Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર 9th, 2019

ભારત ભોમની ચેતના રામ.

સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલોત્પન્ન અજ રાજાના પુત્ર દશરથને કૌશલ્યાથી વિષ્ણુના અંશથી થયેલ પુત્ર રામ.

રામ’ શબ્દમાં ર, અ, મ – આ ત્રણ અક્ષરો છે. ‘ર’ એ અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે  એ મંત્ર છે. ‘અ’ એ સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. ‘મ’ એ ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે. ‘ર’ કાર બ્રહ્મમય છે, ‘અ’ કાર વિષ્ણુમય છે. અને ‘મ’ કાર શિવમય છે. આ રીતે ‘રામનામ’ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. ‘રામનામ’ એ ‘ઓમકાર’ સમાન છે. ઓમકાર જ બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે.

ફૈજાબાદની જિલ્લા અદાલતે 102 વર્ષ, અલ્લાહબાદ હાઈકોર્ટમાં 23 વર્ષ અને સુપ્રીમ કોર્ટમાં 9 વર્ષ સુધી કેસ ચાલ્યો.

૯ નવેંબર, ૨૦૧૯ …પાંચ ન્યાયાધિસની પીઠે , સર્વાનુમતે ચુકાદો આપ્યો.

જન્મભૂમિ રામની / સુપ્રીમનો નિર્ણય- વિવાદિત જમીન પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવાશે, મુસ્લિમોને મસ્જિદ માટે 5 એકર અન્ય જગ્યાએ વૈકલ્પિક જમીન અપાશે

સમાચાર…સાભાર
અજર અમર પદ દાતા રામ
ઢોલ  ધબૂક્યા અવધપૂરીએ ,પધાર્યા રઘુકુળે ચારો ચંદ
રાય  દશરથ  હરખ વધાવે, પ્રગટ  ભયો  કૌશલ્યા  નંદ
અંતર ચેતના  કરે આરતી, મંગલ સુમંગલ દીસે ચોદિશ
ધન્ય  ધરાતલ  પૂણ્ય ભૂમિ તું,
રામ થઈને આવ્યા  ઈશ
ગગન   ગોખે   ઘૂમતા    ગરુડે,
રમતા   સદા  તમે  અંતરિયાળ
ચૈત્ર સુદ નવમીએ  થયા રામજી,
તો જાણ્યા કે કેવા હોય ભગવાન!
ચૌદ  લોકના  નાથ    વિધાતા,
ઘૂમાવો વિશ્વ અવિરત દિનરાત!
થયા  શીશુ  રામ,પણ  ન ભૂલ્યા
માગ્યો  રમવા  બ્રહ્માંડનો  ચાંદ
ગુરુ વિશ્વામિત્ર સંગ વને ચાલ્યા,
હણ્યા  આતતાયી  એકલ  હાથ
રઘુકુળ  રીતિ  સદા    પ્રમાણી,
અજર  અમર  પદ  દાતા રામ
સ્વયંવરે કીધું શીવ ધનુષ્ય ભંગ,
માત જાનકીના  થયા   ભરથાર
ત્યજ્યું  રાજસુખ   જગત  કાજે,
અર્પ્યું સુખ રામ રાજ્યનું સંસાર
રાજધર્મ  રઘુકુળ વચન વ્યવહારે,
નગર  ત્યજી  ચાલ્યા   વનવાસ
કેવટ  અહલ્યા ને માત શબરીના,
ભાવે  ભીંજાયા  લક્ષમણ   ભ્રાત
ધનુર્ધારી  રઘુવીર  ધર્મ ધુરંધર,
હણ્યો  દશાનન   લંકા    ધામ
મંગલ  પર્વ  દીપાવલિ   હરખે,
જનજન  સ્મરે જય  સીતા રામ
રામ  નામમાં  સઘળાં   તીરથ,
ગાયે  વાલ્મિકી  રામનાં  ગાન
રામ   લખન  જાનકીના  નાથ,
પાજો  સદા પ્રેરક  અમૃત પાન
રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »