Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 18th, 2020

ભારત… દેવલોક… બકાસુર …સ્વર્ગ – જે પ્રાચીન ઈતિહાસ છે તેને ભૌગોલિક રીતે સમજવા જેવો છે… સાભાર

દાવડાનું આંગણું

દેવોનું વતન- દેવભૂમિ વિશે કિંચિત્

દેવો કાલ્પનિક છે. મનુષ્યમાં જુદા જુદા સદગુણો વિકસાવવા માટે દેવોને પ્રતીક બનાવીને તેમનું ધ્યાન. જાપ અને તે ગુણ વિકસાવવાનો સભાન પ્રયાસ કરીને દેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એનું નામ જ ભક્તિ એમ આપણે જોયું, પણ આ તો એક જુદો મુદ્દો થયો. સમાજમાં તો એવી જ માન્યતા પ્રવર્તતી આવી છે કે દેવો અંતરિક્ષમાં વસે છે. વાયુ સ્વરૂપે કે પછી અદૃશ્ય રીતે રહે છે અને સાધકની સાધનાથી પ્રસન્ન થઈને તેની સમક્ષ હાજરાહજુર પ્રગટ થાય છે.સાધકને ઈચ્છિત વરદાન માંગવાનું કહે છે અને માંગણી રજુ થાય કે તરત જ ‘તથાસ્તુ‘ કહીને અલોપ થઈ જાય છે. કેટલાક લોકોને દુન્યવી પદાર્થોની જરૂર હોય છે તેઓ સાંસારિક માંગણીઓ રજુ કરે અને કેટલાક સાધકો લખ ચોરાસીની આવન જાવનના ત્રાસથી મુક્ત થવા મોક્ષધામ, અક્ષરધામની ઈચ્છા રાખે છે. સ્વજનોના અવસાનના સમાચાર લખતી વખતે તેઓ દેવલોક પામ્યા, વૈકુંઠવાસી કે કૈલાસવાસી થયા, કાળધર્મ પામ્યા, સ્વર્ગવાસી થયા એવું લખવાનો રિવાજ આપણે ત્યાં છે. આપણી શ્રદ્ધાને અનુરૂપ જીવાત્મા જે તે…

View original post 1,139 more words

Read Full Post »