Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 8th, 2020

March 8…

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ..૮ મી માર્ચ…૧૯૭૫માં સંયુક્ત રાષ્ટ્રસંઘે માન્યતા આપી. શિક્ષણથી, કુરીવાજો ,ભૄણ હત્યા સામે જાગૃતતા લાવવા, નારી સન્માન માટે લોક જાગૃતિ અભિયાન થકી,નવ ચેતના જગવવી, એ જગ કલ્યાણી છે..એ ભાવ સાથે ચાલો ઉજવીએ… મહિલા દિન.

ધન્ય! નારી તું નારાયણી…

 

ધૈર્ય શૌર્યની ધરી જ શાણી

જીવન રથની ભલી કહાણી

મહિલા દિન‘  રટે  જ ઉત્કર્ષ કહાણી

ધન્ય! નારી તું નારાયણી

 

 

ખૂબ  દુભવી ગત સંસારે

છાયી શક્તિથી હર દ્વારે

પરિશ્રમે અડગ  અભિયાન કહાણી

ધન્ય! નારી તું નારાયણી

 

ના જ બાપડી, ગાય- મૃગલી

તું લડે સવાઈ ઝાંસી  નવલી

સંગીત નૃત્ય કલા કહે સંઘર્ષ કહાણી

ધન્ય! નારી તું નારાયણી

 

સ્નેહ કુનેહ કરૂણાની  કૃતિ

ખંત ;જોમ ત્યાગની તું મૂર્તિ 

નારી શક્તિ સન્માન ગૌરવ કહાણી

ધન્ય! નારી તું નારાયણી

 

ખેલ ખેત સૈન્ય વિજ્ઞાન ઉત્કર્ષ કહાણી

નારી હૃદય મીઠડું ગાણું જગ કલ્યાણી

ધન્ય! નારી તું નારાયણી

રટશું નિત્ય ગૌરવ કહાણી(૨)

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »