Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

હીંડોળા….બ્રહ્મ સત્ય…સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

બ્રહ્મ સત્ય…

ભારતીય સંસ્કારિતાનો પાયો વેદ છે. માનવજાતના સૌ પ્રથમ ગ્રંથ તરીકે ‘ઋગવેદ’ ને સ્વીકૃતિ મળેલી છે. ડાકોરમાં કમળાકાર માત શારદાનું મંદિર , દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય

દ્વારા નિર્મિતમાં, ‘ઋગવેદ’ ની પ્રત ગોખમાં રાખેલી છે, એના દર્શનથી એક અહોભાવ અંતરે ઝબકે છે. અગ્નિવેદના પ્રથમ સૂક્તમાં ‘સત્ય’ શબ્દ પ્રયોજાયો છે…ઋષિના ઉદગાર…

અગ્નિર્હોતા કવિક્રતુઃ

સત્યઃ ચિત્રશ્રવસ્તમઃ!

દેવો દેવેભિઃ આગમત।।

(ઋગવેદ૧,૧,૫)

ઋષિ કહે છેઃ કવિની પ્રતિભા ધારણ કરનાર, દેવોનું આવાહન કરનાર, સત્ય(વિશ્વાસપાત્ર), અત્યંત સુંદર અને કીર્તિમાન એવા અગ્નિદેવોને સાથે લઈને અગ્નિ (અમારા યજ્ઞમાં) ઉપસ્થિત થાય.

ઉપનિષદના પ્રાણવાન મંત્ર..સત્ય માટે આજે પણ ઊર્જા પ્રદાન કરે છે.

સત્યમેવ જયતિ નાનૃતમ।

સત્યં વદ ધર્મ ચર

 સત્યં બ્રહ્મ

સત્યં જ્ઞાનં અનંતં બ્રહ્મ

…….

ઉપનિષદનો એક મહામંત્ર-

આકાશશરીરં બ્રહ્મ।

સત્યાત્મ પ્રાણારામ મનાઅનંદં।

ઈતિ પ્રાચીનયોગ્ય ઉપાસ્સ્વ॥

(તૈત્તિરીય ઉપનિષદ ૧,૬)

ઋષિ વદે છે.. બ્રહ્મનું શરીર આકાશ જેવું છે. બ્રહ્મનો આત્મા સત્ય છે. એ બ્રહ્મ બધા જ પ્રાણોનું વિરામસ્થાન છે. એ બ્રહ્મ મનને આનંદ આપનારું અને શાંતિથી ભર્યું ભર્યું છે. એ 

બ્રહ્મ અવિનાશી છે . એમ સમજીને હે પ્રાચીનયોગ્ય, તું એ બ્રહ્મની ઉપાસના કર.

આધાર- ‘ટહુકો ‘ ..ગુણવંત શાહ

……………….

અષાઢમાં લાલજીને પ્રેમે હીંડૉળે ઝુલાવવાની મજા કઈંક ઓર છે. ભારતની પુણ્યભૂમિ પર અવતાર લઈ , સદા   ંઆપણ ને ેઆનંદ ઝુલે ઝુલાવતા, લાલજીને આજે હૈયે ઝુલાવી ગાઈએ..

 

રે  લાલજી   ને  વ્હાલા  હીંડોળા…..રમેશ પટેલ(આકાશદીપ)

 

  રે    ઢોલ   વાગે ને  ઊડે  ગુલાલ

  બાંધ્યા  અમે    ચાંદી હીંડોળા

  ઝૂલો   ઝુલાવું   રે   ભરી  ભાવ

  રે  લાલજી  ને  વ્હાલા   હીંડોળા

 

  આંગણ પધારજો અષાઢી નોમજી

દે  ગોવર્ધન     તેડાં    ઠાકોરજી

  હીંચો હરિ હરખથી    ઊંચે રે ડાળ

   રે  લાલજી  ને   વ્હાલા  હીંડોળા

 

  આવી છે શુક્લા   શ્રાવણની   નોમજી

  દે છે  સાદ  ઘેલાં  રાણી રે યમુનાજી

  ઝૂલાવું  જઈ  ઊંચે  કદમની  ડાળ

  રે   લાલજી  ને  વ્હાલા  હીંડોળા

 

  હીંચે  જ  વૃન્દાવન  ને હસે  માવડી

  નાચો રે મોરલા   થનગન   રૂપાળા

  સ્નેહની   અમે  બાંધી  અમે  દોર

  રે  લાલજી  ને  વ્હાલા  હીંડોળા

 

  રમેશ પટેલ(આકાશદીપ)

…………….

હીંડોળા….રમેશ પટેલ(આકાશદીપ)

વિરાટના હીંડોળા તમને વ્હાલા રે લાલજી
હૈયાના હીંડોળે બિરાજો રે લોલ

નભે રમાડૉ કોટિ તારલીયા સંગ નિત
મારા ઘર દીવડે પધારો રે લોલ

રૂડા સજાવ્યા છે ચૌદલોક તમે વ્હાલે
અમે સજાવીએ ને તમે ઝૂલો રે લોલ

અમૂલખ ખજાના તમારા રાજ રાજેશ્વર
તુલસીના પારણે પોઢો રે લોલ

લાગો રૂપાળા મારામાધવ નટખટિયા
દેશું માખણ દાન વ્હાલે રે લોલ

ડાકોરના ઠાકોર રાય રણછોડ મારા
ઝીલીએ દર્શન સુખ ન્યાંરાં રે લોલ
રમેશ પટેલ(આકાશદીપ)

……………….

નયન રમ્ય હીંડોળે પ્રેમથી ઝૂલાવીએ
ઝૂલોને નંદના લાલ,
મારે આંગણીયે આનંદ ગુલાલ

આવ્યો અષાઢ લઈ મંગલ મલકાટ
ચાંદી હીંડોળે નંદાલયે ઝૂલે નંદલાલ
પધારી ઠાકોરજી કરજો રે વ્હાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

નોમ અષાઢી વદે હરખે ગિરીરાજ
ઝૂલા શણગાર્યા ઊંચે વૃક્ષોની ડાળ
ગિરી કુંજ ભક્તિથી રીઝવે ગોપાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

શ્રાવણ સુદ નોંમે ઘેલાં યમુનાજી
ઝૂલે કદમની ડાળ નાના ઠાકોરજી
ભાગ્યવંતો નીરખે જશોદાનો લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

શ્રાવણ ભાદોના હીંડોળા મનભાવન
પ્રભુની સન્મુખ પધાર્યા રે શ્રાવણ
ટહૂંકે કોયલ ને વેરે મોરલો કામણ
ચમકે વીજ ને હરખે હરિલાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

આવોને ઝૂલે ઝૂલાવીએ નંદલાલ
વૃન્દાવન કામવન ઉછાળે ગુલાલ
વ્રજ ગોવર્ધન શણગારે લાલ
મારે આંગણીયે આનંદ ગુલાલ

રમેશ પટેલ(આકાશદીપ)

4 Responses

 1. ऋषय: मन्त्रदृष्टार: कवय: क्रान्तदर्शिन
  ભાવભરી રચનાઓનું મધુર સંકલન


 2. સત્યમેવ જયતિ નાનૃતમ।
  સત્યં વદ ધર્મ ચર
  સત્યં બ્રહ્મ
  સત્યં જ્ઞાનં અનંતં બ્રહ્મ

  પ્રાણવાન સનાતન મંત્રો


 3. Reblogged this on આકાશદીપ and commented:

  લાલજીને વ્હાલા હિંડોળા..


 4. ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનંદ વિગ્રહઃ
  અનાદિરાદિર્ગોવિંદઃ સર્વ કારણ કારણં

  ચિંતામણિ-પ્રકર-સદ્મિસુ કલ્પવૃક્ષ-
  લક્ષાવૃતેષુ સુરભિરભિપાલયંતં
  લક્શ્મી-સહસ્ર-શત-સંભ્રમ-સેવ્યમાનં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  વેણું ક્વણંતં અરવિંદ-દલાયતાક્ષં
  બર્હાવતંસં અસિતાંબુદ સુંદરાંગં
  કંદર્પ-કોટિ-કમનીય-વિશેષ-શોભં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  આલોલ-ચંદ્રક-લસદ્-વનમાલ્ય-વંશી
  રત્નાંગદં પ્રણય -કેલિ-કલા-વિલાસં
  શ્યામં ત્રિભંગ-લલિતં નિયત-પ્રકાશં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  અંગાનિ યસ્ય સકલેંદ્રિય- વૃત્તિ-મંતિ
  પશ્યંતિ પાંતિ કલયંતિ ચિરં જગંતિ
  આનંદ ચિન્મય સદુજ્જ્વલ વિગ્રહસ્ય
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  અદ્વૈતં અચ્યુતં અનાદિં અનંત-રૂપં
  આદ્યં પુરાણપુરુષં નવ-યૌવનંચ
  વેદેષુ દુર્લભં અદુર્લભં આત્મ-ભક્તૌ
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  પંથાસ્તુ કોટિ-શત-વત્સર-સંપ્રગમ્યો
  વાયોરથાપિ મનસો મુનિ પુંગવાનાં
  સો પ્યસ્તિ યત્-પ્રપદ-સીમ્નિ અવિચિંત્ય-તત્ત્વે
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  એકોsપ્યસૌ રચયિતું જગદ્-અંડ-કોટિં
  યચ્છક્વિરસ્તિ જગદંડચયા યદંતઃ
  અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્થં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  યદ્-ભાવ-ભાવિત-ધિયો મનુજાસ્તથૈવ
  સંપ્રાપ્ય રૂપ-મહિમાસન-યાન-ભૂષાઃ
  સૂક્તૈઃયમેવ નિયમ પ્રથિતૈઃસ્તુવંતિ
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  આનંદ-ચિન્મય-રસ-પ્રતિભાવિતાભિઃ
  તાભિર્ય એવ નિજરૂપતયા કલાભિઃ
  ગોલોક એવ નિવસતિ અખિલાત્મભૂતો
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  પ્રેમાંજન-ચ્છુરિત-ભક્તિ-વિલોચનેન
  સંતઃ સદૈવ હૃદયેષુ વિલોકયંતિ
  યં શ્યામસુંદરં અચિંત્ય-ગુણ-સ્વરૂપં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  રામાદિ મૂર્તિષુ કલ-નિયમેન તિષ્ઠુન્
  નાનાવતારં અકરોદ્ભુવનેષુ કિંતુ
  કૃષ્ણઃ સ્વયં સમભવત્ પરમઃ પુમાન્ યો
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  યસ્ય પ્રભા પ્રભવતો જાગદંડ કોટિ
  કોટિષ્વશેષ વસુધાદિ વિભૂતિ-ભિન્નં
  તદ્બ્રહ્મ નિષ્કલં અનંતં અશેષ ભૂતં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  માયા હિ યસ્ય જગદંડ શતાનિ સૂતે
  ત્રૈગુણ્ય-તદ્-વિષય-વેદ-વિતાયમાના
  સત્ત્વાવલંબિ પરસત્ત્વં વિશુદ્ધસત્ત્વં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  આનંદ-ચિન્મય રસાત્મતયા મનઃસુ
  યઃ પ્રાણિનાં પ્રતિફલન્ સ્મરતાં ઉપેત્ય
  લીલાયિતેન ભુવનાનિ જયત્યજસ્રં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  ગોલોક નામ્નિ નિજ-ધામ્નિ તલે ચ તસ્ય
  દેવી-મહેશ-હરિ-ધામનુ તેષુ તેષુ
  તે તે પ્રભાવ નિચયા વિહિતાશ્ચ યેન
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય-સાધન-શક્તિરેકા
  છાયેવ યસ્ય ભુવનાનિ બિભર્તિ દુર્ગા
  ઇચ્છનુરૂપં અપિ યસ્ય ચ ચેષ્ટતે સા
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  ક્ષીરં યથા દધિ વિકાર-વિશેષ યોગાત્
  સંજાયતે ન હિ તતઃ પૃથગસ્તિ હેતોઃ
  યઃ શંભુતામપિ તથા સમુપૈતિ કાર્યાદ્
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  દીપાર્ચિરેવ હિ દશાંતરં અભ્યુપેત્ય
  દીપાયતે વિવૃત-હેતુ-સમાન-ધર્મ
  યસ્તાદૃગેવ હિ ચ વિષ્ણુતયા વિભાતિ
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  યઃ કારણાર્ણવ જલે ભજતિસ્મ યોગ-
  નિદ્રાં અનંત-જગદ્-અંડ-સ-રોમ કૂપઃ
  આધાર-શક્તિં અવલંબ્ય પરાં સ્વ-મૂર્તિં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  યસ્યૈક-નિશ્વસિતકાલમથાવલંબ્ય
  જીવંતિ લોમ-વિલજા જગદંડનાથાઃ
  વિષ્ણુર્ મહાન્ સ ઇહ યસ્ય કલા-વિશેષો
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  ભાસ્વાન્ યથાશ્મ-શકલેષુ નિજેષુ તેજઃ
  સ્વીયં કિયત્ પ્રકટયત્યપિ તદ્વદત્ર
  બ્રહ્માય એષ જગદંડ-વિધાન-કર્તા
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  યત્-પાદ-પલ્લવ-યુગં વિનિધાય કુંભ
  દ્વંદ્વે પ્રણામ-સમયે સ ગણાધિરાજઃ
  વિઘ્નાન્ વિહંતં આલં અસ્ય જગત્-ત્રયસ્ય
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  અગ્નિર્ મહી ગગનં અંબુ મરુદ્ દિશશ્ચ
  કાલસ્તથાત્મ મનસીતિ જગત્-ત્રમાણિ
  યસ્માદ્ ભવંતિ વિભવંતિ વિશંતિ યં ચ
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  યચ્છક્ષુરેષ સવિતા સકલ-ગ્રહાણાં
  રાજા સમસ્ત સુરમૂર્તિરશેષ તેજાઃ
  યસ્યાજ્ઞયા ભ્રમતિ સંભૃત-કાલ-ચક્રો
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  ધર્મો થ પાપ નીચયઃ શ્રુતયસ્ત પાંસિ
  બ્રહ્માદિ-કીટ-પતગાવધયશ્ચ જીવઃ
  યદ્ધત્ત-માત્ર-વિભવ-પ્રકટ-પ્રભાવા
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  યસ્ત્વિંદ્રગોપં અથવેંદ્રં અહો સ્વકર્મ
  બંધાનુરૂપ-ફલ-ભાજનમ્ આતનોતિ
  કર્માણિ નિર્દહતિ કિંતુ ચ ભક્તિભાજાં
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  યં ક્રોધ-કામ-સહજ-પ્રણયાદિ ભીતિ-
  વાત્સલ્ય-મોહ-ગુરુ-ગૌરવ-સેવ્ય-ભાવૈઃ
  સંચિંત્ય તસ્ય સદૃશીં તનુમાપુરેતે
  ગોવિંદં આદિપુરુષં તમહં ભજામિ

  શ્રિયઃ કાંતાઃ કાંતઃ પરમ-પુરુષઃ કલ્પતરવો
  દ્રુમા ભૂમિશ્ચિંતામણિ-ગણ-મયી તોયં અમૃતં
  કથા ગાનં નાટ્યં ગમનં અપિ વંશી પ્રિય-સખી
  ચિદાનંદં જ્યોતિઃ પરં અપિ તદાસ્વાદ્યમપિ ચ

  સ યત્ર ક્ષીરાબ્ધિઃ સ્રવતિ સુરભિભ્યશ્ચ સુ મહાન્
  નિમેષાર્ધાખ્યો વા વ્રજતિ ન હિ યત્રાપિ સમયઃ
  ભજે શ્વેતદ્વીપં તં અહં ઇહ ગોલોકં ઇતિ યં
  વિદંતસ્તે સંતઃ ક્ષિતિ-વિરલ-ચારાઃ કતિપયેComments RSS

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: