Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 18th, 2019

જમ્મુ- કાશ્મિરમાં વિદેશ પ્રેરિત આતંકીઓના , પુલાવામાના હુમલામાં ૪૦ જેટલા એકી સાથે જવાનો શહીદ થવાથી, જન-રોષ ભભૂકી ઊઠ્યો છે. દેશના લોકો એક અવાજે ,આતંકને પ્રેરતા ત્ત્ત્વોને શિક્ષા કરવા , સરકાર ને લશ્કરને પ્રદર્શન થકી વાચા આપી રહ્યા છે…સહનશિલતા, માનવતાના પાઠો , આતંકી માનસ આગળ હવે વ્યર્થ છે, એમ વિશ્વને સમજાઈ રહ્યું છે. ભારતના વીર સૈનિકો વિષમ પરિસ્થિતિમાં, રાતદિવસ , જીવસટોસટના ખેલખેલી , માભોમ માટે શહીદી વ્હોરી, કીર્તિ ગાથા રચી રહ્યા છે. દેશ તેમની સાથે, જયઘોષ કરતો અડીખમ ઊભો છે..તેમના બુલંદ જુસ્સાને જનજનની વીર સલામ સાથે આ કાવ્યાંજલિ.

શહીદ જવાનો જમ્મુ માટે છબી પરિણામ

Thanks to webjagat for picture.

શહીદ જવાનો જમ્મુ માટે છબી પરિણામ

ઓ અમર યશ બલિદાની…રમેશ પટેલ(આકાશદીપ) 

 

 

 

રણભેરી  સંગ  રમે   જવાની

શત્રુ દેખે ત્યાં સાવજ સેનાની

વતન રટશે તારી કહાણી

ઓ અમર યશ બલિદાની

 

 

 

દેશદાઝની  જોશીલી વાણી

સૂર્યબિંબ સમ તારી જવાની

કરે  રોશન  કીર્તિ કહાણી

ઓ અમર યશ બલિદાની

 

 

 

ડંખીલો છે આતંક વિષીલો

અગન જ્વાળાએ રોષ ભભૂક્યો

જયહિંદ જયઘોષ રમે તોફાની

ઓ અમર યશ બલિદાની

 

 

 

અંતિમ દસ્તક લખી તેં શહાદત

પોઢ્યો અંગધરી  ત્રિરંગી તાકત

ઝીલજે શત શત વતન સલામી

ઓ અમર યશ બલિદાની

વતન રટશે તારી કહાણી(૨)

 

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »