Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2019

વૈશ્વિક ઓળખ…ચડ્ડી

આ વર્ષે આપણી ‘ ચડ્ડી’ શોર્ટ ટ્રાઉઝરનો સમાવેશ ‘ઑક્સફોર્ડ ઈંગ્લિશ ડીક્શનેરી’ માં થયો છે..આનંદો

ડીક્શનેરી…લેક્ષિકૉન…શબ્દ ભંડોળ…વિશ્વનો વ્યવહાર  અંગ્રેજી ભાષાને લીધે સુગમ બન્યો છે, ને તેની મહત્તા સૌએ સ્વીકારી છે. ભાષા એટલે દરેક સંસ્કૃતિની પહેચાન.

ભાષા એટલે લોક સંસ્કૃતિનો જ્ઞાન-દીપ. શબ્દ અને તેના અર્થનો સંબંધ નિત્ય છે. અર્થનો બોધ કરવાની તેની યોગ્યતા છે. શબ્દમાં અર્થનું જ્ઞાન 7- સાધનોમાંથી પ્રાપ્ત થાય,

૧) કોષ ૨) વ્યાકરણ ૩) આપ્ત પુરુષનું વાક્ય ૪) પૂર્વાપરનો સંબંધ ૫) ઉપમાન ૬) પ્રસિધ્ધ શબ્દનો સંબંધ ૭) વ્યવહાર 

વૈશ્વિક ઓળખ…ચડ્ડી

માર્ચ માસ ૨૦૧૯ ,એટલે ઑક્સફોર્ડ ઈંગ્લીસ ડીક્શનેરીનું, ૯૦ વર્ષની ઉજવણીના પ્રસંગનું ઐતિહાસિક ટાણું.  લંડનની ફિલોલોઝીકલ( ભાષા-વિજ્ઞાન) સોસાયટીએ, અધૂરી લાગતી ડીક્શનેરીને પૂર્ણ કરવા, ઑક્સફોર્ડ યુનિવરસિટી પ્રેસ સાથે કરાર કર્યો ને , તે વખતના ભાષાશાસ્ત્રી, જેમ્સ ઑગસ્ટસ મરીએ ૧૮૭૯માં કાર્યારંભ કર્યો. ઑક્સફોર્ડ ઈંગ્લીશનો ડીક્શનેરી ‘OED’ ના કાર્યને પૂર્ણ કરતાં કરતાં, ૧૯૨૮ સુધીનો સમય વહી ગયો ને, પ્રથમવાર આ ડીક્શનેરી  માર્ચ ૧૯૨૮માં પ્રગટ થઈ . પછી તો નવા -નવા શબ્દોનો સમાવેશ, જુદીજુદી ભાષામાંથી સ્વીકારી ,તેમાં સમાવેશ કરતા ગયા ને તેની શબ્દ સમૃધ્ધિ વધતી ગઈ. ભારતીય કે ગુજરાતી ભાષાના ૨૦૦૦ ઉપરના શબ્દો( મંત્ર, લૂંટ, ચટણી, કોટ….) સ્વીકારાયા છે,ને આંતરરાષ્ટ્રીય બહુમાનના અધિકારી બન્યા છે. આ વર્ષે આપણી ‘ ચડ્ડી’ શોર્ટ ટ્રાઉઝરનો સમાવેશ ડીક્શનેરીમાં થયો છે..આનંદો

આવો ભાષાને પણ ઓળખીએ…..

 ભાષાશાસ્ત્રમાં ભાષા અને બોલી એવા બે ભેદ ગણવામાં આવે છે. અંત:કરણના વ્યાપારને ભાષા કહે છે .આદિવાસી ભાષાઓને બોલી છે, પણ પોતાની લિપી નથી. આપણા ગુજરાતમાં આશરે ૨૯ આદિવાસી ભાષાઓ સરકારી ચોપડે નોંધેલી છે, તેમાંથી દક્ષિણ ગુજરાતની ગામીત, ડાંગી, વસાવી, ચૌધરી ભાષાની લોકબોલીનો અભ્યાસ  ૨૫ વર્ષના સંપર્કે કરી, સેંટ ઝેવિયર્સ કોલેજના ફાધર રૅમન ચૌહાણે , ગુજરાતી સાથેજોડી, વ્યાકરણ ગ્રંથ લખ્યા છે.સ્વરોને સમજી બારાક્ષરી જેવી હોળાક્ષરી તૈયાર કરી, અનોખું પ્રદાન કર્યું છે…સંસ્કૃત્તિની ચેતના ખંખોળી છે.

મનુષ્યના વિકાસની સાથે તેની સમજશક્તિ અને ઉચ્ચારના અવયવોનો પણ વિકાસ થતો ગયો અને તેના પરિણામે તેની ભાષામાં પણ એટલે જ અંશે સુધારો થતો ગયો. પછી તો ઘર, કુટુંબ અને સમાજના બંધારણને પરિણામે, આરંભમાં ભાષા ગૂંચવણ ભરેલી, બદલાતી અને અનિશ્ચિત હતી, તે ક્રમે ક્રમે સ્પષ્ટ, સ્થિર અને વિકસિત થતી ગઈ. આરંભમાં એ ધ્વનિ કેવળ કેવળપ્રયોગી અવયવના સ્વરૂપમાં હતો, તેને બદલે તેમાં અક્ષરો ઉમેરાઇ મોટા શબ્દો બન્યા. ભાષા માત્રાનું મૂળ ધ્વનિમાં છે અને એ અવ્યક્ત ધ્વનિમાંથી વિકાસ પામી મનુષ્યની ભાષા બંધાઈ છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનાં ઉચ્ચારસ્થાન ને મગજ વધારે વિકાસ ને સંસ્કાર પામી શકે તેવાં છે; તેથી ધ્વનિમાં ભાર મૂકીને, દ્વિર્ભાવ કરીને, ઘાંટા અને અનેક રીતના ફેરફાર કરીને ધ્વનિના વિચિત્ર પ્રકાર ઉત્પન્ન કર્યા છે. ચેતવવાના અને બોલવાના ધ્વનિમાં દર્શક ધાતુનું બીજ રહેલું છે; તેમાંથી સંખ્યાવાચક, જાતિવાચક અને અંતરવાચક શબ્દ બન્યા છે. ભાવવાચક ધ્વનિ અને દર્શક શબ્દ ભેળા થઇ સાદાં વાક્યો બન્યાં છે અને એ ધ્વનિમાંથી ક્રિયાપદ ઉદ્ભવ્યાં છે. અચેતન કુદરત તેમ જ પ્રાણીના ધ્વનિના અનુકરણથી પદાર્થનાં નામ, ખાસ ક્રિયાપદ અને કૃદંત બન્યાં છે. સાદશ્ય જોઇ શબ્દ વાપરવાથી, આખા વર્ગને લાગુ પડે એવા જાતિવાચક શબ્દ બનાવવાથી અને બુદ્ધિનો ઉપયોગ કરી, કેટલાંક શબ્દો પ્રત્યયો જેવા ગણી તે વડે અને ઉપસર્ગો વડે અનેક નવા શબ્દો ઘડાઈ ભાષા ઉત્પન્ન થઇ છે. શબ્દના બે પ્રકાર છે: ધ્વનિમય અને વર્ણમય. પશુઓનો શબ્દ ધ્વનિમય અને મનુષ્યનો શબ્દ વર્ણમય છે. 

(આધાર-આભાર- લેક્સીકોન)

………………….

પ્રાથુ  ઓગાળવા  અહં  જગના.….રમેશ પટેલ(આકાશદીપ)

 

નમું  હું   નમું    હું , મહા  અનલ

આથમી ઉગજે સવારે

પ્રાથુ ઓગાળવા અહં જગના

ને  ભાગ્ય ઉજાળે ઉજાળે

 

 

 

અગ્નિજળ,વાયુ ને આ અવની

આદિ અનાદિ થઈ રાચે

હું કોણકેમકેવોવિચારું

ને કોઈ પળે વિરમું અનંતે

 

 

ઋણી સૃષ્ટિમળી અગ્નિ પ્રસાદી

નમું  હું  દેવ ભાનુ પ્રભાતે

લહેરાતું આ ચૈતન્ય વંદે

ન જાણું  કોણ મારે જીવાડે

અગોચરે રહી રમે પરમ શક્તિ

કોઈ કાળે ન પકડે પકડાશે (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

વિનોદ વિહાર

આધુનિક ગુજરાતી કવિતાના સક્ષમ કવિ, ગઝલકાર અને સાહિત્યકાર સ્વ.ચિનુ મોદી ના અવસાન બાદ એમના ખુબ જ નજીકના મિત્ર હાસ્ય લેખક વિનોદ ભટ્ટ  નીચેના લેખમાં એમની આગવી રમુજી અને રમતિયાળ શૈલીમાં શ્રધાંજલિ આપે છે એ વાંચવા જેવી છે.

આ બન્ને સાહિત્યકારો હાલ આપણી સમક્ષ હાજર નથી . ચિનુ અને વિનુની આ જોડીનો સ્વર્ગમાં મિલાપ થયો છે. વિ.પ.

વારતા ચિનુ-વિનુની…વિનોદ ભટ્ટ

ચિનુ મોદી. હા, ડો. ચિનુ મોદી લગભગ દરેક બાબતમાં મારાથી ઘણો આગળ હતો. ખાવામાં-પીવામાં, હરવામાં-ફરવામાં, ચરવામાંય આગળ હતો. ને જવામાં પણ મોખરે રહ્યો, મારાથી તે દોઢેક વર્ષ નાનો હતો, જુનિયર હતો, તો પણ મારી સિનિયોરિટી તેણે ડુબાડી દીધી. તેનું હું કશું જ બગાડી ન શક્યો, હું તો શું, કોઇ એ જિદ્દી માણસને ફોસલાવી ન શક્યું. તેના કાનમાં બોલેલી કવિતાઓ પણ તેણે ન સાંભળી.

આમતો તુલના માટે ખાસ અવકાશ નથી, પણ ઉપરછલ્લી, જરાતરા સરખામણી કરીએ તો ચિનુના ને મારા બાપા, બંનેનો ગુસ્સો બહુ જલદ હતો, એનું કારણ કદાચ એ હશે કે…

View original post 1,584 more words

Read Full Post »

શ્રી સુરેશભાઈ જાનીની સસ્નેહ ભેટ…

ઈ બુક- ઉરે ખીલ્યું ઉપવન( કાવ્ય સંગ્રહ)

રમેશ પટેલ(આકાશદીપ)

પ્રકાશન- ‘ગ્રીડસ’ ગુજરાતી ડાયસ્પોરા ગ્રંથ શ્રેણી..૧૫

https://nabhakashdeep.wordpress.com/download/

…………..

મનોભૂમિને મેળે…ઈ બુક…

પ્રકાશન- ‘ગ્રીડસ’ ગુજરાતી ડાયસ્પોરા ગ્રંથ શ્રેણી..16

https://nabhakashdeep.wordpress.com/download/

……………………

વસંતે  કલશોર  કર્યો  ભાઈ……રમેશ પટેલ(આકાશદીપ)

 

વસંતે  કલશોર  કર્યો  ભાઈવાયરે વગડો ઝૂમ્યો

ઋજુ રતુંબલ સંદેશા લઈને ટહુકો વનપથ ઘૂમ્યો..

………. ઘૂમ્યો..વનપથ ઘૂમ્યો..

 

કુસુમ  કટોરા  ભમ્મર ભમતાછલકંત  સૌરભ  ડેરા

વહેતા મદમાતા વાયરા વદતાઆજ વાસંતી મેળા..

મેળા…વાસંતી મેળા

 

ફાગે આ ફાગણ ચૈતર ચીતરેપાવન રંગ પરોઢી

તરૂવર વનચર પંખી હરખેરમે છૂપાછૂપી ઓઢી..

…..ઓઢી..છૂપાછૂપી ઓઢી

 

વસંતે વસુધા મા ભરતી સુધા,કેસૂડો મલકે વાટે

ફૂલ મુલાયમ ઝાકળ ભીંનાસ્નેહની  છાંટું  છાંટે..

છાંટે…છાંટું છાંટે

 

મસ્તી   ભર્યો મનમોર મસ્તાનોનાચે રસીલો ઢોલે

વ્હાલ વેલીના આ વીંટળાઈનેવાલમ વાલમ બોલે..

..બોલે…વાલમ બોલે

 

વત્સલ  વિહંગો  હૈયાં  ગૂંથેસંગીત  છેડે  ધીરે

મધુર સ્વરના વનના પાવાઆશીષ રમે શીરે..

..શીરે…રમે શીરે

 

વાહ! વાસંતી સરપાવા સલૂણા રાજી વનરાજી ઝૂમે

રમે નટખટ વાયરા ઘેલૂડાજોબનિયું  સોણલે  ઝૂલે…

ઝૂલે… સોણલે ઝૂલે

Read Full Post »

૨૦મી માર્ચ..વિશ્વ ચકલી દિવસ ને ૨૧ માર્ચ..વિશ્વ કવિતા દિવસ…

 માનવ જીવનમાં અનેરી મીઠાસ વેરતા આ બે દિવસને હૈયે ઝુલાવી ચાલો પૂરક બનીએ. 

ચકલી એક નાનકડું પક્ષી છે. તે હલકા ભુખરા રંગ કે સફેદ રંગની હોય છે. ચકલીના શરીર પર નાની નાની પાંખ અને પીળા રંગની ચાંચ તેમ જ પગોનો રંગ પીળો હોય છે. નર ચકલીની ઓળખ એના ગળાની પાસે આવેલા કાળા ધબ્બા પરથી કરી શકાય છે. ૧૪ થી ૧૬ સે.મી. લંબાઇ ધરાવતી આ ચકલી મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલાં ઘરોની આસપાસ રહેવાનું પસંદ કરતી હોય છે. આ પક્ષી લગભગ બધાં પંખીની જેમ તરહ કી જળવાયુ પસંદ કરતી હોવા છતાં પણ પહાડીસ્થાનોમાં તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. શહેરો, કસ્બાઓ, ગામડાંઓ અને ખેતરોની આસપાસ ચકલી મોટેભાગે જોવા મળે છે. નર ચકલીના માથાનો ઊપરી ભાગ, નીચેનો ભાગ અને ગાલો ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા હોય છે. માદા ચકલીના માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. નર ચકલીને ચકલો (હિંદી ભાષામાં ચિડ઼ા) અને માદા ચકલીને ચકલી (હિંદી ભાષામાં ચિડ઼ી અથવા ચિડ઼િયા) પણ કહેવાય છે.

આભાર …,નેટ જગત

આવને ચકલી આવ…રમેશ પટેલ(આકાશદીપ)

હું નાની ને તું પણ નાની, કરીએ મનની  વાત

આવ  ને   ચકલી   આવ , તારું  ઘર  બતાવ

ઝાડની   નાની    ડાળ,  માળો   ઝોલા   ખાય

નાનાં   નાનાં     બાળ ,   ઊડે   મારી   સાથ

ઊડી ઊડી  ક્યાં  જાય?  લાગે  બહુ   શરમાળ

આપું    તને    ચણ ,   આવ  મારી   સંગાથ

છોકરાં તારાં  કલબલ  કરે, રાખને  બંધ  સાદ

ચકા રાણા  ચક ચક  કરી, રોજ   કરે  ફરિયાદ

ચકી  રાણી  હળવે હળવે, ભાષા  તારી   શીખું

આપને મને   એક મજાનું   તારું  નાનું    પીછું

તારી  સંગાથે  રમવું  ગમે, ગમતી  કાલી  વાત

હાલ  ને  ભેગા  રમીએ રંગે,કરીએ મનની  વાત

આવ   ને ચકલી   આવ ,  તારું   ઘર   બતાવ

રમેશ પટેલ(આકાશદીપ)

……………

૨૧મી માર્ચ..વિશ્વ કવિતા દિવસ…world poetry Day

કવિતા એટલે કે poetry …એ ગ્રીક ભાષાના શબ્દ..poieo જેનો અર્થ છે..હું સર્જન કરું છું પરથી ઉતરી આવ્યો છે.આપણી અતિ પ્રાચીન સભ્યતાઓ જે વિકસી હતી..ગ્રીક અને સુમેરિકન..તે લોકો પણ કવિતા કરતા હતા. ગ્રીક મહાકાવ્યો..ઈલિડય અને ઓડિસીની..સંસ્કૃતમાં રચાયેલ..રામાયણ કે મહાભારત પણ જગતની યાદગાર કવિતાઓમાં ગણના થાય છે…

 

આજ આવી છે રંગીલી હોળી….રમેશ પટેલ(આકાશદીપ)

હૈયાને  રંગમાં ઝબોળી

આવી છે રંગીલી હોળી

 

છે કુદરત ખુશહાલ, સંગ નાચ મસ્તીનો વ્હાલ

શોભે  તિલક આ ભાલ, લાવો  હાથમાં ગુલાલ

 

ઉમંગે  ખેલે  ભેરૂઓની ટોળી

આજ આવી છે રંગીલી હોળી

 

ફાગણના  રંગ  ફાગ, મધુ  કોયલના  રાગ

છોડી  વેરની  આગ, ખેલો  લઈને  ગુલાલ

 

રંગભરી  રમે  નવોઢા ભોળી

આજ આવી છે રંગીલી હોળી

 

ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ

વ્રજમાં  નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ

 

લાવો ધાણી  ખજૂરની ઝોળી

આજ આવી છે રંગીલી હોળી

 

રમેશ પટેલ(આકાશદીપ)

…………………..

ઘણું બધું છે આ દુનિયામાં…રમેશ પટેલ(આકાશદીપ)

ઘણું બધું  છે આ દુનિયામાં

લેવા  જેવું  ને  દેવા  જેવું

પડે  દુઃખ તો તપવા  જેવું

મળે સુખ તો વરસવા જેવું

થયા  તમે  જો ઉડતા પંખી

મળતું  ગગન  ઉડવા  જેવું

બંધ  કર્યા મનના દરવાજા

તો ખૂણે બેસી રડવા જેવું..ઘણું બધું છે આ દુનિયામાં..

ડુંગર જેવા થાઓ સજ્જન

સંસારે  એ સરવાળા જેવું

દુર્જનતા દુર્ગણોની ખીણો

જીવન જાણે બાદબાકી જેવું

કુદરતનાં પણ બબ્બે રૂપો

વાદળ વરસે અમૃત જેવું

રૂઠે  પ્રકૃતિ તાંડવ કરતી

લાગતું કડવું ઝેર જેવું…ઘણું બધું છે આ દુનિયામાં..

Read Full Post »

મઘમઘતા વાયરા
વસંતના   ડાયરા
કૂંપળ સંગ માંડતારે વાત
ફૂલડાંથી સજશું  રે  ભાત…મીઠડી આ વાયરાની વાત

ફાગણ એટલે ફોરમતો મહિનો.  નવપલ્લતિ ધરા, વાસંતી લહેરિયામાં ઝૂમતી ગાતી, સૌને પ્રફુલ્લિત કરી દે. રવિરાયની ઉર્જા ખેતરોને આમ્ર વૃક્ષોને મંજરીઓથી મહેકાવી દે. કેસૂડો હૈયે ગાન છેડે.

આવો ફાગણને હોળીના રંગોએ ઝુલાવી નાચીએ.

રમેશ પટેલ(આકાશદીપ)

 

……………

વસંત માટે છબી પરિણામ
Thanks to webjagat for this picture

કે   હોળી આવી  રે…રમેશ પટેલ(આકાશદીપ)

વગડે મહોર્યા કેસુડા ના રંગ

છાયી  મસ્તી મનનેઅંગ ..  કે   હોળી આવી  રે

હલકે   હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે…(2)

આવી વસંતની વણઝાર,

ઉછળે રંગોના ઉપહાર

આજ આવી કા‘નાની યાદ..      કે   હોળી આવી રે

ટહુકે કોયલ  આંબા ડાળ,  

વૃક્ષો ઝૂમે મંજરી   સાથ

પુષ્પોના નવલા રુપ રંગ,

 નવોઢાના ઉરે છલકે ઉમંગ…      કે  હોળી આવી રે

ખેતરે મલકે મોંઘા મોલ,

ફાગણે વાગે ફાગિયા ઢોલ

મનમાં ઝૂમેખુશીનાં ગીત

 આજે ઝૂમે મનના મીત…        કે  હોળી આવી રે

મલકે યૌવન  ઊભા   બઝાર,  

ખાશું આજ ધાણી  ને ખજૂર

અબીલગુલાલ છાયો રે આકાશ

 પાપનો થાજો રેભાઈ નાશ …              કે  હોળી આવી રે

રમેશ પટેલ(આકાશદીપ)

 ના   રંગોતો  શ્યામજીના   સમ…રમેશ પટેલ(આકાશદીપ)

ઓલો ખીલ્યો છે કેસૂડો બે કદમ

ના   રંગોતો  શ્યામજીના   સમ

કે હોળી મારે ખેલવી  છે

લઈ ઉમંગની રે ઝોળી

આવી ફાગણિયા ટોળી

ના વગાડો જો ઢોલ તો શ્યામજીના સમ

કે હોળી મારે  ખેલવી  છે

શીરે  કેસરિયા છોગા

વ્હાલું કેડિયું ને પાવા

ના ઊડાડો જો ગુલાલ તો શ્યામજીના સમ

કે હોળી મારે  ખેલવી  છે

લીલા વગડાની વાટું

ધાણી ખજૂરની જાતું

ના નાચો જો સંગ તો શ્યામજીના સમ

કે હોળી મારે  ખેલવી  છે

શોભે   નવોઢાં    રૂપાળાં

જાણે પૂનમનાં અજવાળાં

ના ગીત ગાઓ જો  મધુરાં તો શ્યામજીના સમ

કે હોળી મારે  ખેલવી  છે

ઓલા આવજો પેલા આવજો

સામ  સામે   ભેરુ   આવજો

ના રંગો તો વાલમજી શ્યામજીના સમ

કે હોળી મારે  ખેલવી  છે

………………..

રૂમઝૂમ  કરતી આવી  રે હોળી…રમેશ પટેલ(આકાશદીપ)

વાસંતી  રાણીના  લટકા

વગડાની પાઘડીયે ટહુકા

વગાડે રે ઢોલ… આજ વનમાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે  હોળી

વગડો ઝૂમતો જુવાન

ગાઓ મીઠડાં રે ગાન

મઘમઘ વાયરે ઉમંગ વીંટાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

કેસૂડાનાં  કામણ

ચીતરો રે દામન

રસકસથી તસતસતી ભરી છે ઝોળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

છે ફાગણિયા વ્હાલ

લો હાથમાં ગુલાલ

હૈયાના હરખની ખૂલી તિજોરી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

હોળીના રંગીલા નાદ

આજ  છોડો ફરિયાદ

ભૂલી વેર… ભરો ગુલાલની થાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »

ભારતમાતાની શાન ત્રિરંગા માટે, વીર જવાનો સાથે દેશ , આતંકને કચડવા કટીબધ્ધ થયો છે. દેશના નાગરિક તરીકે, દેશહિત એ સૌથી આગળ રાખવાની ઘડી આવી છે. આઝાદી સંગ્રામના વીર સપૂતોના ઋણ ચીકવવા , જાગૃત રહેવાની જરુર છે…એ ભાવ સાથે સૂર પૂરાવીએ.   

રાષ્ટ્રીય પ્રતિકો- ભારત દેશ..સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

national symbol માટે છબી પરિણામ

 

Thanks to webjagat for pictures

national symbol માટે છબી પરિણામ

રાષ્ટ્ર ચિન્હ..સારનાથ સ્થિત સંગ્રહાલય …અશોક ચક્ર 

ભારત સરકારે ૨૬ જાન્યુઆરી ,૧૯૫૦ ના રોજ અપનાવ્યું

અશોક સ્તંભ…ચાર સિંહ

શક્તિ, હિમ્મત, ગર્વ, વિશ્વાસ

રાષ્ટ્રીય પશુ….વાઘ- મજબૂતીનું પ્રતિક

રાષ્ટ્રીય ફૂલ…કમળ- શુધ્ધતાનું પ્રતિક

રાષ્ટ્રીય ઝાડ- વડ…અમરત્ત્વનું પ્રતિક

રાષ્ટ્રીય પંખી..મોર – સુંદરતાનું પ્રતિક

રાષ્ટ્રીય ફળ…કેરી — ફળોનો રાજા.અમૃત ફળ

…………..

દેશની બંધારણ સભાએ ૨૨ જુલાય ૧૯૪૭ ના રોજ ત્રણ રંગી રાષ્ટ્રધ્વજ પસંદ કર્યો. તેની ડીઝાઈન કરનાર હતા..ખેડૂત ને સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકૈયા.

રા.ધ્વજનું નિર્માણ ખાદી વિકાસ ને ગ્રામ ઉદ્યોગ આયોગ સંભાળે છે. બેંગ્લોરથી ૪૨૦ કિમી. દૂર હુબલી એ લાયસંસ પ્રાપ્ત ઝંડા સપ્લાયર છે.

કેસરી રંગ – સાહસ , બલિદાન ને ધર્મનું પ્રતિક છે

સફેદ રંગ- સચ્ચાઈ શાંતિ પવિત્રતા

લીલો રંગ – સંપન્નતાનું પ્રતિક

ભૂરા રંગનું ૨૪ તિલ્લીનું અશોક ચક્ર..પ્રગતિનું ધારક છે.

આધાર- સપ્તક(ગુજરાત ટાઈમ્સ- પ્રવિણસિંહ વાઘેલા

GYAN GANGA
January 22, 2017

………………..

ઝૂમે વ્યોમે ત્રિરંગો…રમેશ પટેલ(આકાશદીપ)

છંદ-સ્ત્રગ્ધરા

સંગ્રામે મુક્તતાના, અમર યશધરી, ભેટ દીધી સુભાગી

,ઝૂમે વ્યોમે ત્રિરંગો ફરફર ફરકી, ધન્ય મા ભારતી તું

પ્રજાસત્ત્તાક  ભોમે, સુરભિત કુસુમે, વાયરા  હેત ઢોળે

ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું

ઝૂમે ખેતો જ ધાન્યે, વનવન લહરે, ગાય ગીતો સરીતા

ભંડારા માત ખોળે, સુધન વતન આ, શોભતો દેશ શાખે

ઊડે  કેવા વિહંગો, હરખ  સભર હો, શાંતિ  સંદેશ  દેતા

આઝાદીના ઉમંગો, નવલ ક્ષિતિજમાં, ભાવિના ભેખ ભાખે

શિક્ષા પામી યુવાનો, હરણ ચરણથી, ઝીલતા જ્ઞાન આભા

ખૂલે  સીમા અનંતા, પરહિત  સુખમાં, રાચવું  એજ નારો

સેનાની  કોટિ  હાથે, નભ જલધિ તટે, સંકટો જાય આઘા

ઉત્ત્સવો એજ પૂંજી, શિલ અમન તણા, ભાવના ભાતૃચારો

દે જે  તું જોમ ધૈર્ય, જય જય  કરવા, શાન  તારી ત્રિરંગા

વંદીએ  જન્મભોમા, પુલકિત  મનડે,  માવડી  ઓળઘોળા

Read Full Post »

 ભારતીય વાયુદળના વીંગ કમાંડર અભિનંદન, ૩૫ વર્ષિય, તામિલનાડુના( સેલાયુર) વીર સપૂત, નિવૃત્ત એર માર્શલ  પિતા અને માતા ડૉ. શોભા વર્ધમાનના લાડલાએ, પાકિસ્તાનના ફાયટર વિમાન એફ-૧૬ ને પોતાના મીગ-૨૧ દ્વારા ડોગ ફાઈટમાં અદમ્ય કૌશલથી દ્વસ્ત કરી દીધું, દુશ્મન દેશને વીરતાનો પરિચય દઈ દીધો. પછી  એર સ્ટ્રાઈકમાં તેમના મીગને નુકશાન થતાં , હવાઈ છત્રીથી જંપ લગાવ્યો. પવનથી પેરાસૂટ પાક નિયત્રંણ કાશ્મિરમાં ઉતર્યું ને કેદ પકડાયા. રાજકીય રીતે પ્રશ્ન હલ થઈને જ્યારે ‘અભિનંદન’ વાઘા સરહદે આવ્યા, ભારતના જન ઉરે આનંદ છવાઈ ગયો.

તેમની વીરતાને આપણે પણ વધાવીએ…

' અભિનંદન માટે છબી પરિણામ
Thanks to webjagat for this picture

વીર વિરાસત ‘ અભિનંદન’…રમેશ પટેલ(આકાશદીપ)

 

વીર વિરાસત ‘ અભિનંદન’

રણશૂરા શત વંદન

ધન્ય!  દેશ સેનાની

મૂંછ ફાંકડી જવાની

સાહસ અદમ્ય ‘અભિનંદન’

રણશૂરા શત વંદન

હવાઈ દળનો રખવૈયો

ઘૂમે જોમે ધીર સવૈયો

વીંગ કમાંડર ભારત નંદન

રણશૂરા શત વંદન

બાજ નજર નરબંકો

શત્રુ ધ્વંસ જયકારો

ખમીરી જોશ અંબર ‘અભિનંદન’

રણશૂરા શત વંદન

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »