ચૂંટણીનાને હોળીના રંગોની મસ્તી બાદ હવે પાવન ચૈત્રમાસ પધારી રહ્યો છે…દૈવી શક્તિની આરાધના સદા મંગલમયી છે… દુનિયાને આજે કટ્ટરતાનો ચેપ લાગ્યો લાગ્યો છે ને માનવતા ઝંખવાઈ રહી છે.
આવો ઉપાસનાથી અંતર ઉજાશીએ…ગરબે ઘૂમી.
રમેશ પટેલ(આકાશદીપ)
સૌજન્ય આદરણીયશ્રી વિનોદભાઈ પટેલ….સેન્ડિયાગો.
આવો પાર્શ્વસંગીતમાં..અમારા કેલિફોર્નીઆમાં દોહિત્રી જાનુ ને ખુશી સાથેની મજાની પળોનો વીડિયો પર, બે નવલા સ્વરચિત ગરબાની મજા માણીએ…
https://drive.google.com/file/d/0B4azqvwjT9U1QnNWNXowaG5fUFk/view
………..પોષ્ટ…વિનોદ વિહાર…સાભાર…
હાલો ” વિનોદ વિહારે” ગરબા સાંભળવા…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) .
નવલાં નોરતાં ને નવલી છે રાત ………રમેશ પટેલ(આકાશદીપ)
નવલાં નોરતાં ને નવલી છે રાત
ગરબે ઘૂમે આજ ભવાની માત
દઈ દઈ તાળી આજ ગાઓને રાજ
નવ નવ દેવીઓનાં દર્શનની રાત
આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલે નોરતે ધબૂકિયાં રે ઢોલ
ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ
કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..
જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો સૂણો ઝાંઝરના ઝણકાર
હોમ હવન ને ભક્તિના નાદ
માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..
રમે રમે લાલ કુકડાની જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ
ઊડે ઊડે લાલ ગુલાલોની છોળ
ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ
ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…
ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ
મંગલ વરતે માને દીવડે રે લોલ
આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
Advertisements
Atyant sundar rachana.