૨૬મી જાન્યુઆરીના ૭૦મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છા…રમેશ પટેલ(આકાશદીપ)
સૌજન્ય-
http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.
-દિલીપ ગજજર
…………….
આઝાદીના અમર લડવૈયા…..
૧૮૫૭ની વિપ્લવ ક્રાન્તિ….શ્રીબાળગંગાધર તિલક…સ્વરાજ્ય મારો જન્મ સિધ્ધ હક્ક છે…તેમણે ૧૯૨૦માં વિદાય લીધી ને અહિંસક વિચાર ધારા સાથે મહાત્મા ગાંધીજીએ જન ચેતના જગવવાનું બીડું જડપ્યું. અંગ્રેજોના જુલ્મ સામે લડી લઈ, આઝાદી માટે આજીવન કષ્ટો વેઠી ,ફાંસીએ ચડી કુરબાન થવા થનગનતા વીરો હતા..ભગતસિંહ, મદનલાલ ધીંગડા..વીર સાવરકર…સુભાષચંદ્ર બોજ. ..અગણિત આઝાદીના અમર લડવૈયાઓની વિચારધારાઓ જુદી હતી પણ ધ્યેય એક જ ભારતમાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા. સચ્ચિદાનંદ સ્વામિએ એક લેખમાં..આઝદીના એ વીર સપૂતો માટે લખેલ કે તેમની વિચાર ધારા પ્રમાણે અલગ અલગ જો નાના-મોટા પિરામિડો બનાવી, આઝાદીના સંગ્રામને તોલીએ તો તેઓ, તેમના ત્યાગ ને દેશદાઝ થકી શિખર ઉપર હોય..એકમાં ગાંધીજી, તો બીજા પર સુભાષચંદ્ર બોઝ, ત્રીજા પર વીરસાવરકર, ચોથા પર મહંમદ અલી ઝીણા..અગણિત. દરેક જણેપોતાના સાથીઓની સંઘ શક્તિ પ્રમાણે અંગ્રેજ શાસન સામે જેહાદ ઉપાડી. અસહ્ય કારાવાસની યાતનાઓ ખમી. આપણા સદનશીબે ગાંધી વિચારધારાની લડતમાં સમગ્ર દેશનું બળ સંગઠિત થયું…આ રસ્તો લાંબો ને કટંક ભર્યો હતો..પણ ગાંધીજીનો જુસ્સો બુલંદ હતો કે ‘બીલાડા -કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વગર જંપીશ નહિં..આ ઠંડા મનોબળની અગાધ શક્તિ હતી. વિશ્વ પરિબળોએ પણ ભારતને સાથ દીધો ને વિશ્વયુધ્ધથી ત્રસ્ત ઈંગલેન્ડને , નેતાજી સુભાષચંદ્રની એક લાખની આઝાદ હિન્દ ફોજે , પડકાર દઈ દીધો. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ ‘કોઈનો લાડકવાયો‘ કહી આવા અનેક અણજાણ્યા દેશભક્તોને વંદના કીધી. આ વીરોના કુટુમ્બીજનોએ..ભૂખ્યા સૂંઈ..બાળ બચ્ચાં , દુષ્કાળ, પ્લેગની યાતનાઓ વેઠી દેશમાટે જે કુરબાની દીધી એનાં ફળ આપણે સૌ માણી રહ્યા છીએ. આજે ૨૨ જાન્યુઆરી એટલે સુભાષચંદ્ર બોઝની જન્મતિથિ. તેમના મૃત્યનો ઈતિહાસ જાણવા તેમના કુટુમ્બ કમરકસી ને ફળસ્વરૂપે શ્રીમોદીજીએ એ ફાઈલોને ચકાસણી બાદ સાર્વજનિક કરવાની શરૂઆત કરી છે..તેઓ આઈસીએસ થયેલાને અંગ્રજ સરકારમાં ધીકતી કમાણી કરી શકત..પણ દેશકાજે જેલવાસ ને ભટકતી જીંદગી સાથે ઐતિહાસિક લલકાર દઈદીધો. આવા જ આઈસીએસ શ્રી વીરસાવરકર..અંગ્રેજ ને આઝાદીબાદ જેલ યાતના ભોગવતા રહ્યા. મહારાષ્ટ્રના દામોદર પંત ને રાધાબાના ત્રણ સંતાનોમાં એક એ વિનાયક એટલે તા- ૨૮/૫/૧૮૮૩માં જન્મેલ વીર સાવરકર. અંગ્રેજોએ તેમને અંદામાન નિકોબારમાં ૫૦ વર્ષની કાળાપાણીની સજા કરેલ. ત્યાંથી વર્ષમાં એક જ વાર પત્રથી સંદેશો ,કેદી દઈ શકતો….ત્યાંથી એક હોંશિયાર લડવૈયા હોતિલાલે, ત્યાંની વાત પત્રથી કલકત્તા શ્રી સુરેન્દ્રનાથ બેનરજીને લખી ને તેમણે તે વિગત પ્રસિધ્ધ કરી. અંગ્રેજોની ન્યાયની પધ્ધતિ સામે જુવાળ જગાવી દીધો.
આંદોમાનમાં સમુદ્રનું પાણી કાળું દેખાય એટલે કે કાળાપાણીની આ સજાની જેલ યાતના જ ખૂબ અસહ્ય હતી. રોજ કેદીઓને તલની ઘાણીએ જોડી રોજ ૩૦ રતલ તેલ કડાવાતું. નારીયેલ ફોલાવતા..દરણાં દરાવતા. સાથે જંગલ, એટલે જીવજંતુઓ, નિત્યક્રમથી ગંધાતી કોટડીઓ, બહાર નીકળોતો..નરભક્ષી આદિવાસી જંગલી જાતીઓ…ખાવાની અવ્યવસ્થાથી પડાપડી…જાણે ત્રાસ ને માનસિક યાતનાથી પાગલ કરી દેવાનું ષડયંત્ર. આ સમાચારથી જે થોડા કેદીઓને સરકારે દશવર્ષની યાતના બાદ છોડ્યા તે સાવરકર. પાછા આવ્યા હિન્દુમહાસભાની સ્થાપના કરી, તેઓ કહેતા દરેકને સ્વમાનથી જીવવાનો હક્ક છે..પ્રતિકાર કરતાં શીખો. ભારત એટલે અનેક વિચારધારાઓ સાથે ઈશ્વર સુંધી પહોંચવાના રસ્તે ચાલનારાઓનો દેશ..સાકાર રૂપે, નિરાકાર રૂપે, ભક્તિ માર્ગે, જ્ઞાન માર્ગે કે યોગમાર્ગે…સૌ સૌની રૂચી પ્રમાણે આગળ વધે ..તેમાં કટ્ટરતા નથી…ઉપાસનાના માર્ગો અલગ હોઈ શકે…જે લોકો એ ના કરે તે અસહિષ્ણુ હોય..ભારતીય સમાજ નહીં. પણ જો કોઈ અન્યાય કરે તે સહેવું એ કાયરતા કહેવાય..ગાંધી બાપુની હત્યામાં ગોડસે સાથે તેમની પર પણ કેસ થયો,જેલમાં ગયા , પણ પછી તેઓ નિર્દોષ છૂટ્યા.૧૯૬૪માં શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી કે જેમણે તેમને દેશ કાજે યાતના વેઠતા જોયેલા..બધાજ આક્ષેપો પાછા ખેંચી..આજીવન પેન્શન આપેલ..ભલે મુસલમાન નેતા જેવા શ્રી આબિદાલિએ વિરોધ કરેલ..તેમની નિષ્ઠા ગાંધીજી જેટલી જ ઉચ્ચહતી…તેઓએ ૨૬/૨/૧૯૬૬માં આપણી વચ્ચેથી વિદાય લીધી.તેમની પત્નિ યશોદાજીએ આજીવન દુખ વેઠ્યું, અંગ્રેજોએ સંપત્તિ જપ્ત કરી..તેમના બન્ને ભાઈઓ પણ જેલવાસ ભોગવી..દેશદાઝથી કુરબાન થઈ ગયા….ક્યાં એ દેશનેતાઓને ,આજે અસહિષ્ણુતાની વાતો કરતા વામણા જીવો.
રજૂઆત-સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
રંગ ઉમંગ ત્રિરંગી જશ્ન….રમેશ પટેલ(આકાશદીપ)
રંગ ઉમંગ ત્રિરંગી જશ્ન
હો વતન ઉન્નત રૂડું સ્વપ્ન
ત્યાગ અમન વીરોની ભૂમિ
આજ નમું પુણ્યે જ ચુમિ
કૌશલ્યે કોતરશું રે ભાવિ
યુગ નુતન હો, જનસુખ ચાવી
રાષ્ટ્ર પર્વે ગુંજે ઉર નાદ
થાશું સુનામી સુણી અરિ સાદ
શિતલ ગોદ હિમાલય પ્યારી
માત જ ગંગા પાવન વારિ
સાગર સરિતા ગિરિવર ખોળે
હરખ ધરી હરિયાળી ડોલે
છે ત્રિરંગી જન ઉર જોશ
ગાજ ગગન ઝીલી જયઘોષ
રમેશ પટેલ(આકાશદીપ)
૭૦મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છા
ઈતિહાસની આ વાતની તો ખબર જ ન હતી. ખુબ ખુબ આભાર
https://scontent-dfw5-1.xx.fbcdn.net/v/t1.15752-0/p280x280/50641935_397796524313516_4213155156922990592_n.jpg?_nc_cat=105&_nc_ht=scontent-dfw5-1.xx&oh=50f8de5d686a7ecd57cadd45fe960568&oe=5C4D8910
ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
રમેશભાઈ સરસ રચના. આપના દરેક કાવ્યો દંભી શબ્દો વગર સરળતાથી હાર્દિક ભાવનાઓને વહાવતા રહ્યા છે. પછી યે રાષ્ટ્રીય કે ધાર્મિક ત્યૌહાર હોય. પ્રકૃતિ દર્શન હોય.
આપના આત્મિય પ્રતિભાવ , એ આશિષ છે ને ભાવ સાગરે લહેરાતા રાખે છે .
સાદર
રમેશ પટેલ(આકાશદીપ)
Reblogged this on આકાશદીપ.