Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2019

Blessing from Dada Bhagawan..
l to R..Rameshbhai and Sirishabhai DoshI

દાદાશ્રી ભગવાન વદે….સંકલન- રમેશ પટેલ( આકાશદીપ)

દાદાએ મને પૂછ્યું ..રમેશભાઈ..આપ ઈજનેર છો.. આટલા મોટા પાવર પ્રોજેક્ટ નિર્માણમાં જવાબદારી ઉપાડી રહ્યા છો…ચાલો અંગ્રજીમાં ૯૧ થી ૧૦૦ સીધુ બોલો.

હું ફટાફટ બોલી ગયો. પછી કહે હવે ૧૦૦થી ૯૧ ઉલટી રીતે બોલો. ..તે પણ બોલ્યો. એટલે કહે- બીજી વખતે જે ધ્યાન સાથે આપે બોલ્યું તેટલું ધ્યાન સીધુ બોલવા માટે આપવું ના પડે એ સમજાયું ?

જે કામ હાથમાં લો , આધ્યાત્મિક તો એમાં મનને એટલું જ પરોવી આગળ વધજો. જગત સાથે વ્યવહારમાં જેટલી જાગૃતતા રાખીએ છીએ, તે વખતે અંદર પણ એક વ્યવહાર ઊભો થાય છે, એ ભાવિમાં ચાર્જ રૂપે આવે છે.

 

સત્સંગ…

દાદાએ ત્રણ બેટરીઓ કહેલી.મનની બેટરી, તનની બેટરી અને સ્પીચની -બેટરી.

જેટલા પ્રમાણમાં બેટરી ચાર્જ કરી હશે તેટલી માત્રામાં મન-વચન-કાયાની બેટરી ડિસ્ચાર્જ થવાના સંયોગો સહેજે બાઝવાના. સંયોગ એટલે ઉદય કર્મ. જગતની આ ફાઈલોનો સમભાવે નિકાલ કરો. થઈ ગયું જે, તેનો નિમિત્ત ભાવે જ્ઞાતા થા,અંતર કલેશ ઓછો થતો જાય તેમ આ ઉપાધિ ઓછી થતાં, આનંદ અનુભવાતો જાય. આ કળિયુગમાં

જગતમાં વેરનું પ્રમાણ ઘટાડવું એજ તમારો સાચો પુરુષાર્થ.આજે મૂછો મરડી વેર વધારતા જઈએ છીએ ને એથી જીવનની કોર્ટમાં કેસ થતા જ રહે, માટે સયંમ અને સમભાવે નિકાલ કરવા,

આત્મા અને દેહને અલગ ભાવે ઓળખો ત્યારથી તમે જાગતા થયા.

….. …………

જ્ઞાની એટલે કોણ?.. શ્રીમદ રાજચંદ્રજીએ કહેલું કે..

દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત

આ જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત 

આત્મ જ્ઞાન વિશે દાદાઈ ફોડ….

આત્મા એટલે ચૈતન્ય પરમાત્મા ને એના અજવાળે ઠોકરો ના વાગે. સમભાવે ફાઈલોનો નીકાલ થતો રહે. તમારો અહંકાર શેકેલા બીજ જેવો થતો જાય…કર્મ રુપે થતા બંધન

અટકે ને એ બધું અચેતન- ચેતન કહેવાય. આત્મ-જ્ઞાન નિરાગ્રહી હોય. સમક્તિ થાય એટલે પોતાની ભૂલ પોતાને દેખાય. આપણો વ્યવહાર છે એ નિકાલી છે, પકડી રાખવા જેવો નથી. વિતરાગતા આવે જેથી ના-ગમતું ચોખ્ખા મને સહેવાય જાય તેવો પુરુષાર્થ થતો જાય.

ભગવાનની ભાષા કેવી હોય?…

ખોટું ને ખરું એ જગતની ભાષા. જીવમાત્રને સુખ હો એ ભગવાનની ભાષા. એ પરમવિનય શીખવાડે- કિંચિત માત્ર હરકત ના કરે, ઊલટું તમને અહીં આગળ બેસવાની જગ્યા કરી આપે. મનુષ્યપણું શીખવે કે સામાની કાળજી રાખે એ સાચો મનુષ્ય.

મૂર્તિમાં ભગવાન છે?….દર્શન કેવીરીતે કરાય?

દાદાશ્રી…

મૂર્તિ એ ભગવાન નથી, તમારી શ્રધ્ધા જ ભગવાન છે.ભાવથી દર્શન કરો ને બોલો..

 હે વીતરાગ ભગવાન, તમે મારી મહીં બેઠા છો, પણ મને તેની ઓળખાણ નથી, તેથી તમારાં દર્શન કરું છું, જેથી મને તેની ઓળખાણ થાય. આ દર્શન વખતે ઉલ્લાસ થાયતો સાચાં દર્શન.

આને પરોક્ષ ભક્તિ કહેવાય…વિષમ પરિસ્થિતિમાં સમતા રહે ને ધીરે ધીરે ઉધ્વગતિ થાય.

જ્ઞાની ગુરુની સમીપે પ્રત્યક્ષ ભક્તિ ને ત્યાં ઉકેલ આવી જાય…એ રીયલ કેશ. આત્મા વ્યક્ત થાયને અનેક અવતારોનાં પાપો નીકાલી બની જાય. આત્મા બધું જ જાણે..વિચારોને જાણે પણ તન્મયાકાર ના થાય.

સંકલન- આધાર- અક્રમ વિજ્ઞાન. 

Read Full Post »

૨૬મી જાન્યુઆરીના ૭૦મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છા…રમેશ પટેલ(આકાશદીપ)

સૌજન્ય- 

http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/

શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.

-દિલીપ ગજજર

…………….

આઝાદીના અમર લડવૈયા…..

૧૮૫૭ની વિપ્લવ ક્રાન્તિ….શ્રીબાળગંગાધર તિલક…સ્વરાજ્ય મારો જન્મ સિધ્ધ હક્ક છે…તેમણે ૧૯૨૦માં વિદાય લીધી ને અહિંસક વિચાર ધારા સાથે મહાત્મા ગાંધીજીએ જન ચેતના જગવવાનું બીડું જડપ્યું. અંગ્રેજોના જુલ્મ સામે લડી લઈ, આઝાદી માટે આજીવન કષ્ટો વેઠી ,ફાંસીએ ચડી કુરબાન થવા થનગનતા વીરો હતા..ભગતસિંહ, મદનલાલ ધીંગડા..વીર સાવરકર…સુભાષચંદ્ર બોજ. ..અગણિત આઝાદીના અમર લડવૈયાઓની વિચારધારાઓ જુદી હતી પણ ધ્યેય એક જ ભારતમાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા. સચ્ચિદાનંદ સ્વામિએ એક લેખમાં..આઝદીના એ વીર સપૂતો માટે લખેલ કે તેમની વિચાર ધારા પ્રમાણે અલગ અલગ જો નાના-મોટા પિરામિડો બનાવી, આઝાદીના સંગ્રામને તોલીએ તો તેઓ, તેમના ત્યાગ ને દેશદાઝ થકી શિખર ઉપર હોય..એકમાં ગાંધીજી, તો બીજા પર સુભાષચંદ્ર બોઝ, ત્રીજા પર વીરસાવરકર, ચોથા પર મહંમદ અલી ઝીણા..અગણિત. દરેક જણેપોતાના સાથીઓની સંઘ શક્તિ પ્રમાણે  અંગ્રેજ શાસન સામે જેહાદ ઉપાડી. અસહ્ય કારાવાસની યાતનાઓ ખમી. આપણા સદનશીબે ગાંધી વિચારધારાની લડતમાં સમગ્ર દેશનું બળ સંગઠિત થયું…આ રસ્તો લાંબો ને કટંક ભર્યો હતો..પણ ગાંધીજીનો જુસ્સો બુલંદ હતો કે બીલાડા -કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વગર જંપીશ નહિં..આ ઠંડા મનોબળની અગાધ શક્તિ હતી. વિશ્વ પરિબળોએ પણ ભારતને સાથ દીધો ને વિશ્વયુધ્ધથી ત્રસ્ત ઈંગલેન્ડને , નેતાજી સુભાષચંદ્રની એક લાખની આઝાદ હિન્દ ફોજે , પડકાર દઈ દીધો. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ કોઈનો લાડકવાયોકહી આવા અનેક અણજાણ્યા દેશભક્તોને વંદના કીધી. આ વીરોના કુટુમ્બીજનોએ..ભૂખ્યા સૂંઈ..બાળ બચ્ચાં , દુષ્કાળ, પ્લેગની યાતનાઓ વેઠી દેશમાટે જે કુરબાની દીધી એનાં ફળ આપણે સૌ માણી રહ્યા છીએ. આજે ૨૨ જાન્યુઆરી એટલે સુભાષચંદ્ર બોઝની જન્મતિથિ. તેમના મૃત્યનો ઈતિહાસ જાણવા તેમના કુટુમ્બ કમરકસી ને ફળસ્વરૂપે શ્રીમોદીજીએ એ ફાઈલોને ચકાસણી બાદ સાર્વજનિક કરવાની શરૂઆત કરી છે..તેઓ આઈસીએસ થયેલાને અંગ્રજ સરકારમાં ધીકતી કમાણી કરી શકત..પણ દેશકાજે જેલવાસ ને ભટકતી જીંદગી સાથે ઐતિહાસિક લલકાર દઈદીધો. આવા જ આઈસીએસ શ્રી વીરસાવરકર..અંગ્રેજ ને આઝાદીબાદ જેલ યાતના ભોગવતા રહ્યા. મહારાષ્ટ્રના  દામોદર પંત ને રાધાબાના ત્રણ સંતાનોમાં એક એ વિનાયક એટલે તા- ૨૮/૫/૧૮૮૩માં જન્મેલ વીર સાવરકર. અંગ્રેજોએ તેમને અંદામાન નિકોબારમાં ૫૦ વર્ષની કાળાપાણીની સજા કરેલ. ત્યાંથી વર્ષમાં એક જ વાર પત્રથી સંદેશો ,કેદી દઈ શકતો….ત્યાંથી એક હોંશિયાર લડવૈયા હોતિલાલે, ત્યાંની વાત પત્રથી કલકત્તા શ્રી સુરેન્દ્રનાથ બેનરજીને લખી ને તેમણે તે વિગત પ્રસિધ્ધ કરી. અંગ્રેજોની ન્યાયની પધ્ધતિ સામે જુવાળ જગાવી દીધો.

આંદોમાનમાં સમુદ્રનું પાણી કાળું દેખાય એટલે કે  કાળાપાણીની આ સજાની જેલ યાતના જ ખૂબ અસહ્ય હતી. રોજ કેદીઓને તલની ઘાણીએ જોડી રોજ ૩૦ રતલ તેલ કડાવાતું. નારીયેલ ફોલાવતા..દરણાં દરાવતા. સાથે જંગલ, એટલે જીવજંતુઓ, નિત્યક્રમથી ગંધાતી કોટડીઓ, બહાર નીકળોતો..નરભક્ષી આદિવાસી જંગલી જાતીઓ…ખાવાની અવ્યવસ્થાથી પડાપડી…જાણે ત્રાસ ને માનસિક યાતનાથી પાગલ કરી દેવાનું ષડયંત્ર. આ સમાચારથી જે થોડા કેદીઓને સરકારે દશવર્ષની યાતના બાદ છોડ્યા તે સાવરકર. પાછા આવ્યા હિન્દુમહાસભાની સ્થાપના કરી, તેઓ કહેતા દરેકને સ્વમાનથી જીવવાનો હક્ક છે..પ્રતિકાર કરતાં શીખો. ભારત એટલે અનેક વિચારધારાઓ સાથે ઈશ્વર સુંધી પહોંચવાના રસ્તે ચાલનારાઓનો દેશ..સાકાર રૂપે, નિરાકાર રૂપે, ભક્તિ માર્ગે, જ્ઞાન માર્ગે કે યોગમાર્ગે…સૌ સૌની રૂચી પ્રમાણે આગળ વધે ..તેમાં કટ્ટરતા નથી…ઉપાસનાના માર્ગો અલગ હોઈ શકે…જે લોકો એ ના કરે તે અસહિષ્ણુ હોય..ભારતીય સમાજ નહીં. પણ જો કોઈ અન્યાય કરે તે સહેવું એ કાયરતા કહેવાય..ગાંધી બાપુની હત્યામાં ગોડસે સાથે તેમની પર પણ કેસ થયો,જેલમાં ગયા , પણ પછી તેઓ નિર્દોષ છૂટ્યા.૧૯૬૪માં શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી કે જેમણે તેમને દેશ કાજે યાતના વેઠતા જોયેલા..બધાજ આક્ષેપો પાછા ખેંચી..આજીવન પેન્શન આપેલ..ભલે મુસલમાન નેતા જેવા શ્રી આબિદાલિએ વિરોધ કરેલ..તેમની નિષ્ઠા ગાંધીજી જેટલી જ ઉચ્ચહતી…તેઓએ ૨૬/૨/૧૯૬૬માં આપણી વચ્ચેથી વિદાય લીધી.તેમની પત્નિ યશોદાજીએ આજીવન દુખ વેઠ્યું, અંગ્રેજોએ સંપત્તિ જપ્ત કરી..તેમના બન્ને ભાઈઓ પણ જેલવાસ ભોગવી..દેશદાઝથી કુરબાન થઈ ગયા….ક્યાં એ દેશનેતાઓને ,આજે અસહિષ્ણુતાની  વાતો કરતા વામણા જીવો.

રજૂઆત-સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

રંગ  ઉમંગ  ત્રિરંગી   જશ્ન….રમેશ પટેલ(આકાશદીપ)

 

રંગ  ઉમંગ  ત્રિરંગી   જશ્ન

હો વતન ઉન્નત રૂડું સ્વપ્ન

 

ત્યાગ અમન વીરોની ભૂમિ

આજ  નમું  પુણ્યે  જ ચુમિ

 

કૌશલ્યે   કોતરશું    રે  ભાવિ

યુગ નુતન હોજનસુખ ચાવી

 

રાષ્ટ્ર  પર્વે   ગુંજે   ઉર  નાદ

થાશું સુનામી સુણી અરિ સાદ

 

શિતલ ગોદ હિમાલય  પ્યારી

માત  જ  ગંગા પાવન  વારિ

 

સાગર સરિતા ગિરિવર ખોળે

હરખ   ધરી  હરિયાળી  ડોલે

 

છે  ત્રિરંગી  જન  ઉર  જોશ

ગાજ ગગન ઝીલી જયઘોષ

 

રમેશ પટેલ(આકાશદીપ)

 

Read Full Post »

મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  સૌનો માનીતો તહેવાર , પણ ગુજરાતનો તો જાણે પોતીકો તહેવાર. કેવો ઉમંગી આ તહેવાર, જાણે સર્વ ધર્મ સમભાવ વિહરતો લાગે; આકાશે પતંગ બની. કુદરત , ઋતુ ચક્ર ને વસંતના મન ગમતા વાયરાની મધુર વધામણીના સંદેશા, મન-ગગને વિહરતા ડોલાવી મૂકે. આવો પતંગ સાથે ધરતી – આભની મસ્તીમાં સાથે જ ઝૂમી લઈએ.

રમેશ પટેલ(આકાશદીપ) 

…………..

આ. પ્રવિણભાઈ શાસ્ત્રીજીનો ખૂબ જ સરસ વિસ્તૃત લેખ… ‘મકર સંક્રાંતિ પર્વ’ માંથી સાભાર.

મકર સંક્રાંતિ – વિકિપીડિયા

સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:

સુક્ષ્મ અર્થ

મકરસંક્રાંતિનાં દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાંઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. હિંદુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક, અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દૈવત્વ, એક આર્શિવાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર,જે દરેક શ્રદ્ધાળુ હિંદુ દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધીનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી પરંતુ તે જ્ઞાન અને બુદ્ધીનાં અવતાર પણ છે. ભગવાન કૃષ્ણ ગીતામાંઅર્જુનને કહે છે કે આ જ્ઞાન (ગીતાનું) તેમણે પહેલાં અનેક વખત કહ્યું છે જેમાં સૌ પ્રથમ વિવસ્વાન-સૂર્યને કહ્યું હતું, આમ સૂર્ય કૃષ્ણનાં પ્રથમ શિષ્ય હતાં. રવિને (સૂર્ય) માટે ક્યારેય રવિવાર હોતો નથી, તે નિરંતર કાર્યશીલતામાં માને છે.

……………….

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં….રમેશ પટેલ(આકાશદીપ) 

ઉરે   ઉત્તરાયણ   ઉમંગ

વન વન પલટ્યા પવન

ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

ઝૂલ્ફે  ઝૂમે અનંગ

ઠુમકે નાચે પતંગ

વ્યોમ  પૂછું  પતંગબાજ  કોના  ખ્યાલમાં?

કોણ  લહેરાતું  આ વાયરાના વ્હાલમાં

જામે પતંગના પેચ

ગૂંચે બગડે જ ખેલ

લોટાવે  કરતબ નભે  કોઈ  તાનમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

પતંગોત્સવના રંગ

દેશ  વિદેશી  ઢંગ

આજ  હૈયું  ટહુકતું  વાલમના  સૂરમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

આવે   દાદાના  રથ

અન્નકૂટે છલકે તિરથ

પતંગ સંગ ધબકતું જ વિશ્વ ગુજરાતમાં

કોણ  લહેરાતું    વાયરાના વ્હાલમાં

…………………

 આવો સૂરજદેવ ઢૂંકડા……રમેશ પટેલ(આકાશદીપ) 

 

 દઈએ મકરનાં વધામણાં

આવો   સૂરજદેવ  ઢૂંકડા

સ્વાગત કરીએ રે મીઠડાં

ઝૂમે  લોકહિબૂ  પોંગલ ને લોહડી

સંક્રાન્તિ તલ  ને ગોળ સંગ ખીચડી

પ્રકાશ પવન ને ખેતડાં

લાગે હૂંફાળાં ને  હેતડાં

આવો સૂરજ દેવ ઢૂંકડાસ્વાગત કરીએ રે મીઠડાં

કહીએ  રે  આવજો   શિશિરના વાયરા

પાકશે રે પાક, વ્હાલા વસંતના ડાયરા

નાચું હું છોડી ને છાપરું

ગોખ ગગન કેવું રૂપલું

આવો સૂરજ દેવ ઢૂંકડાસ્વાગત કરીએ રે મીઠડાં

રંગીલા  દોર  ને  પતંગો  રંગીલી

રંગીલું  મન  ને  ઉમંગોની  ફિરકી

આવો અનંગ ગગન ગોખમાં

લોટે    મન પતંગ પેચમાં

આવો સૂરજ દેવ ઢૂંકડાસ્વાગત કરીએ રે મીઠડાં

જાશું  રે  તીર  નદી ને  કરશું  સંકલ્પો

દેશું  રે  દાન  ત્યજી  મનના  વિકલ્પો

ગાશું જ મહાકુંભનાં ગીતડાં

દઈએ  મકરનાં  વધામણાં

આવો સૂરજ દેવ ઢૂંકડાસ્વાગત કરીએ રે મીઠડાં

…………………………

 ઉત્સવ  ઉજવીએ  ઉમંગના….રમેશ પટેલ(આકાશદીપ) 

ઉત્સવ  ઉજવીએ  ઉમંગના

પ્રકૃત્તિ  પર્વ   સૂરજ  દેવના

ઝીલે,  ધરા તરૂ તેજ ચેતના

છે મકર સંક્રાન્તિ  ઉપાસના

……………………………….

ગગન ગોખે, સૂરજની સાખે

વાયા વાયરા પતંગે

ઊગ્યું રે પ્રભાત, ઘેલું ગુજરાત

ઝૂમે રે નભ નવરંગે

 

ગામ નગર ચોકે, ઉત્સવ ઉમંગે

જામી ઉત્તરાણ સાચે

કાળા ઘેંસિયા, ગોથ જ મારે

ફૂદી  ફાળકે   નાચે

દોર પતંગો ને , મલકતાં હૈયાં

ચગે આભલે ઝપાટે

પેચ પતંગોના, છૂપી નજરોના

સરકે મોજ  સપાટે

 

નાનાં મોટેરાં, સૌ કોઈ ઝૂમે

કાપો પોયરાં જ બોલે

લાવો રે ઊંધિયું, ખાઓ તલસાંકળી

માણી મજા સૌ ડોલે

પંખીડાં ઊડે, સંભાળજો હેતે

ના રે થાય  આજ કષ્ટ

દે સંદેશા રે, પતંગો સૌને

ઘાયલ જીંદગી જ નષ્ટ

…………………

 પર્વ પાવન ઉત્તરાયણ….રમેશ પટેલ(આકાશદીપ) 

 

પર્વ પાવન ઉત્તરાયણ સજન

આજ લાગે  છે  પ્યારું ગગન

ઝૂમે  તરુ ધરણ

હૂંફ ઢોળે કિરણ

પવન લહેરે ઊડ પતંગ  તું ગગન

આજ  લાગે  છે   પ્યારું  વતન

 

લઈ પાવલો પતંગ

ઉરે ઉમટ્યો ઉમંગ

લહેરાતો નટખટ નીરખે નયન

આજ લાગે  છે  પ્યારું  ગગન

 

ઝૂમે   નગર  અંબર

જંગ જીતવા જબ્બર

થાશે અમદાવાદી ખેંચ ને સુરતી ઢીલનું મિલન

આજ લાગે છે પ્યારું ગગન

 

 

પોયરા ને પોયરી

મલકાતી શાયરી

કાપી પેચ વગાડો રે… ઢોલ-થાળી બ્યૂગલ

આજ લાગે છે પ્યારું વતન

મસ્ત મસ્તીથી આરોગો… ઊંધિયું જલેબી જન-જન

આજ લાગે છે પ્યારું ગગન

………………..

Read Full Post »

હિમ શૈય્યામાં પોઢ્યા છે ડુંગરા…રમેશ પટેલ(આકાશદીપ)

kedarnath માટે છબી પરિણામ

Thanks  to webjagat for this picture

વસંત, ગ્રીષ્મ, વર્ષા ,શરદ, શિશિર અને હેમંત- વર્ષની છ ઋતુઓ. પોષ અને મહા મહિનો એટલે શિશિરના ઠંડા સૂસવાટા દેતી ઋતુ. આ વર્ષે હિમ વાયરે, હિમાલયની ઘાટીઓ બરફાચ્છાદિત થઈ, સહેલાણીઓને મહાલવા લલચાવી રહી છે, ને સાથે સાથે સફેદ આફતની ઘંટી પણ વગાડી રહી છે. અમેરિકામાં હાલ ઠંડો ઠંડો વરસાદ છે, ડુંગરો પર હિમ વર્ષા સાથે , ૨૫ માઈલની ઝડપે વાયરા સૌને ધ્રુજાવી રહ્યા છે. દૂરથી દેખાતા આ ધવલ પર્વતો આનંદ આપે છે. જેકેટો ને હીટરો આપણને રક્ષી રહ્યા છે પણ ઋતુને અનુકૂળ થઈ , મૌસમી ટક્કર ઝીલતા વૄક્ષો જળ-મોતીડાં સજી સ્તબ્ધ ઊભાં છે. હવે રવિરાયને હૂંફ ઢોળવા વિનંતી કરીએ..જગાડો તમારી ઉષ્માથી પોઢેલા ડુંગરા…

રમેશ પટેલ(આકાશદીપ)

 

હિમ શૈય્યામાં પોઢ્યા છે ડુંગરા…રમેશ પટેલ(આકાશદીપ)

 

શિતલ આ વાયરાના ઝોલમાં

હિમ શય્યામાં પોઢ્યા છે ડુંગરા

 

રમતી નજરું જ શ્વેત રંગમાં

અવનિએ ઓઢી શિશિર ઓઢણી

ડંખતા સ્તબ્ધ સૃષ્ટિ ડાયરા

હિમ શય્યામાં પોઢ્યા છે ડુંગરા

 

રમ્ય કુદરતના શુચિ શણગાર આ

હૂંફ ઢોળો તો અજંપા સંકોરીએ

તમારી બાથુંમાં ઝરણાં રે શાયરાં

હિમ શય્યામાં પોઢ્યા છે ડુંગરા

 

તમારા તેજમાં લહરે વન-વાયરા

હવે ના થથરાવો અંબર સાગરા

વધાવું ટહુકે કેસરિયા આભ કાંગરા

હવે જાગો

હિમ શય્યામાં પોઢેલા ભલા ડુંગરા

રમેશ પટેલ(આકાશદીપ)

Read Full Post »