Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી 9th, 2019

સમુદ્ર મંથનથી મળેલ , અમૃત કુંભ મેળવવા દેવ-દાનવ વચ્ચે ૧૨ વર્ષ સંઘર્ષ ચાલ્યો. ઈંદ્ર પુત્ર જયંત આકાશ માર્ગે , આ કળશ લઈ ઉડ્યો ને જે જગ્યાએ આ કળશમાંથી અમૃત છલકી પડ્યું, તે સ્થળો તીર્થ બન્યા…હરિદ્વાર( ગંગાજી), પ્રયાગ (સંગમ), ઉજ્જૈન(ક્ષિપ્રાનદી) ને નાસિક (ગોદાવરી)

આ સ્થળે કુંભ મેળો ને પંચમ સ્નાનનું આયોજન થાય છે…પ્રયાગરાજના કુંભ મેળા પછી દર ત્રણ વર્ષબાદ..પ્રથમ — હરિદ્વાર, તેના પછી ત્રણ વર્ષે ઉજ્જૈન ને પછી ત્રણ વર્ષે નાસિકમાં , કુંભ મેળો યોજાય છે..અને ૧૨ વર્ષે ફરીથી પ્રયાગરાજમાં

કુંભ મેળો માટે છબી પરિણામ

Thanks for this picture to webjagat

   નભોમંડળમાં, સૂર્ય મંડળનો ગ્રહ , એક રાશિમાં આશરે એક વર્ષ રહે છે ને તેને બાર રાશિ ફરતાં ૧૨ વર્ષે ચક્ર પૂર્ણ થાય છે, ને ફરીથી તેની રાશિમાં પહોંચે છે.

દર છ વર્ષે હવે કુંભ ને ૧૨ વર્ષે મહાકુંભ મેળો યોજાશે.( અગાઉ અર્ધકુંભને કુંભને બદલે નવું નામકરણ). ગુરુ ગ્રહ મેષ રાશિમાં આવે એટલે પૂર્ણ કુંભ ને વૃશ્ચિકમાં  આવે ત્યારે અર્ધ કુંભનો ઉત્સવનું આયોજન થાય છે. સાધુ , સંત અઘોરી, અખાડા( નાગાબાવા) , ગંગાજીની પૂજા કરી, કુંભ મેળાનો પ્રારંભ કરે છે. શૈવ , વિષ્ણુ, ઉદાસિન જે સનાતન ધર્મના સંપ્રદાયો ને શિખ ધર્મી અખાડા ભાગ લે છે. મહિલા સાધુ- અખાડા, પરિ અખાડા ને કિન્નર અખાડાને ધર્મ સંસદે ભાગ લેવાની છૂટ આપી છે. 

  

શાહી સ્નાન…પંચમ સ્નાન માટે જન જન કુંભના મેળે આવે છે, સંત સમાગમનો લાભ લે છે.

પ્રથમ- મકર સંક્રાંતિ,

બીજું – પોષી પૂનમ

ત્રીજું – માઘી મૌની અમાસ

ચોથું – વસંત પંચમી

પાંચમું – શિવરાત્રી 

આ વર્ષે ૧૫ જાન્યુઆરીથી , પ્રયાગરાજમાં સુંદર વ્યવસ્થા, ફૂસની ઝૂંપડી, ફાઈવ સ્ટાર ટેંટ, હેંન્ડલૂમ વર્કશોપ, મફત નેત્ર ચિકિત્સા કેંપ, સલામતી મેનેજમેંટની અભૂત પૂર્વ વ્યવસ્થા સરકારે કરી છે. પરદેશથી આવતા પ્રવાસીઓ, આ યુનેસ્કો લીસ્ટેડ તહેવાર માટે મનમૂકીને મ્હાલવા આવે છે..હિંદુ સંસ્કૃતિના વિરાટ દર્શન એટલે કુંભ મેળો.

સંકલન- રજૂઆત..રમેશ પટેલ(આકાશદીપ)

હાલો જઈએ રે કુંભના મેળે…રમેશ પટેલ(આકાશદીપ)

 

 

કીધું મહા સમુદ્ર મંથન

અમૃત  કુંભનાં  દર્શન

 

 

હાલો જઈએ રે કુંભના મેળે

અમૃત કુંભ છલકે રે

દર્શન કરીએ સંગમ તીર્થે

પ્રયાગરાજ મલકે રે

 

 

મેષ વૃશ્ચિક સંગાથ

ગુરુ  ઘૂમે  બ્રહ્માંડ

ક્ષિપ્રા ગોદાવરી ને ગંગાજી તીરે

અમૃત કુંભ છલકે રે

પ્રયાગરાજ મલકે રે

 

 

સાધુ-સંત અખાડા

પંચમ શાહીસ્નાના

હાલો દઈએ ડૂબકી પરમાનંદે

પ્રયાગરાજ મલકે રે

 

 

જન સાગર  દર્શન વિરાટ

મંગલ છે મહા રે શિવરાત

હાલો ઉતારીએ આરતી ચૈતન્ય તીર્થે

પ્રયાગરાજ મલકે રે

હાલો જઈએ રે કુંભના મેળે

અમૃત કુંભ છલકે રે

Read Full Post »