Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2020

મોસમ બદલ રહી છે…માણીએ-જાણીએ

આકાશદીપ

વસંત, પાનખરની વિદાય બાદ હવે શિશિરના વાયરા, કેલિફોર્નિયામાં હાજરી પૂરાવા આવી ગયા છે. આસપાસ દેખાતી ડુંગરમાળ, હવે હિમકણોના વસ્ત્રો ધારણ કરી,  ધવલ રૂપે , મનને મોહિત કરી રહી છે. વૃક્ષો પણ, પર્ણ વૈભવ ત્યજી, જાણે સમાધિ ધરી ઊભા હોય એમ લાગે છે. આપણે આબુ પર્વત પર ઊંચે શિખરે બેસીએ ને, વાદળીઓ હળવેથી આપણને અડકી જતી રહે, એવો અનુભવ મેળવેલો, તેની યાદ તાજી કરતા,  અમારા ડુંગરમાળની ટોચે , વાદળાં નીચે ઊતરી, ભેજના પવનો કેવા હોય , તેની વાતો માંડવા લાગ્યા છે. હિમપ્રપાત અને વાવાઝોંડાના સમાચારો , એટલે સૌની જીવન કસોટી. પશુ , પંખી ને માનવ વસાહત, આ કુદરતની મૌસમી કરવટને માણે ને ઝેલે. એક એવો અંદાજ છે કે , ઝાડપાનવાળી, અઢી એકરની જમીન દરરોજ ચાર લાખ રતલ પાણી આકાશમાં ભેજ રૂપે મોકલે છે. તેના લીધે, જંગલો ઉપર વધુ ભેજવાળું વાતાવરણ બની, વધુ વરસાદ લાવવાનું નિમિત્ત બને છે. આમ સૂરજની ગરમીથી સાગર દ્વારા વાદળોના ઢગ સાથે, વૃક્ષો પણ નદીઓમાં પૂર લાવવાનું નિમિત્ત બને છે.

View original post 319 more words

Read Full Post »

આ.સાહિત્યવિદ પ્રો શ્રી વલિભાઈના આભાર સાથે ..માતૃભાષાને વધામણાં

William’s Tales (Bilingual Multi Topic Reads)

કોઈપણ ભાષામાં એક જ શબ્દના એવા છાયાશબ્દો જોવા મળશે કે જે પહેલી દૃષ્ટિએ સમાનાર્થી લાગે, પણ તેમના અર્થ કે ભાવમાં પાતળી ભેદરેખા હોય છે. ગુજરાતી ભાષાના ગુરુર અને ગર્વ પણ એવા શબ્દો છે જેમને આ ભેદરેખા લાગુ પડે છે. ગર્વ એ એક પ્રકારની ખુમારીને અભિવ્યક્ત કરે છે, જે સદ્ગુણમાં જ ખપે; પણ ગુરુર એ શબ્દ અભિમાનનો સૂચક હોઈ તેને અવગુણ જ ગણવો રહ્યો. વળી ગર્વ અને ગૌરવ સમભાવી શબ્દો જ છે, ફક્ત તેમને પ્રયોજવામાં જ ભિન્નતા માલૂમ પડશે. અહીં આપણે ગુજરાતીભાષીઓએ આપણી ગુજરાતી ભાષાનું વ્યક્તિગત રીતે માત્ર ગૌરવ ધારણ કરવાની વાત નથી કરતા; પરંતુ એ ગૌરવનો આપણે પ્રસાર કરવાનો છે, તેમાં વૃદ્ધિ કરવાની છે.

વિશ્વભરમાં વસતા વિવિધ માનવસમુદાયો પોતપોતાની માતૃભાષામાં વાણીવિનિમય કરતા હોય છે. દરેકને પોતપોતાની માતૃભાષા પરત્વે ખાસ લગાવ હોય છે. જે તે ભાષી માટે પોતાની લાગણીઓ અને વિચારોનું આદાનપ્રદાન કરવા માટે માતૃભાષા એ અનિવાર્ય માધ્યમ બની રહે છે અને તેથી જ તો દરેકને પોતાની માતૃભાષા પ્રિય હોય છે…

View original post 961 more words

Read Full Post »

શ્રી બાબુભાઈ સુથાર – ભાષા વિજ્ઞાન શાસ્ત્રીને શ્રી દાવડા સાહેબના સૌજન્ય સભર આભાર સાથે

દાવડાનું આંગણું

ગુજરાતી પ્રમાણવાચકો (Quantifiers)

પ્રમાણવાચકો કેવળ ભાષાશાસ્ત્રીઓનો જ નહીં, ફિલસૂફોનો અને તર્કશાસ્ત્રીઓનો પણ ગમતો વિષય રહ્યો છે. આ વર્ગમાં આવતા શબ્દો પર અઢળક કામ થયું છે. એમ છતાં, ભાષાશાસ્ત્રીઓ હજી પણ આ પ્રકારના શબ્દો વિશે ઘણું બધું વિશ્વાસપૂર્વક કહી શકે એમ નથી. એક જમાનામાં ભાષાશાસ્ત્રીઓ એવું માનતા હતા કે પ્રમાણવાચકો જગતની દરેક ભાષામાં મળી આવે છે. પણ હવે એ લોકો આવાં વિધાનો કરવાને બદલે કહેતા હોય છે કે જગતની લગભગ દરેક ભાષામાં પ્રમાણવાચક શબ્દો મળી આવતા હોય છે. અહીં ‘લગભગ’ શબ્દ ખૂબ મહત્ત્વનો બની રહે છે.

View original post 1,068 more words

Read Full Post »

માતૃભાષાનો ગૌરવવંતો ઈતિહાસ- આભાર શ્રી વિનોદભાઈ પટેલ

વિનોદ વિહાર

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

ઈતિહાસ

પ્રાચીન સાહિત્ય

પ્રાગ નરસિંહ યુગ (ઈ.સ. ૧૦૦૦ થી ૧૪૫૦)

મધ્યકાલીન સાહિત્ય

નરસિંહ યુગ (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦)

ભક્તિયુગ

અન્ય કવિઓ

આ જ ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ નોંધપાત્ર યોગદાનો કર્યા છે. જેમાં સહજાનંદ સ્વામી, બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી મુખ્ય છે. તેમના સર્જનો નીતિશુદ્ધિ, ભક્તિ અને વૈરાગ્યના લક્ષણો ધરાવે છે.[૧૭] આ સિવાય પારસી કવિઓનો ગુજરાતીમાં પ્રવેશ આ જ ગાળામાં થયો છે.

અર્વાચીન સાહિત્ય (૧૮૫૦-હાલ સુધી)

સુધારક યુગ અથવા નર્મદ યુગ (૧૮૫૦-૧૮૮૫)

નર્મદ

પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (૧૮૮૫-૧૯૧૫)

ગાંધી યુગ (૧૯૧૫-૧૯૪૦)

મહાત્મા ગાંધી

અનુગાંધી યુગ (૧૯૪૦-૧૯૫૫)

આધુનિક યુગ (૧૯૫૫-૧૯૮૫)

અનુ-આધુનિક યુગ (૧૯૮૫-હાલ સુધી)

ઈતિહાસ ની વિસ્તૃત સુંદર માહિતી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

વિકિપીડિયામાંથી

View original post

Read Full Post »

૧૪ ફેબ્રુઆરી..સંત વેલેંટાઈનની યાદમાં ..પ્રેમના પાવન સંબંધોને , પ્રેમના અમર પ્રતિક , વિશ્વ અજાયબી- તાજ મહાલને પોંખીએ.    

તાજ તું હૈયાનું રાજ…

ટહુકે જ લાગણિયો
ચાહતની ખુશીઓ
પોંખે તને વાલમિયો મીજાજ
તાજ તું હૈયાનું રાજ

શ્વેત આરસ સુમન
તારું  દર્શન મંગલ
તારી પાવનતા પ્રેમનો પમરાટ
તાજ તું પ્રણય પખાજ

ઝગે   ચાંદની  શિતલ
પ્યારની છબી જ રુપલ
જળ જમુનાના ઢોલિયે ડોલે તું રાજ
ધન્ય! અમર કલાનો સરતાજ

ઉર  વ્હાલની દાસ્તાન
શાહી સ્નેહનો ઉપહાર
વસુંધરાને વ્હાલે વીંટાળે મુમતાજ
તાજ તું હૈયાનું રાજ

રમેશ પટેલ(આકાશદીપ)

……………

બાંધ્યા  મેંતો  ઝાંઝર  વસંતના….રમેશ પટેલ(આકાશદીપ)

રે વગડે કૂંપળ ફૂટી

કોણે આ હુંફ ઢોળી?

ઢમઢમ વગડે વગડાવો  રે ઢોલ

બાંધ્યા  મેંતો  ઝાંઝર  વસંતના

ઉપહાર આ રંગોના

કામણ આ કજરાળા

મધમીઠા  છેડે રે કોયલડી બોલ

બાંધ્યા  મેંતો  ઝાંઝર  વસંતના

ધર વ્હાલા વેશ મોરલાના

મેળે નાચે  છે  લોક ઘેલા

ઓઢી  છે  ઓઢણી મેં  આજ રાતીચોળ

બાંધ્યા  મેંતો  ઝાંઝર  વસંતના

ઝુમે રેશમિયા કાય ઝુલી

છેડે રાગ એ છાની છાની

રંગ ઉમંગે ખીલ્યા છે વાયરાના ઝોલ

બાંધ્યા  મેંતો  ઝાંઝર  વસંતના

મનગમતાં સોણલાં

સૌરભનાં   પોટલાં

ઢમઢમ વગડે વગડાવો રે ઢોલ

બાંધ્યા  મેંતો  ઝાંઝર  વસંતના

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »