્ષ બેસે ને, તેથી નવાં પંચાંગ પણ તે દિવસથી જ નીકળે…ઋતુ ચક્ર પ્રમાણે બેસતા નવલા વર્ષની શુભ ભાવે વધામણી કરીએ. સૌ સુખી થાઓ.

ગુડી- ..તે દિવસે દક્ષિણી લોકો વાંસને એક છેડે લાલ રંગનું અથવા લીલા, કેસરી વગેરે શુભસૂચક રંગનું રેશમી વસ્ત્ર બાંધી તેના ઉપર એક પિત્તળનો, ચાંદીનો કે તાંબાનો લોટો બાંધે ને તે લોટા ઉપર કંકુના લીટા કરી સાકરનો હારડો પહેરાવે . તેને પછી આગલા આંગણાંમાં ઊભો કરે છે. તેને ગુડી કહે છે.

માના નોંરતાં-

જીવનમાં તણાવ ઓછો થાય એજ સુખની પળો. પરમ શક્તિના ચરણોમાં શરણે જવું એટલે પરમાનંદનો પરિચય પામવો. મન ચિત્તને ભક્તિમાં ડૂબાડી  સાચો આનંદ માણીએ.

પ્રકૃતિને મજબૂત કરવા આ મૂર્તિઓ મૂકેલી છે.સત્ત્વ ,રજસ અને તમસ એ પ્રકૃતિના ગૂણો છે. બધાં શાસ્ત્રો આ બ્રહ્મને જાણવા માટે રચાયાં છે.પાંચ ઈન્દ્રીયોના ભૌતિક સુખોથી પરિતૃપ્ત જીવ બ્રહ્મ જ્ઞાનમાં સાધક બને તે પછીનું જ્ઞાન અજવાળું પરમ ચૈત્યનની અનુભૂતિ આપે.જે અગમ્ય છે અનેશાસ્ત્રોમાં ઉતરી શકે તેમ નથી

………………..

વાલ્મીકિ રામાયણમાં કેટલીક એવી રોચક વાતો જાણીએ….

– રામાયણ મહાકાવ્યની રચના મહર્ષિ વાલ્મિકીએ કરી છે. આ મહાકાવ્યમાં 24 હજાર શ્લોક, પાંચ સો ઉપખંડ તથા ઉત્તર સહિત સાત કાંડ છે. રાજા દશરથે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો …અને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો હતો.

– વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પુનર્વસુ નક્ષત્રમાં કર્ક લગ્નમાં થયો હતો. તે સમયે સૂર્ય, મંગળ, શનિ, ગુરુ અને શુક્ર ગ્રહ પોતાના ઉચ્ચ સ્થાન પર વિરાજમાન હતા અને લગ્નમાં ચંદ્રની સાથે ગુરૂ વિરાજમાન હતા.

ભરતનો જન્મ પુષ્યનક્ષત્ર તથા મીન લગ્નમાં થયો હતો, જ્યારે લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ આશ્લેષા નક્ષત્ર અને કર્ક લગ્નમાં થયો હતો. તે સમયે સૂર્ય પોતાના ઉચ્ચ સ્થાનમાં વિરાજમાન હતા.

………………….

ભગવાન સ્વામીનારાયણ  , વર્ષ ૧૭૮૧માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦.૧૦ કલાકે માનવ સ્વરૂપમાં પ્રગટ થયા. તેમનું બાલ્યાવસ્થાનું નામ ઘનશ્યામ હતું. તેમનાં માતાનું નામ ભક્તિદેવી અને પિતાનું નામ ધર્મદેવ હતું.

તેમણે ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. તેમના ગુરુદેવે તેમનું મહાસામર્થ્ય જાણી લઈને તેમને પોતાની ગાદીના ઉત્તરાધિકારી બનાવ્યા.

ઓ ચૈત્ર સુધની……. છંદ-સુવદના

રમેશ પટેલ(આકાશદીપ) 

પ્યારું પંખી ટહુક્યું, અનુપમ સુખદા, છે વર્ષ નવલું
વાસંતી વાયરાઓ, લહર  ખુશનુમા, ભંડાર  ભરતા
વર્તે માંગલ્ય હૈયે, શુભદિન જ ગુડી, ચૈત્રી જ પડવો
લાગીને માત પાયે, નવનવ રજની, પ્રાથુ અભયદા

ઝૂમે  છે મીઠડી  આ, ઋતુ  સુમનધરી, પ્રસન્ન મન આ
ઝૂલે વૃક્ષો  ફળોથી, ખગશિશુ  ચહકે, વ્હાલે  મખમલી
પ્રગટ્યા  રામજીને, અવધ જ  પુનિતા, દૈવી યુગકૃપા
સીંચ્યા સંસ્કાર જીવે, સુદતિથિ નવમી, ને ધન્ય ધરણી

ચિરાયુ  શું  વખાણું, શતશત મુખથી, એવા બલયસી
ભેટ્યા  શ્રીરામજીને, યુગયુગ  હરખે, ઓ   કષ્ટહરણી
ખીલે  લાલી  ધરીને, કનકસમ નભે, આ સૂર્ય તપતો
છે ભાગ્યે પુણ્યવંતો, સ્તવન જ ગરબે, ઓ ચૈત્ર સુધની

રમેશ પટેલ(આકાશદીપ) 

…………………

અજર અમર પદ દાતા રામ

ઢોલ  ધબૂક્યા અવધપૂરીએ ,પધાર્યા રઘુકુળે ચારો ચંદ
રાય  દશરથ  હરખ વધાવે, પ્રગટ  ભયો  કૌશલ્યા  નંદ
અંતર ચેતના  કરે આરતી, મંગલ સુમંગલ દીસે ચોદિશ
ધન્ય  ધરાતલ  પૂણ્ય ભૂમિ તું, રામ થઈને આવ્યા  ઈશ

ગગન   ગોખે   ઘૂમતા    ગરુડે,
રમતા   સદા  તમે  અંતરિયાળ
ચૈત્ર સુદ નવમીએ  થયા રામજી,
તો જાણ્યા કે કેવા હોય ભગવાન!

ચૌદ  લોકના  નાથ    વિધાતા,
ઘૂમાવો વિશ્વ અવિરત દિનરાત!
થયા  શીશુ  રામ,પણ  ન ભૂલ્યા
માગ્યો  રમવા  બ્રહ્માંડનો  ચાંદ

ગુરુ વિશ્વામિત્ર સંગ વને ચાલ્યા,
હણ્યા  આતતાયી  એકલ  હાથ
રઘુકુળ  રીતિ  સદા    પ્રમાણી,
અજર  અમર  પદ  દાતા રામ

સ્વયંવરે કીધું શીવ ધનુષ્ય ભંગ,
માત જાનકીના  થયા   ભરથાર
ત્યજ્યું  રાજસુખ   જગત  કાજે,
અર્પ્યું સુખ રામ રાજ્યનું સંસાર

રાજધર્મ  રઘુકુળ વચન વ્યવહારે,
નગર  ત્યજી  ચાલ્યા   વનવાસ
કેવટ  અહલ્યા ને માત શબરીના,
ભાવે  ભીંજાયા  લક્ષમણ   ભ્રાત

ધનુર્ધારી  રઘુવીર  ધર્મ ધુરંધર,
હણ્યો  દશાનન   લંકા    ધામ
મંગલ  પર્વ  દીપાવલિ   હરખે,
જનજન  સ્મરે જય  સીતા રામ

રામ  નામમાં  સઘળાં   તીરથ,
ગાયે  વાલ્મિકી  રામનાં  ગાન
રામ   લખન  જાનકીના  નાથ,
પાજો  સદા પ્રેરક  અમૃત પાન

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………..

મંગલ વર્તે છપૈયા …

જગ કલ્યાણે જગે અવતરીયા,

જય મંગલ વર્તે છપૈયા 

તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન, 

જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા

 

 

ભગવંત શ્રી સહજાનંદના રંગમાં

 રટે ગુર્જરી  સ્તુતિ

જય જય શ્રીસ્વામિનારાયણ મંત્ર

ઝૂકે શિશ અક્ષર મૂર્તિ

 

 

  

પાવન  દર્શને  દીપે   નમ્રતા  

સાધુતા  શોભંતી  જનહીતે 

પથપથ   વિચરે  ગુરુ   પરંપરા  

સંસ્કાર   ઝરણાં   મનમીતે

  

      દે આશિષ અંતરથી પ્રભુતા..હો કલ્યાણ અક્ષરવાસી 

      જય જય નિત રટજો મંત્ર, પઠે શ્રી સહજાનંદ સ્વામિ.

રમેશ પટેલ(આકાશદીપ)

………………

રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર  છે પવન  પુત્ર
વીર  મારુતિ   થકી  મળીયા, ભાઈ  ભાર્યાને  મિત્ર

 

 

રામ  કથા  સંસારે  ગવાશે , અમરપટ  ભોગવશે  હનુમંત  વીર
શ્રીફળ   સિંદૂર    આકડાના   ફૂલે,  રીઝશે   મહા   મારુતિ   ધીર
સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ
અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ

 

 

સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
પંચાયતમાં  સ્થાન  તમારું,  ભગવંત  સંગ  શોભે  હનુમંત

રમેશ પટેલ ‘આકાશદીપ’

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »