Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર 29th, 2019

દશ વર્ષની યશસ્વી શબ્દ સાધના પૂર્ણ કરી ‘ આકાશદીપ’ બ્લોગ ૨૯ નવેંબર ‘૨૦૧૯ ના મંગલ દિને, ૧૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. આપના સૌજન્ય સભર પ્રતિભાવો અને પ્રોત્સાહનથી,  ગૌરવ સાથે આભાર પ્રગટ કરતાં હું ખૂબ જ હર્ષ અનુભવું છું.

     અમારી આ યાત્રાના શ્રી ગણેશ , અમારા આંગણે પધારી, નિવૃત્તિમાં મનગમતી પ્રવૃત્તિમાં  કાર્યરત કરી, આ. શ્રી સુરેશભાઈ જાનીએ ભાગ્યવંત બનાવ્યા,  એટલું જ નહીં , ‘આકાશદીપ” ની કાવ્યધારાને, ઈ- બુક બનાવી અપલોડ કરી, અમને સદા નેટ જગતના ચહિતા કરવા આશિષ દીધા. 

      ઈ-બુકસ.. ૧) કાવ્ય સરવરના ઝીલણે, ૨)ઉપાસના, ૩) મઢેલાં મોતી,૪) મનોભૂમિને મેળે ,૫) ઉરે ખીલ્યું ઉપવન.. ઈ- બુક ફોરમેટમાં તૈયાર કરી, પોતાના સમય ને કૌશલ્યથી , અમને અમૂલ્ય ભેટ વિના મૂલ્યે દીધી. આજે તેમના માર્ગદર્શને ઈ- વિદ્યાલય ને સુશ્રી હિરલબેન શાહ(યુ.કે) નો નાતો પણ એક મીઠું સંભારણું છે. .આપનો અંતરથી આભાર.

          સાહિત્ય ઉપાસકોએ પણ નવલા સર્જકને ઉમળકાથી વધાવ્યા.. એમનું ઋણ કેમ ભૂલાય?

      પ્રો. લેખકશ્રી વલિભાઈ મુસા, સુશ્રી સરયુબેન પરીખ, સુશ્રી નિલમબેન દોશી, આ. શ્રી વિનોદભાઈ પટેલ(વિનોદ વિહાર). સુશ્રી જયશ્રીબેન મરચંટ, ડો.શ્રી કિશોરભાઈ પટેલ ….,અને સર્વ આપ્તજન…સાનંદ આપ સૌનું ઋણ સ્વીકારું છું.   આપના આત્મિયતા અને વિશેષ પ્રતિભાવોથી અમે સદા પ્રોત્સાહિત થયા છીએ., સુશ્રી આ. પ્રજ્ઞાબેન વ્યાસ, સુશ્રી અનિલા બહેન, સુશ્રી વિમળા બહેન અને શ્રી મહેંદ્રભાઈ ઠક્કર, શ્રી પ્રવિણભાઈ ઠક્કર, શ્રી ગોવિંદભાઈ પટેલ(સ્વપ્ન), કવિ અનિલભાઈ ચાવડા,કવિ શ્રી મુકેશભાઈ જોશી,લે. આનંદ રાવ તથા  અનેક બ્લોગ મિત્રોના વૃંદનો સ્નેહ , એજ અમારી યાત્રાની ખુમારી છે.

  બે એરિયા(કેલિફોર્નિઆ) …’બેઠક’ ગ્રુપના અપૂર્વ સ્નેહ થકી, ડો.શ્રી પ્રતાપભાઈ પંડ્યા, સ્વ.આ. મહેંદ્રભાઈ મહેતા, , સંયોજક સુશ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાળા, આ. શ્રી પી.કે. દાવડા સાહેબ , સુશ્રી. કલ્પનાબેન રઘુ, સુશ્રી જયશ્રી બહેન મરચંટ અને પ્રસંગનું સંચાલન કરતા, સાહિત્યવિદ, ભાષાશાસ્ત્રી આ. શ્રી બાબુભાઈ સુથારના સૌજન્યે, મારા કાવ્યસંગ્રહને અર્પણ કરી, સર્વ મહાનુભાવોએ એક યશમાન દીધું. એ પળ એટલે,  આપણા મેઘાવી, જ્ઞાનપીઠ સન્માનથી સન્માનિત , ગુજરાતી ભાષાને ગૌરવવંતી કરનાર શ્રી રઘુવીરભાઈને , મારો કાવ્ય -સંગ્રહ ‘ મઢેલાં મોતી’ અર્પણ કરવાનો પ્રસંગ… તેમની સાથે ફોન પર આશિષ ઝીલવાનો પ્રસંગ, એક મીઠું સંભારણું...આ ઋણ સ્વીકારી ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું.

with sushri Ushabahen upadhyaay…(california)

    આ વર્ષે, સુખ્યાત સાહિત્ય ઉપાસક કવિયત્રિ ઉષાબહેન ઉપાધ્યાયની, તેમની કેલિફોર્નિઆ મુલાકાતમાં, સાહિત્ય ગોષ્ઠીનો લાભ મળ્યો . મારા બે કાવ્યસંગ્રહો , ડાયસ્પોરા શ્રેણી પ્રકાશિત,  તેમને , ભેટ ધર્યા . મારી , ભગવદ ગીતા’ ની રચનાનો વિશેષ ઉલ્લેખ તેમણે  પ્રાસંગિક રીતે કર્યો…એનો ગુંજારવ સદા યાદ રહેશે.

      ડાયસ્પોરા સાહિત્યને બીરદાવતા, ગ્રીડ્ઝના સૌજન્યને  એક મીઠા સંદેશાથી જ વધાવું….. 

ડાબેથી..શ્રી રાજુભાઈ(સીંડીકેટ મેંબર)ડો.જયેંદ્ર શેખડીવાળાડોં. મહેશ યાજ્ઞિકશ્રી નવિનભાઈ 

પટેલ (અતિથી વિશેષ)કવિશ્રી રમેશ પટેલ(આકાશદીપ)શ્રી ભીખુભાઈ બી. પટેલ (અધ્યક્ષ  ચારુતર મંડળ)- મુખ્ય  મહેમાન

                         ડો.કાંતિભાઈ લિખિયા..લોકાર્પણ અતિથિડોં.નરેશ વેદ(પૂર્વ કુલપતિશ્રી),   શ્રી બળવંતભાઈ જાની

(નિયામકશ્રી-ગ્રીડ્સ)ડોં.મહેંદ્રભાઈ નાયી(મંત્રીશ્રીઅ.ભા.સા. પરિષદ)

 

      છંદોભિજ્ઞતા અને સભ્ય સમાજના મનની અભિજ્ઞતાની, સરળ બાનીમાં અભિવ્યક્તિ, એમની કાવ્ય-સાધનાનું સુફળ છે.

સાહિત્યવિદ ડૉ બળવંતભાઈ જાની સાહેબે, મારા બે કાવ્ય સંગ્રહો, ‘મનોભૂમિને મેળે’ અને ‘ઉરે ખીલ્યું ઉપવન’ ને ડાયસ્પોરા સાહિત્ય શ્રેણી દ્વારા પ્રકાશન કરી , ગત મે , ૨૦૧૮માં વધામણી દીધી. 

માજી ઉપકુલપતિ સાક્ષર ,ડો નરેશ વેદ સાહેબે, મારા કાવ્યગ્રંથ લોકાર્પણ પ્રસંગે(આણંદ-વિદ્યાનગર ..ંમે ૧૮) મુકામે આપેલા તેમના પ્રાસંગિક પ્રવચનના શબ્દોની સુગંધ , આજેપણ તરબતર કરેછે… 

      રમેશભાઈ તમે પણ ગામડેથી શબ્દ  ઉમાશંકરભાઈની જેમ લઈ નીકળ્યા છો. એ શબ્દે, આપને અનેક ગાયકોના કંઠ સુંધી પહોંચાડ્યા છે, આજે આપને અમારી વચ્ચે  પણ બેસાડ્યા છે.શબ્દ કેટલી મોટી મૂડી છે, શબ્દ બ્રહ્મની આરાધના કે ઉપાસના જે કરેછે, તે કેવા ચમત્કારો કરેછે, એ આપણાથી ક્યાં અજાણ્યું છે. આધુનિક કવિતાઓ કલ્પના પ્રચૂર છે , આપની કવિતાઓમાં એટલા સરસ ને તાજા કલ્પનો આવતા જાયછે કે ભાવ સાથે કવિતા બની જાય છે. જે માણસ કુદરત પ્રેમી હોય, જે માણસ ઉત્સવ પ્રિય હોય,વતન પ્રિય હોય, ભાષા પ્રેમી હોય, ને કલ્પનો જેને  સહજ હોય, એ કવિ ના બને તો બિજું શું થાય?

  આપની સાહિત્ય સાધના સદા વર્ધમાન રહે, તમારી સાધનાના શુભફળ પ્રજાને નિયમિત મળતા રહે, ને સર્વોત્તોમુખી વિકાસ થાય એ ભાવ સાથે સાધુવાદ.  

   આ આશિષ વચનો સાંભળી , અમે શાયર મનોજ ખંડેરિયાના શબ્દો યાદ કર્યા..અમારે તો શબ્દો કંકુ ને ચોખા.

આ મંગલ દિને, આપ સૌનું  ઋણ સ્વીકારી ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું.

…..

સસ્નેહ જય ગુજરાત

   આ સાથે, ૧૭ મી મે ૨૦૧૮ ના રોજ, કાવ્યગ્રંથ લોકાર્પણ(આણંદ)- રમેશ પટેલ(આકાશદીપ) માટે, આપના મુખ્ય મહેમાન પદે , યોજાયેલ , એની યુ ટુબ લિંક મોકલી છે.

u-tube link– કાવ્યગ્રંથ લોકાર્પણ..૧૭ મે, ૨૦૧૮ આણંદ- કવિ રમેશ પટેલ

note- click on url below, then click on ‘go to link’ to open link below

https://www.youtube.com/channel/UCAS6_QLJ0z9pe2wm2ZcMJeg

સાદર

રમેશ પટેલ(આકાશદીપ)

હું તો ડુંગરની દીકરી...

ડુંગરના  ઉરનું  હું  ગાણું

ઝીલો તો ઝાંઝરિયું નાણું

હું તો ડુંગરની દીકરી

થોડી શરમાળી

થોડી નખરાળી

રે ભેખડોમાં મ્હાલું મદમાતી

હું તો ડુંગરની દીકરી

સૂંતા  વગડાને ઢંઢોળું

વનપંખીને મેળે રમાડું

સીંચીં ધરણીને ભરું રસઝોળી

હું તો ડુંગરની દીકરી

ઓઢું   અંગે  શશિ   પટોળું

સંત ચરણોને  તિર્થે પખાળું

ખીલું વન નગરે જોબન વિહારી

હું તો ડુંગરની દીકરી

માણિગર  મારો મહેરામણ

ઝીલું હૈયે નભ ચીતરામણ 

મઢું મલક ઝીલી મેઘ- મટકી

હું તો ડુંગરની દીકરી

મેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »