Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 14th, 2019

આતંક એ વિશ્વની માનવતાને શરમાવતી કહાણી છે. ધર્મ ઝનૂની લોકો ને તેને પોષતી માનસિકતા, એ સહિષ્ણું સમાજને કનડતી સમસ્યા છે ને, આજે હિંસક બની પડકાર દઈ રહી છે.

દેશના વીર જવાનો, પોતાના બલિદાન થકી, દેશદાઝથી વતન માટે જંગ ખેલી રહ્યા છે. કાશ્મિરમાં કાફલા પર થયેલ આત્મ્ઘાતી હુમલાથી ૪૦થી વધુ જવાનો શહીદ થતાં, દેશ ખૂબ જ ગુસ્સામાં છે..દેશ જવાનોની પડખે છે, ને બુલંદ અવાજે , જવાબ આપવા પ્રજા રોષ પ્રગટ કરી રહી છે…મા ભોમના વીર શહીદોને શત શત વંદન.

 

સમરાંગણે જય એજ કલ્યાણ….રમેશ પટેલ(આકાશદીપ)

 

સંદેશ ગીતાનો છે યથાર્થ

દંડો જ દુષ્ટોને થઈ પાર્થ

સમરાંગણે જય એજ કલ્યાણ

 

રોષે   કરે  ભૂમિ   ચિત્કાર

ઊતારજો આતંકી આ ભાર

શીખવવા  આતંકીને  પાઠ

ધાજો  અસ્ત્ર-શસ્ત્ર  સંગાથ

 

દે  સમયની રણભેરી  રે  આણ

દંડો જ દુષ્ટોને થઈ પાર્થ

સમરાંગણે  જય એજ કલ્યાણ

 

શીખવવા   આતંકીઓને  પાઠ

વનરાજ જ  થઈ નાખ તું  ત્રાડ

શોણિત-ભીની  આહ અંતરાળ

યુગધારક  થઈ હણ આ ચાળ

 

વિશ્વસેનાની તવ છે હુંકાર

દંડો જ દુષ્ટોને થઈ પાર્થ

સમરાંગણે જય એજ કલ્યાણ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

………………………

વતન ગુજરાતને અંતર વંદના

Read Full Post »