Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 1st, 2020

આજે માનવતા ધાર્મિક ઝનૂન ઓથે હીબકાં લઈ રહી છે. જેહાદી માનસ ને પ્રતિકાર વચ્ચે જગત ઘર્ષણનો જ્વાળામુખીનો ભોગ બની રહ્યું છે. રાજકારણ ગુણદોષ ભૂલી સ્વાર્થમાં વતનને બરબાદીના રસ્તે ઢસડી રહ્યું છે. દિલ્હી જેવી રાજધાની હિંસા , અગન જ્વાળાનો ભોગ બની , ભાઈચારો ભૂલી ગયેલી જોઈ,,વન સંસ્કૃતિ માનવ સંસ્કૃતિને શિખામણ આપતી અનુભવાય છે. માણો વ્યંગ-કવન 

સિંહ રાજા જ બોલ્યા…રમેશ પટેલ(આકાશદીપ)

છંદ– ભુજંગી

ભરીને સભા સિંહ રાજા જ બોલ્યા

તમે શું સમાચાર જાસૂસ લાવ્યા

અહીંથી ગયા માનવો સાથ છોડી

જણાવો બંધુના હાલ કેવા?

 

સુણો રાજ, વાતો નિહાળી જ આંખે

ધરી વેશ સજ્જનત ઘૂમતા એ

ઠગે સિફતે ચાલ ચાલી ભલાની

મહાલે બની લોક નેતા રૂઆબે

 

થયા માનવો દાનવો વેર ભૂખ્યા

સમૃધ્ધિ વધી સ્નેહના વેણ સૂક્યા

ન લાગે જ કોઈ શર્મ ધર્મ ઓથે

હણે એ કરીને ધડાકા જ ચૌટે

 

કળી કાળ ચાલે થઈને સવાયો

મળે નીર જો દોકડા દો તમે તો

ગઈ આજ સંવેદના તો સંતાઈ

કહે આવ પૈસા થકી તો સગાઈ

 

ચઢી વ્યોમે ઊંચે મથે માપવા એ

રહે કોણ પાડોશમાં ના તથા લે

ગઈ ગૃહમાંથી જ છૂટી મર્યાદા

‘દિ ધોળે જ લૂંટાય લોકો ઘરોમાં

 

જગે કોણ મોટું? જંગલી સદીમાં

ગયા આપણે ઈલકાબો જ હારી

કહું દુઃખ સાથે થયા એ વિજેતા

ગયા રાજવી ઈલકાબો વનોના

 

હવે આશ કોઈ જ પાકે જ ગાંધી

અહિંસા થકી એ જગાવે જ આંધી

 

સુણી વાત દે સિંહ રે તાવ મૂછે

વ્યથા વેર પાઠો જ શીખ્યા વધારે

ન લાભ્યા જુઓ સાથ છોડી અમારો

રે પાછા વને માનવો રે પધારો(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »